"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૪૯
"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૪૯
અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક ધારાવાહિક વાર્તા છે.
તો વાચક મિત્રો આગળ જોઈએ કે શું અર્જુનના આવવાથી આરતી અને કરણ ની તબિયત માં સુધારો થશે? શું એકતાને એ જાણીને ખુશી થશે કે અર્જુન કરણ નો ભાઈ છે? આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
અત્યાર સુધીની વાર્તા
અર્જુન:"અરે વાહ, ભાભી તમે તો સ્વીટ ની સાથે કુલ પણ છો."
જયા બહેન:" હવે વતોજ કરવી છે કે નાસ્તો પણ કરવો છે?"
પૂજા:(જયા બહેન ને પગે લાગે છે.)" સુપ્રભાત દાદીમાં, તમારા લોકો માટે નાસ્તો ટેબલ પર રાખ્યો છે અને હું એમના માટે રૂમમાં નાસ્તો લઈ જાવ છું અને આરતી માટે પણ એના રૂમમાં લઈ જાવ છું."
અર્જુન:"અને ભાભી તમારો નાસ્તો?"
જયા બહેન:"એ પછી કરી લેશે, તું ચાલ આપડે નાસ્તો કરી લઈએ."(અર્જુનને દાદીમાં નું આવું વર્તન ગમ્યું નહીં.)
હવે આગળની વાર્તા
ભાગ - ૪૯
જયા બહેન નું આવું વર્તન જોઈને ત્યાં બધા લોકોને ખરાબ લાગ્યું પરંતુ પૂજા તો હસતાં મોઢે પ્રિયા અને પ્રેમને સ્કૂલ માટે બાય કહીને ત્યાંથી રસોડા માંથી કરણ અને આરતી માટે નાસ્તો લઈને એ લોકોના રૂમમાં જાય છે. પૂજા પહેલાં કરણ ને નાસ્તો આપવા જાય છે, પૂજા જેવો રૂમ ખોલે છે કે ત્યાં સામે કરણ બેડ પર પોતાની ઓફિસની ફાઈલ લઈને વર્ક કરતો હોય છે. પૂજા તેની બાજુમાં ટેબલ પર નાસ્તો રાખે છે,
પૂજા:"પહેલાં નાસ્તો કરી લેજો, પછી મેડીસીન પણ લેવાની છે તમારે, ત્યાર પછી બાથ લઈને ક્રીમ પણ લગાવવાનું છે, હું આરતીને નાસ્તો કરાવીને આવું છું."(આટલું કહીને પૂજા પાછળ ફરીને જવા જાય છે કે કરણ તેનો હાથ પકડીને પૂજાને ઊભી રાખે છે.)
કરણ:"તે નાસ્તો કર્યો? મને ખબર છે નહીં કર્યો હોય, તું આરતીને નાસ્તો કરાવીને આવ પછી હું તારી સાથે જ નાસ્તો કરીશ."
પૂજા:(કરણ ની વાત થી ખુશ થાય છે પરંતુ તરત જયા બહેનની વાત યાદ આવે છે માટે કહે છે,)"મેં નાસ્તો કરી લીધો છે તમે કરી લેજો."
આટલું કહીને પૂજા તરત કરણ પાસેથી પોતાનો હાથ છોડાવીને ત્યાંથી જતી રહે છે. કરણ ને પૂજાને વધારે ફોર્સ કરવું યોગ્ય ના લાગ્યું માટે કરણે પૂજાને ત્યાંથી જવા દીધી. પૂજા આરતીના રૂમમાં જાય છે અને માયા બહેન ને ફ્રેશ થવા જવાનું કહે છે. પૂજાના આવવાથી માયા બહેન ચિંતામુક્ત થઈને ત્યાંથી પોતાના રૂમમાં જાય છે ત્યારે અર્જુન ત્યાં આવે છે.
અર્જુન:"મમ્મી તું ચિંતા ના કરતી હું છું ને."
માયા બહેન:"પૂજા છે પછી મને કરણ અને આરતી બંનેની ચિંતા નથી, તું પણ એ લોકોની ચિંતા મૂકી દેજે."
અર્જુન:"ઓહો! ભાભી તમારા સાસુમાં તો તમારાથી ખૂબ ઈમ્પ્રેસ છે."
માયા બહેન:"હોયજ ને આપડી પૂજા પોતાની પહેલાં બધાનું ધ્યાન રાખે છે."
માયા બહેન પોતાની વાત પૂરી કરીને ત્યાંથી જાય છે. પૂજા આરતીને હળવેકથી જગાડે છે. આરતી જાગે છે ત્યારે થોડી ફ્રેશ લાગે છે, પણ અર્જુનને જોઈને તેને ટાઇટ હગ કરીને રડવા લાગે છે. અર્જુન ની આંખો પણ આંસુથી ભરાઈ જાય છે. એટલામાં ત્યાં કરણ આવે છે અને બંને ભાઈ બહેન નાં માથા પર હાથ ફેરવે છે.
કરણ:"ચાલો નીચે ડાઈંગ ટેબલ પર બધા સાથે નાસ્તો કરસુ, આરતી તને સારું લાગશે."
અર્જુન
:(વાતાવરણ ને હળવું કરવા કહે છે,)" જોયું ભાભી, મારો ભાઈ જેટલી કડવી કોફી પીવે છે એટલી કડવી વાતો નથી કરતો."
પૂજા:"હું નીચે જાવ તમે લોકો આવજો."(પૂજા જવા જતી હતી ત્યારે કરણ પૂજાનો હાથ પકડી લે છે.)
કરણ:"અર્જુન આલે આ નાસ્તાની પ્લેટ તું લઈ લે."
કરણ બીજા હાથે આરતીનો હાથ પકડે છે અને બંને ને નીચે લઇ જાય છે. જે જોઈને અર્જુન ખુશ થાય છે કે ભાઈ ભાભી ને મનાવવા ની ટ્રાય કરે છે. અર્જુન સાથે સાથે નોટિસ પણ કરે છે કે ભાઈએ આરતીનો હાથ પકડ્યો છે છતાં પણ એમનાં બોડીમાં કોઈ ફેરફાર નથી. આવા વિચારો સાથે એ લોકો ડાઈંગ ટેબલ પર બધા નાસ્તો કરતા હતાં ત્યાં પહોંચી જાય છે.
બધા લોકો આરતી અને કરણ ને જોઇને ખુશ થાય છે. કરણ પોતાની એકબાજુ આરતીને બેસાડે છે અને બીજી બાજુ પૂજાને બેસાડે છે અને બંને માટે પોતે નાસ્તાની પ્લેટ રેડી કરે છે. સાચે આજે જોષી પરિવાર ખૂબ ખુશ હતું. બધા સાથે નાસ્તો કરીને હોલમાં બેસે છે ત્યારે કરણ આરતીને કહે છે,
કરણ:"આરતી તું ચિંતા ના કરતી, સચિન ને હું આકરી સજા અપાવીશ."
આરતી:"ના ભાઈ એવું ના કરતાં, સચિને તો મારી જાન બચાવી છે. જો ત્યારે મારી સાથે સચિન નો હોત તો હું આજે જીવતી પણ નો હોત."
જયા બહેન:"ના બેટા એવું ના બોલ, તારે ડરવાની જરૂર નથી, તારા બંને ભાઈ તારી સાથે છે."
પૂજા:"એકવાર બેસ્ટી ની પૂરી વાતતો સાંભળો, કોઈપણ નિર્દોષ વ્યક્તિને સજા મળે તો તે સજા ફક્ત તે વ્યક્તિને જ નહીં પરંતુ તેના આખા પરિવારને મળે છે."(આટલું કહેતાં કહેતાં પૂજાની આંખો આંશુ થી ભરાઈ જાય છે.)
જયા બહેન:"તને જો હજુપણ તે છોકરા ની સાઈડ લેવી હોય તો તારે આજેજ આ ઘર છોડીને જવું પડશે, કરણ સાજો થાય તેની રાહ જોવાની જરૂર નથી, તેના માટે અર્જુન છે, અર્જુન કરણ નું ધ્યાન રાખશે."
કરણ:"કોને કીધું પૂજા આ ઘર છોડીને જશે?"(ગુસ્સા સાથે બોલે છે.)
જયા બહેન:"મે કીધું, હું તો એ તમને લોકોને લઈને આવી ત્યારેજ અંદર આવવા નહોતી દેતી, પરંતુ આ છોકરી ત્યારે માની નહીં, અને મને કહ્યું કે તું અને આરતી સાજા થઈ જશો પછી એ તરત આ ઘર છોડીને જતી રહેશે. અને મને પણ વિચાર આવ્યો કે તારી બીમારીમાં આજ છોકરી તારી મદદ કરી શકશે માટે તમે લોકો સાજા થાવ ત્યાં સુધી મેં એને અહીં રહેવાની હા પાડી છે."
કરણ:"દાદીમાં તમે શું બોલો છો તમને ખબર પણ છે? અને આ છોકરી, આ છોકરી, એવીરીતે શું બોલાવો છો? મારી પત્ની નું નામ પૂજા છે. તમને ખબર પણ છે કે આજે હું જીવું છું તો ફક્ત પૂજાની બહાદુરીના લીધે. આરતીને જયારે હું બચવવા ગયો ત્યારે મને વીંછી કરડી જાત પરંતુ પૂજાએ મને બચાવ્યો. એટલુંજ નહીં પરંતુ મેં જ્યારે સચિનને માર્યો તેના કારણે મારા બોડીમાં જે રિયેક્ષન આવ્યું ત્યારે પૂજાએ સુમસાન રસ્તા પર બહાદુરી દેખાડીને બુધ્ધિ પુર્વક અમને ઘર સુધી પહોંચાડયા."
જયા બહેન:"અને આના લીધે આપડા ઘરની દીકરીની આબરૂ ગઈ તેનું શું? જો તે દિવસ જ એ છોકરા ને પોલીસ ના હવાલે કરી દિધો હતો તો આજે એની હિંમત નો થાત કે તે આરતી સાથે બળજબરી કરે."
કરણ:"હું છેલ્લી વાર કહું છું, મારી પત્નીનું નામ પૂજા છે અને હું જીવીશ ત્યાં સુધી પૂજા મારી સાથેજ રહેશે. રહી વાત મારી પૂજા સાથે લગ્ન કરવાની વાત તો, મને પૂજા પહેલી નજર માંજ ગમી ગઈ હતી, પૂજાથી મને કોઈ તકલીફ નો થઈ તેની ખબર તો મને પછી પડી હતી, માટે મેં પૂજા સાથે મારી બીમારી માટે લગ્ન નથી કર્યા."
તો વાચક મિત્રો શું લાગે છે, કરણ અને જયા બહેન વચ્ચે જે પ્રેમ અને માન સન્માન હતું તે હવે નહીં રહે? શું પૂજા ના લીધે ઘરમાં જગડા થશે? શું આ બધી વાતોમાં બધા આરતીની વાત સાંભળશે?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
ક્રમશ:....
-ઈશિતા રાયઠઠ્ઠા.