Ishita Raithatha

Drama Romance

3  

Ishita Raithatha

Drama Romance

પ્રેમની યાદોનાં ખાબોચિયાં - ૨૮

પ્રેમની યાદોનાં ખાબોચિયાં - ૨૮

4 mins
7


એકતા ખૂબ સમજદાર હતી અને નાની ઉંમરમાં ઘણી વિકટ પરિસ્થિતિનો સામનો કરેલો હતો માટે એકતાએ તરત પોતાને સાંભળીને તરત પૂજાની પાછળ દોડીને ગઈ. એકતા ત્યાં પહોંચે તે પહેલાં જ તે વ્યક્તિ પૂજાને લઈને એક કારમાં લઈને જતો રહ્યો. એકતાએ તરત રિસોર્ટની જે કાર હતી તે કારમાં બેસીને ડ્રાઈવરને પૂજાની કારની પાછળ જવા કહ્યું. એકતા તરત કરણને ફોન કરે છે પરંતુ કરણ ફોન ઉપાડતો નથી. એકતા વિચારે છે કે, એ વ્યક્તિ કોણ હતું ?

આ બાજુ કરણ રેડી થઈને વિલાથી નીકળે છે અને જલ્દી પૂજા પાસે પહોંચવા માગે છે માટે કોઈના ફોન ઉપાડતો નહતો. કરણ પૂજાના વિચારમાં ને વિચારમાં જતો હોય છે, કરણ પૂજાને બ્લેક વન પીસમાં જોવા માટે આતુર હતો કારણકે અત્યાર સુધી કરણે પૂજાને ફૂલ ડ્રેસમાં જ જોઈ હતી. કરણ પૂજાના વિચારમાં હતો ત્યારે કરણની કારની સામે એક કાર ખૂબ સ્પીડમાં આવે છે કરણ પોતાની કારને સંભાળીને રોડમાં ખૂબ સાઈડમાંથી ચલાવે છે. ત્યારે ત્યાંથી તે કારની પાછળ એકતાની કાર પણ નીકળે છે એકતા જોવે છે કે, કરણની કાર હતી માટે એકતા પાછો કરણને ફોન કરે છે, ઘડી ઘડી એકતાના ફોન આવે માટે કરણ તરત ફોન ઉપાડી લે છે.

કરણ:"યેસ મિસ એકતા ? એટલું શું જરૂરી કામ હતું ?"

એકતા:"સોરી, એકચૂલી મે હમણાં તમારી કાર જોઈ, તમે પ્લીઝ તમારી કારને પાછી વાળી લો, કોઈ મિસિસ જોષીને જબરદસ્તી પોતાની સાથે લઈ ગયું છે."

કરણ:(એકતા આટલું બોલે છે ત્યાં કરણ ફૂલ સ્પીડમાં ચાલતી કારમાં અચાનક જોરથી બ્રેક મારે છે)"શું ? કોણ હતું એ ?"

એકતા:"ખબર નથી, પણ હું એ કારની પાછળ જ છું અને મેં તમને કારનો નંબર સેન્ડ કર્યો છે, સાથે કારનો ફોટો પણ સેન્ડ કર્યો છે."

કરણ:"હું તમારી પાછળ આવું છું. થેંક્યું."

કરણ તરત પોતાની સિક્યુરિટીના બધા લોકોને પોતાનું લોકેશન આપીને ત્યાં, એકતા પણ પૂજાની કાર જ્યાં ઊભી હોય છે ત્યાં પાછળ ઊભી રહી જાય છે. કરણ પણ તરત ત્યાં પહોંચી જાય છે. એ જગ્યા એક સુંદર રેસ્ટોરન્ટ હતું અને ત્યાં લોકોની અવર જવર પણ ચાલુ હતી. કરણ તરત અંદર જવા જાય છે ત્યારે એકતા કરણ ને ત્યાં રોકે છે અને કહે છે,

એકતા:"આવી રીતે અંદર જશું તો ખબર નહીં પડે કે એ વ્યક્તિએ શા માટે મિસિસ જોષી સાથે આવું કર્યું, માટે આપણે નોર્મલી જેમ બધા લોકો જાય છે એમ અંદર જઈએ અને જોઈએ કે શું વાત છે."

કરણ:(એક ઊંડો શ્વાસ લઈને પછી તરત જવાબ આપે છે.)"ઠીક છે."

કરણ અને એકતા અંદર જાય છે તો બંનેની નજર પૂજાને જ શોધતી હતી. એટલામાં કરણના કાનમાં પાછળની સાઇડ પરથી આવાજ આવે છે, પૂજા હું તને ખૂબ પ્રેમ કરું છું. આ સાંભળીને કરણ ને એટલો ગુસ્સો આવે છે કે જાણે હમણાં તે વ્યક્તિની સાથે સાથે આખું રેસ્ટોરન્ટ સળગાવી નાખશે. પરંતુ એકતાએ પરિસ્થિતિ સાંભળી લીધી અને ત્યાં પૂજાની સાઈડમાં એક ટેબલ અને બે ચેર હતી ત્યાં જઈને બેઠા. 

કરણ એ બહાર પોતાની સિક્યુરિટી અને પૂજાના બોડીગાર્ડને ગોઠવી રાખ્યા હતા, આજે તો કરણ આ વ્યક્તિને જીવતો નહીં છોડે એટલો ગુસ્સો હતો કરણને. કરણને પૂજા ઉપર પણ ગુસ્સો આવતો હતો કે પૂજા મને જાણ કર્યા વગર એક અજાણ વ્યક્તિ સાથે જતી રહી. મે પૂજા માટે ડેટ પ્લાન કરી અને પૂજાએ મારી સાથે મજાક કરી. આવા વિચારોથી કરણનો ગુસ્સો એના મોઢા પર પૂરેપૂરો દેખાતો હતો ત્યારે કરણ અને એકતાના કાનમાં પૂજા અને તે વ્યક્તિની વાતનો અવાજ આવે છે, કરણ તરત તે ટેબલ પર જોવે છે તો તે વ્યક્તિએ પૂજાનો હાથ પકડ્યો હોય અને પૂજા એ પણ તે વાતનો વિરોધ નહોતો કર્યો. 

કરણથી આ વાત સહન ના થઈ તે તરત ઊભો થવા ગયો કે એકતાએ તરત કરણનો હાથ પકડી તેને પાછો તેની જગા પર બેસાડી દીધો અને ચૂપચાપ બધું સાંભળવા કહ્યું. એકતાએ કરણનો હાથ શોલ્ડરથી પકડ્યો હતો જેના કારણે કરણના શોલ્ડર પાસેના કોર્ટ પર કરચલી પડી ગઈ જે કરણ ને જરા પણ નહોતું ગમતું અને પોતાને પૂજા સિવાય કોઈપણ ને અધિકાર નથી હાથ લગાવવાનો પરંતુ અત્યારની પરિસ્થિતિ અલગ હતી માટે કરણે એકતાને કંઈ ન કહ્યું.

અજાણ વ્યક્તિ:(પૂજાનો હાથ પકડીને)"પૂજા હું તને બહુ પ્રેમ કરું છું."

પૂજા:"તો, તો, તો,,,,"

અજાણ વ્યક્તિ:"હું તારો ગુનેગાર છું, મને માફ કરી દે અને હાલ આપણે લગ્ન કરી લઈએ."

આ સાંભળીને કરણ અને એકતા સમજી ગયા કે પૂજા નશામાં છે. એકતાને પૂજા નીકળી ત્યારે તેને જોઈને અંદાજો તો હતો પરંતુ હવે તો પાકું થઈ ગયું. આ વાતથી કરણને પૂજા પ્રત્યે ગુસ્સો હતો તે પૂરો થઈ ગયો અને પૂજા પ્રત્યે ચિંતા વધી ગઈ.

પૂજા:"વી, વી,,,,,વીર,,, મેં તમારા ઉપર ભરોસો કર્યો હતો, તો,,"

એ વ્યક્તિ વીર હતો જેની સાથે પૂજાના લગ્ન થવાના હતા. કરણને વાત સમજાવવા લાગી હતી, માટે કરણ તરત એકતાને ધીરેથી કહે છે, હું આને ઓળખું છું.

વીર:"મારાથી મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે."

પૂજા:"પણ તને તો બીમારી હતી ને ?"

વીર:"ના, મેં તારી સાથે ખોટું બોલ્યું હતું."

પૂજા:"ખોટું તો અત્યારે કીધું કે, કારમાં કરણ મારી રાહ જોવે છે પરંતુ હું એ વ્યક્તિ સાથે આવી અને કારમાં બેઠી તો કરણ નહીં પણ તું હતો."

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama