STORYMIRROR

Ishita Raithatha

Drama Romance

4  

Ishita Raithatha

Drama Romance

"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૫૭

"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૫૭

5 mins
405


   અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક ધારાવાહિક વાર્તા છે.

    તો વાચક મિત્રો આગળ જોઈએ કે, શું અર્જુન અને ખ્યાતિ ના લગ્ન થશે? એકતાને અર્જુનના લગ્નની વાતથી દુઃખ શા માટે થયું? શું એકતા પણ અર્જુનને પ્રેમ કરવા લાગી છે?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.


           અત્યાર સુધીની વાર્તા


અમી બહેન:"એકતા, આને મળ આ છે અમારો અર્જુન, કરણ નો નાનો ભાઈ, અને હાં એકતા તું આજે ખૂબ સારા શુકન સાથે આવી છે, આજે મારા ફઈ ની દીકરી ખ્યાતિ જે અર્જુન સાથે ભણતી અને બંને ખૂબ સારા મિત્રો હતાં તે લોકો આજે અહીં આવે છે, અર્જુન અને ખ્યાતિ ના લગ્ન નક્કી કરવા, તો તું પણ રોકાજે."


            હવે આગળની વાર્તા

               ભાગ - ૫૭


        અમી બહને ની વાત સાંભળીને એકતાની આંખોમાં આંશું આવી ગયા, એકતાએ તરત પોતાને સાંભળી લીધી. આરતી અને અર્જુન બંને પણ આ વાતથી આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતાં. પૂજા પણ એકતા અને અર્જુનને જ જોતી હતી અને એ લોકોને સમજવા માંગતી હતી. અર્જુન જે એકતાને પોતે કરણ નો ભાઈ છે તે વાતની સરપ્રાઇઝ દેવા માંગતો હતો અને એકતાને ખુશ કરવા માંગતો હતો તેના બદલે એકતા તો દુઃખી થઈ ગઈ. કરણ પણ રૂમમાંથી આવતા સમયે આ બધું નોટિસ કરતો હતો.

અર્જુન:"મારા લગ્ન અને એ પણ ખ્યાતિ સાથે!"

અમી બહેન:"હા તારા લગ્ન. એકતા તારી પણ સગાઈ થઈ ગઈ છે ને?"

એકતા:(પોતાને સાંભળીને પાણી પીને બોલે છે.)"થઈ હતી."

અમી બહને:"થઈ હતી એટલે?"

એકતા:(અર્જુન સામે જોઈને બોલે છે.)"હા, હું કોઈની વાતમાં આવી ગઈ હતી, મને થયું કે સાચે મને કોઈ પ્રેમ કરવા વાળો મળી ગયો છે અને જેની સાથે મેં સગાઈ કરી હતી તે મારો માટે યોગ્ય જીવન સાથી નહોતો માટે જ્યારે હું યુ.એસ થી નીકળી ત્યારેજ મારી સગાઈ તોડીને નીકળી હતી. પરંતુ હવે લાગે છે કે મેં ભૂલ કરી છે."

અમી બહેન:"ઓહો સોરી, મને ખબર નહોતી."

એકતા:"ઈટ્સ ઓકે આન્ટી, હવે મને થાય છે કે વિવેક જેવો હતો તેવો દેખાતો હતો, મને ખોટાં સપના નહોતાં દેખાડ્યા. પૂજા, કરણ હવે હું ઓફિસે જાવ છું, થેંક્યું ફોર બ્રેકફાસ્ટ."

અર્જુન:"એક મિનિટ નાસ્તો તો પૂરો કરી લે."

એકતા:"થેંક્યું, મિસ્ટર જોષી."

        એકતા ઉદાસ થઈને ત્યાંથી નીકળતી હતી કે ખ્યાતિ અને તેનું ફેમિલી ત્યાં આવી જાય છે. એકતા ત્યાંથી જવા માંગતી હતી પરંતુ એકતાને થયું કાશ અર્જુન મને અહીં રોકી લ્યે અને ખ્યાતિ ના બદલે મારી સાથે લગ્ન કરે. પરંતુ ત્યાં ઘરે તો કંઈક અલગ જ વાતાવરણ હતું. એકતા જવાનું વિચારતી હતી કે બધા લોકો ખ્યાતિ અને તેના ફેમેલીને વેલકમ કરવા લાગ્યા. પૂજા અને આરતી તરત એકતા પાસે ગયા અને તેને રોકવાની કોશિશ કરી.

       એકતા કંઈ જવાબ આપે તે પહેલાં ત્યાં તો ખ્યાતિ દોડીને અર્જુનને ટાઇટ હગ કરે છે, અર્જુન પણ ખ્યતીને મળીને ખુશ હતો પરંતુ અર્જુનનું ધ્યાન તો એકતા તરફ જ હતું. આ બધું કરણ ત્યાં ઊભો ઊભો નોટિસ કરતો હતો. અર્જુન આંખોના ઈશારાથી એકતાને રોકવા કહેતો હતો પરંતુ એકતાનું દિલ તૂટી ગયું હતું અને એકતા ખૂબ ઉદાસ થઈ ગઈ હતી. અર્જુન ખ્ય

ાતિ ને પોતાનાથી અલગ કરવા જાય છે પરંતુ ખ્યાતિ ત્યારે અર્જુનના કાનમાં કંઈક કહે છે જેથી અર્જુન ખૂબ ખુશ થઈ જાય છે અને ખ્યાતિ તેડીને ગોળ ફરતો ફરતો ખ્યતીને થેંક્યું કહે છે. 

     બસ એકતા માટે આ બધું પોતાની આંખે જોઈને તો ત્યાં રહેવું અશક્ય થઈ ગયું હતું માટે વધુ એક મિનિટ પણ વેસ્ટ કર્યા વગર એકતા તરત ત્યાંથી નીકળી જાય છે. પૂજા અને આરતી બંનેએ એકતાને રોકવાની ઘણી કોશિષ કરી પરંતુ એકતા રોકાણી નહીં. અર્જુન ખ્યતીને ત્યાં બધા સાથે વાતો કરવા કહે છે અને બધાને મળીને બહાર જાય છે પરંતુ ત્યાં તો એકતા જતી રહી હતી. અર્જુન ત્યાંજ ઊભો હતો ત્યારે અર્જુનને પોતાના શોલ્ડર પર ભારી ભરખમ કોઈનો હાથ હોય તેવો અનુભવ થયો. અર્જુન પાછળ ફરીને જોવે છે તો તે કરણ હતો, કરણ ને જોઇને અર્જુન પોતાને રોકી નથી શકતો અને કરણ ને ગળે લગાવે છે.

અર્જુન:"ભાઈ મેં કોઈને દગો નથી દીધો, ખોટાં સપના પણ નથી દેખડ્યા."

કરણ:(અર્જુનને પોતાનાથી અલગ કરતાં કરતાં બોલે છે.)"મને ખબર છે તું ક્યારેય કોઈને દગો નહીં આપે, મિસિસ જોષી ના સંસ્કાર ઉપર મને પૂરો ભરોસો છે."

અર્જુન:"સોરી ભાઈ, હું મારા ઈમોશન ને રોકી ના શક્યો માટે તમને ટચ કરાઈ ગયું, હું હમણાં તમારું ઇન્જેક્શન લઈ આવું છું."

કરણ:(અર્જુનનો હાથ પકડીને રોકે છે.)"તું મારી ચિંતા ના કર આલે ગાડીની ચાવી અને હા એકતા તેના ઘરે જ ગઈ હશે માટે આ લે તેના ઘરની ચાવી. એકતાના ઘરનું એડ્રેસ મેં તને સેન્ડ કરી દીધું છે."

અર્જુન:"ભાઈ તમારી આપશે આ ચાવી?"

કરણ:"એકતા હમણાં મારા રૂમમાં આવી હતી ત્યારે ભૂલી ગઈ હતી, એ ચાવી દેવા માટે હું નીચે આવ્યો ત્યારે મે આ બધી વાતો સાંભળી તો ચાવી દેવાનું ભૂલી ગયો."

અર્જુન:"તો ચાવી અહીં છે તો એકતા કેવીરીતે ઘર ખોલશે?"

કરણ:"એ એકતા છે, એની પાસે હંમેશા બેકઅપ પ્લાન હોય, તે હંમેશા પોતાની પાસે બે ચાવી રાખે છે. અને હવે વધુ સમય બગાડ્યા વગર જલ્દી જા અને એકતાને માનવી લે, અમુક વાતોની ચોખવટ સાચા સમયે થવી જરૂરી છે. અને હું અંદર કહીં દઈશ કે તારે હોસ્પિટલ થી ફોન આવ્યો હતો, ઇમરજન્સી છે માટે જવું પડ્યું."

       અર્જુન વધુ સમય બગાડ્યા વગર કરણ ની વાત માનીને તરત ત્યાંથી નીકળીને એકતાના ઘરે લગભગ અડધી કલાક માં પહોંચી જાય છે. અર્જુન ત્યાં ઘરના મેઈન ડોર પાસે એકતાની કાર જોઈને ખુશ થાય છે અને કરણ ને મનમાં ને મનમાં થેંક્યું કહે છે. અર્જુન ત્યાં એકતાની કારની પાછળ પોતાની કાર રાખે છે અને ચાવી હોવા છતાં પહેલાં ડોર બેલ વગાડે છે કે કદાચ એકતા ખોલે. જો એકતા પોતાની મરજીથી નહીં ખીલે તો જ અર્જુન બીજી ચાવીથી ઘર ખોલશે એવું અર્જુન વિચારતો હતો.

       થોડીવાર સુધી જ્યારે એકતાને દરવાજો ખોલ્યો નહીં તો અર્જુનને ચિંતા થવા લાગી અને અર્જુને જે બીજી ચાવી હતી તેનાથી દરવાજો ખોલ્યો. અંદર જઈને અર્જુન એકતાને રાડો પાડી પાડીને બોલાવતો હતો પરંતુ એકતા કોઈ જવાબ આપતી નહોતી માટે અર્જુન અંદર હોલમાં જાય છે અને ત્યાં જઈને અર્જુન જે જોવે છે તે જોઈને અર્જુનના હોશ ઉડી જાય છે.


      તો વાચક મિત્રો શું લાગે છે, અર્જુને એવું શું જોયું હશે જેથી અર્જુનના હોશ ઉડી જાય છે. શું અર્જુને કરણ ને હગ કર્યું હતું તેના કારણે કરણ ને પાછું રિયેક્ષન આવશે? શું અર્જુન સાચે એકતા સાથે ટાઇમ પાસ કરતો હતો? ખ્યતીએ અર્જુનને શું કીધું જેના લીધે અર્જુન ખુશ હતો?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.

ક્રમશ:....

-ઈશિતા રાયઠઠ્ઠા.


      



     




Rate this content
Log in

Similar gujarati story from Drama