"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૫૮
"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૫૮
અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક ધારાવાહિક વાર્તા છે.
તો વાચક મિત્રો આગળ જોઈએ કે શું, અર્જુને એવું શું જોયું હશે જેથી અર્જુનના હોશ ઉડી જાય છે. શું અર્જુને કરણ ને હગ કર્યું હતું તેના કારણે કરણ ને પાછું રિયેક્ષન આવશે? શું અર્જુન સાચે એકતા સાથે ટાઇમ પાસ કરતો હતો? ખ્યતીએ અર્જુનને શું કીધું જેના લીધે અર્જુન ખુશ હતો?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
અત્યાર સુધીની વાર્તા
થોડીવાર સુધી જ્યારે એકતા એ દરવાજો ખોલ્યો નહીં તો અર્જુનને ચિંતા થવા લાગી અને અર્જુને જે બીજી ચાવી હતી તેનાથી દરવાજો ખોલ્યો. અંદર જઈને અર્જુન એકતાને રાડો પાડી પાડીને બોલાવતો હતો પરંતુ એકતા કોઈ જવાબ આપતી નહોતી માટે અર્જુન અંદર હોલમાં જાય છે અને ત્યાં જઈને અર્જુન જે જોવે છે તે જોઈને અર્જુનના હોશ ઉડી જાય છે.
હવે આગળની વાર્તા
ભાગ - ૫૮
અર્જુન જ્યારે એકતાના ઘરનો દરવાજો ખોલે છે અને અંદર એકતાને બેબાકળો થઈને શોધે છે ત્યારે અર્જુન ને એકતા હોલ માં મળે છે અને તે પણ બેભાન હાલત માં અને પડવાના કારણે એકતાને ત્યાં પડેલાં ટેબલ નો ખૂણો પણ લાગેલો હોવાથી એકતાને માથા માંથી ખૂબ લોહી નીકળતું હતું. આ જોઈને અર્જુન ના હોશ ઉડી જાય છે.
અર્જુન ડૉક્ટર હતો માટે તરત એકતાને ચેક કરે છે અને એકતાને પોતાની કારમાં હોસ્પિટલ લઈ જાય છે. અર્જુન આખા રસ્તામાં વિચારતો હતો કે એકવાર મારી વાત તો સાંભળી હોત તો આવું નો થાત. હું ફક્ત તનેજ પ્રેમ કરું છું, મેં તને દગો નથી આપ્યો. અર્જુન વિચારતો હતો ત્યાં હોસ્પિટલ સુધી પહોંચી જાય છે અને કોઈની રાહ જોયા વગર તરત પોતે એકતાને અંદર લઈ જાય છે.
અર્જુન પોતે પણ ડોક્ટર હતો પણ તે હોસ્પિટલમાં બીજા ડોક્ટર્સ ને પેશન્ટ ની ટ્રીટમેન્ટ કરવાની પરવાનગી નહોતી માટે અર્જુન ત્યાં વેઇટિંગ એરિયા માં રાહ જોતો હતો અને અંદર ડોક્ટર એકતાની ટ્રીટમેન્ટ કરતાં હતાં. થોડીવારમાં ડોક્ટર બહાર નથી આવતાં તો અર્જુન થી વધુ રાહ જોઈ ન શકાય માટે અર્જુન અંદર જતો રહે છે અને એકતાની ટ્રીટમેન્ટ પોતે કરે છે.
આ બાજુ ઘરે બધા અર્જુનને શોધતાં હતાં ત્યારે કરણ કહી દે છે કે,"હોસ્પિટલ માં ઇમરજન્સી હતી માટે ત્યાં ગયો છે." ખ્યાતિ અને તેના કુટુંબ ના લોકો અને અમી બહેન બધા ત્યાં હોલમાં બેઠા બેઠા વાતો કરતાં હતાં ત્યારે પૂજા રસોડામાં કામ કરતી હતી અને આરતી પણ ત્યાં હતી ત્યારે કરણ એ લોકો પાસે જઈને પૂછે છે,
કરણ:"આરતી, શું તને અર્જુન અને એકતા વિશે ખબર હતી?"
આરતી:"ના ભાઈ, હા ભાઈ, એટલું કાંઈ નહીં, આ તો મે અર્જુન ભાઈના ફોનમાં ફોટો જોયો હતો,,"
કરણ:"શું ગોટા વાળે છે, ફક્ત હા કે ના માં જવાબ આપવાનો છે."
પૂજા:"બધા તમારી જેમ ના હોય પૂરી વાત નો કરે."
કરણ:"અત્યારે વાત અર્જુન અને એકતા ની છે, આપડી નહીં."
પૂજા:"આપડી નહીં, ફક્ત તમારી, હું તો બધી વાત કરું છું."
કરણ:"એમ તું બધી વાત કરશ? તો પછી સચિનને બચાવવા સમયે ઘડી ઘડી એક વાત કરતી હતી કે કોઈ નિર્દોષ વ્યક્તિ ની સજા તેના આખા કુટુંબ ને મળે તે શા માટે કહેતી હતી?"
પૂજા:(કર
ણ ની આ વાતથી પૂજા ના ચહેરા પર ઉદાસી આવી જાય છે અને કહે છે,)"કારણકે જેની સાથે એ થયું હોય તે જ સમજી શકે."
