"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૬૧
"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૬૧
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક ધારાવાહિક વાર્તા છે.
તો વાચક મિત્રો આગળ જોઈએ કે શું, અર્જુને કરણ ને શું મેસેજ કર્યો હશે જેનાથી કરણ અને પૂજા બંને આશ્ચર્ય માં મુકાઈ ગયા? પૂજા એ તો પોતાના ભૂતકાળ ની વાત કરી, પરંતુ શું કરણ પૂજાને પોતાના ભૂતકાળ ની વાત કરી શકશે? એવું તે શું હશે કરણ ના ભૂતકાળ માં કે જે કરણ અચકાતો હતો પૂજાને કહેવા માં?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
અત્યાર સુધીની વાર્તા
કરણ વાત કરતો હતો ત્યારે કરણ ના ફોન પર અર્જુનનો મેસેજ આવે છે જેના લીધે કરણ નું ધ્યાન ભંગ થાય છે અને કરણ તરત પોતાના ફોનમાં મેસેજ જોવે છે જે જોઈને કરણ આશ્ચર્ય માં મુકાઈ જાય છે. પૂજા આ બઘું જોતી હતી, પૂજાથી રહેવાયું નહીં માટે કરણ ને પૂછ્યું, તો કરણે તરત પોતાનો ફોન પૂજાને આપ્યો જે જોઈને પૂજા પણ આશ્ચર્ય માં મુકાઈ ગઈ.
હવે આગળની વાર્તા
ભાગ - ૬૧
કરણ:"હું દાદીમાં ને વાત કરીને આવું છું."
પૂજા:"એકવાર પહેલાં અર્જુન ભાઈને ઘરે આવવા દો તો એ જ વાત કરી દેશે."
કરણ:"અર્જુન થોડા દિવસો પછી ઘરે આવશે, માટે એનો મેસેજ છે કે ઘરે વાત કરી દેજો જેથી કોઈ ચિંતા ના કરે.
પૂજા:"ઠીક છે તો હું પણ તમારી સાથે આવીશ વાત કરવા, અને મેં તો મારું ભૂતકાળ તમને કહી દીધું, તમે ક્યારે વાત કરશો?"
કરણ:"યોગ્ય સમયે કહી દઈશ, અત્યારે પહેલાં હોલ માં બધા સાથે વાત કરવી જરૂરી છે."
પૂજા:"તમારા પગલે પગલે જ ચાલે છે અર્જુન ભાઈ."
કરણ:"કંઈ કીધું મને?"
કરણ પૂજાને પૂછતા પૂછતા પોતાની એક આયબ્રો ઊંચી કરતાં કરતાં બહાર નીકળી જાય છે. પૂજા પણ તરત કરણ ની પાછળ પાછળ જાય છે. કરણ અને પૂજા હોલમાં પહોંચે છે તો ત્યાં ઘરના બધા લોકો બેઠા હતા અને અર્જુનની રાહ જોતાં હતાં. માયા બહેન ઘરના દરવાજા પાસે જ ચક્કર મારતાં હતાં, બધાના મોઢા પર ચિંતા દેખાતી હતી. કરણ અને પૂજા પણ બધા સાથે ત્યાં બેસે છે.
આરતી:"ભાઈ, તમે પ્લીઝ અર્જુન ભાઈને ફોન કરોને, અમારા કોઈના ફોન નથી ઉપડતાં."
કરણ:"મારે વાત થઈ ગઈ, હમણાં જ અર્જુનનો મેસેજ હતો."
માયા બહેન:"સાચે બેટા તારે વાત થઈ! કયાં છે અર્જુન? ક્યારે આવશે?"
કરણ:"મિસિસ જોષી તમે ચિંતા ના કરો, અર્જુન પંદર દિવસ પછી આવશે."
માયા બહેન:"પંદર દિવસ? ક્યાં ગયો છે?"
કરણ:"અર્જુન, સિંગાપુર જવા નીકળો છે."
જયા બહેન:"સિંગાપુર! શા માટે?"
કરણ:"હનીમૂન પર ગયો છે, એકતા સાથે."
અમી બહેન:"હનીમૂન! લગ્ન વગર?"
કરણ:"કોણે કીધું લગ્ન વગર હનીમૂન પર ગયો છે. અર્જુન લગ્ન કરીને જ ગયો છે."
વિપુલ ભાઈ:"શું અર્જુને લગ્ન કરી લીધા? અને આપને લોકોને જાણ પણ ના કરી?"
કરણ:"જાણ તો કરી મને મેસેજ આવી ગયો."
અમી બહેન:"પણ ક્યારે અને કોની સાથે લગ્ન કર્યા?"
કરણ:"જેની સાથે હનીમૂન પર ગયો છે તેની સાથે જ લગ્ન કર્યા હોય ને, કેવા સવાલ પૂછો છો."
જયા બહેન:"બેટા કરણ કહી દે કે તું મજાક કરે છે, એ એકતા સારી છોકરી છે પરંતુ ઓફિસમાં જતી છોકરી આપડા ઘરમાં ના ચાલે."
કરણ:"કેમ ના ચાલે? કોઈની સાથે રહ્યા વગર કોઈ માટે ધારણા નો બાંધી રખાઈ, અને હું જ
રાપણ મજાક નથી કરતો. ઘરેથી નીકળીને અર્જુન એકતાને લઈને સીધો કોર્ટ મેરેજ માટે જ ગયો હતો અને ત્યાંથી સીધો હનીમૂન માટે નીકળી ગયો."
અમી બહેન:"મારી બહેન સાથે તો દગો થયો ને, અને એકતાને તો લોટરી લાગી ગઈને!"
કરણ:"અર્જુને ખ્યતીને કોઈ લગ્નનું વચન નહોતું આપ્યું અને નથી આપડે એ લોકોનો સંબંધ નક્કી કર્યો, માટે ખ્યાતિ સાથે તો દગો નથી થયો અને વાત રહી એકતાની લોટરી ની તો લોટરી તો અર્જુનને લાગી છે. એકતા સુજબુજ વાળી છોકરી છે."
જયા બહેન:"હું આ લગ્નને માન્ય નથી રાખતી."
પૂજા:"દાદીમાં પ્લીઝ માની જાવ તમે અમારાં લગ્ન પણ સ્વીકાર્યા છે તો પછી અર્જુન ભાઈ અને એકતાનાં લગ્નને પણ સ્વીકારી લો ને."
જયા બહેન:"તમારા લગ્ન મંદિરમાં થયા હતા અને તમારી વાત અગલ હથી."
કરણ:"અમારી વાત પણ સરખીજ હતી, જેમ અર્જુન એકતાને પ્રેમ કરે છે એજ રીતે હું પણ પૂજાને પ્રેમ કરું છું માટે લગ્ન કર્યા હતાં. અને રહી વાત મંદિર માં લગ્ન કરવાની તો અર્જુન કોર્ટથી સીધો મંદિરે જ ગયો હતો ત્યાં જઈને અર્જુને ભગવાન સામે ફેરા પણ ફરી લીધાં છે."
માયા બહેન:(રડતાં રડતાં, પ્લીઝ બેટા અર્જુનને કેને કે એકવાર ઘરે આવી જાય પછી ભલે હનીમૂન પર જાય."
કરણ:"તમે ચિંતા ના કરો અર્જુન એકવાર સિંગાપુર પહોંચી જાય પછી તમે વાત કરી લેજો."
વિપુલ ભાઈ:"સિંગાપુરમાં અર્જુન ક્યાં જવાનો છે?"
કરણ:"મે આપડા રિસોર્ટ માં વાત કરીને બેસ્ટ રૂમ એ લોકો માટે રાખવી દીધો છે અને અર્જુન ને મેસેજ પણ કરી દિધો છે."
આટલું કહીને કરણ ત્યાંથી રૂમમાં જતો રહે છે અને ફરીથી બધા હોલમાં ચૂપચાપ બેઠા હોય છે ત્યારે પૂજા બધા માટે ગરમાં ગરમ ચા લઈ આવે છે. ચા ખૂબ ટેસ્ટી હતી જેના લીધે બધાનો મૂડ સુધરી ગયો.
બીજા દિવસે અર્જુન અને એકતા બને સિંગાપુર પહોંચી જાય છે અને અર્જુન તો ખૂબ ખુશ હતો પરંતુ એકતા ને તો હજુ વિશ્વાસ નહોતો આવતો કે તેના લગ્ન અર્જુન સાથે આમ અચાનક થઈ ગયા છે. અર્જુન અને એકતા માટે એરપોર્ટ પર કરણ ના કહેવાથી કાર લેવા પણ આવી ગઈ હતી. એકતા ત્યાં એરપોર્ટ પર જ ઊભી રહી જાય છે તો અર્જુન તરત એકતાને તેડીને કાર સુધી લઈ જાય છે અને ડ્રાઈવર ને પહેલાં શોપિંગ માટે લઈ જવા કહે છે, કારણકે બંને અચાનક નીકળ્યા માટે એ લોકો સાથે કોઈ સામાન નહોતો.
એકતા:"મારે કાંઈ શોપિંગ નથી કરવું, હોટલે ચાલ."
અર્જુન:"ઓહો શું વાત છે આટલી ઉતાવળ છે આપડી સુહાગરાત ની?" (આટલું કહીને અર્જુન એકતાને આંખ માટે છે અને હસવા લાગે છે.)
એકતા:"તને હંમેશા મસ્તી સુજે છે, ક્યારેક તો સિરિયસ થા."
અર્જુન:" સિરિયસ થયો માટે તો તારી સાથે લગ્ન કરી લીધા."
એકતા:"આમ જબરદસ્તી થી લગ્ન ના કરાય."
અર્જુન:"જબરદસ્તી? તું અને ઘરના બધા લોકો એક જ વાત કરીને મારો મગજ ફેરવતાં હતાં કે લગ્ન પહેલાં એકસાથે રૂમમાં નો રહેવાય માટે તમારી વાત માનીને મે તારી સાથે લગ્ન કરી લીધા. એમાં જબરદસ્તી ક્યાંથી આવી?"
એકતા:"તે મને પૂછ્યું હતું લગ્ન માટે?"
અર્જુન:"તે ના પણ નહોતી પાડી લગ્ન માટે જ્યારે આપડે કોર્ટ ગયા હતા અને મારા કહ્યા પહેલાં જ તું મેરેજ રજીસ્ટર પાસે સહી કરવા રેડી હતી અને મે મેરેજ રજીસ્ટર પર સહી કરી તે પહેલાં તો તે સહી કરી દીધી હતી."
એકતા:"ત્યારે હું ગુસ્સામાં હતી."
તો વાચક મિત્રો શું લાગે છે એકતા અને અર્જુન નું લગ્ન જીવન આગળ વધશે? શું અર્જુનના ઘરના લોકો એકતાને અપનાવશે? કરણ પોતાના ભૂતકાળ ની વાત પૂજાને કરશે? આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
ક્રમશ:....
-ઈશિતા રાયઠઠ્ઠા.