"પૃથ્વીની ઝંકાર"
"પૃથ્વીની ઝંકાર"


Countdown to creativity: year end contest
Topic:"The forgotten movment of the year"
Language:"Gujarati"
"પૃથ્વીની ઝંકાર"
અહીં લખેલી વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ ધારાવાહિક વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક વાર્તા છે.
10 ડીસેમ્બરની સવાર હતી. પૃથ્વી પોતાની ઓફિસમાં બેઠોબેઠો ઓફિસની બારીમાંથી બહાર દરિયાની લહેરો જોતો હતો. પૃથ્વીની ઑફિસ મુંબઈના જૂહુ બીચ પર આવેલી એક બિલ્ડિંગમાં દસમાં માળે હતી. પૃથ્વી એક ચાર્ટડ એકાઉન્ટન્ટ હતો અને શેર બ્રોકર પણ હતો. શિયાળાની સવાર હતી, દરિયાની લહેરોના ખળભળાટ અવાજમાં પૃથ્વી એટલો મશગુલ હતો કે, પોતે બારીની પારી પર લટકતો બેઠો હતો.
પૃથ્વીની આંખોમાં ઉદાસી હતી, હાથમાં ફાઈલ હતી પરંતુ ધ્યાન તો ફક્ત દરિયાની લહેરોમાં જ હતું. બીજા હાથમાં પેન હતી જેને પૃથ્વી પોતાનાં અંગૂઠાથી પ્રેસ કરીને ખોલ બંધ કરતો હતો. શિયાળાની ઠંડીમાં પણ પૃથ્વીના માથા પર હલકી પરસેવાની બુંદો જામી હતી. પૃથ્વીનું ધ્યાન અંકિતાના આવજથી ભંગ થાય છે ને જેના લીધે પૃથ્વી પોતાનું બેલેન્સ ગુમાવે છેકે તરત અંકિતા પૃથ્વીનો હાથ પકડીને પૃથ્વીને બારી પાસેથી અંદર ખેંચી લે છે.
અંકિતા:"તારે જો મરવું હોય તો બીજે જઈને આપઘાત કરજે અહીં મારી ઓફિસમાં નઈ કરતો."
પૃથ્વી:"શું બોલી તું? આપઘાત! અને એ પણ હું?"
અંકિતા:"હા તું. આપડે બંને જુડવા ભાઈ બહેન તો છીએ પરંતુ તુ મારા જેટલો બહાદુર નથી."
પૃથ્વી:"ખોટી હોંશિયારી રહેવા દેજે, અને આ મારી ઓફિસ મારી ઓફિસ શું બોલવાનું શરુ કર્યું છે તે?"
અંકિતા:"હા તો શું મારા લગ્ન થઈ ગયાં તો તારી ઓફિસને શું હું મારો ઓફિસ ના કહી શકું?"
પૃથ્વી:"એ બધું છોડ તું અત્યારે આટલી વહેલી અહીં? બધું બરાબર તો છેને? જીજાજી ક્યાં?"
અંકિતા:"એકમીનીટ શ્વાસ તો લઈલે, આટલા બધાં પ્રશ્નોના જવાબ હું એક સાથે નહીં આપું."
પૃથ્વી:"એટલે?"
અંકિતા:"તને નથી લાગતું કે તું કંઈક ભૂલી રહ્યો છે?"
પૃથ્વી:"શું?"
અંકિતા:"જેના તું અત્યારે વિચાર કરી રહ્યો હતો એ ક્ષણ."
પૃથ્વી:(પોતાની નજર બીજી બાજુ કરતાં બોલે છે.)"તું કહેવા શું માંગે છે?"
અંકિતા:"એજ જેનાથી તું આઘો ભાગે છે, શું તું સાચે ઝંકાર ને ભૂલી ગયો?"
પૃથ્વી:"ઝંકાર!"
અંકિતા:"હા ઝંકાર, પૃથ્વીની ઝંકાર."
પૃથ્વી:"તું ભૂલીજા એ વાતને હું પણ ક્યારનો ભૂલી ગયો છું."
અંકિતા:"હા એટલેજ દેવદાસ બનીને બેઠો છે."
પૃથ્વી:"ના એવું કંઈ નથી, હું મારા કામના વિચારોમાં હતો."
અંકિતા:"તો તું શું સાચે ઝંકારના લગ્ન બીજા છોકરા ભેગા થવા દઈશ?"
પૃથ્વી:"ઝંકારના લગ્ન!"
અંકિતા:"હવે એમ નો કહેતો કે તને ખબર નથી કે તું ભૂલી ગયો."
પૃથ્વી:"જ્યારે ઝંકાર મારી કાર સાથે ભટકાણી ત્યારે ઝંકાર એક મહિના સુધી કોમામાં હતી, અને જયરે ભાનમાં આવી ત્યાં સુધીમાં એને ફેમિલી વાળા આપને મળી ગયાં હતાં અને એ લોકો આવીને ઝંકારને લઈ ગયાં હતાં."
અંકિતા:"એ લોકો ઝંકારને તારી પાસેથી તો લઈ ગયાં પરંતુ તારા દિલમાંથી નથી લઈ જઈ શક્યા."
પૃથ્વી:"ના એવું કંઈ નથી, ઝંકાર એની લાઈફમાં ખુશ છે."
અંકિતા:"કોણે કીધું તને?"
પૃથ્વી:"ઝંકાર ગઈ ત્યારે કહેતી ગઈ હતીકે એ ખુશ છે."
અંકિતા:"અને જ્યારે ઝંકાર ગઈ ત્યારે તને ગાર્ડનમાં મળવા આવી ત્યારે કહેતી ગઈ હતીકે 12 ડીસેમ્બરના મારા લગ્ન છે શક્ય હોય અને કંઈ કહેવું હોય, અથવા અત્યારની જેમ મને બચવવી હોય તો એ પહેલાં આવી જજે."
પૃથ્વી, અંકિતાની વાતો સાંભળીને ઝંકાર સાથેની થયેલી પહેલી અને છેલ્લી વાત યાદ કરે છે, કાર
ણકે પૃથ્વી અને ઝંકાર મળ્યા ત્યારથી ઝંકાર એક્સિડન્ટના કારણે કોમામાં હતી અને જ્યારે ભાનમાં આવી ત્યારે ઝંકારના ફેમિલી વાળા ઝંકારને લેવા આવી ગયાં હતાં.
પૃથ્વી:"અરે હા હું એ ક્ષણ કેમ ભૂલી ગયો, એ અવાજ હજી પણ મને યાદ છે પરંતુ,"
એકતા:"એની સુંદરતા માં ઝંકાર દ્વારા બોલાયેલા શબ્દો ભૂલી ગયો? એ ક્ષણ ભૂલી ગયો? તારા જીવનના મહત્વના વ્યક્તિની વાત ભૂલી ગયો?"
પૃથ્વી:"પરંતુ શું ઝંકારના જીવનમાં મારું કંઈ મહત્વ હશે? મારી કાર સાથે એનું એક્સિડન્ટ થયું અને એ તો મને નફરત કરતી હશે."
અંકિતા:"એવું તે હાથે હાથે નક્કી કરી લીધું છે, તે ક્યારેય ઝંકારને ફોન કરવાની હિંમત કરી? તે જાણવાની કોશિશ કરિકે ઝંકાર ના દિલમાં તારા વિશે શું છે? અને હા તારી કાર સાથે જો ઝંકાર ભટકાણી નો હોત તો એ વખતે ઝંકાર પહાડ ઉપરથી આપઘાત કરવા જતી હતી તો એ અત્યારે આ દુનિયામાં નો હોત."
પૃથ્વી:"શું કહે છે તું?"
અંકિતા:"હા હું સાચું કહું છું, ઝંકાર પોતાની મરજીથી લગ્ન નથી કરતી."
પૃથ્વી:"તો?"
અંકિતા:"ઘરના લોકોના દબાણથી લગ્ન કરે છે, બાકી ઝંકાર તો તનેજ પ્રેમ કરે છે."
પૃથ્વી:"તને કોણે કીધું?"
અંકિતા:"ઝંકાર કોમામાં હતી ત્યારે પણ તું બાજુમાં હોય ત્યારે આંખોના જબકારે તને જવાબ આપતી હતી. જતાં જતાં પણ તરો ફોટો અને તારો શર્ટ સાથે લઈ ગઈ તારી યાદમાં."
પૃથ્વી:"તને આ બધી કેવીરીતે ખબર?"
અંકિતા:"જતાં જતાં પણ પાછળ ફરીને જોતી હતીકે કદાચ તું રોકી લઈશ, પરંતુ તે નો રોકી માટે તારી પાસે આવીને તને કહીને નીકળી કે 12 ડિસેમ્બર ના રોજ મારા લગ્ન છે શક્ય હોય તો આવીને મને ફરીથી બચાવી લેજો."
પૃથ્વી:(પોતાનાં હાથની મુઠ્ઠી વાળીને ટેબલ પર પછાડીને કહે છે.)"હું આખા વર્ષની બધી વાતો યાદ રાખું છું અને મારા જીવનના મહત્વના વ્યક્તિની કહેલી વાત એ ક્ષણ કઈરીતે ભૂલી ગયો? હું ઝંકારને સમજી નો શક્યો."
અંકિતા:"કંઈ વાંધો નહીં હજીપણ મોડું નથી થયું, જા જઈને ઝંકારને મારી ભાભી બનાવીને લઈ આવ."
પૃથ્વી:"શું સાચે ઝંકાર મારી સાથે આવશે?"
અંકિતા:"જો તું હવે જવામાં મોડું કરીશ તો આવવાના ચાન્સ ઓછાં છે."
પૃથ્વી:"પણ તો હું કઈ રીતે ઝંકારને લઈ આવું?"
અંકિતા:"ભગાડીને."
પૃથ્વી:"શું ભગાડીને! આ ખોટું છે."
અંકિતા:"મસ્તી કરું છું. તું જા અને એકવાર તારા દિલની વાત ઝંકાર અને ઝંકારના પરિવાર સામે રજૂ તો કર."
પૃથ્વી:"સાચી વાત છે તારી, હું અત્યારેજ અમદાવાદ જાવ છું ઝંકારને લેવા."
અંકિતા:"હા પૃથ્વીની ઝંકાર."
પૃથ્વી પોતાનાં બધાં કામ મૂકીને પોતાની કાર લઈને અમદાવાદ જવા નીકળે છે અને જ્યારે ઝંકારના ઘરે પહોંચે છે તો લગ્ન ગીતો અને લગ્નનો માહોલ જોઈને પાછો ફર્યો હતોકે ફરીથી કોઈનો અવાજ સાંભળીને પૃથ્વી જતાં જતાં ઊભો રહી જાય છેને પાછળ જોવે છે તો ત્યાં ઝંકાર ઊભી હતી.
ઝંકાર:"તમારી ઝંકારને લીધા વગર જશો?"
પૃથ્વી:"શું કીધું તે?"
અંકિતા:(ઝંકારની પાછળથી અંકિતા આવે છે.)"હા તારી ઝંકારને લીધા વગર જઈશ તું!"
પૃથ્વી:"અંકિતા તું?"
અંકિતા:"હા, કારણકે પરમદિવસે ઝંકારના લગ્ન મારા ભાઈ પૃથ્વી સાથે થવાનાં છે."
પૃથ્વી:"હું કંઈ સમજ્યો નહીં."
અંકિતા:"વાત એમ છેકે તારા પ્રેમમાં ઝંકાર એટલી ડૂબી ગઈ હતીકે પોતાનાં પરિવારને તારા માટે મનાવી લીધા અને લગ્ન માટે બધાં માની ગયાં છે."
પૃથ્વી:(આગળ ચાલીને ઝંકારનો હાથ પકડીને કહે છે.)"તો શું સાચે ઝંકાર પૃથ્વીની છે?"
ઝંકાર:"હા હું ફક્ત તમારી છું."
આમ બે દિવસ પછી ઝંકાર અને પૃથ્વીના લગ્ન ઘરના લોકો ખુશીખુશી કરાવી દે છે અને ઝંકાર જીવનભર પૃથ્વીની બની જાય છે.
કાલ્પનિક વાર્તા સમાપ્ત.
-ઈશિતા રાયઠઠ્ઠા