STORYMIRROR

Ishita Raithatha

Drama Romance

4  

Ishita Raithatha

Drama Romance

"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૬૮

"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૬૮

5 mins
408


    અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક ધારાવાહિક વાર્તા છે.

   તો વાચક મિત્રો આગળ જોઈએ કે પૂજા શા કારણે પડી ગઈ હશે? આગળ પૂજા અને કરણ ના જીવન માં ખુશી આવશે કે હજુ ઘણું સહન કરવાનું આવશે? આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.


           અત્યાર સુધીની વાર્તા


     આજે કરણ પૂજાને દિલ ખોલીને પ્રેમ કરવા માંગતો હતો, કરણ પૂજાના હોઠ થી આગળ વધતો વધતો ધીરે ધીરે પૂજાના નેક સુધી પહોંચી ગયો. પૂજા પણ પોતાને આજે કરણ ને સોંપી દેવા રેડી હતી, બંને ઘણા સમય પછી એકબીજાને પ્રેમ કર્યો હતો અને આટલો સરો સમય સાથે વિતાવ્યો હતો. આજે ફરીથી કરણ અને પૂજા એક થઈ ગયા હતાં, આજની રાત બંને માટે ખૂબ પ્રેમાળ હતી. બીજે દિવસે સવારે જ્યારે પૂજા જાગે છે તો કરણ ને પોતાની બાજુમા શાંતિથી સૂતો જોઈને ખૂબ ખુશ થાય છે, અને કરણ ના માથા પર કિસ કરવા જાય છેકે પૂજાને ચક્કર આવવા લાગે છે અને કરણ ની ઉપર પડી જાય છે, જેના લીધે કરણ ની નીંદર ઊડી જાય છે.


            હવે આગળની વાર્તા

              ભાગ - ૬૮


કરણ:"પૂજા, પૂજા, શું થયું?"

પૂજા:"સોરી, ખબર નઈ, ચક્કર આવી ગયા."

કરણ:"આલે થોડું પાણી પિલે, આરામ કર, હું તારા માટે કોફી લઈ આવું."

પૂજા:"અરે તમે હેરાન ના થાવ, હું બરાબર છું."

કરણ:"કંઈ વાંધો નઈ, કોફી પિલે પછી સારું હોય તો તું કૉલેજ જજે બાકી આજે આરામ કર."

પૂજા:"ઠીક છે."

       કરણ રસોડામાં જઈને પૂજા માટે કોફી બનાવે છે તે જોઈને માયા બહેન ખુશ થાય છે. માયા બહેન ની ખુશી તો ત્યારે વધે છે જ્યારે કરણ માયા બહેન માટે પણ કોફી બનાવે છે અને એમને આપે છે. આમ તો માયા બહેન કોફી ક્યારેય પિતા નહોતા છતાં પણ કરણ એ પહેલીવાર માયા બહેન માટે કંઇક કર્યું હતું તો માયા બહેન એ ખુશી ખુશી કોફી પી લીધી.

માયા બહેન:"બેટા કોફી બોવ સરસ છે, થેંક્યું."

કરણ:"વેલકમ, હું થોડીવાર માં ઓફિસે જાવ છું, પૂજા ની તબિયત થોડી થીક નહોતી માટે આરામ કરે છે તો તમે,"

માયા બહેન:"હું ધ્યાન રાખીશ, પણ પૂજાને થયું શું?"

કરણ:"થેંક્યું."

      કરણ તરત પોતાના રૂમમાં જાય છે અને પૂજાને કોફી પીવડાવે છે અને પછી પૂજાને સારું લાગે છે તો કરણ ઓફિસે જવા સમયે પૂજા ને આરતી બંનેને કૉલેજ મૂકવા જાય છે અને કૉલેજ પૂરી થાય ત્યારે પાછો લેવા પણ આવશે એમ કહીને ઓફિસે જતો રહે છે, અને પૂજા અને આરતી કૉલેજ માં અંદર જતી રહે છે.

      આ બાજુ અર્જુન અને એકતા પણ રૂમમાં આરામ થી સૂતા હતાં એટલાં માં ત્યાં રૂમનો ડોર કોઈ ખખડાવે ને જેના લીધે એકતાની નીંદર ઉડે છે પરંતુ અર્જુન તો હજુ એકતાની બાજુમાં સૂતો જ હોય છે, એકતા એક ક્ષણ તો અર્જુનને જ નિહાળે છે અને જેવી ઊભી થવા જાય છે કે અર્જુન તરત એકતાનો હાથ પકડીને એકતાને પોતાની ઉપર ખેંચી લે છે.

એકતા:"તું જાગે છે?"

અર્જુન:"હા, ડોર ખોલવા જવાના બદલે તું જે કામ કરતી હતી તે કર ને."

એકતા:"ક્યું કામ?"

અર્જુન:"પ્રેમ

થી મને જોવાનું કામ કરતી હતી તેની વાત કરું છું."

એકતા:"હું કંઈ તને જોતી નહોતી, આ તો તું બાજુમાં હતો માટે,"

અર્જુન:"બહાના તો સારા બનાવશ પરંતુ મને ખબર છે કે તું મારા પર ફિદા છે."

એકતા:(પોતના બંને હાથથી અર્જુનને ધક્કો મારે છે ને કહે છે)"ખોટા વહેમ માં નો રહેતો, અને મને જવા દે કોણ છે તે જોઈ લવ."

અર્જુન:"મે ના પાડીને પછી એ કામ નહીં કરવાનું બાકી મને ગુસ્સો આવી જશે."

એકતા:"કંઈ વાંધો નહીં હું જો તને ગુસ્સો આવશે તો હું તારા માટે આઇસક્રીમ લઈ આવીશ."

અર્જુન:"આય હાય, તારી આ મીઠી મીઠી વાતથી જ મને ગુસ્સો નહીં આવે."

એકતા:"મને ભૂખ લાગી છે."

અર્જુન:"તો મને ખાઈ લે, હું તારા માટે રેડી જ છું."

        એકતા સાચે અર્જુનને તેના ગાલ પર બાઈટ કરીને તરત ત્યાંથી ઉભી થઈને ડોર ખોલે છે તો ત્યાં વેઇટર એ લોકો માટે નાસ્તો લઈને ઊભો હોય છે જે જોઈને એકતા ખુશ થઈ જાય છે અને નાસ્તા ની ટ્રે લઈને અંદર આવે છે.

અર્જુન:"લાગે છે તને હવે પગમાં દુઃખતું નથી."

એકતા:"હા, હવે ઘણું સારું છે, થેંક્યું."

અર્જુન:"આવું રુખુ સૂકું થેંક્યું હું સ્વીકારતો નથી."

એકતા:"જાજી લપ કરીશ તો આ નાસ્તો તને આપીશ નહીં, હું હમણાં ફ્રેશ થઈને આવું પછી નાસ્તો કરીએ."

       પછી એકતા નાસ્તા ની ટ્રે ત્યાં ટેબલ પર રાખીને ફ્રેશ થવા જાય છે. અર્જુન એક નોટી સ્માઈલ સાથે તે નાસ્તા ની ટ્રે લઈને બહાર પુલ પાસે ટેબલ પર રાખે છે અને આરમાંથી ત્યાં એકતાની રાહ જોવે છે. એકતા થોડીવારમાં ત્યાં આવે છે અને અર્જુને બધું ત્યાં ટેબલ પર ગોઠવી રાખ્યું હોય તે જોઈને ઈમ્પ્રેશ થઈ જાય છે. અર્જુનનું ધ્યાન ફોનમાં હતું તો એકતા ત્યાં જઈને અર્જુનનો ફોન લઈને બંધ કરીને અર્જુનના ખોળામાં બેસી જાય છે જે જોઈને અર્જુન ચોંકી જાય છે.

એકતા:"શું થયું?"

અર્જુન:"તને શું થયું?"

એકતા:"તે જ તો કીધું કે આજે નાસ્તા માં મારે તને ખાવાનો છે તો બસ તને ખાવાની તૈયારી, અને ગઈકાલ રાતની આપડી બંનેની ઈચ્છા પૂરી કરવાની તૈયારી.

         એકતાની વાત સાંભળીને અર્જુનના મોઢા પર નોટી સ્માઈલ આવી જાય છે. એકતા કંઈ કરે તે પહેલાં તો અર્જુન એકતાને તેડીને રૂમમાં લઈ જાય છે અને બેડ પર સુવડાવી દે છે. એકતા નો ચહેરો તો શરમ ના લીધે ગુલાબી થવા લાગ્યો હતો, એકતાની કાજલ કરેલી મોટી મોટી આંખો, એકતાની સોફ્ટ અને મુલાયમ સ્કિન, સિલ્કી હેર, આ બધું અર્જુનને એકતા તરફ આકર્ષિત કરતું હતું.

        એકતાને પણ અર્જુનનો શાપૅ જોલાઈન વાળો ચહેરો, અર્જુન ના પરફ્યુમ ની સ્મેલ, અર્જુનનું જીમ કરીને સીક્સ પેક એપ બનાવેલું બોડી, એકતાને અર્જુન ને પોતાને સોંપી દેવા માટે મજબૂર કરતું હતું. અર્જુન પોતાનું ટી શર્ટ કાઢીને એકતાની ઉપર છવાઈ ગયો હતો અને એકતા પણ અર્જુનના રંગમાં રંગાઈ ગઈ હતી. આજે અર્જુન અને એકતા બંને એક થઈ ગયા હતા, બંને એકબીજાને મન ભરીને પ્રેમ કરતાં હતાં. અર્જુન અને એકતા બંને ખૂબ ખુશ હતાં.


       તો વાચક મિત્રો શું લાગે છે શું અર્જુન અને એકતા ની આ ખુશી કાયમ રહેશે? કે પછી અર્જુન અને એકતા ના હનીમૂન માં કંઈ અણધારી આફત આવશે? શું અર્જુન અને એકતા હંમેશા એકબીજાને આવિરિતે જ પ્રેમ કરશે કે બંનેના લગ્ન જીવનમાં તકલીફ આવશે? શું પૂજાને ચકર આવ્યા તો કંઈ ગંભીર બીમારી ની શરૂવાત હશે?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.

ક્રમશ:....

-ઈશિતા રાયઠઠ્ઠા.


Rate this content
Log in

Similar gujarati story from Drama