Ishita Raithatha

Drama Romance

3  

Ishita Raithatha

Drama Romance

"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૫૦

"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૫૦

5 mins
3


   અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક ધારાવાહિક વાર્તા છે.

    તો વાચક મિત્રો આગળ જોઈએ કે શું , કરણ અને જયા બહેન વચ્ચે જે પ્રેમ અને માન સન્માન હતું તે હવે નહીં રહે? શું પૂજા ના લીધે ઘરમાં જગડા થશે? શું આ બધી વાતોમાં બધા આરતીની વાત સાંભળશે?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.


            અત્યાર સુધીની વાર્તા


જયા બહેન:"અને આના લીધે આપડા ઘરની દીકરીની આબરૂ ગઈ તેનું શું? જો તે દિવસ જ એ છોકરા ને પોલીસ ના હવાલે કરી દિધો હતો તો આજે એની હિંમત નો થાત કે તે આરતી સાથે બળજબરી કરે."

કરણ:"હું છેલ્લી વાર કહું છું, મારી પત્નીનું નામ પૂજા છે અને હું જીવીશ ત્યાં સુધી પૂજા મારી સાથેજ રહેશે. રહી વાત મારી પૂજા સાથે લગ્ન કરવાની વાત તો, મને પૂજા પહેલી નજર માંજ ગમી ગઈ હતી, પૂજાથી મને કોઈ તકલીફ નો થઈ તેની ખબર તો મને પછી પડી હતી, માટે મેં પૂજા સાથે મારી બીમારી માટે લગ્ન નથી કર્યા."


            હવે આગળની વાર્તા

                ભાગ - ૫૦


આરતી:"બસ કરો તમે લોકો અને દાદીમાં મારી આબરૂ નથી ગઈ, અને પણ સચિનના લીધે."

જયા બહેન:"શું બોલે છે તું, તું જે હાલતમાં કરણ ને મળી ત્યારે તારા કપડાં ફાટેલાં,"

અર્જુન:"દાદી પ્લીઝ તમે આવી વાતો ના કરો, આરતી ને,"

આરતી:"ના ભાઈ મને કંઈ તકલીફ નહીં થાય કારણકે મારી સાથે સચિને કંઈ ખોટું થવા જ નથી દીધું."

       ઘરના બધા લોકો વાતો કરતા હતા ત્યારે ત્યાં પોલીસ આવે છે. પોલીસ આવીને વિપુલ ભાઈ ની પરમિશન લે છે આરતી સાથે વાત કરવા માટે. વિપુલ ભાઈ આરતી સામે જોવે છે તો આરતી ઈશારા થી હા કહે છે. ઘરના બધા લોકો ત્યાં હાજર હતા સિવાય પ્રિયા અને પ્રેમ, એમપણ એ બંને હજુ નાના હતા આ બધી વાતો માટે. માયા બહેન આરતીનો હાથ પકડીને બેઠા હોય છે જેથી આરતીને સપોર્ટ મળે.

પોલીસ:"તો તે રાત્રે તમારી સાથે શું થયું હતું?"

આરતી:"સાંજે જ્યારે સચિનના ક્લાસ પૂરા થયા પછી અમે બંને મૂવી જોવા ગયા હતા. મૂવી જોઈને ત્યાં કાફે માં અમે લોકોએ નાસ્તો કર્યો અને પછી સચિને મને ઘરે મૂકવા આવવા કહ્યું ત્યારે મેં કહ્યું મારે આઈસ ખાવો છે, ત્યારે સચિને મને ના પણ પાડી કે મોડું થશે ઘરે બધા ચિંતા કરશે. પરંતુ હું માની નહીં માટે અમે આઈસક્રીમ ખાવા ગયા. ત્યાં પછી,,,"

પોલીસ:"પછી શું?"

આરતી:"પછી પછી,"

પૂજા:(આરતીની બાજુમાં આવીને બેસીને આરતીને હીંમત આપે છે.)"તું ડર નહીં એમ બધા તારી સાથે જે છે."

આરતી:"આઈસક્રીમ ખાઈને સચિન વોશરૂમ સાઈડ ગયો તો હું ત્યાંજ રાહ જોતી હતી, એટલાં માં ત્યાં અચાનક ચાર, પાંચ લોકો આવ્યા અને મને જબરદસ્તી ખેંચીને એમની સાથે લઈ જવા લાગ્યા. ત્યારે મેં બુમાં બૂમ કરી તો તરત સચિન દોડતો ત્યાં આવ્યો અને મને એ લોકોથી છોડાવવા કોશિશ કરી."

પોલીસ:"શું એ લોકો ચોર હતા?"

આરતી:"ના, એ લોકો કદાચ અમારા બિઝનેસ રાઈવલ હોય તેવું લાગ્યું. પછી એ લોકો મને ગાડીમાં બેસાડીને લઈ જવા લાગ્યા ત્યારે સચિન પોતાનું બાઈક લઈને અમારી પાછળ પાછળ આવ્યો. થોડીવાર પછી સુમસાન જગ્યા પર એ લોકોએ કાર ઊભી રાખી અને કોઈને ફોન કર્યો અને કહ્યું હા, બોસ અમે એ છોકરીને લઈને આવી ગયા છે."

પોલીસ:"કોને ફોન કર્યો હતો તમને ખબર છે?"

