નામ મેં કયા રખ્ખા હૈ !
નામ મેં કયા રખ્ખા હૈ !


(સત્ય અનુભવથી પ્રેરિત)
મેં વહાલથી એને પૂછ્યું "બેટા, તારું નામ શું છે?"
તેણે કહ્યું, "દ્રષ્ટિ"
સામેવાળો તેના નામનો અર્થ જાણે છે કે નહીં તે તપાસી જોવાની મારા આદતવશ મેં એને પૂછ્યું, "દ્રષ્ટિ નો અર્થ તને ખબર છે?"
એ ચૂપ રહી....
"કહે બેટા દ્રષ્ટિનો શો અર્થ થાય?"
તેની આંખમાં આંસુ આવી ગયાં... મને એ જોઈ અચરજ થયું. "અરે! એમાં રડવાનું શું!!! સાંભળ..."
હું તેને તેના દ્રષ્ટિ નામનો અર્થ સમજાવવા જઈ જ રહ્યો હતો કે ત્યાં વચ્ચે જ તેની બહેનપણી બોલી, "આના માતાપિતાને આંખો નથીને એટલે તેનું નામ દ્રષ્ટિ રાખ્યું છે."
ઉફ! મારા હ્રદયમાં એક પીડા થઈ... કોણ કહે છે કે નામ મેં કયા રખ્ખા હૈ!