"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૬૬
"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૬૬


અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક ધારાવાહિક વાર્તા છે.
તો વાચક મિત્રો આગળ જોઈએ કે શું પૂજાની વાતથી કરણ વિપુલ ભાઈ અને માયા બહેન ને માતા પિતા તરીકે અપનાવશે? આગળ કરણ પોતાની ભૂતકાળની શું વાત કરશે? ક્યા કારણ ના લીધે કરણ ને વધુ તકલીફ થઈ હશે? કરણ ની બીમારી શા કરણે આવી હશે? શું પૂજા કરણ ના બધા પ્રોબ્લેમ સોલ્વ કરશે? આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
અત્યાર સુધીની વાર્તા
પૂજા:"હું ત્યારે નહોતી પરંતુ દાદીમાં એ એકવાર મને કહ્યું હતુંકે, માં ની સગાઈ એમના પ્રેમી સાથે થઈ ગઈ હતી પરંતુ એમને ગિલ્ટ હતુંકે એમના કારણે તમારા મમ્મી નું મૃત્યુ થયું છે માટે પોતાના પ્રેમની કુરબાની આપીને તમારા માટે પપ્પા સાથે લગ્ન કર્યા."
કરણ:"પરંતુ આ વાતની તો મને ક્યારેય કોઈએ વાતજ નહોતી કરી."
હવે આગળની વાર્તા
ભાગ - ૬૬
પૂજા:"માટે કહું છું કે તમે તમારા પેરેન્ટ્સ ને નામ થી ના બોલાવો, મેં જોયું છે માં અને પપ્પા ને ઘણું દુઃખ થાય છે. તમારા ભાઈ બહેન પણ તમારા પ્રેમ માટે તરસતા હતા, એ લોકોને તમે અપનવ્યા તો માતા પિતા ને પણ અપનાવી લો, હજી મોડું નથી થયું."
કરણ:"મેં ઘણીવાર ટ્રાય કરી છે પરંતુ મારાથી નથી થતું, પરંતુ હજી હું ટ્રાય કરીશ."
પૂજા:"તો શું ત્યારથી તમારી સાથે આ બીમારી નો પ્રોબ્લેમ થયો?"
કરણ:"ના, હું જ્યારે કોલેજ માં આવ્યો ત્યારે મારો પહેલો દિવસ હતો કોલેજ નો હું ઘણો ખુશ હતો, ઘરમાં તો હું દાદીમાં અને દાદાજી સિવાય કોઈ સાથે વાત કરતો નહોતો માટે મને હતું કે કોલેજ માં મને નવા ફ્રેન્ડ મળશે તો હું ખુશ રહીશ, પરંતુ"
પૂજા:"પરંતુ શું?"
કરણ:"હું ત્યારે જાડો હતો, બહુ સ્ટાઈલ પણ આવડે નહીં માટે થોડો દેશી હતો, કોલેજ ના પહેલાં દિવસે મારા સિનિયર એ મારી રેગિંગ કરી, મારા કપડાં કઢાવ્યા અને ત્યાં બધા લોકો મારા કદરૂપા અને બેડોળ શરીર પર હસવા લાગ્યાં."
પૂજા:"તો તમે રેગિંગ માટે રેડી શા માટે થયાં, ના પણ કહી શકતાં હતાં ને?"
કરણ:"ત્યારે મારામાં એટલી હિંમત નહોતી, સિનિયર ગર્લ્સ લિપસ્ટિક થી મારા પેટ પર મન થયું તે લખતી ગઈ તો કોઈ કાજલ થી કંઇક નિશાન કરતી ગઈ તો કોઈ મને ટામેટાં થી મારતી હતી,"
પૂજા:"તો તમે એ લોકોની કંપ્લેન ના કરી?"
કરણ:"સિનિયર છોકરાવ મારા બેક માં જે હેર હતાં તેમાં કોમ્બ ફેરવતાં ફેરવતાં મસ્તી કરતાં અને એવું તો ઘણું થયું મારી સાથે, લગભગ એક કલાક સુધી એ બધું ચાલ્યું, પછી જ્યારે મનીષ આવ્યો,"
પૂજા:"મનીષ!"
કરણ:"હા મનીષ, મારો સ્કૂલનો મિત્ર અને ક્રિના નો પિતા."
પૂજા:"શું ક્રિના ના પિતા! પરંતુ એ તો તમે છો ને?"
કરણ:"ના, હું ક્રિના નો બાયોલોજીકલ પિતા નથી, એ મનીષ અને અનીતા હતાં."
પૂજા:"તો પછી ક્રિના તમને પપ્પા કહે છે એ,"
કરણ:"એ પણ વાત તને કરીશ, અત્યારે પહેલાં જે વાત ચાલતી હતી તે કરું?"
પૂજા:"ઠીક છે હા, કરો."
કરણ:"મનીષ આવ્યો અને એને મને અને પરિસ્થિતિ બધું સાંભળી લીધું. પછી મનીષ મને સીધો એના ઘરે લઈ ગયો ત્યારે
નિશા એટલે મનીષ ની નાની બહેન એ મને જોયો અને એ પણ મને જોઈને ખૂબ હસવા લાગી, આ બધું મારા મન પર ખરાબ અસર કરતું હતું."
પૂજા:"મને લાગ્યું કે નિશા તો તમને પ્રેમ કરે છે."
કરણ:"પહેલાં નહોતી કરતી પરંતુ પછી કરવા લાગી હતી મને ખબર હતી પરંતુ મને નિશા સાથે ક્યારેય પ્રેમ નથી થયો."
પૂજા:"તો શું પછી તમે કોલેજ ગયા જ નહીં?"
કરણ:"મનીષ ના ઘરે થોડીવાર પછી ફ્રેશ થઈને હું ઘરે ગયો અને કોને મળ્યો નહીં સીધો મારા રૂમમાં જતો રહ્યો, થોડીવાર પછી જ્યારે દાદાજી અને દાદીમાં મારા રૂમમાં મને મળવા આવ્યા ત્યારે મારા આખા બોડી પર રિયેક્ષન થઈ ગયું હતું અને મને ગુસ્સો આવતો હતો."
પૂજા:"તો શું ત્યારે તમને પહેલીવાર એ થયું?"
કરણ:"હા, પછી ડૉક્ટર ને બોલાવ્યા, મારી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી, થોડા ટાઈમ માં હું પાછો શારીરિક રીતે તો નોર્મલ થઈ ગયો હતો પરંતુ માનસિક રીતે તો હજી ભાંગેલો હતો."
પૂજા:"પછી શું થયું?"
કરણ:"એકવાર હું ગાર્ડન માં બેઠો હતો ત્યારે મિસ્ટર જોષી આવ્યા,"
પૂજા:"વળી મિસ્ટર જોષી! પપ્પા બોલો."
કરણ:"ઠીક છે હું ટ્રાય કરીશ, પપ્પા આવ્યા અને મારા શોલ્ડર પર હાથ રાખ્યો અને મારી બાજુમાં આવીને બેસીને મારો હાથ પકડી લીધો, ત્યારે મને એમના ટચ ના કારણે ગુસ્સો આવવા લાગ્યો અને કોલેજ નો બનાવ પાછો યાદ આવવા લાગ્યો અને થોડીવારમાં પાછું બોડી પર રિયેક્ષન થવા લાગ્યું."
પૂજા:"તો એ કોલેજના બનાવ ન કારણે તમને બીમારી આવી છે."
કરણ:"ખબર નહીં પછી એવું હર વખત થવા લાગ્યું જ્યારે કોઈ મને ટચ કરે કે રીયેક્ષન આવે. માટે ડોક્ટરે મને બધાથી દુર રહેવા કહ્યું. માટે ત્યારથી હું એકલો રહેવા લાગ્યો."
પૂજા:"તો કોલેજ?"
કરણ:"દાદાજી ના મૃત્યુ પછી દાદીમાં એ મને હિંમત આપી અને મને સમજાવ્યું પછી દાંધા માં પણ થોડી તકલીફ આવી એ બધાના લીધે મે મારી જાતને મજબૂત બનાવી અને જીમ સ્ટાર્ટ કર્યું, મારી પર્સનાલિટી પર ધ્યાન આપ્યું, મારો લુક ચેન્જ કર્યો અને પછી કોલેજ જવાનું સ્ટાર્ટ કર્યું. આબધમાં મને મનીષ એ ખૂબ સપોર્ટ કર્યો હતો."
પૂજા:"તો મનિષ ભાઈ અને અનીતા ભાભી ક્યાં છે?"
કરણ:"એ લોકો નું એક એકસીડન્ટ માં મૃત્યુ થઈ ગયું છે."
પૂજા:"ઓહો!"
કરણ:"હું કોલેજમાં પણ બધાથી દૂર રહેતો, અને ભણવા માં ધ્યાન આપતો, સપોર્ટ માં ધ્યાન આપતો અને કોલેજ માં ટોપ પણ કર્યું હતું. પછી આપડો ફેમેલી બિઝનેસ જોઈન કર્યો."
પૂજા:"તો શું પછી પણ તમે એકલાં જ રહેતાં?"
કરણ:"હા, મને ડર હતો કે મને કોઈ પણ ટચ કરે તો તકલીફ થાય છે માટે હું બધાથી દૂર જ રહેતો."
પૂજા:"પછી તમારી લાઈફ આવી જ થઈ ગઈ?"
કરણ:"હા, મેં મારી જાત ને એટલી સ્ટ્રોંગ બનાવી અને બિઝનેસ ને પણ ખૂબ આગળ વધાર્યો, આ બધામાં દાદીમાં એ મને ખૂબ સપોર્ટ કર્યો હતો અને દાદીમાં મને ટચ કરતાં તો મને તકલીફ નો થતી અને જ્યારે મનીષ અને અનીતા ભાભી નું એક્સિડન્ટ થયું ત્યારે,"
પૂજા:"એ લોકો અહીં મુંબઈ માં જ રહેતાં હતાં ને?"
કરણ:"ના, મનીષ ની જોબ ના કારણે એ લોકો દુબઈ રહેતાં હતાં, મને ખબર પડી કે એ લોકોનું એક્સિડન્ટ થયું છે તો હું તરત દુબઈ પહોંચી ગયો, અને ત્યાં પહોચીને મને ખબર પડી કે એ એક્સિડન્ટ નહોતું પરંતુ મર્ડર હતું."
તો વાચક મિત્રો શું લાગે છે શું મનીષ ના મર્ડર ના કારણે કરણ ને ભૂતકાળ માં કોઈ તકલીફ થઈ હશે? આગળ હજુ કરણ ના ભૂતકાળ માં શું હશે? અર્જુન અને એકતા ના હનીમૂન રોમેન્ટિક થશે કે કંઈ અણધારી મુસીબત આવશે?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
ક્રમશ:....
-ઈશિતા રાયઠઠ્ઠા.