"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૬૦
"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૬૦
અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક ધારાવાહિક વાર્તા છે.
તો વાચક મિત્રો આગળ જોઈએ કે, શું અર્જુન એકતાને તેના ઘરે મૂકવા ગયો હશે? શું ખ્યાતિ ના લીધે અર્જુન અને એકતા અલગ થઈ જશે? અર્જુન ના લગ્ન કોની સાથે થશે?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
અત્યાર સુધીની વાર્તા
એકતા:"શું કરવાનો છે તું?"
અર્જુન જવાબ દેવાના બદલે એકતાનો હાથ પકડી એકતાને બહાર લઈ જાય છે, એકતા પૂછે છે ક્યાં લઈ જાય છે પરંતુ અર્જુન કઈ જવાબ નથી આપતો અને બહાર જાય છે ત્યારે ઘરના લોકો પણ બધા પૂછે છે ક્યાં જાય છે ત્યારે પણ અર્જુન કંઈ બોલતો નથી અને ગુસ્સામાં બધા સામે જોઈને તરત બહાર જતો રહે છે.
હવે આગળની વાર્તા
ભાગ - ૬૦
અર્જુન આટલાં ગુસ્સામાં એકતાનો હાથ પકડીને એકતાને લઈને બહાર ગયો તે જોઈને બધાને એમજ થયું કે અર્જુન એકતાને તેની ઘરે પાછો મૂકવા જાય છે પરંતુ અર્જુન ક્યાં જાય છે તે તો એકતાને પણ ખબર નહોતી. થોડીવાર બધા રાહ જોવે છે, માયા બહેન અર્જુનને ફોન પણ કરે છે પરંતુ અર્જુન ફોન ઉપાડતો નહોતો. કરણ પણ તેના રૂમમાં જાય છે અને પૂજાને આવવા કહે છે માટે પૂજા પણ કરણ ની પાછળ રૂમમાં જાય છે.કરણ પૂજાનો હાથ પકડીને પૂજાને સોફા પર બેસાડીને રૂમનો દરવાજો બંધ કરે છે અને આવીને પૂજાનો હાથ પકડીને તેની બાજુમાં બેસીને પૂછે છે,
કરણ:"પૂજા તું મારા માટે મારા જીવન માં કેટલી મહત્વની છે એ તને ખબર છે, મે તારી સાથે લગ્ન મારી બીમારી ના કારણે નથી કર્યા, મે જ્યારે તેને પહેલીવાર જોઈ ત્યારેજ મને તારી સાથે પ્રેમ થઈ ગયો હતો પરંતુ તારા લગ્ન હતાં માટે હું એ બગાડવા માંગતો નહોતો પરંતુ તને રડતા જોઈ તો મારાથી રહેવાયું નહીં અને તારી સાથે લગ્ન કરી લીધા."
પૂજા:"મને ખબર છે તમે મને ખૂબ પ્રેમ કરો છો અને તમારી બીમારી નું તો હું જલ્દી નિવારણ કરી દઈશ, પ્લીઝ મારી મદદ કરો, તમારો ભૂતકાળ મને કહો જેથી હું મદદ કરી શકું."
કરણ:"ભૂતકાળ એટલો સહેલો નથી મારા માટે કહેવો, પ્લીઝ તું ઝિદ ના કર, તું પણ મને કયાં કહી શકે છે કે તારા ભૂતકાળ મા કોણ નિર્દોષ હતું જેની સજા તમારે પણ ભોગવવી પડી."
પૂજા:"એવું નથી કે મારે તમને કહેવું નથી પરંતુ,"
કરણ:(પૂજાની આંખો આંશું થી ભરાઈ જાય છે માટે કરણ પૂજાને પોતાના ખોળામાં સુવડાવે છે)"ટ્રસ્ટ મી, જો તું મને કઈશ તો સાચે તું હળવી થઈ જઈશ."
પૂજા:"મારા મમ્મી એક સરકારી કર્મચારી હતાં, પગાર ઓછો હતો પરંતુ પપ્પા ને ઘર ખર્ચમાં થોડો ટેકો રહે તે માટે નોકરી કરતાં. એકવાર ઉપરી અધિકારી લાંચ લેતાં પકડાયા તો તે અધિકારી એ પોતે બચવા આ રૂપિયા મારા મમ્મી એ લાંચ લીધી છે અને,,"
કરણ:(પૂજાના માથામાં હાથ ફેરવતાં ફેરવતાં પૂછે છે.)"અને શું?"
પૂજા:"મારા મમ્મી ને તેમાં સલવાડી દીધા કારણકે મારા મમ્મી એમની અગેન્સ્ટ માં કંપ્લેન કરી હતી, ખબર નહીં એ ઉપરી અધિકારીએ શું કર્યું કે મારા મમ્મી ના ઉપર એ આરોપ આવી ગયો."
કરણ:"તમારી પાસે કોઈ સબૂત નહોતાં કે તારા મમ્મી નિર્દોષ સાબિત થાય?"
પૂજા:"
મારા પપ્પા પાસે હતા જે મારા પપ્પા કોર્ટમાં આપવાના હતા જેથી મારા મમ્મી જેલ માંથી છૂટી જાય."
કરણ:"શું તારા મમ્મી જેલમાં હતાં?"
પૂજા:"હા, મારા પપ્પા અને મારા કાકા, કાકી બધાએ મારા મમ્મી ને બચાવવા દિવસ રાત એક કર્યા હતા, પરંતુ જ્યારે કોર્ટ જવા માટે મારા પપ્પા નીકળ્યા ત્યારે મારા પપ્પા એ મારા કાકા અને કાકી ને મારી સાથે ઘરે રહેવા કહ્યું અને પોતે એકલાં જ ગયા."
કરણ:"તું ત્યારે કેવડી હતી?"
પૂજા:"હું સાત, કે આઠ વર્ષની હતી."
કરણ:"તો તારા પપ્પા એ તારા મમ્મી ને બચાવી લીધા ને?"
પૂજા:"આશા તો અમને પણ એવીજ હતી પરંતુ ઘરે મારા મમ્મી અને પપ્પાની ડેડ બોડી આવી."
કરણ:"શું? તો પછી તે કેસ, સબૂત એ બધું?"
પૂજા:"મારા કાકા એ પોલીસ સ્ટેશન ના ખૂબ ધક્કા ખાધા પરંતુ કંઈ ખબર ના પડી."
કરણ:"પછી, તું?"
પૂજા:"અનાથ તો થઈ ગઈ હતી પરંતુ અમે બધા સાથે રહેતાં હતાં માટે કાકા અને કાકી એ મારું ધ્યાન રાખ્યું."
કરણ:"તારા માતા પિતા ને તે હાલત મા જોઈને તને?"
પૂજા:"આઘાત તો ખૂબ લાગ્યો હતો, પરંતુ મારા કાકા અને કાકી એ મને ખૂબ સરખી રીતે સંભાળી, અને મારા કાકા એ અને કાકી એ એટલે જ મને બધી રીતે તૈયાર કરી કે હું ક્યારેય પાછળ ન પડું. કાકા એ ભણવા માં, કરાટે માં, સપોર્ટ માં આગળ વધારી તો સાથે સાથે કાકીએ મને ઘર કામ, રસોઈ, દુનિયાદારી એ સિખવ્યું. આમ મારા મમ્મી નિર્દોષ હતા છતાં એમને પણ સજા ભોગવવી અને સાથે સાથે અમે પણ સજા ભોગવવી."
કરણ:(પૂજાને ટાઇટ હગ કરે છે અને કહે છે.)"સાચે તું હિમંત વાળી છે."
પૂજા:(કરણ ને પોતાનાથી અલગ કરીને પોતાના આંશુ લૂછતાં લૂછતાં કહે છે.)"માટે હું સચિન ની લાગણી અનુભવી શકતી હતી. સચિનની આંખો માં પણ મારા મમ્મી ની આંખો જેવુજ તેજ હતું, સચિનની આંખો ચોખે ચોખું કહેતી હતી કે તે નિર્દોષ છે."
કરણ:"હવે મને પણ તારી વાત સાચી લાગે છે. ત્યારે મે આરતીને જે હાલત માં જોઈ તેના લીધે હું મારા ગુસ્સા પર કંટ્રોલ નહોતો કરી શક્યો."
પૂજા:"જે વ્યક્તિ ગુસ્સા પર કંટ્રોલ ના કરી શકે તે હંમેશા જીવનમાં સંબંધો માં હારી જાય છે."
કરણ:"હું મારા ગુસ્સા પર કંટ્રોલ કરવાની ઘણી કોશિશ કરું છું."
પૂજા:"પરંતુ તમારા ગુસ્સા નું પરિણામ તો હંમેશા બીજાને ચૂકવવું પડે છે."
કરણ:"તો તારું શું કહેવું છે? મારે શું કરવું જોઈએ?"
પૂજા:"તમારે સચિનને શોધવો જોઈએ અને એની માફી માંગવી જોઈએ."
કરણ:"શું શોધવો? એ ક્યાંય ખોવાઈ ગયો છે?"
પૂજા:"એ તો ખબર નથી પરંતુ આરતી દિવસ, રાત સચિનનો કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરે છે પરંતુ ક્યાંયથી સચિનની ખબર મળતી નથી કે સચિન પણ મળતો નથી."
કરણ:"શું સચિન મળતો નથી? તમે ચિંતા ના કરો હું સચિનને ગોતી લઈશ અને એની માફી પણ માંગી લઈશ."
કરણ વાત કરતો હતો ત્યારે કરણ ના ફોન પર અર્જુનનો મેસેજ આવે છે જેના લીધે કરણ નું ધ્યાન ભંગ થાય છે અને કરણ તરત પોતાના ફોનમાં મેસેજ જોવે છે જે જોઈને કરણ આશ્ચર્ય માં મુકાઈ જાય છે. પૂજા આ બઘું જોતી હતી, પૂજાથી રહેવાયું નહીં માટે કરણ ને પૂછ્યું, તો કરણે તરત પોતાનો ફોન પૂજાને આપ્યો જે જોઈને પૂજા પણ આશ્ચર્ય માં મુકાઈ ગઈ.
તો વાચક મિત્રો શું લાગે છે, અર્જુને કરણ ને શું મેસેજ કર્યો હશે જેનાથી કરણ અને પૂજા બંને આશ્ચર્ય માં મુકાઈ ગયા? પૂજા એ તો પોતાના ભૂતકાળ ની વાત કરી, પરંતુ શું કરણ પૂજાને પોતાના ભૂતકાળ ની વાત કરી શકશે? એવું તે શું હશે કરણ ના ભૂતકાળ માં કે જે કરણ અચકાતો હતો પૂજાને કહેવા માં?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
ક્રમશ:....
-ઈશિતા રાયઠઠ્ઠા.