STORYMIRROR

PRAVIN MAKWANA

Abstract

1  

PRAVIN MAKWANA

Abstract

નાથાલાલ દેવાણી : સાહિત્ય સફર

નાથાલાલ દેવાણી : સાહિત્ય સફર

9 mins
88

આવી એક વિશિષ્ટ સાહિત્યપ્રેમી વ્યક્તિનો પરિચય વેગુવાચકોને કરાવવાની તક આજે અમે લઈએ છીએ : શ્રી નાથલાલ રવજીભાઇ દેવાણીનું મૂળ વતન અમરેલી જિલ્લાનું શેલણા ગામ. માતા દુધીબહેનની કૂખે તા. 9-9-1951ના રોજ જન્મ. પિતાની અમદાવાદ મિલમાં શાળખાતામાં નોકરી તેથી પ્રાથમિક શિક્ષણ માતાની સાથે રહીને શેલણામાં લીધું. પોતીકી જમીન નહીં હોવાથી માતા અન્યના ખેતરમાં મજૂરીએ જતાં. નાથાલાલ શરીરે દુર્બળ, પણ અભ્યાસમા તેજસ્વી. તેથી પિતાએ સાત ધોરણ પછી અમદાવાદ બોલાવી લીધા. પિતાપુત્ર બન્ને ગોમતીપુરમાં એક ઓરડી રાખીને રહ્યા. પિતા જાતે રસોઈ બનાવતા. 10મા ધોરણમાં આવ્યા ત્યારે માતા બીજાં બે ભાંડુઓને લઈને અમદાવાદ આવ્યાં. 1968માં મેટ્રિક પાસ કરીને નવગુજરાત કૉલેજમાં. પિતાની મૂંઝવણ વિચારીને પોતે લાયક હોવા છતાં સાયંસને બદલે કોમર્સ લાઇન લીધી. આ દરમિયાન જ તેમની વારસાગત જમીનના કેસમાં છેતરામણી થતાં જમીન ગુમાવી. પરિણામે પિતા કુટુંબ સાથે વતન જઈને ફરીથી મજૂરીએ લાગ્યા. આવક વિનાના નાથાભાઈએ મિત્રોનાં ભાઈ–બહેનોને માસિક 10 રૂ. લઈને ભણાવવાનુ શરૂ કર્યું. 60 રૂ. માસિક આવકમાંથી વીસ રૂ. રૂમભાડું આપીને 40 રૂ.માં ખાવા-પીવા–ભણવાની પણ વ્યવસ્થા 17 વર્ષના એ છોકરાએ કરી ! કૉલેજમા થયેલી શારીરિક તપાસ પછી દાક્તરે ટીબી થવાની શક્યતા બતાવી. બે વર્ષ પછી મૉર્નિગ કૉલેજમાં બદલી કરાવ્યાથી ૧) એફ. વાય.માં પ્રથમ વર્ગને કારણે માત્ર બપોરની કૉલેજમાં જ મળતો અડધી ફીમાફીનો તથા ૨) ખેતમજૂરના પાલ્ય તરીકે ઇબીસીનો લાભ મળ્યો ! ઘણા સંઘર્ષને અંતે ગ્રેજ્યુએશન પૂરું કર્યું. પછી પોસ્ટ ખાતાની મોટરવાનમાં ન ગમતી નોકરી કરી. પણ ૧૯૭૪માં જીવન વીમા નિગમમાં જોડાયા. સ્થિતિ સુધરતાં સમગ્ર કુટુંબને અમદાવાદ તેડાવી લીધું. લગ્ન પણ કર્યું. 

1977 પછી ગોમતીપુરના મકાનના નિવાસને તેઓ તેમના જીવનનો સુવર્ણકાળ ગણાવે છે. અહીં મિત્રોની મંડળી જામતી. ફૂટપાથ ઉપર ટ્યુશનક્લાસ ચલાવ્યા. આ પછી આવે છે દેવાણીભાઈના જીવનનો એ તબક્કો કે જેમાં તેઓ ખૂબ જાણીતા થયા. મૂળે સાહિત્યના શોખીન અને ગમતાનો ગુલાલ કરવાવાળા. આથી ગમતી કોઈ કવિતાની ઝેરોક્ષ કરાવીને મિત્રોમાં વહેંચવા લાગ્યા. પરંતુ 1999માં પોતાના નવા મકાનમાં રહેવા ગયા તેથી મિત્રમંડળનો સમ્પર્ક તૂટી ગયો. રાત્રીબેઠકો બંધ પડી. બેસી રહેવું ગમે નહીં. એટલે વિચાર કર્યો કે લોકોને વાંચતાં કઈ રીતે કરવા. આથી કવિતાનો આસ્વાદ કરાવતું એક સંકલન બહાર પાડ્યું. બીજો વિચાર કવિતા સિવાયનું પણ વહેંચવાનો કર્યો. આથી સારું સાહિત્ય શોધીને એકઠું કરીને તેનો એક સંગ્રહ કરીને લોકો સુધી પહોંચાડ્યો. આ વસ્તુને પ્રચંડ પ્રતિસાદ મળતાં પછી તો પ્રોત્સાહિત થઈને દર વર્ષે એક નવું સંકલન બહાર પાડ્યું !!

પરંતુ તાજુબની વાત એ છે કે દેવાણીભાઈએ આ બધાં સંકલનો આંખોની અત્યંત મર્યાદા સાથે રચ્યાં ! એમની આંખની તકલીફનોય ઇતિહાસ બહુ કરુણ છે. એક તબક્કે તો બન્ને આંખો લગભગ ગુમાવી દીધેલી !! છેવટે 1999માં બન્ને આંખે બે મહિનાના અંતરે ઑપેરશન કરાવ્યાં, જે કંઈક સફળ થયાં. ને એક આંખે –5 અને બીજી આંખે -10 નંબર તો રહ્યા જ. આટલા ઓછા વિઝનમાં પણ તેમણે 10 વર્ષ સુધી સંકલનો આપ્યે રાખ્યાં. નિવૃત્તિ પછી તો આંખ લખવાવાંચવા માટે બિલકુલ કામ આપતી નથી....!

શ્રી નાથાભાઈ દેવાણીની અવિરત સાહિત્યસેવાનું મૂલ્ય આંકીએ તેટલું અધૂરું જ ગણાય. એમની સેવાઓને વેગુનાં પાનાં પર સગવડ પ્રમાણે વહેંચવાની તક મળી છે તેનો આનંદ એ સાહિત્યખજાનાની સાથે અમે સૌ વેગુ–સંપાદકો વહેંચવા માગીએ છીએ. આ સમગ્ર સાહિત્ય અને તે માટેની જરૂરી માહિતી તૈયાર કરીને અમને પહોંચાડવા માટે વેબગુર્જરી પરિવાર શ્રીમતી રચનાબહેન અંતાણી તથા શ્રી તુષારભાઈ પટેલનો અત્યંત આભારી છે.

[10/09, 7:18 pm] Jugalkishor Vyas: ૧) કવિતા: શબ્દનું ઐશ્વર્ય : (તા. 22. 08. 2001 /પાનાં: 270)

કવિતાના આસ્વાદો; કવિતાઓ, સંસ્મરણ લેખો, ગીતો 

૨) ચાલો વિહરીએ વિચારોના વૃંદાવનમાં : (તા. 06. 06. 2002 / પાનાં : 241)

માત્ર ગદ્યસંગ્રહ : સાથે દર્શાવેલા ૮ લેખકોનાં પુસ્તકોમાંથી ગમી ગયેલાં અવતરણોની સંખ્યા: 

ધૂમકેતુનાં 103; ગુણવંત શાહનાં 580; સુરેશ દલાલનાં 187; કુન્દનિકા કાપડિયાનાં 55; કાંતિ ભટ્ટનાં 122; ચંદ્રકાંત બક્ષીનાં 156; શાહબુદ્દીન રાઠોડનાં 171; વજુ કોટકનાં 44 ઉપરાં પોતાની જૂની ડાયરીમાંથી લીધેલાં 123 અને અંગ્રેજી 277 સુવાક્યો) 

૩) પ્રિયજનને : (તા. 23. 12. 2002 / પાનાં : 253)

