નિ:શુલ્ક
નિ:શુલ્ક
કોરોનામાં પિતાની છત્રછાયા ગુમાવેલા દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક વિજ્ઞાન અને ગણિતના વર્ગો ચાલુ કરવાની જાહેરાત કરી ને, જાણીતા સમાચારપત્રમાં ફોટા પડાવી ને, પોતાની ઓફિસમાં પાછા આવેલા આચાર્ય જતીનભાઈ સાહેબે પોતાની શાળાનાં શિક્ષકોની મિટિંગ બોલાવી. ને જાહેર કર્યું કે જે પણ વિદ્યાર્થીની છેલ્લા સત્રની ફી બાકી હોય તેમના પરિણામ અલગ રાખવામાં આવે, ફી ભરે નહિ ત્યાં સુધી તેને પરિણામ આપવું નહીં, કે આગળના વર્ગમાં પ્રમોશન આપવું નહીં.
