"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૬૨
"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૬૨
અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક ધારાવાહિક વાર્તા છે.
તો વાચક મિત્રો આગળ જોઈએ કે શું એકતા અને અર્જુન નું લગ્ન જીવન આગળ વધશે? શું અર્જુનના ઘરના લોકો એકતાને અપનાવશે? કરણ પોતાના ભૂતકાળ ની વાત પૂજાને કરશે? આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
અત્યાર સુધીની વાર્તા
એકતા:"તે મને પૂછ્યું હતું લગ્ન માટે?"
અર્જુન:"તે ના પણ નહોતી પાડી લગ્ન માટે જ્યારે આપડે કોર્ટ ગયા હતા અને મારા કહ્યા પહેલાં જ તું મેરેજ રજીસ્ટર પાસે સહી કરવા રેડી હતી અને મે મેરેજ રજીસ્ટર પર સહી કરી તે પહેલાં તો તે સહી કરી દીધી હતી."
એકતા:"ત્યારે હું ગુસ્સામાં હતી."
હવે આગળની વાર્તા
ભાગ - ૬૨
એકતા અને અર્જુન વાત કરતાં કરતાં થોડું શોપિંગ કરીને રિસોર્ટ પર પહોંચી છે ત્યાં સાંજનો સમય થઈ જાય છે તો ત્યાં જઈને એકતા ત્યાં રિસોર્ટ માં પોતાનો રૂમ હોય છે તેની ચાવી રિસેપ્શન પરથી લઈને પોતાનો સામાન લઈને જવા જાય છે ત્યારે અર્જુનને ગુસ્સો આવે છે અને રિસેપ્શન પરથી કરણ એ જે રૂમ બુક કરાવ્યો હતો તેની ચાવી લઈને પોતાનો સામાન ત્યાં પહોચાડવાનું કહીને એકતાની પાછળ પાછળ જાય છે અને એકતાને તેડીને પોતાના રૂમ સુધી લઈ જાય છે. એકતા પોતાને અર્જુનની છોડાવવાની નાકામ કોશિષ કરે છે. અર્જુન રૂમ સુધી પહોંચે ત્યારે પહેલાં જ તે લોકોનો સામાન રૂમ સુધી પહોંચી જાય છે.
રૂમમાં એન્ટર થતાંની સાથેજ રૂમને જોઈને એકતા આશ્ચર્યમાં મૂકાઈ જાય છે. અર્જુને કરણને કહીને રૂમને ખૂબ સુંદર ડેકોરેટ કરાવ્યો હતો. આખો રૂમ એકતાની પસંદને ધ્યાનમાં રાખીને ડેકોરેટ કરવામાં આવ્યો હતો. સફેદ મખમલી બેડશીટ બેડ પર પાથરેલી હતી, તેના પર સફેદ અને ગુલાબી રોઝ નું ડેકોરેશન હતું, ફ્લોર પર આખામાં ફૂલોનું ડેકોરેશન હતું, સફેદ સાટીન ના પડદા, આખા રૂમમાં સેન્ટેડ કેન્ડલ હતી. બહાર બાલ્કની માંથી સ્વિમિંગ પુલ સુધી પણ કેન્ડલ અને ફૂલોનું ડેકોરેશન હતું. પુલ પાસે સુંદર કેન્ડલ લાઈટ ડિનર ની વ્યવસ્થા પણ હતી.
એકતા આ બધું જોતી હતી અને ખુશ થતી હતી ત્યારે અચાનક એકતાને પોતાના ગળા પર ગરમ સ્વાસ ની અનુભૂતિ થાય છે અને સાથેસાથે પોતાની કમર પર ભારી હાથ ની પકડ મહેશુષ થાય છે. એકતા પોતાના કોમળ અને મુલાયમ હાથથી અર્જુનને પોતાના થી દુર કરવાની નાકામ કોશિશ કરે છે. પરંતુ અર્જુન બિજાજ ક્ષણે એકતાને તેડીને પુલમાં લઈ જાય છે.
એકતા:"અર્જુન પ્લીઝ મારા કપડાં ભીના થઇ જશે, અને મારું આખું બોડી પણ ઠંડુ થવા લાગ્યું છે, પ્લીઝ રહેવા દે."
અર્જુન:"સાથે સાથે તારો મગજ પણ ઠંડો થઈ જશે, લગ્ન નહોતા થયા તો તારે એક રૂમમાં રહેવું નહોતું અને લગ્ન થઈ ગયાં તોય તારે એક રૂમમાં મારી સાથે રહેવું નથી. જ્યાં સુધી તું મારી સાથે ખુશી ખુશી રહેવા નહીં તૈયાર થાય ત્યાં સુધી તો આપડે બંને પુલમાં જ રહીશું."
એકતા:"આ તો જબરદસ્તી છે."
અર્જુન:"તો પ્રેમથી માની જા, અને તારા માટે રૂમમાં એક સુંદર વાઇટ ડ્રેસ છે તે પહેરીને મારા માટે રેડી થઈને કેન્ડલ લાઈટ ડિનર માટે આવ તો હું તને અહીંથી જવા દઈશ."
એકતા:"જો
હું એ ના કરું તો? તો તું શું કરી લઈશ?"
અર્જુન:"હું શું શું કરી શકું છું એ તો તને ખબર છે છતાં તેને એક ડેમો દેવો પડશે."
અર્જુન પોતાનું વાક્ય પૂરું કરે ત્યાંતો અર્જુનને એકતાને ટાઇટ પકડીને પોતાના હોઠથી એકતાના હોઠને મિક્સ કરી દીધા હતાં. અર્જુનની કિસ થી એકતા પણ અર્જુનના ઈન્ટેનશન ને સમજી શકતી હતી. કિસ ની શરુવત ભલે અર્જુને કરી હોય પરંતુ હવે તો એકતા પણ અર્જુનના કિસ ને રિસ્પોન્સ આપવા લાગી હતી. થોડીવાર પછી એકતા અર્જુન થી અલગ થઈ અને શરમાઈને અંદર જતી રહી. અર્જુન પણ પુલ માંથી બહાર નીકળીને ફ્રેશ થવા જતો રહ્યો.
એકતા માટે તો આ બધું એક સપના જેવું હતું, થોડીવાર પછી અર્જુન રેડી થઈને આવી ગયો હતો. અર્જુને એક લીનન નું વાઇટ શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યું હતું. અર્જુનના મસ્ક્યુલર બોડી ઉપર એ કપડાં ખૂબ સારા લાગતાં હતાં. અર્જુન એકતાની રાહ જોતાં જોતાં પોતાના ફોનમાં ટાઈમ પાસ કરતો હતો એટલામાં ત્યાં એકતા આવે છે.
અર્જુન એકીટસે એકતાને જોયેજ રાખે છે. શરમ ના કારણે એકતાની ગુલાબી સ્કિન ઉપર અર્જુને આપેલું વાઇટ વન પીસ ખૂબ સુંદર લાગતું હતું. એકતાની લાંબી હાઇટ, શોલ્ડર પર આવતાં હેર, ગુલાબની પાંખડી થી પણ વધુ મુલાયમ હોઠ, મોટી મોટી કાળી આંખો નું કાજલ, આ બધું અર્જુનના ધબકારા વધારવા માટે કાફી હતું. અર્જુન તો એકતાને જોઇને પલકારા મારવાનું પણ ભૂલી ગયો હતો. એકતા અર્જુનની નજીક આવીને અર્જુન ની સામે ચપટી વગાડીને અર્જુનનું ધ્યાન ભંગ કરે છે.
અર્જુન તરત એક સુંદર સ્માઇલ સાથે એકતાનો હાથ પકડીને એકતાને હાથ પર કિસ કરીને કેન્ડલ લાઈટ ડિનર માટે લઈ જાય છે. અર્જુન અને એકતા બંનેના ચહેરા પર સ્માઇલ હતી, અર્જુન એકતા માટે ચેર આગળ કરીને એકતાને બેસવા માટે ઓફર કરે છે અને પછી અર્જુન એકતાની સામેની ચેર પર જઈને બેસે છે. અર્જુને ડિનર માં પણ એકતાની પસંદ ને ધ્યાનમાં રાખી હતી. અર્જુન પોતાના હાથે એકતાને જમાડવા જાય છે તો એકતા અર્જુનનો હાથ પકડીને ખાવા ના બદલે ઊભી થઈને અર્જુનના ખોળામાં જઈને બેસી જાય છે.
એકતા:"હવે મને જમાડો."
અર્જુન:"શું કીધું! જમાડો?"
એકતા:"આપડા લગ્ન થઈ ગયાં છે તો હવે હું તમને તુંકારે ઠોડીને બોલાવી શકું."
અર્જુન:(એકતાને જમાડતા જમાડતા કહે છે.)" ઓ પ્લીઝ તું જેવી છે મને એવીજ ગમે છે, લગ્ન થયા છે પણ આપડે તો બંને પહેલાં ની જેમજ એકબીજા ને બોલાવશું."
એકતા:"ઠીક છે."(આટલું બોલીને એકતા શરમાતા શરમાતા અર્જુનને જમાડે છે.)
અર્જુન:"શું વાત છે હમણાં જે જંગલી બિલાડીની જેમ મારી સાથે ઝગડતી હતી તે આ જ શરમાળ છોકરી છે!"
એકતા:"થેંક્યું, મારા માટે આજનો દિવસ આટલો સ્પેશિયલ બનાવવા માટે."
અર્જુન:"આવું રુખું સૂકું થેંક્યું થોડીને હોય."
એકતા:"સોરી પણ હું તારા માટે કંઈ ગિફ્ટ નથી લાવી, પણ પ્રોમિસ હું તારા માટે વર્લ્ડ ની બેસ્ટ ગિફ્ટ લાવીશ."
અર્જુન:"એ તો તું અત્યારે પણ મને આપી શકે છે, વર્લ્ડ બેસ્ટ ગિફ્ટ."
એકતા:"અત્યારે!"
અર્જુન:"હા, તારી આ સ્વીટ સ્માઈલ સાથે એક કિસ આપી દે અને આજની રાત તું તને મારા હવાલે કરી દે."(આટલું બોલતાં સાથે અર્જુનના મોઢા પર એક નોટી સ્માઈલ હતી અને એકતાના મોઢા પર તો જાણે આ સાંભળીને તાળા લાગી ગયા હતા.)
તો વાચક મિત્રો શું લાગે છે, શું એકતા અને અર્જુન એક ડગલું આગળ વધીને પોતાના લગ્ન જીવનને આગળ વધારશે? કે પછી એકતા અર્જુન પાસે સમય માંગશે? શું અર્જુનના ઘરના લોકો એકતાને અપનાવશે? એકતાના ઘરે જ્યારે એકતાના લગ્નની ખબર પડશે તો શું એ લોકો આ લગ્નને માન્યતા આપશે?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
ક્રમશ:....
-ઈશિતા રાયઠઠ્ઠા.