આનો પ્રથમ અંક તા. 06 .06 .1999ના રોજ ૨૦ મિત્રોમાં જ વહેંચેલો. ફક્ત માત્ર 50 પાનાં, 603 પંક્તિઓનો. માત્ર 20 જ કૉપી. ત્યાર બાદ ૨૦૦૨માં ત્રણ ભાગોના સંકલનરૂપે પ્રગટ થયો. જેમાં દરેક પાનાના ઉપર જમણે છેડે ઉર્દૂ-હિન્દીની કુલ ૨૩૪ શાયરીઓ મૂકી. 49 સર્જકોની તસવીરો મેળવીને મૂકી. ત્રણ ભાગોમાં વહેંચાયેલા આ ભાગમાં –

  હિન્દી-ઉર્દૂ કવિઓ : 55 તથા ગુજરાતી કવિઓ 260 કુલ ગુજ. પંક્તિઓ : 2560  

૪) કવિતા : મારી પરમ સખી : (તા. 09.09.2003 / પાનાં 235)

 બે વિભાગો. પ્રથમ વિભાગમાં આસ્વાદ સાથે કાવ્યો; 94 કવિઓની 122 રચનાઓ અને 1  લોકગીત; બીજા વિભાગમાં લઘુકાવ્યો. 92 કવિઓનાં 680 લઘુકાવ્યો. આ અને અન્ય કેટલાંક સંકલનો શ્રી નાથાલાલભાઈના જન્મદિવસે તા. 09, સપ્ટેમ્બરે થયાં.

૫) કવિતા એટલે : (તા. 09.09. 2004 / પાનાં : 224)

જમણી બાજુ ઉપરના છેડે કુલ શેર 225; આસ્વાદ સાથેનાં કાવ્યો કુલ 149; અન્ય કાવ્યો સ્થાનપૂર્તિ માટે : 49; કુલ સર્જકો : 134; કુલ આસ્વાદકર્તાઓ : 23. 

૬) ગઝલોત્સવ : (તા. 23.12.2004 / પાનાં : 272)

એમના પરમ મિત્ર શ્રી દિલીપભાઈ જોશીના જન્મદિવસ અને એ મુજબ તા. 31 ડિસેમ્બરના રોજ એ નિવૃત્ત થવાના હોઈ એમને 1000 ગઝલોનું સંકલન તૈયાર કરી ભેટ આપ્યું. આમ, 2004માં એક સાથે 2 સંક્લનોનું કામ ચાલ્યું હતું. આ સંકલનમાં કુલ 423 ગઝલકારોની 1000થી વધુ ગઝલો છે અને 75 જેટલાં જૂનાં ફિલ્મી ગીતો છે !

૭) કવિતા : આનંદ સરિતા : (તા. 30.07.2005) 

માત્ર કવિતાના જ આ સંકલનમાં પણ બે વિભાગો છે. બીજા વિભાગમાં માત્ર અછાંદસ કાવ્યો જુદાં તારવ્યાં છે. વિભાગ 1માં 211 સર્જકોની 358 રચનાઓ છે જ્યારે વિભાગ 2માં 143 સર્જકોની કુલ 287 રચનાઓ. દરેક પાનાના મથાળે ફિલ્મીગીતની કડીઓ મૂકી છે જે દ્વારા 50 જૂનાં ફિલ્મીગીતો માણવા મળે છે ! 

૮) વધુ ને વધુ સુંદર : (તા. 26.02. 2006 / પાનાં : 230)

 ખાસ નોંધ : કોઈ પણ સંકલન પ્રગટ થાય અને શ્રી અરવિંદભાઈ જોશીના હાથમાં તે પહોંચે એટલે 15 દિવસમાં આખા સંકલનનું વિવરણ મળી જાય. બધાં સંકલનોમાં કેટલી કવિતાઓ, કેટલી પંક્તિઓ, કેટલા આસ્વાદ, કેટલા સર્જકો છે એ બધું વિશ્લેષણ કરવાનું શ્રેય શ્રી અરવિંદભાઈ જોશીને છે. આ સંકલન તેમના જન્મદિવસે પ્રગટ કરી તેમને અર્પણ કરવામાં આવ્યું છે. આ પણ મહદઅંશે ગદ્યનું સંકલન છે. 

