"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૭૧
"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૭૧


અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક ધારાવાહિક વાર્તા છે.
તો વાચક મિત્રો આગળ જોઈએ કે શું પૂજાની પ્રેગનેનસી માં કોઈ પ્રોબ્લેમ આવશે? શું કરણ પૂજાને મનાવી લેશે? શું પૂજા કરણ ફરથી પહેલાં ની જેમ એકબીજા ની સાથે રહેવા લાગશે?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
અત્યાર સુધીની વાર્તા
પૂજા:"શરમ છે કે નહીં, નાના ભાઈ અને એની પત્ની ની સામે કેવી વાતો કરો છો?"
કરણ:"તું એ લોકોની ચિંતા ના કર, અર્જુન તો મારાથી પણ એક સ્ટેપ આગળ છે, સીધો હનીમૂન કરીને જ ઘરે આવ્યો."
અર્જુન:"હવે તમે લોકો તમારો જગડો ઘરે જઈને કરજો, અત્યારે હોસ્પિટલ આવી ગયું પહેલાં ડોક્ટરને દેખાડી દઈએ."
એકતા:"સાચી વાત છે અને હવે જગડો કરો કે પ્રેમ કરો મારું નામ લીધા વગર કરજો, હું વચ્ચે નહીં રહું."
હવે આગળની વાર્તા
ભાગ - ૭૧
પૂજા, કરણ, અર્જુન અને એકતા બધા લોકો હોસ્પિટલ પર પહોંચી જાય છે, ત્યાં પૂજાને સોનોગ્રાફી માટે લઈ જાય છે, એટલી વાર બીજા બધા બહાર રાહ જોઈને બેઠા હતા. કરણ ના મોઢા પર ચિંતા દેખાતી હતી કે એકવાર ડોક્ટર કહી દે છે પૂજા બરાબર છે અને બાળક પણ બરાબર છે તો કરણ ને બધી રીતે શાંતિ થઈ જાય. થોડીવારમાં ડોક્ટર બધાને અંદર બોલાવે છે અને કહે છે,
ડોક્ટર:"મિસ્ટર કરણ, પૂજા ની પ્રેગનેનસી માં થોડી તકલીફ છે."
કરણ:"શું તકલીફ છે?"
અર્જુન:"કંઈ ચિંતા જનક છે?"
એકતા:"તમે કેશો એ બધું ધ્યાન રાખશું."
ડોક્ટર:"અરે અરે! મને તો બોલવા દો, પૂજા હર અઠવાડ્યે ઇન્જેક્શન લેવા પડશે, પૂજાનું ગર્ભાશય થોડું વિક છે અને,"
કરણ:"અને શું?"
ડોક્ટર:"રિલેક્સ મિસ્ટર કરણ, અને પૂજાને બે વીક સુધી કમપ્લિટ આરામ કરવાનો છે."
કરણ:"તમે જે કેશો તેમ અમે બધા પૂજાનું ધ્યાન રાખશું."
અર્જુન:"બેડરેસ તો ભાભી કરશે અને આ ઇન્જેક્શન આપ્યા પછી તો ભાભી ને અને બેબી ને કંઈ પ્રોબ્લેમ નહીં થાયને?"
ડોક્ટર:"ના કંઈ તકલીફ નહીં થાય અને આ જે બધી દવા હું લખું છું તે સમયે સમયે આપી દેજો, જમવામાં બધું હેલ્દી જમવાનું આપજો."
એકતા:"તમારા કહ્યા મુજબ અમે બધું ધ્યાન રાખશું."
પૂજાને લઈને બધા ઘરે આવે છે ત્યારે પૂજાનું વેલકમ કરવા માટે ઘરના બધા લોકો હોલમાં જ હોય છે. બધા પૂજાને મળે છે અને ખૂબ ખુશ થાય છે. પછી બધા સાથે જમે છે અને આજે તો કરણ પણ પૂજાની બાજુમાં જમવા બેસે છે. એકતાએ ઘરે સરવેન્ટ ને ફોન કરીને પૂજા માટે બધું હેલ્દી બનાવવા કહી દીધું હતું. એકતા બધાને જમવાનું પણ પીરસતી હતી આ બધું જોઇને જયા બહેન અને માયા બહેન ખુશ થાય છે પરંતુ અમી બહેન થોડા નારાજ હતા એકતા અને અર્જુન થી. બધા જમતાં હતાં પરંતુ અર્જુન વાતો જ કરતો હતો જમતો નહતો.
જયા બહેન:"અર્જુન બેટા જમવાનું ચાલુ કર."
અર્જુન:"હા, હમણાં જમી લવ."
જયા બહેન:"ક્યારે? ખાલી વાતો જ કરીશ?"
કરણ:"દાદીમાં અર્જુન રાહ જોવે છે કે એકતા ફ્રી થાય પછી અર્જુન, એકતા સાથે જમશે."(આ વાતથી એકતા ના ચહેરા પર એક સ્વીટ સ્માઈલ આવી ગઈ.)
અર્જુન:"અરે ના ના ભાઈ એવું કંઈ નથી, આ તો થોડી ઓછી ભૂખ લાગી છે માટે નથી જમતો."
કરણ:"હું તારો મોટો ભાઈ છું, તને સારી રીતે ઓળખું છું."
અર્જુન:"અરે આરતી ક્યાં છે?"
કરણ:"તું વાત બદલ નહીં."
અર્જુન:"અરે ના ભાઈ હું સાચે પૂછું છું કે આરતી ક્યાં?"
માયા બહેન:"આરતી એના રૂમમાં છે, આરતી ને માથું દુઃખતું હતું માટે સૂઈ ગઈ છે."
અર્જુન:"માથુ દુઃખે છે? કોઈ સ્ટ્રેસ છે આરતીને?"
પૂજા:"તમે લોકો જમી લો, હું આરતીને જોઈને આવું છું."
એકતા:(પૂજાને રોકે છે.)"ના પૂજા તું આરામથી જમી લે, હું જોઈ આવું છું."
અર્જુન:"હું પણ આવું એકતા તારી સાથે."
માયા બહેન:"તમે બધા જમી લો, હું જોઈને આવી છું, આરતી સૂઈ ગઈ છે."
બધા જમે છે, એકતા અને અર્જુન પણ સાથે જમે છે, જમીને બધા થોડીવાર હોલમાં બેઠા હોય છે બધા પોતાની દિનચર્યા કહેતા હોય છે, ત્યારે અર્જુન ને મસ્તી સુજે છે અને ક્યારનો એકતાને પાછળથી ગુદગુદી કરે છે. એકતા બે થી ત્રણ વાર અર્જુન સામે ગુસ્સાથી જોવે પણ છે પરંતુ અર્જુનને કોઈ ફેર પડતો નથી, એકતા થોડીવાર કંટ્રોલ કરે છે પરંતુ પછી તો જોર જોર થી હસવા લાગે છે. એકતા નું આવું વર્તન જોઈને બધાને નવાઈ લાગે છે, તરત એકતા પોતાને સાંભળી લે છે અને બધાને સોરી કહીને પોતાના રૂમમાં જાય છે.
અર્જુન પણ એકતાને શું થયું તે જોઈ આવું એવું કહીને એકતાની પાછળ પાછળ જાય છે પરંતુ જ્યાં સુધી અર્જુન રૂમ સુધી પહોંચે છે ત્યાં સુધીમાં તો એકતાએ ગુસ્સે થઈને રૂમ અંદરથી બંધ કરી દિધો હતો. અર્જુન ડોર ખોલવા કહે પણ છે પરંતુ એકતા ને કોઈ ફેર પડતો નથી. અર્જુન ત્યાં રૂમની બહાર ઊભો ઊભો વિચારતો હતો ત્યાં એટલાં માં કરણ આવે છે.
કરણ:"ખોટો હેરાન કરીશ તો પછી આવુંજ થશે."
અર્જુન:(અજાણ બનતાં)"મે કંઈ નથી કર્યું, કારણ વગરની ગુસ્સો કરે છે."
કરણ:"તો પછી બધા વચ્ચે એકતાને ગુદગુદી કોણ કરતું હતું? અને પાછો કહે છે કે મે કંઈ નથી કર્યું. હું તારો મોટો ભાઈ છું હું તને ઓળખું છું."(આટલું કહીને કરણ અર્જુનનો કાન પકડે છે.)
અર્જુન:"અરે એ તો ભાઈ એ તો ખાલી એમજ."
કરણ:"હવે નવી નવી વાતો બનાવવાનું રહેવા દે, અંદર કેવીરીતે જઈશ તે વિચાર, કે પછી આખી રાત બહાર જ બેસવાનો વિચાર છે?"
અર્જુન:"જો એકતા ડોર નહીં ખોલે તો મારી પાસે અંદર જવા માટે રસ્તો છે, આમ તો બહાર નહિં રહું."
કરણ:"એમ તો શું રસ્તો છે અંદર જવા માટે?"
અર્જુન:"મારા રૂમની ચાવી મારી પાસે જ છે, તો પછી હમણાં રૂમ ખોલીને અંદર જતો રહીશ."
કરણ:"ઠીક છે તો ખોલ, હું પણ જોવ છું કે આજે તું રૂમમાં કેવીરીતે જઈશ? કારણકે એકતા ખૂબ સ્માર્ટ છે, આટલા સરળતાથી તો તને અંદર નહીં આવવા દે."
અર્જુન:"હવે તો અંદર જઈને જ દેખાડીશ, લાગી શરત?"
કરણ:"લાગી, તું કે તે શરત લગાવવા રેડી છું."
અર્જુન:"ઠીક છે જો હું જીત્યો તો હું રૂમમાં જઈશ અને તમે આખી રાત તમારા રૂમમાં નહીં જાવ, અને જો હું હારી ગયો તો,"
કરણ:"તું આમ પણ આખી રાત બહાર જ રહેવાનો છો."
અર્જુન એક નોટી સ્માઈલ આપે છે અને પોતાના પોકેટ માંથી પોતાના રૂમની ચાવી કાઢે છે અને કરણ ને આંખ મારીને ખોલે છે. પરંતુ અર્જુન થી રૂમ ખૂલતો નથી એ જોઈને કરણ જોર જોરથી હસે છે, એટલાં માં અંદરથી એકતા નો અવાજ આવે છે,
એકતા:"મે રૂમમાં સ્ટોપર પણ મારી છે, મને ખબર હતી કે તું આવીને ચાવી થી રૂમ ખોલિશ માટે મે સ્ટોપર પણ મારી દીધી છે."
અર્જુન:"એકતા જો રૂમ ખોલી દે નહીંતર તને ખબર છે ને મારો ગુસ્સો."
એકતા:"હા ખબર છે, બહુ ગુસ્સો આવે તો આઈસક્રીમ ખાઇલે જે, પણ આજે તો તને રૂમમાં આવવા જ નહીં મળે."
અર્જુન, એકતા અને કરણ વાતો કરતા હતા ત્યાં માયા બહેન કરણ અને અર્જુન ને જોર જોરથી રાડો પાડીને બોલાવે છે જે સાંભળીને કરણ અને અર્જુન તરત દોડીને જાય છે અને એકતા પણ તરત ડોર ખોલીને ત્યાં જાય છે.
તો વાચક મિત્રો શું લાગે છે માયા બહેન ને શું તકલીફ થઈ હશે જેના કારણે માયા બહેન કરણ અને અર્જુનને રાડો પાડીને બોલાવતા હતાં. શું કરણ આરતી અને અર્જુન ભેગો મિક્સ થઈને રહેવા લાગ્યો એવી રીતે શું માયા બહેન અને વિપુલ ભાઈ સાથે પણ મિક્સ થઈ જશે?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
ક્રમશ:....
-ઈશિતા રાયઠઠ્ઠા.