Ishita Raithatha

Action Crime

4.8  

Ishita Raithatha

Action Crime

મયુરીનું આશકિરણ - ૫

મયુરીનું આશકિરણ - ૫

2 mins
176


કૃણાલ: વોચમેન, થોડીવાર પહેલાં લાઈટ ગઈ તે પહેલાં અને પછી અહીં કોણકોણ આવ્યું હતું ?

વોચમેન: સાહેબ, લાઈટ ગઈ તે પહેલાં તમે આવ્યા અને લાઈ આવી પછી આ બધા પોલીસ સાહેબ આવ્યા.

જયદીપસર: સરખી રીતે યાદ કરો, લાઈટ નહોતી તે સમયે તમે  કંઈ અલગ અનુભવ્યું ? 

વોચમેન: હા સાહેબ, તે સમયે એક ગાડીનો આવાજ આવ્યો હતો, તે ગાડી ઘસાઈઘસાઈને ચાલતી હોઈ એવું લાગ્યું હતું.

કૃણાલ: એટલે લાઈટ બંધ કરવા માટે પહેલેથી કોઈ હતું.અને પછી ગાડી આવી.

જયદીપસર: હવલદાર તમે થોડા મારી સાથે આવો, આપડે ગાડીના ટાયરના નિશાનની પ્રિન્ટ લઇને લેબમાં આપીએ તો તેના પરથી ખબર પડી કે, કઈ ગાડી હતી ? અને થોડા લોકો ઓફિસર કૃણાલ સાથે જાવ અને જ્યાં બધા ફ્લેટની મેઈન સ્વીચ હોઈ ત્યાંથી ફિંગરપ્રીન્ટનું સેમ્પલ લઇલો,આપણે તે પણ ફોરેન્સિક લેબમાં મોકલ્સુ.

(બધા પોતાનું કામ કરવા લાગે છે, બધા સબુત ભેગા કરીને અને લાશને પણ પોર્સમોટમ માટે લઇ જાય છે.)કૃણાલ : કિંજલ, મયુરીનું પર્સ આપને, એમાં માયુરીનો ફોન હસે, આપડે એ ચેક કરીએ, કદાચ એમાંથી કંઈ સબુત મળે અને આપડે મયુરીને ગોતી શકીએ.

કિંજલ : હા, જીજુ લઇ આવું છું. (કિંજલ. પર્સ લાવે છે એમાં મોબાઈલ તો હોય છે, પરંતુ તેમાં લોક હોય છે જેથી તે મોબાઈલ કંઈ કામ નથી આવતો.)

(બીજે દિવસે સવારે જયદીપસરનો કૃણાલને ફૉન આવે છે.)

જયદીપસર: કૃણાલ, સિટી હૉસ્પિટલ માંથી ડૉક્ટરશેઠનો રિપોર્ટ આવી ગયો છે, આ લાશ મયુરીની જ છે. અને ફોરેન્સિક લેબમાંથી પણ ગાડીના ટાયરના નિશાનનો રિપોર્ટ આવી ગયો છે, એ ગાડી ક્રેટા હતી.

કૃણાલ : શું ? પરંતુ આ કેવીરીતે શક્ય છે ?

જયદીપસર: હા, અને ડૉક્ટર એ એમ પણ કીધું છે કે, આ એક

એક્સિડન્ટ છે, મર્ડર નથી. જેને કારણે મોઢું પણ કચડાઈ ગયું છે અને હાથ, પગમાં પણ ઘણી જગા પર વાગ્યું છે.

(કૃણાલ વિચારે છે કે, આવું કેવીરીતે બને ? તે તરત ક્રિસ્ટલ મોલ જાય છે, ત્યાં પોતે જ્યાં ગાડી પાર્ક કરી હતી ત્યાં જાય છે ને જે કાચમાં મયુરી દેખાણી હતી ત્યાંથી જોઈને તે જગા પર ચેક કરે છે. તો ત્યાં લોહીના ટીપાં હોઈ છે. કૃણાલ તરત ફોરેન્સિ લેબમાંથી ત્યાં કામ કરતા વ્યક્તિને બોલાવે છે અને તે લોહીનું ટેસ્ટ કરવા કહે છે.)

(પછી કૃણાલ પાર્કિંગમાં ક્યાંક્યાં સી.સી. ટી.વી કેમેરા છે તે જોવે છે. તો એમાં કોઈ તૂટેલો હતો તો કોઈ પર કાળું કપડું બાંધેલું હતું. કૃણાલ તરત ઓફિસમાં જાય છે, સી.સી. ટી.વી. કેમેરાનું ફૂટેજ બતાવવા કહે છે, પરંતુ તે લોકો પાસે નથી હોતું. પરંતુ, કૃણાલને ત્યાંથી કઈકઈ ગાડી આવી હતી તેનું લીસ્ટ મળે છે.)

(કૃણાલ તરત રજિસ્ટર મગાવે છે, પરંતુ તેમા ૧૫ જાન્યુવરીનું પેજ નથી હોતું. કૃણાલને ખાતરી થઈ જાય છે કે કંઇક ગડબડ છે. મારે મયુરીને જલ્દી ગોતવી પડશે.)

ક્રમશ:...


Rate this content
Log in

Similar gujarati story from Action