Ishita Raithatha

Drama Romance

3.7  

Ishita Raithatha

Drama Romance

પ્રેમની યાદોનાં ખાબોચિયાં - ૨૧

પ્રેમની યાદોનાં ખાબોચિયાં - ૨૧

4 mins
15


સચિન : "શું સાચે તારો ભાઈ ખડુશ છે !"

આરતી : "તારા કરતા તો સારો જ છે."

સચિન : "હા, એટલે જ તે મને આટલા પ્રેમથી હગ કર્યું છે, બાકી હવે તો તું સરખી ઊભી પણ રહી શકીશ છતાં તે મને પ્રેમથી પકડી રાખ્યો છે."

આરતી : (તરત પોતાને સચિનથી અલગ કરે છે અને નીચું જોઈને બોલે છે.)" સોરી મારું ધ્યાન ન રહ્યું."

સચિન : "કોઈ વાંધો નહીં હું છું જ એટલો હેન્ડસમ કે કોઈ પણ મને જોઈને મારા પર,,"

આરતી : "એ બસ હવે હવામાં ના ઊડ."

પૂજા : "તમે બંને ચૂપ થઈ જા અને આરતી તું ચાલ મારી સાથે."

સચિન : "પણ હજી એક ક્લાસ બાકી છે."

પૂજા : "તું ભણી લે પછી હું તારી પાસેથી નોટ્સ લઈ લઈશ અને આવતા પાંચ દિવસનું પણ હું બાલીથી આવું પછી આપજે."

સચિન : "વાવ યાર બાલીથી ફોટો મોકલજે."

પૂજા : "જા ને મારા બદલે તું જઈ આવ."

આરતી : "બેસ્ટી તું આટલી ગુસ્સે કેમ છે ?"

સચિન : "હું પણ તમને બંનેને બેસ્ટી કઈશ."

પૂજા : "તું ભણવામાં ધ્યાન આપને જાને ક્લાસમાં."

આટલું બોલીને પૂજા આરતીનો હાથ ખેંચીને તરત કાર સુધી લઈ જાય છે. આરતીને સમજાતું નથી કે પૂજાને ભાઈ ઉપર આટલો ગુસ્સો શા માટે આવે છે એવું તો શું હતું મેસેજમાં કે બેસ્ટી આટલી બધી ગુસ્સામાં છે. આરતીએ પૂજાને પૂછવાની ટ્રાય પણ કરી પણ પૂજાનો ગુસ્સો વધતો જતો હતો. આ બાજુ સચિન પણ ક્લાસમાં જતો રહે છે અને એ સમજી નથી શકતો કે પૂજાએ તેને માફ કર્યો નથી માટે આવું વર્તન કરે છે કે પછી સાચે પૂજાને કામ હશે, અને તે ગઈ તો ગઈ પણ આરતીને શા માટે લઈ ગઈ, આવા વિચાર કરતા કરતા સચિન પણ જલ્દી ક્લાસ પૂરા થવાની રાહ જુએ છે.

આરતી : "જો હવે તે મને નથી કીધુંને તો હું,,"

પૂજા : "તારા ભાઈ બાલી જવા નીકળી ગયા."

આરતી : "શું ! તો તને ના લઈ ગયા ?"

પૂજા : "એટલું જ નહીં પાછા એમને એક બિઝનેસ ડીલ સાઈન કરવાની છે તો,,,(આટલું કહીને પૂજા પોતાનો ફોન જોરથી આરતી તરફ ફેંકે છે.)

આરતી : "અરે યાર ભાઈનો ગુસ્સો મારા પર તો ન ઉતાર."

પૂજા : "તારો ભાઈ છે તો તેના બદલે તું જ ભોગવ."

ફોન અનલૉક કરીને જોવે છે કે ભાઈએ શું મેસેજ કર્યો હતો તો આરતી જોર જોરથી હસવા લાગે છે. પૂજાને આ જોઈને થોડું અજીબ લાગે છે. પરંતુ આરતીને તો ખૂબ મજા આવતી હતી અને પૂજાનો ગુસ્સો એટલોજ વધતો જતો હતો.

આરતી : "તે ભાઈ નો નંબર "મારા ઈ " થી સેવ કર્યો છે ! તું બોલવામાં તો નહીં પણ લખવામાં પણ ભાઈનું નામ નથી લેતી, વાહ મારી સતી સાવિત્રી વાહ, શું ભાઈને આ વાતની ખબર છે ?"

પૂજા : "તું મેસેજ વાંચને, તારો ભાઈ કેટલો સરીફ છે તે તને ખબર પડી જશે."

આરતી : "સાચે તમારા બંનેના રોમેન્ટિક મેસેજ વાંચું?"(થોડું મસ્તીમાં બોલે છે.)

પૂજા : (પોતાની આઈબ્રો ભેગી કરીને બંને હાથથી આરતી ના ગળા સુધી લઈ જાય છે અને ગુસ્સા સાથે બોલે છે.) તારું હું ખૂન પી જઈશ હવે તું તારા ભાઈની વકાલત તો કરતી જ નહીં."

આરતી : "ઓહો ! ઠીક છે મેસેજ જોવ છું."

આરતી મેસેજ જુએ છે તો તેમાં કરણ એ લખ્યું હતું કે"એક બિઝનેસ ડીલ માટે હું બાલી જવા મિસ એકતા સાથે નીકળી ગયો છું મિસ એકતા મારી નવી બિઝનેસ પાટનેર છે." પૂજાને થયુ કે કરણ મસ્તી કરે છે માટે પૂજાએ કરણ ને તેનો ફોટો મોકલવા કહ્યું. માટે કરણે પોતાનો સેલ્ફી ફોટો પ્લેનમાં બેસીને પૂજાને મોકલ્યો હતો જેમાં મિસ એકતા કરણની બાજુની સીટ પર હતી અને મિસ એકતા ઓફિસ સૂટમાં ખુબ એટ્રેકટિવ લાગતી હતી. મિસ એકતા એ ડીપ નેક વાઇટ શર્ટ અને બ્લેક સૂટ પહેર્યું હતું જે જોઈને પૂજાને જેલેસી થતી હતી.

આરતી : "વાવ યાર આ મિસ એકતા તો હોટ છે યાર."

પૂજા : "તું પણ તારા ભાઈ જેવી જ છે."

આરતી : "તને જેલેસી થાય છે ? લાગે છે તને પણ ભાઈ સાથે પ્રેમ થવા લાગ્યો છે."

પૂજા : "હવે તો થતો હશે તો પણ નહીં કરું."

આરતીએ પૂજાનું ધ્યાન ન હોય તેમ કરણને મેસેજ કર્યો, આરતીએ કરણને પહેલીવાર મેસેજ કર્યો હતો. આરતી એ મેસેજમાં કરણ ને કહ્યું હતું કે,"ભાઈ તમને ખબર છે, બેસ્ટી એ તેના ફોનમાં તમારો નંબર"મારા ઈ" સેવ કર્યો છે, અને લાગે છે બેસ્ટી પણ તમને પ્રેમ કરવા લાગી છે કારણકે અત્યારે તમે મિસ એકતા સાથે ગયા તો તે બેસ્ટીથી સહન નથી થતું, અત્યારે તો જેલેસી ના લીધે બેસ્ટી ટામેટાથી વધુ લાલ થઈ ગઈ છે." આટલું લખીને પૂજાને ધ્યાન ન હોય તેમ આરતી પૂજાનો ફોટો પાડીને કરણને મોકલે છે. કરણ પ્લેનમાં હતો માટે તેનો ફોન બંધ હતો, પરંતુ જ્યારે કરણ જોશે ત્યારે પાકું ખૂબ હસશે.

પૂજા : "તું મને એવા સ્ટોરમાં લઈ જા જ્યાં વેસ્ટર્ન અને શોર્ટ કપડાં જ મળતા હોય, અને ત્યાંથી પછી પાર્લરમાં લઈ જા."

આરતી : "એક કામ કર તું જવાનું રહેવા દે, આમ તને એકલી મૂકીને ભાઈ જતા રહે તે બરાબર નથી. તું નહીં જા તો જ ભાઈને ખબર પડશે કે હનીમૂન પર વાઇફને લઈ જવાય નહીઁ કે બિઝનેસ પાટનેરને."

પૂજા : "ના ના હું નહીં જાઉં તો તો પેલી લુચ્ચી આરતી તો મારા વરને પોતાના પ્રેમમાં ફસાવી દેસે, મારો બિચારો ભોળો વર."

ક્રમશ :


Rate this content
Log in

Similar gujarati story from Drama