"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૫૬
"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૫૬
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક ધારાવાહિક વાર્તા છે.
તો વાચક મિત્રો આગળ જોઈએ કે, શું કરણ અને પૂજા બંને અર્જુન અને એકતાની ફ્રેંડશિપ વિશે સમજી ગયા હશે? શું કરણ પોતાના પાસ્ટ વિશે પૂજાને કહેશે?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
અત્યાર સુધીની વાર્તા
અર્જુન:"એકતા! તમારી બિઝનેસ પાટનેર ને?"
પૂજા:"હા, એજ, એકતા હમણાં અહીં તમારા ભાઈની તબિયત જોવા આવે છે."
અર્જુન:"સાચે!"
કરણ:"તું ઓળખે છે એકતાને?"
અર્જુન:"ના ના ભાઈ, હું પછી આવીશ સોરી."(આટલું કહીને અર્જુન એવો રૂમની બહાર ભાગે છે જાણે એની કોઈ ચોરી પકડાઈ ગઈ હોય.)
હવે આગળની વાર્તા
ભાગ - ૫૬
પૂજા અને કરણ પણ રેડી થઈ જાય છે. અર્જુન પણ પોતાના રૂમમાં રેડી થવા જાય છે, જ્યારે અર્જુન શાવર લઈને નીકળે છે ત્યારે ક્યા કપડાં પહેરે તે નક્કી નથી કરી શકતો માટે અર્જુન એકતાને વિડ્યો કોલ કરે છે. અર્જુનનો વિડ્યો કોલ જોઈને એકતા ખુશ થઈ જાય છે અને તરત ફોન ઉપાડી લે છે. ફોન ઉપાડતાં ની સાથે જ એકતા પોતાની આંખો બંધ કરી દે છે.
અર્જુન:"ઓહો! મારાથી આટલી શરમાઈ છે કે આંખો બંધ કરી દીધી?"
એકતા:"પ્લીઝ વેર સમ કલોથ્સ."
અર્જુન:"શું પહેરવું એના માટે તો તને કોલ કર્યો છે. કારણકે આજે જ્યારે આપડે મળશું ત્યારે મારા કપડાં અને હું બંને તારી પસંદ ના હોવા જોઈએ."
એકતા:(અર્જુનની વાત સાંભળીને તરત આંખો ખોલે છે.) આપડે ક્યારે મળવા ના છે? હું બોમ્બે છું, અને તું ક્યાં છે મને ખબર નથી, અને એમ પણ હું આજે કરણ અને પૂજાને મળવા માટે નીકળું છું."
અર્જુન:"શું તું રેડી થઈ ગઈ, મળવા માટે નીકળે છે?"
એકતા:"હા, પણ પહેલાં તું કપડાં પહેરી લે, પછી વાત કરશું."
અર્જુન:"ઓકે, તો જલ્દી બોલ, આ બધા માંથી ક્યાં કપડાં પહેરું?"(આટલું કહીને અર્જુન પોતાનો વોર્ડરોબ ખોલીને એકતાને દેખાડે છે.)
એકતા:"આ તારો વોર્ડરોબ છે કે કપડાં ની દુકાન! આટલાં કપડાં નું તું શું કરે?"
અર્જુન:"કપડાં પહેરવાં માટે જ હોય તો પહેરું જ ને બાકી શું કરું?"
એકતા:"અત્યારે તો એકપણ નથી પહેર્યાં."
અર્જુન:"એટલે જ કહું છું જલ્દી બોલ બાકી તું આવીશ તો પણ હું રેડી નહીં થયો હોવ."
એકતા:"શું બોલે છે? હું આવીશ?" ઠીક છે, આ સામે બ્લેક ટીશર્ટ છે તે અને બ્લુ જીન્સ જે થપી માં થર્ડ છે તે પહેરી લે."
અર્જુન:"તારી ચોઇસ છે તો સારી પછી એ કપડાં ની હોય કે મારી."(આટલું કહીને અર્જુન આંખ મારે છે.)
એકતા:"બાય, મારે મોડું થાય છે, પૂજા અને કરણ બ્રેકફાસ્ટ માટે મારી રાહ જોતાં હશે."
અર્જુન:"અને હું પણ તારી સાથેજ બ્રેકફાસ્ટ કરીશ, બાય."
એકતા અને અર્જુન ની વાત પૂરી થયા પછી એકતા કરણ અને પૂજાને મળવા તેમના ઘરે જવા નીકળે છે જ્યારે અહીં અર્જુન હજુ રેડી થતો હોય છે. પૂજા કિચન માં બધા માટે બ્રેકફાસ્ટ બનાવતી હોય છે અને કરણ પોતાનું ઓફિસ નું કામ કરતો હોય છે. અર્જુન રેડી થઈને તરત કરણ ના રૂમમાં જાય છે કે એકતા આવે તે પહેલાં કરણ નું ચેકઅપ કરી લવ.
કરણ:"તું પાછો આવ્યો?"
અર્જુન:"શું કરું ભાઈ તમારા વગર ગમતું જ નથી, માટે તમને મળવા આવી ગયો."
કરણ:"જલ
્દી ચેક કરીલે, મારે કામ છે અને હમણાં એકતા પણ આવે છે સો અમારે એક મિટિંગ પણ છે."
અર્જુન:"હા ખબર છે કે એકતા આવે છે માટે તો તમને ચેક કરવા આવી ગયો."(આટલું કહીને અર્જુન કરણ ને ચેક કરવા લાગે છે.)
કરણ:"શું તું એકતાને ઓળખે છે?"
અર્જુન:"ભાઈ તમારી તબિયત પહેલાં કરતાં ખૂબ સારી છે, કાલથી તમે કદાચ ઓફિસ એ પણ જઈ શકશો."
કરણ:"મે તને કંઈક પૂછ્યું છે."
અર્જુન:"ભાઈ હર વખત કરતાં આ વખત તમારી રિકવરી જલ્દી થાય છે, આ બધું પૂજા ભાભી ના લીધે છે ને?"
કરણ:(અર્જુનનો હાથ પકડી લે છે અને કહે છે.)"તું એકતાને ઓળખે છે?"
અર્જુન:"ભાઈ દુનિયા માં કેટલી એકતા હશે એમાંથી તમે કઈ એકતાની વાત કરો છો તે મને કેવીરીતે ખબર? તમે તમારું કામ કરો હું હમણાં થીડીવાર પછી પાછો આવીશ."
અર્જુન કરણ ના રૂમની બહાર નીકળે છે કે કોઈ સાથે ભટકાઈ છે, એ બીજું કોઈ નહીં પરંતુ એકતા જ હતી, સાથે પૂજા પણ હતી.
એકતા:(ભડકાવવા ના કારણે એકતાની ફાઈલ નીચે પડી જાય છે, જેને લેવા મટે એકતા નીચે વાળતાં બોલે છે.)"આય એમ સોરી."
અર્જુન:"આંખો છે કે બટન? જોઈને નથી ચાલી શકાતું?"
અર્જુનના આવા જવાબ થી પૂજા ને નવાઇ લાગે છે, પૂજા કાઈપણ બોલે તે પહેલાં જ અર્જુન ત્યાંથી કંઈ બોલતાં નહીં એટલું કહીને નીકળી જાય છે. જ્યારે એકતા આવાજ સાંભળીને ઓળખી જાય છે કે આ તો અર્જુનનો અવાજ હતો, પરંતુ જ્યારે ઊભી થઈ છે તો ત્યાં કોઈ નહોતું.
એકતા:"પૂજા, અહીં મારી સાથે જે ભટકાનું તે વ્યક્તિ ક્યાં?"
પૂજા:"તું અંદર તો ચાલ, કરણ ક્યારની તારી રાહ જોવે છે."
એકતા:"પણ ઓલો વ્યક્તિ? ઠીક છે, જવા દે, ચાલ કરણ ક્યાં છે?"
પૂજા:" અંદર છે ચાલ મારી સાથે."(પછી બને અંદર જાય છે.)
કરણ:"અરે એકતા, આવ આવ, કેમ છે?"
એકતા:"હું તો મજામાં છું, તું કે તને શું થયું?"
કરણ:"કંઈ નહીં તને ખબર છેને હું બધાથી દૂર રહુ છું, આરતી ને બચાવવા માટે સચિન સાથે થોડો જગડો થયો તો મારા બોડી પર આ રિયેક્ષન આવ્યું."
પૂજા:"હેરાન પણ થાય અને સચિન બિચારો નિર્દોષ પણ હતો."
એકતા:"હવે જલ્દી ઠીક થઈ જા, અને જલ્દી ઓફિસે આવી જા."
કરણ:"કાલથી આવી જઈશ. તમે લોકો નાસ્તો કરવા જાવ, હું હમણાં આવું છું."
પૂજા:"ઠીક છે, ચાલ એકતા."
પૂજા અને એકતા બંને ત્યાંથી ડાઇનિંગ રૂમમાં નાસ્તા માટે જાય છે ત્યાં જઈને પૂજા બધા સાથે એકતાની ઓળખાણ કરાવે છે. એકતા આજે પહેલી વાર કરણ ના ફેમેલીને મળતી હતી. કરણ ક્યારેય કોઈપણ બિઝનેસ પાર્ટનર ને ઘરે ન લઈ આવતો. માટે એકતા આજે પહેલીવાર આવી હતી. બધા એકતાને મળીને ખૂબ ખુશ થાય છે. એકતા બધા સાથે નાસ્તો કરવા બેસે છે ત્યાં એકતા ના કાનમાં જાણીતો આવાજ આવે છે. એકતા તરત પાછળ ફરીને જોવે છે તે અર્જુન હતો. અર્જુનને જોઈને એકતા આશ્ચર્ય માં મુકાઈ જાય છે, ત્યાં તો અર્જુન આવીને એકતાની બાજુમાં જ બેસે છે.
અમી બહેન:"એકતા, આને મળ આ છે અમારો અર્જુન, કરણ નો નાનો ભાઈ, અને હાં એકતા તું આજે ખૂબ સારા શુકન સાથે આવી છે, આજે મારા ફઈ ની દીકરી ખ્યાતિ જે અર્જુન સાથે ભણતી અને બંને ખૂબ સારા મિત્રો હતાં તે લોકો આજે અહીં આવે છે, અર્જુન અને ખ્યાતિ ના લગ્ન નક્કી કરવા, તો તું પણ રોકાજે."
અમી બહેન ની વાત સાંભળીને એકતા ના હાથમાંથી ચમચી પડી જાય છે અને અર્જુન પણ જોરથી બોલે છે,"શું મારા અને ખ્યાતિ ના લગ્ન?"
તો વાચક મિત્રો શું લાગે છે, શું અર્જુન અને ખ્યાતિ ના લગ્ન થશે? એકતાને અર્જુનના લગ્નની વાતથી દુઃખ શા માટે થયું? શું એકતા પણ અર્જુનને પ્રેમ કરવા લાગી છે?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
ક્રમશ:....
-ઈશિતા રાયઠઠ્ઠા.