Ishita Raithatha

Drama Romance

3  

Ishita Raithatha

Drama Romance

પ્રેમની યાદોનાં ખાબોચિયાં - ૨૭

પ્રેમની યાદોનાં ખાબોચિયાં - ૨૭

4 mins
9


કરણ : "શું થયું ? શા માટે રડે છે ? તારે એકતાને મળવું ના હોય તો કંઈ વાંધો નહીં, હું હમણાં જ એકતાને ફોન કરીને ના કહી દઈશ."

પૂજા : "બહાર સાચે કોઈ મારી પાછળ હતું, તમે પ્લીઝ ત્યાં જુઓને કે કોણ હતું ? "

કરણ : "ઠીક છે તું પણ મારી સાથે ચાલ, આપણે ત્યાં જઈને જોઈએ."

પૂજા : "ના, હું નહીં આવું મને ડર લાગે છે જ્યારથી હું અહીં આવી છું ત્યારથી મને કોઈ ફોલો કરે છે."

કરણ તરત પૂજાને હાથ પકડીને બહાર લઈ જાય છે અને બધે જુએ છે પરંતુ કોઈ ક્યાંય મળતું નથી. પછી કરણ તરત એકતાને ફોન કરે છે અને બીજે દિવસે સવારે મળવા કહે છે. પૂજાને કરણનું આ વર્તન ગમે છે. કરણ પૂજાને રેડી થવા કહે છે, પૂજા કરણ જે વન પીસ બ્લેક ડ્રેસ લાવ્યો હતો તે પહેરીને રેડી થાય છે. એ દરમિયાન કરણ વિલાની બહાર ના સી.સી. ટી.વી. માં જોવે છે કે શું સાચે કોઈ બહાર હતું ?

જ્યારે કરણ સી.સી. ટી.વી. જોવે છે તો કરણ ને ખબર પડે છે કે સાચે કોઈ પૂજાને ફોલો કરે છે. કરણ થોડું વિચારે છે અને તરત વિલાની બહાર સિક્યોરિટી વધારી દે છે અને બે બોર્ડી ગાર્ડને પણ બોલાવી લે છે. પછી કરણ પણ આરામથી રેડી થવા જાય છે ત્યારે કરણને તેના સેવન સ્ટાર રિસોર્ટમાંથી ફોન આવે છે અને ત્યાં ઇમરજન્સી હોવાથી કરણને જવું પડે એમ હતું માટે કરણ પૂજાને ફોન કરીને કહે છે,

કરણ : "હેલ્લો પૂજા, મારે એક ઇમરજન્સી છે સો પ્લીઝ તું રેડી થઈને આવી જઈશ ? "

પૂજા : "પણ હું એકલી !"

કરણ : "તું ચિંતા ના કર તારા માટે કાર, ડ્રાઈવર અને બોડી ગાર્ડ રાખ્યા છે, તને કંઈ નહીં થવા દે."

પૂજા : "ઠીક છે, પણ તમારે રેડી નથી થાવું ? "

કરણ : "હું રિસોર્ટ પર રેડી થઈ જાઈશ. આય એમ વેઇટિંગ ફોર યુ ધેર, કમ ફાસ્ટ."

 આ સાંભળીને પૂજા શરમાઈ જાય છે અને તરત ફોન કટ કરી દે છે. કરણ પણ તરત નીકળે છે અને વિચારે છે કે જલ્દી કામ પૂરું કરીલે. પૂજા પણ વિચારે છે કે આજે કરણ મારા માટે ડેટ પ્લાન કરે છે તો પછી હું પણ એમને સરપ્રાઇઝ આપીશ. આજે કરણે વિચાર્યું હશે તેનાથી પણ વધુ સુંદર રેડી થઈશ અને આજે તો મારા દિલની વાત કરણ ને કઈ દઈશ જેની કરણ આતુરતાથી રાહ જોતા હતાં.

આ બાજુ કરણ રિસોર્ટ પર પહોંચી જાય છે અને ત્યાં જે પણ ઇમરજન્સી હતી તે સંભાળે છે, એટલામાં ત્યાં એકતા આવે છે અને કરણ ને કહે છે 

એકતા : "હું સાંભળી લઈશ, તમે લોકો તમારું હનીમૂન એન્જોય કરો."

કરણ : "થેંક્શ, બટ આય વીલ મેનેજ."

એકતા : "પ્લીઝ તમે મિસિસ જોષી પાસે જાવ, ટ્રસ્ટ મી આય વીલ મેનેજ."

