"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૭૦
"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૭૦


અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક ધારાવાહિક વાર્તા છે.
તો વાચક મિત્રો આગળ જોઈએ કે પૂજાને શું થયું હશે? પૂજા ક્યાં જતી રહી હશે? શું કરણ પુજાને શોધી લેશે? શું પૂજા કરણ ને મળશે તો નોર્મલ વાત કરશે કે નિરાશ જ રહેશે? આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
અત્યાર સુધીની વાર્તા
એકતા:"આપડે જલ્દી જઈએ ક્યાંક પૂજાને પાછા ચક્કર આવી જશે તો અને અર્જુન પૂજાના બીજા રિપોર્ટ આવી ગયા?"
કરણ:"શું ચક્કર? પૂજાને ચક્કર આવતાં હતાં? રિપોર્ટ!"
અર્જુન:"હા ભાઈ તમે ચાલો હું તમને રસ્તામાં બધી વાત કરું."
કરણ, અર્જુન અને એકતા તરત ઑફિસેથી નીકળે છે, કરણ ના મનમાં તો ઘણા વિચાર આવતાં હતાં અને પોતાના પર ગુસ્સો આવતો હતો કે કાશ ત્યારે પૂજાની વાત સાંભળી લીધી હોત તો પછી પૂજા આવિરિતે નિરાશ થઈને જતી ન રહેત.
હવે આગળની વાર્તા
ભાગ - ૭૦
અર્જુન કાર ચલાવતો હતો ત્યારે કરણ કોઈને ફોન કરીને પૂજાના મોબાઈલ નંબર આપે છે અને પૂજાનું લાસ્ટ લોકેશન ક્યું હતું તે પૂછે છે જેનાથી એ લોકોને પૂજાને શોધવી શહેલી રહે. એકતા પણ પૂજાને ફોન કરવાનું ચાલુ રાખે છે પરંતુ પૂજાનો લાગતો નહોતો. કરણ પાસે પૂજાનું લાસ્ટ લોકેશન આવી જાય છે અને અર્જુન તે લોકેશન પર કાર લઇ જાય છે. ત્યાં પહોચીને કરણ અને અર્જુન બંને આજુ બાજુ લોકોને પૂજાનો ફોટો દેખાડીને પૂછે છે કે કદાચ કોઈએ પૂજાને જોઈ હોય. એકતા ઘરે માયા બહેન સાથે વાત કરે છે.
એટલાં માં ત્યાં એક દુકાન વાળા ભાઈ એ કહ્યું કે થોડીવાર પહેલાં આ બહેન અહીં બેભાન થઈ ગયા હતા ત્યારે અહીં નજીક એક હોસ્પિટલ છે ત્યાં કોઈ એને લઈ ગયું હતું. એ દુકાન વાળા ભાઈની વાત સાંભળીને અર્જુન, કરણ અને એકતા તરત કાર માં બેસીને તે હોસ્પિટલ પર જલ્દીથી પહોંચી જાય છે. ત્યાં પહોચીને અર્જુન તરત પૂછે છે અને પૂજા હજુ તેજ હોસ્પિટલમાં હતી માટે કરણ તરત પૂજા જે રૂમમાં હતી ત્યાં જાય છે.
પૂજા હજુ પણ બેભાન હતી, પૂજાને જોઈને કરણ ના જીવ મા જીવ આવ્યો, કરણ તરત ત્યાં પૂજા પાસે જઈને ત્યાં બેસીને પૂજાનો હાથ પકડીને બેસે છે. કરણ મનમાં ને મન માં ખુબ અફસોસ કરે છે કે આજે પૂજાની આ હાલત પોતાના લીધે જ છે. અર્જુન અને એકતા પણ ત્યાં હતાં ત્યારે ત્યાં ડોક્ટર આવે છે.
અર્જુન:"સર, ભાભી અને બેબી બંને બરાબર છે ને?"
કરણ:"શું કીધું? બેબી!"
ડોક્ટર:"હા, પેશન્ટ બરાબર છે અને,"
એકતા:"અને શું ડોક્ટર, બેબી તો બરાબર છે ને?"
કરણ:"કોનું બેબી? કોની વાત કરો છો?"
અર્જુન:"ભાઈ, ભાભી પ્રેગનેટ છે."
ડોક્ટર:"ચિંતા ના કરો માતા અને બાળક બંને બરાબર છે."
કરણ:"શું પૂજા પ્રેગનેટ છે!"
ડોક્ટર:"હા, પરંતુ."
અર્જુન:"પરંતુ શું?"
ડોક્ટર:"પેશન્ટ ને ઘણી વિકનેસ છે અને આવમાં તમારે પેશન્ટ નું ધ્યાન રાખવું જોઈએ, આવી રીતે જો ઘડી ઘડી થાશે તો કદાચ બાળક ને નુકશાન પણ થાય."
કરણ:"ના ના, ડોક્ટર અમે બધું ધ્યાન રાખીશું."(આટલું બોલતાં કરણ ની આંખોમાં આંસું આવી ગયા.)
ડોક્ટર:"ઠીક છે પેશન્ટ ભાન માં આવી જાય પછી એમને કોઈ સારા ગાયનેક પાસે
લઈ જજો અને ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરીને પછી ઘરે લઈ જજો."
અર્જુન:"ઠીક છે સર. થેંક્યું."(ડોક્ટર ત્યાંથી જતા રહે છે.)
કરણ:"તો શું પૂજા મને આ ગુડ ન્યુઝ આપવા ઓફિસે આવી હતી?"
અર્જુન:"હા, ભાઈ અને અમે પણ એટલે જ સાથે આવ્યા હતા કે ભાભી ને રસ્તામાં કોઈ તકલીફ થાય તો અમે ધ્યાન રાખીએ."
એકતા:"હા, પૂજાને જ તને આ ન્યુઝ આપવા હતા માટે અમે આવ્યા હતાં."
કરણ:"બસ હવે પૂજા એકવાર ભાન માં આવી જાય પછી હું પૂજાને એક મિનિટ પણ એકલી નહીં રાખું. અર્જુન તું આપડા સીટી ના સારા ગાયનેક ને ઓળખે છે? કે જેની પાસે આપડે પૂજાની ટ્રીટમેન્ટ કરાવીએ, પૂજા માટે બેસ્ટ ડોક્ટર ની અપોઈમેન્ટ લઈ લે."
અર્જુન:"ભાઈ તમે ચિંતા ના કરો આપડે બધા છે ને, ભાભી નું ધ્યાન રાખવા માટે."
એકતા:"હા અને મમ્મી જી તો પૂજા નું ખૂબ ધ્યાન રાખે જ છે, એમને જ અમને સાથે આવવા કહ્યું હતું."
કરણ:"તો શું એમને ખબર હતી?"
અર્જુન:"મમ્મી સ્યોર નહોતી, પણ મમ્મી ને અંદાજો આવી ગયો હતો માટે પહેલાં રિપોર્ટ કરાવવા કહ્યું હતું અને અમને સાથેજ રહેવા કહ્યું હતું."
કરણ:"થેંક્યું, પૂજાનું ધ્યાન રાખવા બદલ."
કરણ વાત કરતો હતો ત્યાં અચાનક પૂજા થોડી હલે છે અને ઊભી થવા જાય છે કે તરત કરણ પૂજાને પકડીને પાછી સુવડાવે છે. પૂજા એકવાર પણ કરણ સામે નથી જોતી, કરણ પણ સમજી જાય છેકે પૂજા તેનાથી નારાજ છે. એકતા અને અર્જુન બહાર જતા રહે છે જેથી બંનેને એકલાં વાત કરવા મળે. પરંતુ પૂજા તો કોઈ વાત કરવા રેડી જ નહોતી, કરણ વાત કરવાની ટ્રાય પણ કરે છે પણ કોઈ ફાયદો થતો નથી.
એટલાં માં અર્જુન અંદર આવીને ગાયનેક પાસે જવા કહે છે કે અત્યારે જ અપોઈમેન્ટ મળી છે તો ચાલો. અર્જુન ની વાત સાંભળીને પૂજા ઊભી થવા જાય છે કે પાછા ચક્કર આવે છે અને તરત કરણ પૂજાને તેડીને કાર સુધી લઈ જાય છે. પૂજા ગુસ્સામાં કરણ તરફ જોવે છે પરંતુ કરણ ને કોઈ ફેર પડતો નથી. આ બધામાં અર્જુન નું એક વાત પર ધ્યાન જાય છે અને રસ્તામાં અર્જુન કહે પણ છે,
અર્જુન:"જોયું ભાઈ આજે મે તમને હગ કર્યું અને અહીં હોસ્પિટલ માં તમારો હાથ પણ પકડ્યો હતો છતાં પણ તમને કંઈ રિયેક્ષન આવ્યું નથી, પૂજા ભાભીની વાત સાચી છે."
પૂજા:"બીમારી શરીર માં નહોતી, મન માં હતી, જેનું નિવારણ મેં કર્યું છે એ સાચું જ છે કોઈને માનવું હોય કે ના માનવું હોય."
કરણ:"આજથી તું કે તે બધું સાચું અને એ બધું હું માનીશ, પણ મારી પણ એક શર્ત છે."
પૂજા;"એકતા તારા ફ્રેન્ડ ને કઈ દેજે કે મારે વાત નથી કરવી."
કરણ:"પણ મારે તો કરવી છે અને સોરી પણ કહેવું છે."
પૂજા;"એકતા તારા ફ્રેન્ડ ને કઈ દે કે આમ સોરી કહેવાય? આવડા મોટા થયા, પપ્પા બનવાના છે તો પણ સોરી કહેતાં નથી આવડતું."
કરણ:"સાચી વાત છે તારી પૂજા આમતો સોરી ના કહેવાય."(આટલું કહીને કરણ પૂજાને ગાલ પર કિસ કરે છે અને સોરી કહે છે.)
પૂજા:"આ શું રીત છે? આ કાર છે આપડો રૂમ નથી."
કરણ:"ખબર છે માટે જ ગાલ પર કિસ કરી."
પૂજા:"શરમ છે કે નહીં, નાના ભાઈ અને એની પત્ની ની સામે કેવી વાતો કરો છો?"
કરણ:"તું એ લોકોની ચિંતા ના કર, અર્જુન તો મારાથી પણ એક સ્ટેપ આગળ છે, સીધો હનીમૂન કરીને જ ઘરે આવ્યો."
અર્જુન:"હવે તમે લોકો તમારો જગડો ઘરે જઈને કરજો, અત્યારે હોસ્પિટલ આવી ગયું પહેલાં ડોક્ટરને દેખાડી દઈએ."
એકતા:"સાચી વાત છે અને હવે જગડો કરો કે પ્રેમ કરો મારું નામ લીધા વગર કરજો, હું વચ્ચે નહીં રહું."
તો વાચક મિત્રો શું લાગે છે આગળ શું પૂજાની પ્રેગનેનસી માં કોઈ પ્રોબ્લેમ આવશે? શું કરણ પૂજાને મનાવી લેશે? શું પૂજા કરણ ફરથી પહેલાં ની જેમ એકબીજા ની સાથે રહેવા લાગશે?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
ક્રમશ:....
-ઈશિતા રાયઠઠ્ઠા.