પ્રથમ વિભાગમાં શ્રી નાથાલાલભાઈને ગમેલાં 9 પુસ્તકોમાંના સુંદર અંશો છે. અને બીજા વિભાગમાં કવિતાઓ છે. આ ૯ પુસ્તકો તે –

 આભલાં : મકરંદ દવે / તે હિ નો દિવસા : હરિવલ્લભ  ભાયાણી / 

  દિલની વાતો 1 -2 -3 : રસિક ઝવેરી / મરો ત્યાં સુધી જીવો : ગુણવંત શાહ

  પરોઢિયે કલરવ : ગુણવંત શાહ / પ્રાસંગિક પ્રતિસાદ : કાકાસાહેબ કાલેલકર 

  શુભ સમાચાર : શ્રીમદ વિજયરત્નસુંદર સૂરીશ્વરજી / સંભારણાંની સફર : સુધા મૂર્તિ  અનુ. : સોનલ મોદી / શબદની સવારી : વિનુ મહેતા. 

 બીજા વિભાગમાં સમાવવામાં આવેલ કુલ કાવ્યો 120 અને કવિઓ 88. આ ઉપરાંત આ સંકલનમાં અત્યાર સુધી પ્રગટ થયેલાં સંકલનો અંગેના પ્રિયજનોના પ્રતિભાવો પણ મૂક્યાં છે.

૯) કૃષ્ણ વસે કણ કણમાં : (તા. 11.10.2006 / પાનાં 241)

જયારે એવું લાગતું હતું કે હવે નવા સંકલન નહીં બનાવી શકાય, આંખો થાકી ગઈ છે ત્યારે એક અદ્ભુત સંકલનની રચના “કૃષ્ણકાવ્યો”ના શ્રીગણેશ થયા ! (આ સંકલન માટે કૃષ્ણકાવ્યો પૂરાં પાડવામાં ખૂબ સુંદર સહયોગ રહ્યો પરમ સ્નેહી મિત્ર રચના અંતાણીનો.) કૃષ્ણકાવ્યો ઉપરાંત આ સંકલનમાં કૃષ્ણ અંગેનાં નીચેનાં પુસ્તકોમાંથી કેટલાક અંશો પણ લીધા છે : “સંભવામિ ક્ષણેક્ષણે” ગુણવંત શાહ / “આનંદ પુરુષ શ્રી કૃષ્ણ” - હરીન્દ્ર દવે / “કૃષ્ણં વંદે જગદગુરુમ્” - દિનકર જોશી / “કૃષ્ણ : 21મી સદીના ઈશ્વર” - જય વસાવડા / “ગોપી ગીત – વિવરણ” શ્રી સુરેશ દલાલનું / 

216 રચનાકારોની 550 રચનાઓ અને 58 લોકગીતો !

(આ સંકલન મિત્રોને ઓછી કિંમતે આપી શકાય એ માટે ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન ચલાવતા વડીલમિત્રો શ્રી કાન મહેતા અને દિનેશ ઓ. શાહ તરફથી રૂ. 10000નું અનુદાન મળ્યું.)

૧૦) પ્રણયોત્સવ : (તા. 09.09.2007 / પાનાં 310) પ્રણયકાવ્યોનું સંકલન 

490 રચનાકારોના 963 પ્રણયકાવ્યોનું વિશાળ કદનું સંકલન 

(શ્રી કાન મહેતા અને શ્રી દિનેશ ઓ. શાહ તરફથી ફરી અનુદાન મળતા આ સંકલન પણ ઓછી કિંમતે આપી શકાયું.)

૧૧) સ્પંદનપર્વ : (તા. 09.09.2008 / પાનાં 360) આ સંકલન ગદ્ય રચનાઓનું છે. 

શીર્ષક સૂચવ્યું રચના અંતાણીએ. દૈનિકપત્રો, સામયિકો, પુસ્તકોમાંથી પસંદ કરેલા વિવિધ વિષયો પરના લેખો છે આમાં. એમ.જે. લાયબ્રેરીમાંથી ઘણાં બધાં પુસ્તકો ઉપલબ્ધ કરાવી આપ્યા મિત્ર શ્રી ગુણવંતભાઈ મકવાણાએ.)

156 લેખકોના 218 લેખ છે. સ્થાનપૂર્તિ કરવા માટે 72 કવિતાઓ છે. 

૧૨) કવિતા : અનુભૂતિનું વિશ્વ : (તા. 09.09.2009 / પાનાં 309)

હિન્દી કવિતાઓ એકઠી કરવાની ઇચ્છા થઈ અને આ સંકલનનો જન્મ થયો. કવિતાના આસ્વાદ ઉમેરવાનું પણ નક્કી કર્યું. 95 રચયિતાઓની 95 કવિતાઓ આસ્વાદ સાથે લીધી છે. સ્થાનપૂર્તિ માટે 'નિજાનંદે' નામનાં પુસ્તકમાંથી 26 કવિઓની 41 રચનાઓ પસંદ કરી છે.

બીજા વિભાગમાં 177 કવિઓની 336 હિન્દી કવિતાઓ મૂકી છે .  

આ શીર્ષક પણ રચનાબેને આપેલું છે.

૧૩) સાધકોના સંગે : (તા. 30.01.2011 / પાનાં : 366)

પરમ મિત્ર શ્રી મનસુખભાઈ શેલડીયા જેમની બાજુમાં બેસીને LICમાં 15 વર્ષ કામ કર્યું તેઓ 31 જાન્યુઆરી 2011ના રોજ નિવૃત્ત થવાના હોઈ તેમને અર્પણ કરવા માટે આ સંકલન બન્યું . 

જેમની કર્મભૂમિ ગુજરાત રહી છે એવી 104 વ્યક્તિઓનાં વ્યક્તિચિત્રો છે અહીં છે. સ્થાનપૂર્તિ માટે 61 કવિઓની 105 કવિતાઓ મૂકી છે. 

(આ સંકલનની 200 નકલ બનાવડાવી અને એ પડતર કિંમત કરતા ઓછી કિંમતે આપી શકાય એ માટે પરમ મિત્ર શ્રી કનુભાઈ જીવરાજભાઈ પટેલે ફંડ ઉપલબ્ધ કરાવ્યું. એ કારણે રૂ. 170 નું સંકલન રૂ. 100 માં 175 વ્યક્તિઓને આપી શકાયું અને 25 લેખકો -કવિઓને આ સંકલન વિનામૂલ્યે મોકલ્યું.)

૧૪) નિજાનંદે : (તા. 30.09.2011 / પાના 357) પ્રગટ થયું શ્રી નાથાલાલભાઈની નિવૃત્તિના દિવસે. હવે કદાચ કોઈ સંકલન બને પણ તે નિયમિત રીતે દર વર્ષે બહાર પડતાં સંકલનની જેમ કદાચ પ્રગટ ન પણ કરી શકાય . 

આ સંકલનમાં 

વિભાગ 1 - સંસ્મરણો - વિરલ અનુભવો - લેખો : 108 ( 209 પાનાં)

 વિભાગ 2 - 50 કવિઓની 88 જૂની અવિસ્મરણીય કવિતાઓ (35 પાનાં)

વિભાગ 3 - શિક્ષણનું માધ્યમ, માતૃભાષા, શિક્ષણ અંગેના 26 લેખો (54 પાનાં)

વિભાગ 4 - તંદુરસ્તી તમારા હાથમાં - સ્વાસ્થ્ય અંગેના 27 લેખો (49 પાનાં)

સ્થાનપૂર્તિ કરવા માટે 49 કવિઓની 74 કવિતાઓ અને 27 કૃષ્ણકાવ્યો.

૧૫) અંતિમ પર્વ : (તા. 09.09.2012 / પાનાં 180)

છેલ્લાં 10 વર્ષમાં રોજનો 1 કલાક અને રજાના દિવસે 3 કલાક સમય મળતો હતો ત્યારે 4200 પાનાંઓ લખ્યાં અને 14 સંકલનો પ્રગટ થયાં. અને નિવૃત્તિ પછી જુલાઈ 2012 સુધીમાં એક પણ પાનું લખ્યું નહીં ! એકાએક ખ્યાલ આવ્યો કે 9 સપ્ટેમ્બરે રવિવાર આવે છે. અને જયારે 9 સપ્ટે રવિવારે આવે છે ત્યારે મિત્રોએ જ એ દિવસને ભવ્યતા બક્ષી છે. એટલે આ વખતે પણ મિત્રોને બોલાવવા અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવું કૈંક તો સંકલન બનાવીને બધા મિત્રોને આપવું જ. અગાઉનાં વર્ષોમાં લખાયેલું જે હતું એ અને હવે આ માટે તરત કામ શરૂ કર્યું. અને 180 પાનાનું 7 વિભાગ ધરાવતું આ “અંતિમ પર્વ” સર્જાયું !

