STORYMIRROR

Ishita Raithatha

Drama Romance

3  

Ishita Raithatha

Drama Romance

"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૫૫

"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૫૫

5 mins
22


    અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક ધારાવાહિક વાર્તા છે.

    તો વાચક મિત્રો આગળ જોઈએ કે શું એકતા કરણ ના ઘરે જશે અર્જુનને મળશે તો કરણ અને અર્જુન બંને ભાઈ છે તે જાણીને ખુશ થશે? શું પૂજા કરણ ના ભૂતકાળ વિશે જાણી શકશે? શું સાચે કરણ પૂજાથી નારાજ જ રહેશે?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.


            અત્યાર સુધીની વાર્તા


પૂજા:"હેલો એકતા, કેમ છે?"

એકતા:"હું મજામાં, તમે લોકો કેમ છો?"

પૂજા:"હું બરાબર છું પરંતુ એમની તબિયત સારી નથી."

એકતા:"શું થયું કરણને! તમે લોકો ક્યાં છો?"

પૂજા:"કંઈ નહીં ચિંતા ના કર, થોડું રિયેક્ષન આવી ગયું છે સ્કીમમાં, અને ઘરે જ છે."

એકતા:"ઠીક છે હું કાલે ઓફિસે જઈશ તે પહેલાં તમારા ઘરે આવીશ, કરણ અને તને મળવા."

પૂજા:"ઠીક છે, તો નાસ્તો અહીં ઘરે સાથે કરશું."

એકતા:"ઠીક છે, બાય."


             હવે આગળની વાર્તા

                ભાગ - ૫૫


        પૂજા વાત કરીને અંદર રૂમમાં આવે છે ત્યારે અચાનક પૂજાને પોતાની નાજુક કમર ઉપર કોઈ નો હાથ મહેશુષ થાય છે અને પોતાના ગળા પાસે ગરમ શ્વાસ મહેશુષ થાય છે. રૂમમાં અંધારું હતું પરંતુ પૂજા સમજી જાય છે કે આ કરણ જ છે. પૂજા પોતાના તરફથી કોઈ રિસ્પોન્સ નથી આપતી, પરંતુ પૂજાને ખબર પણ હતી કે જો કરણ આવિરિતે જો તેને પકડી રાખશે તો પૂજા પણ તરત પોતાને કરણ ના શરણે કરી દેશે. પરંતુ આજે પૂજા મક્કમ હતી, પોતાને કરણ ની બીમારીના ઈલાજ માટે કરણ નું ભૂતકાળ જાણવું જરૂરી હતું. કરણ પૂજાને બેડ સુધી લઈ જાય છે અને બેડ પર પુશ કરીને પોતે પૂજા ઉપર છવાઈ જાય છે.

કરણ:"છેલ્લી વાત કહું છું સોફા પર સુવા નહીં જતી."

પૂજા:"હું પણ છેલ્લી વાર કહું છું તમે મને તમારા વિશે બધુ જણાવો બાકી હું સોફા પર સુઈ જઈશ."

        આટલું કહીને પૂજા કરણ ને ગુદગુદી કરે છે જેથી કરણ ની પૂજા પરની પકડ ઢીલી થાય છે. પૂજા તરત આ પરિસ્થિતિ નો લાભ લઇને કરણથી દૂર થાય છે અને હસ્તી હસ્તી બાથરૂમ માં જતી રહે છે. કરણ ગુસ્સા સાથે બાથરૂમ પાસે જાય છે પરંતુ ત્યાં સુધીમાં તો પૂજાએ ડોર અંદરથી બંધ કરી દીધું હતું. કરણ પૂજાને ડોર ખોલવા કહે છે પરંતુ પૂજા ડોર ખોલતી જ નથી. જ્યારે કરણ ધમકી આપે છે કે પોતે બહારથી ડોર બંધ કરી દેશે કે તરત પૂજા ડોર ખોલે છે.

        જેવો પૂજાએ ડોર ખોલ્યો કે કરણ જે ગુસ્સામાં હતો તે પૂજાને જોઇને ડઘાઈ જ ગયો. પૂજાને જોઈને કરણ નું મોઢું ખુલ્લું ને ખુલ્લું જ રહી ગયું. પૂજાએ બહાર આવીને પોતાના નાજુક હાથથી કરણ ના બંને ગાલ પર હળવેક થી ટચ કર્યું અને પોતાના હોઠની સાથે કરણ ના હોઠ મિક્સ કરી દીધા. કરણ આગળ વધે તે પહેલાં પૂજાએ તરત કરણ ને હાથ પકડીને બેડ સુધી લઈ ગઈ અને કરણ ને બેડ પર ધક્કો માર્યો.

       કરણ સમજી નહોતો શકતો કે હમણાં સુધી જે મારાથી દૂર રહેતી હતી તે હવે આટલી સેક્સી રેડી થઈને સામેથી મારી પાસે આવી. પૂજાએ ખૂબ સેક્સી નાઈટ વેર પહેર્યા હતાં, પૂજાએ ક્રોપ ટોપ અને શોર્ટ્સ પહેર્યા હતાં, જેમાંથી પૂજાની પતલી અને નાજુક કમર જાણે ડોકિયું કરતી હોય તેવું લાગતું હતું. પૂજાના સુંદર અને સિલ્કી વાળ પૂજાના શોલ્ડર ને ઢાંકતા હતાં, પૂજાની આંખોનું કાજ

લ કરણ ને પૂજાના પ્રેમમાં ડૂબવા મજબૂર કરતું હતું, અને પૂજન ગુલાબની પાંખડી જેવા સોફ્ટ લીપ્સ જે કરણ ને ઉશ્કેરવા માં કંઈ બાકી નહોતું રાખતું.

કરણ:"થેંક્યું, પૂજા તે તારી જીદ છોડી દીધી."

પૂજા:"એવું તમને લાગે છે."

કરણ:"શું?"

પૂજા:(કરણ ની ઉપરથી બેડની બીજી બાજુ જાય છે અને બંને વચ્ચે ઓશિકા મૂકી દે છે.)" તમારે વાત તો કરવી જ પડશે."

કરણ:"આ શું કરે છે તું?"

પૂજા:"તમારી વાત માનું છું. તમે કીધું હતુંને કે સોફા પર સુવા જતી નહીં તો આવી ગઈ બેડ પર, હવે ખુશ?"

કરણ:"આ આપડી બંને વચ્ચે આ ઓશિકા?"

પૂજા:"હા તો તમે એવું ક્યાં કીધું હતુંકે વચ્ચે ઓશિકા રાખતી નહીં."

કરણ:"મને થોડી ખબર હતી કે તું આવું કરીશ, નહીંતર તો કહી દેત કે ઓશિકા વચ્ચે ના રાખતી."

પૂજા:"હું તો તમારી બધી વાત માનુજ છું, તમેજ મારી એક વાત પણ નથી માનતા."

કરણ:"તારે મારાથી દુર જ રહેવું હતું તો પછી આટલી રેદુંથાઈને મારી પાસે શા માટે આવી? અને મને તારા તરફ આટલો ઉશ્કેર્યો શા માટે?"

પૂજા:"પહેલાં તમારા ઉપર પ્રેમ આવ્યો અને,"

કરણ:"અને શું કે તું મને પહેલાં ઉષ્કેરિશ અને પછી મારી પાસેથી વાત બોલાવડાવી લઈશ?"

પૂજા:"મતલબ કે સાચે કંઇક તો વાત છે જ."

કરણ:"મને નીંદર આવે છે, તારે જે કરવું હોય તે કર."

      કરણ પૂજાની બીજી સાઈડ ફરીને સૂઈ જાય છે. પૂજા પણ એક સ્વીટ સ્માઈલ સાથે વિચારતાં વિચારતાં સૂઈ જાય છે કે હું તમને તમારી વાત કહેવા માટે મનાવી નેજ રહીશ. કરણ વિચારે છે કે, પૂજા પ્લીઝ જીદ છોડી દે, જો હું તને મારા પાસ્ટ વિશે કહીશ તો તું કદાચ મને છોડીને પણ જતી રહીશ માટે હું એ બીક ના કારણે તેને તે વાત નથી કરતો. બંને લોકો વિચારતાં વિચારતાં સૂઈ જાય છે.

       સવારે જ્યારે પૂજા ઉઠે છે તો પૂજા કરણ ના શોલ્ડર પર સૂતી હોય છે અને કરણ નો હાથ પૂજાના કમર પર હોય છે. પૂજા ખૂબ ખુશ હોય છે, પૂજા કરણ ને એકટસે જોયાં કરે છે, કરણે શર્ટ કે ટીશર્ટ કંઈ પહેર્યું નહોતું ફક્ત ટ્રેક પેન્ટ જ પહેર્યું હતું, પૂજા કરણ ને આ રીતે જોઈને કરણ તરફ ખૂબ એટ્રક થતી હતી. પૂજાનું ધ્યાન ત્યારે તૂટે છે જ્યારે કરણ નો આવાજ પૂજાના કાન માં પડે છે,

કરણ:"મારા વગર તને નીંદર નથી આવતી તો શા માટે નાટક કરશ?"

પૂજા:"મને ખબર છે કે તમેજ રાત્રે આ ઓશિકા આપડી વચ્ચેથી આઘા કર્યા હશે અને નામ મારું આપી દીધું."

       પૂજા અને કરણ વાત કરતાં હતાં છતાં બંને એકબીજાને હગ કરીને જ વાત કરતાં હતાં ત્યારે એ લોકોના રૂમનો ડોર અચાનક જોરથી ખુલ્યો અને અર્જુન અંદર આવે છે અને કરણ અને પૂજા ને એક સાથે જોઈને તરત પોતાની આંખો બંધ કરીને પાછળ ફરી જાય છે.

અર્જુન:"સોરી ભાઈ ભાભી, તમારા રૂમનો ડોર લોક નહોતો તો હું ભાઈના ચેકઅપ માટે નોક કર્યા વગર અંદર આવી ગયો અને તમારો સ્પેશિયલ ટાઈમ બગડ્યો."

કરણ:"પૂજા તું રાત્રે એકતા સાથે વાત કરવા બહાર ગઈ પછી આવી ત્યારે તે રૂમ લોક નહોતો કર્યો?"(એકતાનું નામ સાંભળીને અર્જુન ના કાન ચમક્યા અને અર્જુન વિચાર્યા વગર પાછો પાછળ ફરીને બોલ્યો)

અર્જુન:"એકતા! તમારી બિઝનેસ પાટનેર ને?"

પૂજા:"હા, એજ, એકતા હમણાં અહીં તમારા ભાઈની તબિયત જોવા આવે છે."

અર્જુન:"સાચે!"

કરણ:"તું ઓળખે છે એકતાને?"

અર્જુન:"ના ના ભાઈ, હું પછી આવીશ સોરી."(આટલું કહીને અર્જુન એવો રૂમની બહાર ભાગે છે જાણે એની કોઈ ચોરી પકડાઈ ગઈ હોય.)


       તો વાચક મિત્રો શું લાગે છે, શું કરણ અને પૂજા બંને અર્જુન અને એકતાની ફ્રેંડશિપ વિશે સમજી ગયા હશે? શું કરણ પોતાના પાસ્ટ વિશે પૂજાને કહેશે?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.

ક્રમશ:....

-ઈશિતા રાયઠઠ્ઠા.

         



Rate this content
Log in

Similar gujarati story from Drama