આરતી:(વિચારે છે કે આ વાત ભાઇ અને બેસ્ટી વચ્ચે થાય તો સારું માટે વાત બદલે છે.)"અરે તમે લોકો તમારી વાતો તમારા રૂમમાં કરજો અત્યારે અર્જુન ભાઈ ક્યારના ગયા છે જો હજુ વધારે વાર લાગશે અર્જુન ભાઈ ને આવતાં તો પછી ઘરના લોકોને શું કહેશું?"
ખ્યાતિ:(આરતી વાત કરતી હતી ત્યારે આવે છે.)"શું કહેવું છે? હું હેલ્પ કરું?"
પૂજા:"અરે ખ્યાતિ તું અહીં! તારે કંઈ જોઈએ છે?"
ખ્યાતિ:(પૂજા પાસે આવીને પૂજાના બંને ગાલ પોતાનાં હાથ વડે પ્રેમથી ખેંચે છે અને કહે છે,)તમે ચિંતા ના કરો ભાભી, હું આ ઘરમાં પહેલી વાર નથી આવી, અને કોઈ આવે તે પહેલાં આરતી મારે તમને લોકોને એક વાત કરવી છે મારા અને અર્જુનના લગ્ન વિશે."
આરતી:"ખ્યાતિ હમણાં અર્જુન ભાઈ આવી જશે પછી વાત કરીએ તો સારું."
કરણ:"એકવાર ખ્યાતિ ની વાત તો સાંભળી લઈએ."
કરણ હજુ આરતીને કહેતો હતો ત્યાં હોલમાંથી આવાજ આવે છે માટે બધા રસોડામાંથી તરત હોલમાં દોડી ને જાય છે. હોલમાં પહોંચે છે તો ત્યાં અર્જુન એકતાને તેડીને લઈને આવતો હતો અને એની પાછળ હોસ્પિટલ નો સ્ટાફ હતો અને એ લોકોના હાથમાં મેડીસીન અને બાટલા હતાં. આ બધું જોઈને જયા બહેન અર્જુનને રોકે છે.
જયા બહેન:"અર્જુન બેટા આ એકતા તો થોડીવાર પહેલાં બરાબર હતી, તો અચાનક શું થયું?"
અર્જુન:"દાદીમાં હું હમણાં થોડીવાર માં બધી વાત કરું, પહેલાં મને એકતાને આ બાટલો સ્ટાર્ટ કરવાનો છે તે કરી આવું પછી વાત."(આટલું કહીને અર્જુન ચાલવા લાગ્યો.)
જયા બહેન:"બેટા, ગેસ્ટ રૂમ તો આ બાજુ છે, ત્યાં તો તારો રૂમ છે."
અર્જુન:"મને ખબર છે પરંતુ એકતા ને અત્યારે મારી જરૂર છે અને એમ પણ મારા અને એકતાના લગ્ન પછી તો અમે એજ રૂમમાં રહીશું."
અમી બહેન:"શું તારા અને એકતાના લગ્ન!"
કરણ:"અર્જુન, તું જ એકતાને લઈ જા અને તમે લોકો થોડી શાંતિ રાખો. એકવાર એકતાની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ જવા દયો પછી વાતો કરજો."
કરણ ની વાત માનીને અર્જુન તરત પોતાના રૂમમાં એકતા ને લઈને જતો રહે છે. એકતા હજુ પણ બેભાન હતી. અર્જુન તરત હોસ્પિટલ ના સ્ટાફ ના લોકોની મદદથી એકતાની ટ્રીટમેન્ટ પોતાના રૂમમાં સ્ટાર્ટ કરી દે છે, પછી અર્જુન હોસ્પિટલ ના સ્ટાફ ને ત્યાંથી જવા કહે છે અને કરણ ને ફોન કરીને એ લોકોને તેની ફિસ આપવા કહે છે. અર્જુનની આંખોમાં એકતા માટે પ્રેમ પણ હતો અને એકતાને પોતે જો ટાઈમે ન પહોંચ્યો હોય તો ખોઈ બેસત એ વિચારથી ડર પણ હતો.
નીચે હોલમાં બધા એકબીજા સાથે બેઠા બેઠા હજુ પણ અર્જુનની રાહ જોતા હતાં. પૂજા ને એકતા માટે ખુશી હતી પરંતુ ખ્યાતિ માટે દુઃખ પણ હતું, કે અર્જુન ભાઈ એ આમ અચાનક ખ્યાતિ ના બદલે એકતા સાથે લગ્નની વાત કરી માટે પૂજા ખ્યાતિ પાસે જાય છે અને આરતીને એકતા પાસે જવા કહે છે.
પૂજા:"ખ્યાતિ હું સમજી શકું છું કે અત્યારે તને કેટલું દુઃખ થયું હશે."
ખ્યાતિ:"ભાભી દુઃખ અને મને? ના હું તો ખુશ છું કે હવે મારા લગ્ન અર્જુન સાથે નહીં થાય."
તો વાચક મિત્રો શું લાગે છે, એકતા જ્યારે ભાન માં આવશે ત્યારે અર્જુનની વાત સાંભળશે? શું ઘરના લોકો અર્જુન અને એકતાના લગ્ન માટે રેડી થશે? ખ્યાતિ શા માટે ખુશ હતી અર્જુન અને એકતાના લગ્નની વાત સાંભળીને, શું કરણ અને પૂજા બંને એકબીજા ને પોતાના ભૂતકાળ ની વાત કરશે?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
ક્રમશ:....
-ઈશિતા રાયઠઠ્ઠા.