"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૬૩
"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૬૩
અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક ધારાવાહિક વાર્તા છે.
તો વાચક મિત્રો આગળ જોઈએ કે શું એકતા અને અર્જુન એક ડગલું આગળ વધીને પોતાના લગ્ન જીવનને આગળ વધારશે? કે પછી એકતા અર્જુન પાસે સમય માંગશે? શું અર્જુનના ઘરના લોકો એકતાને અપનાવશે? એકતાના ઘરે જ્યારે એકતાના લગ્નની ખબર પડશે તો શું એ લોકો આ લગ્નને માન્યતા આપશે?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
અત્યાર સુધીની વાર્તા
એકતા:"થેંક્યું, મારા માટે આજનો દિવસ આટલો સ્પેશિયલ બનાવવા માટે."
અર્જુન:"આવું રુખું સૂકું થેંક્યું થોડીને હોય."
એકતા:"સોરી પણ હું તારા માટે કંઈ ગિફ્ટ નથી લાવી, પણ પ્રોમિસ હું તારા માટે વર્લ્ડ ની બેસ્ટ ગિફ્ટ લાવીશ."
અર્જુન:"એ તો તું અત્યારે પણ મને આપી શકે છે, વર્લ્ડ બેસ્ટ ગિફ્ટ."
એકતા:"અત્યારે!"
અર્જુન:"હા, તારી આ સ્વીટ સ્માઈલ સાથે એક કિસ આપી દે અને આજની રાત તું તને મારા હવાલે કરી દે."(આટલું બોલતાં સાથે અર્જુનના મોઢા પર એક નોટી સ્માઈલ હતી અને એકતાના મોઢા પર તો જાણે આ સાંભળીને તાળા લાગી ગયા હતા.)
હવે આગળની વાર્તા
ભાગ - ૬૩
અર્જુનની વાત સાંભળીને એકતા પોતાના બંને હાથથી અર્જુનને મારવા જાય છે ત્યારે અર્જુન એકતાના બંને હાથ પકડીને સોંગ ચાલુ કરીને એકતા સાથે ડાન્સ કરવા લાગે છે. એકતાને ડાન્સ ખૂબ સરસ આવડતો હતો જ્યારે અર્જુનને તો જરાપણ ડાન્સ આવડતો નહોતો. એકતા સમજી ગઈ હતી કે અર્જુનને ડાન્સ આવડતો નથી આતો ફક્ત એકતાને ઈમ્પ્રેસ કરવા કરતો હતો.
એકતા:"તને ડાન્સ ના આવડે તો કંઈ વાંધો નહીં આપડે અંદર જઈએ."
અર્જુન:"શું વાત છે તનેપણ અંદર જવાની ઉતાવળ છે.
આટલું કહીને અર્જુન એકતાને આંખ મારે છે જે જોઈને એકતા ફરીથી પોતાના બંને હાથથી અર્જુનની ચેસ્ટ પર મારે છે જેનાથી અર્જુન અને એકતા બનેનું બેલેન્સ બગડે છે અને એકતાએ હાય હિલ્સ ના સેન્ડલ પહેર્યાં હતાં તેના કારણે એકતાનું બેલેન્સ બગડતા તે હિલ્સ અર્જુનને પગમાં લાગે છે, પગમાં આટલી અણીદાર હિલ્સ લાગવાના કારણે અર્જુનના હાથમાંથી એકતાનો હાથ છૂટી જાય છે અને એકતા પડી જાય છે.
અર્જુનને પગમાંથી લોહી નીકળતા હતાં જેના લીધે અર્જુનનું ધ્યાન ના રહ્યું કે એકતા પડી ગઈ હતી. પડવા ના કારણે એકતા થી પણ રાડ પડાઈ ગઈ જેના લીધે અર્જુનનું ધ્યાન જાય છે અને અર્જુન પોતાની ચિંતા મૂકીને એકતાને ઊભી કરે છે. પરંતુ એકતાનો પગ મચકોળાઈ ગયો હતો તેના લીધે સોજો ચડવા લાગ્યો હતો. અર્જુન તરત એકતાને તેડીને અંદર રૂમમાં લઈ જાય છે અને બેડ પર સુવડાવીને ચેક કરે છે.
અર્જુન:"સોરી એકતા મારા લીધે તેને આટલો દુઃખાવો સહન કરવો પડે છે."
એકતા:"ડોક્ટર લાગ્યું હોય તે સરખું કરવાની દવા આપે, પણ તું તો કેવો ડોક્ટર છે, મારા લગાડ્યું અને મારા હાડકાં ભાંગી નાખ્યાં."
અર્જુન:"ઓ, જાજી હુષ્યારી ના કરતી મને પણ તારા લીધે લાગ્યું અને માટે જ મારું બેલેન્સ ના રહ્યું અને તને પણ લાગી ગયું."
એકતા:"તો તે મારી સાથે બદલો લીધો?"
અર્જુન:"શું બદલ
ો! લાગે છે તને લાગ્યું છે તેની અસર તારા પગ ના બદલે તારા મગજ પર થઈ છે."
એકતા:"શું ફાયદો ડોક્ટર સાથે લગ્ન કરવાનો?"
અર્જુન:"તું કહેવા શું માંગે છે?"
એકતા:"મારો પગ દુઃખે છે."
અર્જુન:"તું આરામ કર, હું હમણાં દવા લઈને આવું છું, ત્યાં સુધી તને આઇસ આપુ છુ તેનો શેક કર તને સારું લાગશે અને પછી આ ઓશીકું પગ નીચે જ રાખજે."
એકતા:"એક મિનિટ, મારા માટે દવા લેવા જા તેની પહેલાં તું તારા પગ નું ડ્રેસિંગ કરીલે."(આટલું બોલતાં ની સાથે એકતાની આંખોમાં આંસુ આવી જાય છે.)
અર્જુન:(એકતાની પાસે આવી તેના આંશું લૂછતાં કહે છે.)"પ્લીઝ તું રડ નહીં, હું છું ને હમણાં સરખું થઈ જશે."
આટલી વાત કરીને અર્જુન રૂમમાંથી ફ્રીઝ માંથી આઇસ કાઢીને રૂમાલમાં રાખીને એકતાને આપે છે શેક કરવા અને તરત પોતાનાં પગ માં પણ ત્યાં રૂમમાં ફર્સ્ટએડ કીટ હતી તેનાથી ડ્રેસિંગ કરે છે અને પછી એકતા માટે દવા લેવા જાય છે. થોડીવાર પછી અર્જુન દવા લાવીને એકતાને આપે છે અને પછી એકતાના પગમાં પાટો બાંધી દે છે જેનાથી એકતાને દુઃખાવામાં રાહત થાય છે અને પછી એકતા આરામથી અર્જુનની બાજુમાં સૂઈ જાય છે.
આ બાજુ આરતી સચિનને કોલેજ માં બધી જગા પર શોધતી હતી પરંતુ સચિન વિશે કોઈને ખબર નહોતી. આખરે આરતી પાયલ પાસે પણ ગઈ, સચિનને શોધવા માટે પણ પાયલ ને પણ ખબર નહોતી. આરતી ની સાથે પૂજા પણ આજે કોલેજ આવી હતી કારણકે કરણ ની તબિયત હવે સારી હતી અને કરણ પણ ઓફિસે ગયો હતો માટે પૂજાએ પણ કોલેજ સ્ટાર્ટ કરી દીધી. પૂજા પણ આરતીની મદદ કરતી હતી પરંતુ કોઈને પણ સચિન ક્યાં છે તેની ખબર નહોતી.
આરતી:"યાર બેસ્ટી હું શું કરું? સચિનને ક્યાં શોધું?"
પૂજા:"ચિંતા ના કર કંઈક તો રસ્તો મળશે, અત્યારે તું તારા ક્લાસ માં જા અને ભણવા માં ધ્યાન આપ."
આરતી:"ક્લાસ માં જઈશ તો પણ આ બોડીગાર્ડ જે ભેગા હોય છે તેના લીધે ભણવાનું મન પણ નથી થતું, જ્યાં હોય ત્યાં પાછળ ને પાછળ."
પૂજા:"તારા ભાઈ એ તારી સેફ્ટી માટેજ રાખ્યા છે ને."
આરતી:"ખબર છે, ઠીક છે જાવ છું અને હા તું પણ તારા ક્લાસમાં એકવાર હજુ પૂછજેને બધાને કદાચ સચિન વિશે કંઈક ખબર પડે."
પૂજા:"ઠીક છે હું હિરેન સર ને પૂછીને ઓફિસ માંથી સચિનનું એડ્રેસ કાઢવું છું અને સચિનના પેરેન્ટ્સ વિશે પણ કદાચ કંઈ ખબર પડે તો આપડે એ લોકોને પણ આપડે સચિન વિશે પૂછી શકીએ."
આરતી:(પૂજાને હગ કરીને કહે છે)" યાર જો તું મારું આ કામ કરી આપીશ તો હું પાકું તું કહીશ એ કરીશ."
પછી આરતી ક્લાસ માં જાય છે અને પૂજા સીધી સ્ટાફ રૂમમાં હિરેન સર પાસે જાય છે ત્યાં હિરેન સર ને વાત કરીને પછી પૂજા અને હિરેન સર ઓફિસમાં જઈને સચિન વિશે તપાસ કરે છે તો ઓફિસ સ્ટાફ પાસેથી સચિનના ફ્લેટ નું એડ્રેસ મળે છે અને સચિનના ફાધર નો મોબાઈલ નંબર પણ મળે છે જે જોઈને પૂજા ખુશ થઈ જાય છે અને તરત સચિનના ફાધર ને ફોન કરે છે પરંતુ પૂજાની ખુશી તો જાણે ક્ષણ વારમાં જતી રહી કારણે સચિનના ફધરનો ફોન તો બંધ હતો. માટે પૂજાએ વિચાર્યું કે હવે કોલેજ પૂરી થાય પછી તરત આરતીને લઈને સચિનના ફલેટના એડ્રેસ પર જશે.
તો વાચક મિત્રો શું લાગે છે શું પૂજા અને આરતી મળીને સચિન ને શોધી લેશે? આખીર સચિન શા માટે આરતીને મળવા ન આવ્યો? શું સચિન કોઈ મુસીબત માં હશે? શું પૂજા અને આરતી કોલેજ પૂરી કરીને સચિનના ફ્લેટ પર જશે એ વાતથી કરણ ગુસ્સે થશે? શું અર્જુન અને એકતાનું હનીમૂન આમ એકતાના પગ ના દુઃખાવા ન કારણે રોમેન્ટિક નહીં બને?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
ક્રમશ:....
-ઈશિતા રાયઠઠ્ઠા.