1. સુરેશ દલાલને અંજલિ - જ્વલંત છાયા એ જ વિભાગમાં સુરેશભાઈની 12 રચનાઓ / 2. વિવિધ લેખો / 3. 153 ફિલ્મી ગીતો - દેશભક્તિનાં, આશાવાદ–ઉત્સાહ પ્રગટાવે એવાં, ઈશ્વરને ફરિયાદ કરતાં, અને લાંબા સમય સુધી છવાયેલાં રહ્યાં હોય એવાં ગીતો; / 4. 75 ગુજરાતી કવિતાઓ; / 5. નવા વર્ષે મિત્રોને મોકલેલા અને અન્ય 16 લેખો; / 6. મિત્રોને લખેલા અઢળક પત્રોમાંથી પસંદ કરેલા 5 પત્રો; / 7. તા. 09.09.2010ના રોજ જન્મદિન નિમિત્તે 22 પાનાંની નાની પુસ્તિકા બહાર પડેલી એ આખી પુસ્તિકા વિચારોનું વૃંદાવન. 

80% સામગ્રી અગાઉનાં વર્ષોમાં લખાયેલ છે અને 20% છેલ્લા એક મહિનામાં લખાયું એ મળીને આ 180 પાનાનું સંકલન ' અંતિમ પર્વ' તૈયાર થયું.

નિવૃત્તિ પછીના જીવનનો નવો જ તબક્કો શરૂ થયો. અગાઉ 38 વર્ષો સુધી 9.30 વાગ્યે જમીને ઓફિસ જવા નીકળવું અને સાંજે 6.30 વાગ્યે ઘરે પરત આવવું. નિવૃત્ત થઈને જે રીતનું જીવવું હતું એમાનું કઈ શરૂ થયું નહીં. જોકે જૂન 2012થી સવારના 2 કલાક પ્રાથમિક શાળાનાં 3-4 બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. 1969થી 1996 સુધી SSC અને ધો. 11-12 કોમર્સના વિદ્યાર્થીઓને ભણાવ્યા.  

પરંતુ તાજુબની વાત એ છે કે દેવાણીભાઇએ આ બધા સંકલન આંખોની કેટલી બધી મર્યાદા સાથે રચ્યા. જોકે આંખની તકલીફનો પણ ઇતિહાસ છે. શરુઆતથી આંખે ચશ્માના નમ્બર તો હતા જ . એક કમનસીબ પળે તેમને ઓપરેશંનથી નમ્બર દૂર કરાવવાનો વિચાર આવ્યો અને ઇંદોર મુકામે ડો. હરર્દિયા પાસે 1986 મા ઓપરેશન કરાવ્યુ . તે વખતે કિકિ પર હાથથી કાપા પાડીને નમ્બર દૂર કરાવવાની ટેક્નોલોજી હતી. આ ઓપરેશંથી નમ્બર દુર તો ના થયા પરંતુકોર્નિયા અને કિકિ બન્ને બગડ્યા 1987 મા જમણી અને 1988મા ડાબી આંખનો પડદો ખસી ગયો.1988 મા રેટિનાનુ ઓપરેશન કરાવ્યુ . પણ વિઝનમા બહુ સુધારો ના થયો અને હવે પછી આ માટે કોઇ ઓપરેશન શક્ય રહ્યુ નહી છેવટે 1999માબન્ને આંખે બે મહિનાના અંતરે મોતિયાનુ ઓપેરશન કરાવ્યુ. આ સમયે મોતિયા માટે ફેકો પદ્ધતિ આવી ગઇ હતી પરિણામે તે ઓપેરેશન સફળ કહી શકાય . પરંતુ આ મોતિયાના ઓપરેશનમા લેન્સ મૂકાવા છતા એક આંખે – 5 અને બીજી આંખે -10 નમ્બર આવ્યા . તો પણ આટલા ઓછા વિઝનમા પણ તેમણે 10 વર્ષ સુધી સંકલનો આપ્યે રાખ્યા..પરંતુ નિવૃત્તિ પછી આંખ લખવા વાંચવા માટે બિલકુલ કામ આપતી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract