"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૬૫
"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૬૫


અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક ધારાવાહિક વાર્તા છે.
તો વાચક મિત્રો આગળ જોઈએ કે કરણ નો ભૂતકાળ શું હશે? શું સાચે પૂજા કરણ ને સમજી શકશે? શું કરણ ના ભૂતકાળ ના લીધે કરણ અને પૂજન લગ્ન જીવન પર અસર થશે? અસર થશે તો સારી કે ખરાબ કેવી થશે?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
અત્યાર સુધીની વાર્તા
પૂજા:"શું વાત છે! આજે તમે કંઇક અલગજ મૂડ માં છો? કંઈ ખાસ છે આજે?"
કરણ:હા, આજે હું તને મારા ભૂતકાળ ની વાત કરવાનો છું અને આશા છે કે તું મને સમજી શકીશ અને,,"
પૂજા:(કરણ ના હાથ પર હાથ રાખીને કહે છે.)"હું ક્યારેય તમને છોડીને નહીં જાવ, ટ્રસ્ટ મી આપડે બંને મળીને તમારું વર્તમાન અને ભવિષ્ય એટલું સુંદર બનાવી દેશું કે તમને તમારો ભૂતકાળ ક્યારેય યાદ નહીં કરવો પડે."
હવે આગળની વાર્તા
ભાગ - ૬૫
કરણ:"આપડે એક કામ કરીએ પહેલાં આઈસ્ક્રીમ ખાઈએ?"
પૂજા:"ઠીક છે આપડે આઈસ્ક્રીમ ખાઈને પછી ઘરે જઈને આપડા રૂમમાં ફ્રેશ થઈને આરામથી વાત કરશું, તમને પણ વાત કરવી સહેલી રહેશે."
કરણ:"થેંક્યું યાર, સાચે તારા જેટલું મને કોઈ સમજી નથી શક્યું."
કરણ એક આઈસ્ક્રીમ ની દુકાને કાર ઊભી રાખે છે અને બને ત્યાંથી આઈસ્ક્રીમ ખાઈને પછી ઘરે જાય છે, કરણ ને તો કાર માં એસી ચાલુ હતું તો પણ પરસેવો થતો હતો અને રૂમમાં આવીને પણ કરણે તરત એસી ચાલુ કર્યું. પૂજા આ બઘું નોટિસ કરતી હતી પરંતુ પૂજા એ પણ સમજતી હતીકે કરણ માટે ભૂતકાળ યાદ કરવો અને કોઈને કહેવો ખૂબ અઘરો હતો માટે પૂજા કરણ ને ટાઈમ આપતી હતી.
થોડીવાર પછી પૂજા ફ્રેશ થઈને બેડ પર બેઠી બેઠી પોતાના ફોનમાં ટાઈમ પાસ કરતી હતી ત્યારે કરણ પણ ફેશ થવા ગયો, થોડીવાર માં કરણ પણ ફ્રેશ થઈને આવીને પૂજાના ખોળામાં માથું રાખીને સૂતો, પૂજા પણ પ્રેમથી કરણ ના માથામાં હાથ ફેરવતી હતી. થોડીવાર પછી કરણે હિમંત ભેગી કરીને વાત કરવાની શરૂવાત કરી.
કરણ:"હું ઘણો નાનો હતો ત્યારે મારા મમ્મી નું મૃત્યુ થઈ ગયું હતું અને પછી મિસ્ટર જોષી એ માયા બહેન સાથે લગ્ન કર્યા."
પૂજા:"તો તમે તમારા પપ્પા ને પપ્પા શા માટે નથી કહેતાં? અને માં તો તમને ખૂબ પ્રેમ કરે છે તો પછી શા માટે તમે માં ને પણ માં નથી કહેતાં?"
કરણ:"મારા મમ્મી અને મિસ્ટર જોષી અને માયા બહેન, કોલેજ માં સાથે ભણતાં પછી મારા મમ્મી અને મિસ્ટર જોષી ના લગ્ન થઈ ગયાં અને માયા બહેન યુ.એસ. જતા રહ્યા હતા. એ લોકો સારા ફ્રેન્ડ હતાં."
પૂજા:"તો પછી તમારા મમ્મી ના મૃત્યુ પછી માં યુ.એસ. થી આવ્યા?"
કરણ:"ના, એ જ્યારે યુ.એસ. થી આવ્યા ત્યારે અમે લોકો એમને રિસિવ કરવા ગયા હતા. મને હજી યાદ છે અમે બધા ખૂબ ખુશ હતાં, મારા મમ્મી અને મિસ્ટર જોષી એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હતાં, પરંતુ."
પૂજા:"પરંતુ શુ
ં?"
કરણ:"અમે લોકો માયા બહેન ને લઈને ઘરે આવતાં હતાં ત્યારે રસ્તા માં મિસ્ટર જોષી અને માયા બહેન એ કોલેજ ની શરત પૂરી કરવા માયા બહેન ને કાર ચલાવવા આપી, મારા મમ્મી એ ઘણી ના પાડી કે માયા બહેન થાકી ગયા હશે શરત બીજીવાર પૂરી કરજો, પરંતુ કોઈ માન્ય નહીં અને માયા બહેન કાર ચલાવવા લાગ્યા."
પૂજા:"પછી શું થયું?"
કરણ:"મમ્મી ને જે બીક હતી તે જ થયું, રસ્તામાં એક ટ્રક આવતો હતો તેની સામે માયા બહેન કાર હેન્ડલ ના કરી શક્યા અને અમારું એક્સિડન્ટ થઈ ગયું."
પૂજા:"શું તો પછી એમાંજ તમારા મમ્મી નું?"
કરણ:"હા, એ એક્સિડન્ટ ના કારણે મારા મમ્મી કાર માંથી બહાર પડી ગયા અને પાછળ થી એક કાર આવતી હતી એ ભાઈ બ્રેક મારી નો શક્યા માટે મારા મમ્મી પર તે કાર ફરી ગઈ અને મારા મમ્મી નું ત્યાંજ."(આટલું બોલતાં સાથે જ કરણ ની આંખો આંસુથી ભરાઈ ગઈ.)
પૂજા:(કરણ ના આંસુ લૂછતાં લૂછતાં કહે છે.)"તમે તો મારાથી પણ નાની ઉંમરે માતા નો પ્રેમ ખોઈ દીધો હતો, અઘરું છે, હું સમજી શકું છું."
કરણ:"અમારી કાર ત્યાં ઝાડ સાથે ભટકાની માટે અમને લોકોને થોડું વાગ્યું હતું, અમે તરત કાર માંથી ઉતર્યા પરંતુ ત્યાં તો મમ્મી,"
પૂજા:"તો પછી એ ટ્રક વાળા ભાઈ અને કાર વાળા ભાઈ?"
કરણ:"ટ્રક વાળા ભાઈ તો જતાં રહ્યા હતા અને પછી ક્યારેય મળ્યા પણ નહીં અને કાર માંથી એક ભાઈ સાથે એક બહેન પણ ઉતર્યા અને તેની પાસે એક નાનું બાળક પણ હતું, એ ભાઈ એ જોરથી બ્રેક તો મારી પરંતુ ત્યાં સુધીમાં મારા મમ્મી તો કાર નીચે આવી ગયા હતાં અને જોરથી બ્રેક મારવા ના કારણે તે નાના બાળક નું માથું તે લોકોની કાર માં ભટકાનું."
પૂજા:"તો એ બાળક?"
કરણ:"એ લોકો માફી માંગતા હતાં તો મિસ્ટર જોષી એ કહ્યું કે તમારા બાળક ને લઈને તમે જાવ હોસ્પિટલે હું મારી વાઇફ ને હોસ્પિટલ લઈ જઈશ. હું આ બધું જોતો હતો અને મારા મમ્મી ની હાથ પકડીને બેઠો હતો."
પૂજા:"હું સમજી શકું છું તમને કેટલી તકલીફ થઈ હશે."
કરણ:"ત્યારે મારા મમ્મી ના મૃત્યુ ને એક એક્સિડન્ટ કહીને મિસ્ટર જોષી એ કોઈને સજા નો અપાવી અને માયા બહેન સાથે મારા માટે લગ્ન કરી લીધા. ત્યારથી હું એ લોકોને નફરત કરું છું, એકજ ઘરમાં રહેવાના કારણે કોઈવાર બોલાવવા પડે બાકી હું એ લોકોને માતા પિતા નથી માનતો."
પૂજા:"એકવાર પપ્પા ની જગ્યાએ તમારી જાતને રાખીને જોવો, એ સાચે એક્સિડન્ટ હતું, એ કાર વાળા ભાઈને સજા ક્યાં કારણથી અપાવવી? એના બાળકને પણ લાગ્યું હતું, એનું શું થયું એ તો ખબર પણ નથી, અને સાચે તમારા માટેજ પપ્પા એ માં સાથે લગ્ન કર્યા હતા."
કરણ:"તું ત્યારે નહોતી માટે આવું કહે છે."
પૂજા:"હું ત્યારે નહોતી પરંતુ દાદીમાં એ એકવાર મને કહ્યું હતુંકે, માં ની સગાઈ એમના પ્રેમી સાથે થઈ ગઈ હતી પરંતુ એમને ગિલ્ટ હતુંકે એમના કારણે તમારા મમ્મી નું મૃત્યુ થયું છે માટે પોતાના પ્રેમની કુરબાની આપીને તમારા માટે પપ્પા સાથે લગ્ન કર્યા."
કરણ:"પરંતુ આ વાતની તો મને ક્યારેય કોઈએ વાતજ નહોતી કરી."
તો વાચક મિત્રો શું લાગે છે શું પૂજાની વાતથી કરણ વિપુલ ભાઈ અને માયા બહેન ને માતા પિતા તરીકે અપનાવશે? આગળ કરણ પોતાની ભૂતકાળની શું વાત કરશે? ક્યા કારણ ના લીધે કરણ ને વધુ તકલીફ થઈ હશે? કરણ ની બીમારી શા કરણે આવી હશે? શું પૂજા કરણ ના બધા પ્રોબ્લેમ સોલ્વ કરશે? આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
ક્રમશ:....
-ઈશિતા રાયઠઠ્ઠા.