આરતી:"ના, પછી જેવી એ લોકો મને કાર માંથી બહાર લાવ્યા કે પાછળથી સચિને એ લોકો પર એટેક કર્યો અને એમાંથી એકની ગન સચિને લઈ લીધી. હું આ બધું જોઇને ખૂબ ડરી ગઈ હતી પરંતુ સચિન હતો માટે મને હિમંત હતી."

પોલીસ:"તો શું સચિને એ લોકો પર ગોળી ચલાવી?"

આરતી:"ના, ફક્ત ગન દેખાડીને ડરાવ્યા, પછી તરત મને પોતાની પાછળ રાખીને બાઈક પર બેસવા કહ્યું અને અમે લોકો બાઈક સુધી પહોંચીએ ત્યાં કોઈએ મને ઈન્જેકશન માર્યું જેથી મને ચક્કર આવવા લાગ્યા, પરંતુ સચિને હું જાગતી રહુ તે માટે ઘણા પ્રયત્નો કર્યા."

પોલીસ:"તો પછી તમે બેભાન થઈ ગયા?"

આરતી:"ના, સચિને એ લોકો એ બિવડવવા હવામાં ગોળી બાર કર્યો, પછી મારાથી ચાલતું નહોતું માટે મને પોતાના શોલ્ડર પર સુવડાવીને બીજા હાથમાં ગન રાખીને ત્યાંથી જવા લાગ્યો. અમે લોકો એક જંગલ જેવી જગ્યા માં પહોંચી ગયા ત્યાં કાંટાળા જાડ હતા માટે મારા કપડાં અલગ અલગ જગ્યાએ ફસાઈને ફાટયા."

પોલીસ:"તો શું તે લોકો તમારી પાછળ આવ્યા નહીં?"

આરતી:"એ લોકો આવતાં જ હતા ત્યાં સચિને બુદ્ધિ પૂર્વક મારો દુપટ્ટો ત્યાં રોડ પર રહેવા દીધી જેથી એ લોકો ભટકી જાય અને અમારી પાછળ ના આવે. સાચે એવું થયું પણ ખરી અમે લોકો ત્યાં છુપાઈ ને બધાને જોતાં હતાં, તે લોકો સાચે મારો દુપટ્ટો જોઈને ત્યાં રોડ પર આગળ જવા લાગ્યા."

પોલીસ:"તો પછી તમે કોઈને કોન્ટેક્ટ શા માટે ના કર્યો?"

આરતી:"અમારા બંનેના ફોન બંધ થઈ ગયા હતા. પછી સચિન ત્યાં એક જૂનું મકાન હતું ત્યાં મને લઈ ગયો. મારી આવી હાલત જોઈને સચિને મને પોતાનું જેકેટ કાઢીને પહેરાવ્યું. ત્યાં મને આંખો ખૂબ ઘેરાઈ ગઈ હતી અને હું બેભાન થઈ ગઈ. પછી મને ભાન આવ્યું ત્યારે હું અહીં ઘરે હતી."

પોલીસ:"તો તમારું કહેવું એવું છે કે સચિને તમારી જાન બચાવી, બરાબર ને?"

આરતી:"હા, તમે પ્લીઝ એને છોડી દેજો."

પોલીસ:"ચિંતા ના કરો, સચિન અમારી કસ્ટીડી માં છે પરંતુ પૂજા મેડમ ના કહેવાથી અમે સચિન ઉપર કોઈ કેસ નથી બનાવ્યો અને હવે અમે સચિનને કસ્ટીડી માંથી પણ છોડી દેશું. અમે જ્યારે સચિનનું બયાન લીધું ત્યારે પણ સચિને આ જ બધી વાત કરી."

કરણ:"સર મને લાગે છે, આહુજા ગ્રુપ વાળા લોકો જ હસે."

પોલીસ:"તમે ચીંતા ના કરો, અમે એ લોકોને ગોતી લેશું. બાકી થેંક્યું પૂજા મેડમ, તમે જો ત્યારે પાછળ ના આવ્યા હોત અને અમને આરતીની વાત સાંભળવા સુધી રાહ જોવા માટે મનાવ્યા નો હોત તો આજે એક નિર્દોષ સજા ભોગવી રહ્યો હોય."

પૂજા:"અરે સર, એમાં થેંક્યું ના હોય, આ તો હરેક નાગરિક ની ફરજ છે કે ક્યારે કોઈ નિર્દોષ ને સજા થાય તો એમને બચાવવાની પૂરી કોશિશ કરવી જોઈએ. બાકી એ સજા તે વ્યક્તિ ના ઘરના બધા લોકોને ભોગવવી પડે."

પોલીસ:"કરણ તમારી વાઈફ સાચે, હિંમત વાળી છે. હવે અમે લોકો અહીંથી રજા લઈએ અને કઈ પણ કામ હશે તો ફરીથી આવીશું."


          તો વાચક મિત્રો શું લાગે છે આરતીની બધી વાત સાંભળી ને જયા બહેન પૂજાને ઘર છોડીને જવાથી અટકાવશે? શું પોલીસ સ્ટેશન થી સચિન પાછો આરતીને મળવા આવશે?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.


ક્રમશ:....

-ઈશિતા રાયઠઠ્ઠા.









Rate this content
Log in

Similar gujarati story from Drama