Ishita Raithatha

Drama Romance

3  

Ishita Raithatha

Drama Romance

પ્રેમની યાદોનાં ખાબોચિયાં - ૨૫

પ્રેમની યાદોનાં ખાબોચિયાં - ૨૫

4 mins
10


કરણ અને પૂજા વાત કરતા હોય છે ત્યારે પૂજાના ફોન પર રીંગ વાગે છે, પૂજા ફોન ઉપાડવા જાય છે ત્યારે કરણ તરત પૂજાના હાથમાંથી ફોન લઈ લે છે અને ઉપાડીને સ્પીકર પર કરે છે. નંબર અજાણ્યો હતો માટે ખબર નહોતી કે કોણ છે અને કરણ જ્યારે પૂછે છે કે,"કોણ ?" તો પણ કોઈ જવાબ નથી આપતું અને ફોન કટ કરી દે છે. કરણ પૂજાને પૂછે તે પહેલાં પાછી રીંગ વાગે છે. આ વખત કરણ પાછો ફોન ઉપાડીને સ્પીકર પર કરીને પૂજાને બોલવા કહે છે.

પૂજા:"હલો કોણ ?"

સામેની વ્યક્તિ:" હું બોલું છું."

કરણ:"હું, કોણ બોલો છો ?"

કરણનો અવાજ સાંભળીને તે વ્યક્તિ પાછો ફોન કટ કરી દે છે. આના લીધે પૂજા થોડી ગભરાય જાય છે અને તરત કરણને ટાઈટ હગ કરીને બેસી જાય છે. કરણ સમજી જાય છે કે પૂજા ડરી ગઈ છે.

કરણ:"અરે હું છું ને, તો ડરે છે શા માટે ?"

પૂજા:"પણ તમને ખબર છે મને એરપોર્ટ પર પણ થયું હતું કે કોઈ મને ફોલો કરે છે."

કરણ:"શું ? આટલું બધું ના વિચાર."

પૂજા:"હું સાચું કહું છું. પહેલાં એરપોર્ટ અને પછી આ ફોન."

કરણ:(વાતાવરણ નોર્મલ કરવા પોતાના હાથથી પૂજાનું મોઢું પોતાની તરફ કરે છે.)"તું અહીં પહેલાં આવી છે ?"

પૂજા:"ના રે ના, હું પહેલીવાર ફરવા આવી."

કરણ:"તો પછી લાગે છે કે તે કોઈ પાસેથી ઉધાર રૂપિયા લીધા હશે જેની વસુલાત કરવા તારી પાછળ પાછળ અહીં સુધી એ લોકો આવી ગયા."

આટલું કહીને કરણ હસવા લાગે છે અને પૂજા કરણને બાજુમાં પડેલાં ઓશિકથી મારવા લાગે છે. કરણ પોતાને પૂજાથી બચાવવા ત્યાંથી ઊભો થઈને રસોડા તરફ જાય છે તો પૂજા પણ ત્યાં પાછળ પાછળ મારવા ભાગે છે. રસોડામાં જઈને પૂજા જોવે તો કરણ તો ક્યાંય દેખાતો નથી. પૂજાને ડર લાગે છે, અને પુજાના માથા પર પરસેવો થવા લાગે છે.

પૂજા:"જોવો મને ખબર છે તમે અહીં જ છો, પ્લીઝ બહાર આવી જાવ, મને ડર લાગે છે."

 પૂજા આટલું કહે છે ત્યાં ડોર બેલ વાગે છે, તેના અવાજથી પૂજા એટલી ડરી જાય છે કે રડવા લાગે છે. આ જોઈને કરણ જે સ્ટોર રૂમ માં હતો તે તરત બહાર આવે છે અને પૂજાને ટાઈટ હગ કરે છે.

કરણ:"અરે હું છું."

પૂજા:"મને છોડી દો, પ્લીઝ."

કરણ:"અરે હું કરણ છું. અને તું રડે છે શા માટે ? "

પૂજા:"હું સાચું કહું છું કોઈ મને ફોલો કરે છે, પ્લીઝ તમે મને છોડીને ક્યાંય જતાં નહીં."

કરણ:"અત્યારે તો શું હું તને લાઈફ માં ક્યારેય છોડીને નહીં જાવ."

 આટલી વાત કરીને કરણ પૂજાને તેડીને સોફા પર બેસાડી ને દરવાજો ખોલવા જાય છે અને જીવે છે તો પૂજાનો સામાન એરપોર્ટ પરથી આવ્યો હતો. પૂજાને ને પણ આ જોઈને જીવમાં જીવ આવ્યો કે આતો સામાન આપવા આવ્યા હતા. પછી કરણ પૂજાને રેડી થવા કહે છે જેથી બંને બહાર જમવા જઈ શકે.

 આ બાજુ આરતી અને સચિન કોલેજ પૂરી કરીને ઘેર આવે છે ત્યારે માયાબહેન ઘરના દરવાજા પાસે જ આરતીની રાહ જોતા હોય છે અને આરતીને જોઈને તેના હાથ પરના પાટા ને જોઈને ડરી જાય છે. પરંતુ સચિન તરત બધી વાતો કરે છે, જે સાંભળીને માયાબહેન ના જીવમાં જીવ આવે છે.

માયાબહેન:"બેટા, અંદર તો આવ."

સચિન:"ના, આન્ટી મારે ક્લાસ છે ત્યાં જવાનું છે."

આરતી:"તું અને ક્લાસ! ઓહો શું વાત છે ?"

સચિન:"ભણવામાં તો હું પહેલેથી જ ધ્યાન આપુ છું. આ તો મામા ટ્રસ્ટી છે તો તેનો થોડો પાવર આવી ગયો હતો જે પૂજાએ ઉતરી દીધો."

આરતી:"કોને ઉલ્લુ બનાવશ ?"

સચિન:"મારા પાછલા રેકોર્ડ જોઈ લેજે કૉલેજમાં, હું ટોપર જ રહેતો અને આ વખત પણ હું જ ટોપ કરીશ."

આરતી:"ઠીક છે પોતાના આટલાં વખાણ જાતે જ ન કરાઈ, બાકી મને ખબર છે તું ક્લાસમાં નહીં પણ મૂવી જોવા જવાનો છે."

સચિન:"આન્ટી તમારી દીકરીને અંદર લઈ જાવ, લાગે છે હાથમાં લાગવાથી કાનમાં ઓછું સંભળાય છે."

આટલું કહીને સચિન હસતા હસતા જતો રહે છે અને માયા બહેન અને આરતી પણ હસતા હસતા અંદર ઘરમાં જતાં રહે છે.

જયાબહેન:"બેટા આરતી આ શું થયું !"

આરતી:"દાદી હું ઠીક છું, થોડું લાગી ગયું હતું પરંતુ સચિન મને હોસ્પિટલ લઈ ગયો અને મારા હાથનું ડ્રેસિંગ કરાવ્યું અને પછી કૉલેજ પણ લઈ ગયો."

જયાબહેન:"તો ડ્રાઈવર અને બોડી ગાર્ડ નહોતા તારી સાથે ?"

આરતી:"એકચ્યુલી દાદીમાં હું સવારે સચિન સાથે જ કોલેજ ગઈ હતી."

જયાબહેન:"બેટા શું એ સુધરી ગયો છે ?"

માયાબહેન:"અત્યારે તમે પણ એને જોયો હોત તો તમને પણ લગત કે સાચે સચિન પોતાને બદલે છે, માટે સચિનની તો આરતી કે પૂજાને કોઈ તકલીફ નહીં થાય."

આરતી:"હા, દાદી આજે આખો દિવસ સચિને મારું ધ્યાન રાખ્યું, અને એ પણ સાચે, કોઈ નાટક નહોતા."

જયાબહેન:"સારું બેટા, જમીને આરામ કરજે."

આરતી:"દાદીમા મે કૉલેજમાં જમી લીધું છે."

જયાબહેન:"સારું તો આરામ કર, અને આગળથી સચિન સાથે જા તો પણ બોડી ગાર્ડને સાથે લઈને જજે, નહીંતર તને ખબર છે ને કરણ ને આ વાત ની જાણ થશે તો બહુ ગુસ્સો કરશે."

આરતી:"ઠીક છે દાદીમા."

આટલું કહીને આરતી પોતના રૂમમાં આરામ કરવા જાય છે, અને માયાબહેન, જયાબહેનને ચિંતા ન કરવા કહે છે પછી એ લોકો પણ પોતાનાં રૂમમાં જાય છે. આરતી રૂમમાં જાય છે ત્યાં આરતીના ફોન પર મેસેજ આવે છે, આરતી જોવે છે તો સચિને ક્લાસમાં જઈને પોતાનો સેલ્ફી ફોટો મોકલે છે અને સાથે લખે છે જો હું ક્લાસ માં જ છું. આ જોઈને આરતીના મોઢા પર સ્માઈલ આવી જાય છે.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama