Ishita Raithatha

Drama Romance

3  

Ishita Raithatha

Drama Romance

પ્રેમની યાદોના ખાબોચિયાં - ૩૧

પ્રેમની યાદોના ખાબોચિયાં - ૩૧

4 mins
21


પૂજા : "મારું માથું દુઃખે છે અને તમને હસવું આવે છે."

કરણ : "હસવું તો મને ગઈ કાલ રાતથી આવે છે. તારી બધી ક્યૂટ વાતો, તારી જે હરકતો હતી તે તો,,"(આટલું કહીને કરણ પૂજાને આંખ મારે છે.)

પૂજા : "શું કર્યું હતું મેં ?"

કરણ : "તે મને તારા પ્રેમમાં પાગલ કર્યો હતો."

પૂજા : (પોતાના ડ્રેસની સ્લીવ જે શોલ્ડર પરથી ઉતરી ગઈ હતી તે સરખી કરે છે ત્યારે પૂજાનું ધ્યાન તેના શોલ્ડર પરના લવ બાઈટ પર જાય છે જે જોઈને પૂજા બોલે છે.)" તો શું આ આપણા બંને વચ્ચે ?"

કરણ : "હા આ લવ બાઈટ એની તો નિશાની છે, અને આ જો મારી ચેસ્ટ પર તે કેવું બાઈટ કર્યું હતું, અને પછી તો આપણે બંને એ એકબીજાને ખૂબ પ્રેમ કર્યો અને બધી લિમિટસ ક્રોસ કરી દીધી."(કરણ આ બધું પૂજાને ચીડવવા કહેતો હતો, બાકી કરણે પૂજાની મરજી વગર કોઈ લિમિટ ક્રોસ નહોતી કરી.)

પૂજા : "તમે ખોટું બોલો છો, જો એવું થયું હોય તો મને કેમ કંઈ યાદ નથી ?"

કરણ : "એ એટલાં માટે કે તું વાઈનના નશામાં હતી, અને એટલું જ નહીં પણ તે એકતાને શું કીધું ખબર છે ? ક્યાંથી યાદ હશે, હું કહું કે તે એકતાને લુચ્ચી કીધું હતું અને એ પણ બે વાર."(આટલું કહીને કરણ ખૂબ હસવા લાગે છે.)

પૂજા : (પૂજાની આંખમાં આંસું આવે છે.)"મને વાઈન કોણે પીવડાવી ? અને હું નશામાં હતી પરંતુ તમે તો પૂરેપૂરા હોશમાં હતાને તો મને રોકવી જોયતી હતીને, અને હું આપણા વચ્ચેના એ સ્પેશિયલ મોમેન્ટને જીવનભર યાદ રાખવા માંગતી હતી અને તમે મારો નશો ઉતારવાની પણ રાહ જોઈ નહીં."

આટલું બોલીને પૂજા રડતી રડતી બાથરૂમમાં જતી રહે છે ત્યારે કરણને થયું કે પોતે થોડું વધારે જ પૂજાને હેરાન કરી છે. માટે કરણ પણ પૂજાની પાછળ પાછળ બાથરૂમ સુધી જાય છે પરંતુ પૂજાએ ડોર લોક કરેલો હતો માટે કરણ બહારથી જ પૂજાને મનાવતો હતો. પણ હવે પૂજા કરણનું કંઈ સાંભળવા તૈયાર નહોતી માટે કરણ થાકીને બહાર ખૂબ સુંદર ચેર અને ટેબલ હતા ત્યાં કોફી લઈને બેસે છે.

આ બાજુ આરતી કોલેજ જવા નીકળે છે ત્યારે સચિન તેને લેવા આવી ગયો હોય છે. આરતી અને સચિન બંને એકબીજાને જોઈને સ્માઈલ આપે છે અને બંને વિચારે છે કાશ આ સ્માઈલ જીવનભર મારા દિવસની શરૂઆત થાય.

આરતી : "શું આજે પણ મને પછાડવાનો ઈરાદો છે ?"

સચિન : (મસ્તીમાં આંખ મારે છે)"ના પણ હા મારા પ્રેમમાં પાડવાનો ઈરાદો છે."

આરતી : "તું નહીં સુધર."(આટલું કહીને સચિનને બેક માં મારે છે અને બાઇક માં પાછળ બેસી જાય છે, અને બંને કોલેજ જવા નીકળે છે.)

સચિન : "કાલે તું મને મૂવીનું પૂછતી હતી કે નઈ ?"

આરતી : "તો શું ?"

સચિન : "અરે ત્યારથી મને પણ મૂવી જોવાનું મન થયું તો વિચારું છું કે જો તું મારી સાથે ?

આરતી : "શું તારી સાથે ?"

સચિન : "જો તું મારી સાથે મૂવી જોવા માટે કોઈ પાટનર શોધી દઈશ ? એકલો તો મૂવી જોવું ગમે નહીં."

આરતી : "શું હું પાટનર શોધું તારા માટે ? મને થયું કે તું મને "

સચિન : "શું થયું તને ?"

આરતી : (થોડી દુઃખી થાય છે) કંઈ નહીં આજે મારે એક્ઝામ છે તેમાં મને થોડા ડાઉટ્સ છે તો મારે કોલેજ જઈને કોઈની પાસે શીખવું પડશે તો તું જલ્દી ચાલ."

સચિન : "શું છે પ્રોબ્લેમ, મને કહે હું સોલ્વ કરી દઈશ."

આરતી : "રેવા દે તારા બસની વાત નથી."

સચિન : "વિચારી લે, પછી જો કોઈ નહીં મળે તો હું નહીં સમજાવું."

આરતી : "નો સમજાવતો."

આરતી આટલું બોલે છે ત્યાં એ લોકો કોલેજ પહોંચી જાય છે. આરતી થોડી ઉદાસ હોય છે સચિનની વાતોથી પણ આરતી એ સમજી નથી શકતી કે સચિન તેની સાથે મસ્તી કરતો હતો. સચિન તો ખૂબ ખુશ થાય છે આરતીને ચિડાવી ને. આરતી કોલેજ પહોંચીને સચિન ની સાથે કંઈ વાત કર્યા વગર સીધી પોતાના ક્લાસ તરફ જાય છે. સચિન સમજી જાય છે કે આરતીને મૂવીમાં આવવું છે પરંતુ પોતે સામેથી નહીં કહે.

સચિન બાઈક પાર્ક કરીને આરતીની પાછળ પાછળ જાય છે કે આરતીની એક્ઝામ છે તો શું તેને જે પ્રોબ્લેમ હતો તો સોલ્વ થયો ? સચિન જોવે છે કે આરતી બધાને પૂછે છે પરંતુ કોઈને તે સમજાતું નથી. સચિન રાહ જોવે છે કે આરતી તેની પાસે આવે અને તે પ્રોબ્લેમ વિશે વાત કરે પરંતુ આરતી નથી આવતી. એટલામાં ત્યાં હિરેન સર આવે છે અને સચિન ને જોઈને કહે છે,

હિરેન સર : "આટલી રાહ નો જોવાય કોઈએ તો પહેલ કરી દેવાય, બહુ મોડું ન થવા દેવાય."

સચિન : (કોણ બોલ્યું તે જોયા વગર)"સાચી વાત છે હું જ સામેથી પૂછી લઉં."( આટલું બોલે છે ત્યાં સચિનનું ધ્યાન હિરેન સર તરફ જાય છે અને સચિનની બોલતી બંધ થઈ જાય છે.)

હિરેન સર : "શું થયું ? જા વાત કર, અને હા આય એમ પ્રાઉડ ઓફ યુ, તે તારી જાત ને સમય રહેતા સુધારી લીધી."

આટલું બોલીને હિરેન સર જતા રહે છે અને સચિન હિરેન સરની વાત માનીને આરતી પાસે જાય છે અને આરતીનો હાથ પકડીને તેને ક્લાસમાંથી બહાર લઈ આવે છે. આરતીને સચિન પ્રત્યે ગુસ્સો હતો પરંતુ સચિનનું આ રીતે તેના પર હક જતાવવું ગમે છે. બહાર જતાં જતાં આરતીનું બેલેન્સ નથી રહેતું અને તે પડવા જાય છે ત્યારે સચિન તરત સાંભળી લે છે, પણ તરત સચિનનું બેલેન્સ પણ ડગી જાય છે અને બંને નીચે પડે છે. 

સચિન એ આરતીને આટલી નજીક જોઈને ખૂબ ખુશ થાય છે, જ્યારે આરતી એ તો પોતાની આંખો બંધ કરી દીધી હોય છે અને સચિનનું ટીશર્ટ ટાઈટ પકડ્યું હોય છે.

ક્રમશ:          


Rate this content
Log in

Similar gujarati story from Drama