"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૫૯
"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૫૯
અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક ધારાવાહિક વાર્તા છે.
તો વાચક મિત્રો આગળ જોઈએ કે શું, એકતા જ્યારે ભાન માં આવશે ત્યારે અર્જુનની વાત સાંભળશે? શું ઘરના લોકો અર્જુન અને એકતાના લગ્ન માટે રેડી થશે? ખ્યાતિ શા માટે ખુશ હતી અર્જુન અને એકતાના લગ્નની વાત સાંભળીને, શું કરણ અને પૂજા બંને એકબીજા ને પોતાના ભૂતકાળ ની વાત કરશે?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
અત્યાર સુધીની વાર્તા
નીચે હોલમાં બધા એકબીજા સાથે બેઠા બેઠા હજુ પણ અર્જુનની રાહ જોતા હતાં. પૂજા ને એકતા માટે ખુશી હતી પરંતુ ખ્યાતિ માટે દુઃખ પણ હતું, કે અર્જુન ભાઈ એ આમ અચાનક ખ્યાતિ ના બદલે એકતા સાથે લગ્નની વાત કરી માટે પૂજા ખ્યાતિ પાસે જાય છે અને આરતીને એકતા પાસે જવા કહે છે.
પૂજા:"ખ્યાતિ હું સમજી શકું છું કે અત્યારે તને કેટલું દુઃખ થયું હશે."
ખ્યાતિ:"ભાભી દુઃખ અને મને? ના હું તો ખુશ છું કે હવે મારા લગ્ન અર્જુન સાથે નહીં થાય."
હવે આગળની વાર્તા
ભાગ - ૫૯
પૂજા:"શું તો તારે લગ્ન નથી કરવાં?"
ખ્યાતિ:"મેં એવું ક્યારે કીધું કે કરે લગ્ન નથી કરવા?"
પૂજા અને ખ્યાતિ વાતો કરતા કરતા ત્યારે ત્યાં અમી બહેન આવે છે અને ખ્યાતિ ના પેરેન્ટ્સ જતાં હતાં માટે ખ્યાતિ ને બોલાવે છે અને ખ્યાતિ ને સોરી પણ કહે છે. ખ્યાતિ જતાં પહેલાં એકવાર અર્જુન અને એકતાને મળવા જાય છે પૂજા પણ તેની સાથે જાય છે. અહીં હોલમાં જયા બહેન, માયા બહેન, અમી બહેન બધા લોકો હજુ પણ ખ્યાતિના પેરેન્ટ્સ ને રોકવાની નાકામ કોશિશ કરતાં હતાં.
ખ્યાતિ જ્યારે રૂમમાં પહોંચે છે તો અર્જુન એકતા પાસે બેઠો હોય છે અને આરતી પણ ત્યાં બાજુમાં જ હોય છે. અર્જુન ઈશારાથી ખ્યાતીને ધીરે બોલવા કહે છે. ખ્યાતિ ત્યાંજ ઊભી રહી જાય અને અર્જુન ત્યાં જાય છે, ખ્યાતિ અર્જુનને થેંક્યું કહે છે અને ત્યાંથી નીકળે છે માટે અર્જુનને હગ કરે છે. અર્જુન પણ ખ્યાતિ તેની સારી ફ્રેન્ડ હતી માટે તેને હગ કરે છે, એજ સમયે એકતા આંખો ખોલે છે અને અર્જુન અને ખ્યાતીને હગ કરતાં જોવે છે.
અર્જુન ખ્યાતિ ને બહાર સુધી મૂકવા જાય છે, આરતી અને પૂજા પણ પાછળ પાછળ જાય છે. આ બધું એકતા જોતી હતી પરંતુ અર્જુન કે આરતી કે પૂજા કોઈનું ધ્યાન નહોતું. અર્જુન ખ્યાતિ ના પેરેન્ટ્સ ને અને ખ્યાતિ ને સીઓફ કરીને ઘરમાં આવે છે ત્યારે અમી બહેન પૂછે છે,
અમી બહેન:"અર્જુન, તે આ શું કર્યું?"
અર્જુન:"મે હજુ તો કંઈ નથી કર્યું."
જયા બહેન:"બેટા આમ એકતા ને તારા રૂમમાં લઈ જાય તે સારું ન લાગે "
અર્જુન:"કેમ સારું ન લાગે? ભાઈ તો ભાભીને બધાઈ સામે લઈ જાય છે તે બરાબર અને હું એકતાને લઈ જાવ તો બધાને પ્રોબ્લેમ છે!"
માયા બહેન:"બેટા, કરણ અને પૂજા પતિ પત્ની છે, અને તમે લોકો,"
અર્જુન:"શું પતિ પત્ની નથી એમ ને? એમાં શું મોટી વાત છે, લગ્ન કરી લેશું."
અમી બહેન:"તો પછી મારી બહેન ખ્યાતિ નું શું થશે?"
અર્જુન:"તને તમારી બહેન ને પૂછ્
યું છે કે શું તેને મારી સાથે લગ્ન કરવા છે કે નહીં?"
કરણ:"આ બધી વાતો પછી કરજો, અત્યારે એકતાને અર્જુનની જરૂર છે, અર્જુન તું જા તારા રૂમમાં."
જયા બહેન:"પણ એકતાને આરતીના રૂમમાં શિફ્ટ કરી દે, ત્યાં આરતી એનું ધ્યાન રાખશે."
અર્જુન:"એકતા મારી સાથે મારા રૂમમાં જ રહેશે."
અર્જુન ગુસ્સામાં આટલું બોલીને પોતાના રૂમમાં જતો રહે છે અને ત્યાં જઈને જોવે છે તો એકતા પોતાની જાતે ઊભી થવા જતી હતી અને પોતાનું બેલેન્સ ગુમાવી દે છે જે જોઈને અર્જુનને વધુ ગુસ્સો આવે છે પરંતુ એકતાની મેડિકલ કન્ડીશન જોઈને અર્જુન પોતાને શાંત રાખે છે. એકતાને પાછી બેડ પર સુવડાવી દે છે.
એકતા:(ગુસ્સા સાથે)"મને છોડી દે."
અર્જુન:"છોડવા માટે હાથ નહોતો પકડ્યો."
એકતા:"હા એ તો દેખાઈ છે મને, હમણાં પેલી ખ્યતીને તો ટાઈટ હગ કર્યું હતું. તને એમ કે હું હજી બેભાન છું, પરંતુ મે મારી આંખે બધું જોઈ લીધું હતું."
અર્જુન:"શું તું ત્યારની ભાન માં આવી ગઈ છે તો શા માટે મને બોલાવ્યો નહીં."
એકતા:"હું તને તારા સ્પેશિયલ મોમેન્ટ માં તને ડિસ્ટર્બ કરવા નહોતી માંગતી."
અર્જુન:"સ્પેશિયલ મોમેન્ટ! લાગે છે તને આ માથામાં લાગ્યું છે તો તારું મગજ બરાબર કામ નથી કરતું."
એકતા:"મગજ તો હવે કામ કરે છે, તારી મીઠી મીઠી વાતોમાં આવીને મે મારી સગાઈ પણ તોડી નાખી અને વિચાર્યું હતું કે,,"
અર્જુન:"શું વિચાર્યું હતું?"
એકતા:"જવા દે, અને તું મને અહીં શા માટે લાવ્યો? મને મારા ઘરે જવું છે."
અર્જુન:"આ તારું જ ઘર છે અને આ આપડો બેડરૂમ છે."
એકતા:"આજ વાત તે હમણાં ખ્યાતીને ને પણ કહી હતી ને?"
અર્જુન:"મેં કંઈ નથી કીધું ખ્યાતીને, ખ્યાતિ એ મને કીધું કે એને મારી સાથે લગ્ન નથી કરવાં, સવારે જ્યારે એ ઘરે આવી ત્યારે જ એને મને હગ કરીને મારા કાનમાં ધીરેથી કીધું હતું કે પ્લીઝ મારી સાથે લગ્નની ના પાડી દેજે, કારણકે ખ્યાતિ અખિલ ને પ્રેમ કરે છે."
એકતા:"તો ખ્યાતિ એ તને ના પાડી તો તને થયું કે હવે મારી સાથે લગ્ન કરી લે, વડી આ એકતા પણ હાથમાંથી જતી રહેશે, બરાબર ને?"
એકતાની વાત સાંભળીને અર્જુન ને વધુ ગુસ્સો આવે છે પરંતુ એકતા રડતાં રડતાં બોલતી હતી માટે અર્જુન એકતાને શાંત કરવા માટે એકતાને કમરથી પકડીને પોતાના હોઠ ને એકતાના હોઠ સાથે મિક્સ કરી દીધા અને એકતા પણ જાણે અર્જુનની કિસ થી શાંત થવા લાગી હતી. લગભગ પાંચેક મિનિટ પછી અર્જુને કિસ કરવાનું મૂક્યું કે એકતા પાછી બોલવા લાગી માટે તરત અર્જુન પાછી કિસ કરવા લાગ્યો જેનાથી એકતા આશ્ચર્ય માં મુકાઈ ગઈ.
એકતા:(પૂરા જોર સાથે અર્જુનને ધક્કો મારીને આઘો કરે છે અને કહે છે.)" આમ તારા રૂમમાં લગ્ન પહેલાં રહેવું, તારું આ વર્તન બધું બરાબર નથી."
અર્જુન:"લગ્ન પહેલાં, લગ્ન પહેલાં, આ વાતથી તો હું કંટાળી ગયો, હવે તો આનું કંઇક કરવું જ પડશે."
એકતા:"શું કરવાનો છે તું?"
અર્જુન જવાબ દેવાના બદલે એકતાનો હાથ પકડી એકતાને બહાર લઈ જાય છે, એકતા પૂછે છે ક્યાં લઈ જાય છે પરંતુ અર્જુન કઈ જવાબ નથી આપતો અને બહાર જાય છે ત્યારે ઘરના લોકો પણ બધા પૂછે છે ક્યાં જાય છે ત્યારે પણ અર્જુન કંઈ બોલતો નથી અને ગુસ્સામાં બધા સામે જોઈને તરત બહાર જતો રહે છે.
તો વાચક મિત્રો શું લાગે છે, શું અર્જુન એકતાને તેના ઘરે મૂકવા ગયો હશે? શું ખ્યાતિ ના લીધે અર્જુન અને એકતા અલગ થઈ જશે? અર્જુન ના લગ્ન કોની સાથે થશે?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
ક્રમશ:....
-ઈશિતા રાયઠઠ્ઠા.