કરણને પણ એકતાની વાત માની લેવાની ઈચ્છા થાય છે માટે કરણ એક ઊંડો શ્વાસ લે છે અને તરત એકતાની વાત માનીને ત્યાંથી નીકળે છે. આ બાજુ પૂજા રેડી થઈને વિલાથી નીકળી જાય છે, પૂજા ત્યાં જલ્દી પહોંચીને કરણ ને સરપ્રાઇઝ દેવા માંગતી હતી, અને કરણ પણ જલ્દી પહોંચીને પૂજાને સરપ્રાઇઝ કરવા માંગતો હતો. પરંતુ બંને એકબીજાની વાતથી અજાણ હતા.

કરણ જ્યારે વિલા પર પહોંચે છે ત્યારે જુએ છે તો પૂજા નીકળી ગઈ હતી, માટે કરણ પણ ફટાફટ રેડી થવા જાય છે અને જલ્દી નીકળવા માંગે છે. આ બાજુ પૂજા રિસોર્ટ પર પહોંચી જાય છે, અને કારમાંથી ઉતારીને જુએ છે તો સેવન સ્ટાર રિસોર્ટ જોઈને પૂજાના મોઢા પર એક સ્માઈલ આવી જાય છે. પૂજા આજુ બાજુનું સોંદર્ય નિહાળતી નિહાળતી અંદર જાય છે ત્યારે ત્યાં રિસેપ્શન અને વેઈટિંગ એરિયામાં જેટલાં લોકો હતા તે લોકો ફક્ત પૂજાને જ જોયા કરતા હતા.

ડિઝાઇનર બ્લેક વન પીસ, ઓફ શોલ્ડર, જે પૂજાને તેના ગોઠણ સુધી આવતું હતું. આ ડ્રેસમાંથી પૂજાનો ગોરો રંગ વધારે નીખરતો હતો, પૂજાના શોલ્ડર સુધીના કર્લી વાળ, કાળી આંખોમાં કાજલ કરવાથી એકદમ સુંદર લાગતી હતી, ગુલાબી હોઠથી પૂજા એક પરી જેવી લાગતી હતી. હાથમાં નાનું એવું પણ ખૂબ સુંદર પર્સ, બ્લેક હાય હિલ્સ. પૂજાનો આ સુંદર લુક જોઈને બધાની આંખો ચાર થઈ ગઈ. એકતા પણ ત્યારે ત્યાં જ હતી માટે તરત પૂજા પાસે જાય છે.

એકતા : "વેલકમ મિસિસ જોષી."

પૂજા : (એકતાને ઓળખી જાય છે અને વિચારે છે કે શું કરણને આ ઇમરજન્સી કામ હતું ? )"હેલો એકતા."

એકતા : "પ્લીઝ વેલકમ ધિસ સાઈડ."

પૂજા : "તમે એકતા છો ને ? "

એકતા : "હા, હું એકતા છું. મને તમને મળવાની ઘણી ઈચ્છા હતી, માટે મેં મિસ્ટર જોષીને કહ્યું પણ હતું કે તમને મળાવે."

પૂજા : "તો એ ક્યાં છે ? "

એકતા : "એ ? ઓહો ઓકે ઓકે તમે મિસ્ટર જોષીને શોધો છે, હમણાં જ તે વિલા પર રેડી થવા ગયા, તમે અહીં બેસો હું તમારા માટે વેલકમ ડ્રીંક માગવું છું."

પૂજા : "ના ના ઇટ્સ ઓકે."

આટલી વાત કરે છે અને બંને ત્યાં આલીશાન સોફા પર બેસીને વાતો કરતા હતા ત્યારે પૂજાને એકતા સાથે વાત કરીને મજા આવતી હોય છે, એકતા ખૂબ સરળ સ્વભાવની હોય છે અને પૂજાને પણ એકતા સાથે વાત કરીને જેલેસી જે થતી હતી તે હવે નથી થતી. એટલામાં ત્યાં પૂજા માટે વેલકમ ડ્રીંક આવે છે અને પૂજા ડ્રીંક કરે છે ત્યારે આરતીને એક ફોન આવે છે તો આરતી ફોનમાં વાત કરે છે અને પછી પાછી આવે છે તો જુએ છે કે કોઈ પૂજાને હાથ પકડીને કાર સુધી લઈ જાય છે, અને પૂજા પગ લથડિયાં ખાતા હોય તેવું લાગ્યું કે જોઈને આરતીના હાથમાંથી ફોન પડી જાય છે.

ક્રમશ:                 


Rate this content
Log in

Similar gujarati story from Drama