Ishita Raithatha

Drama Romance

3  

Ishita Raithatha

Drama Romance

પ્રેમની યાદોનાં ખાબોચિયાં - ૨૩

પ્રેમની યાદોનાં ખાબોચિયાં - ૨૩

4 mins
11


પૂજા પ્રથમ વખત પ્લેનમાં જતી હતી માટે થોડી બીતી હતી અને એક બાજુ કરણ ઉપર ગુસ્સો પણ હતો માટે વટના લીધે બોલતી નહોતી કે પોતાને બીક લાગે છે. પૂજા બોર્ડિંગ પાસ લઈને પ્લેનમાં જતી રહી પછી આરતી અને માયાબહેન અને વિપુલભાઈ પણ ત્યાંથી ઘરે જવા નીકળી ગયા. આ બાજુ કરણ પોતાની મિટિંગ જલ્દી પૂરી કરે છે અને મિસ એકતા સાથે ડીલ સાઈન કરે છે. 

અહીં ઘરે આરતી સવારે કોલેજ જવા નીકળે છે ત્યારે પૂજાને યાદ કરે છે અને થોડી ઉદાસ હોય છે ત્યાં અચાનક આરતીની કારની બાજુમાં એક બાઈક આવીને ઊભું રહે છે. એક મિનિટ માટે આરતી ડરી જાય છે પરંતુ જેવું તે છોકરાએ હેલ્મેટ કાઢ્યું કે આરતી એ જોયું તો તે તો સચિન હતો. સચિનને જોઈને આરતીના જીવમાં જીવ આવ્યો.

આરતી : (સચિનના શોલ્ડર પર મારે છે.)"તે તો મને ડરાવી દીધી."

સચિન : "મને થયું કે મારી બેસ્ટી આજે કોલેજ એકલી જાય એના કરતાં હું તેને મારી સાથે લઈ જાવ તો મારી બેસ્ટીને એકલું ના લાગે."

આરતી : "હું ક્યારથી તારી બેસ્ટી બની ગઈ ?"

સચિન : "કાલે જ્યારે મે તને પડતા પડતા સંભાળી હતી ત્યારથી, સાચે કાલે રાત્રે સપનામાં પણ તું, જમવાનું પીરસતી વ્યક્તિમાં પણ તું, ટી.વી.માં પણ તું,,,"

આરતી : "એ બસ કર લાગે છે તારું ફરી ગયું છે."

સચિન : "મારી સાથે બાઇકમાં ચાલ તો તને પણ ફેરવું."

આરતી : "ઠીક છે હું આવું છું, (આરતી સચિનના બાઈક પર બેસે છે.) ચાલ હવે."

સચિન : "થેંકસ યાર."

આરતી : "હવે તો પૂજા થોડીવાર પછી બાલી પહોંચી જશે."

સચિન : "તો શું પૂજા એકલી ગઈ છે ? તારો ભાઈ ?"

આરતી : "એમને એક ડીલ સાઈન કરવાની હતી માટે તે પહોંચી ગયા છે."

સચિન : "તારો ખડુશ ભાઈ પૂજાને લેવા તો એરપોર્ટ જશે ને ?"

આરતી : "મારો ભાઈ ખડુશ નથી."

આટલું કહીને આરતી સચિનને મારવા લાગે છે અને સચિનનું બેલેન્સ બાઈક પરથી જતું રહે છે અને બાઇક એક ઝાડ સાથે ભટકાઈ જાય છે. જેના લીધે આરતી અને સચિન બંને નીચે પડે છે. સચિનને તો બહુ નાં લાગ્યું પરંતુ આરતીને લાગ્યું અને આરતીને હાથમાં કોણી પાસેથી લોહી પણ નીકળવા લાગ્યા હતા. સચિન થોડો ગભરાઈ જાય છે.

 આરતી : (રડતા રડતા)"તારે આંખો છે કે બટન ?"

સચિન : "તું મને મારતી હતી એટલે મારું બેલેન્સ ના રહ્યું. ખોટી તારી ચિંતા કરતો હતો, તું ઝગડે છે માટે બરાબર છે."

આરતી : "ઓહો ! આટલા બધા લોહી, સચિન હું તને નહીં છોડું."

સચિન : "હું હાલ જલ્દી અહીં નજીકમાં એક હોસ્પિટલ છે ત્યાં તારા હાથનું ડ્રેસિંગ કરાવી લઈએ."

આરતી : "હજી તારે મને બાઈકમાં જ લઈ જવી છે ?"

સચિન : "હા, મને માર્યા વગર ચૂપ ચાપ મને પકડીને બેસી જા મારા પર વિશ્વાસ રાખ હું તને કંઈ નહીં થવા દઉં, બાકી તારી ઓલી બેસ્ટી આવીને મારું મર્ડર કરી નાખશે."

આરતી : "ઠીક છે પણ ધ્યાનથી ચલાવજે."

બંને હોસ્પિટલ પહોંચે છે અને ત્યાં જઈને વારો આવે ત્યાં સુધી સચિને પોતાનો રૂમાલ કાઢીને આરતીના હાથ પર બાંધી દીધો. આરતીને સચિનની આ રીતે કેર કરવી ગમે છે પણ સચિન સાથે લડ્યા વગર પણ નથી ચાલતું.

આરતી : "આ મારો હાથ છે, હથોડો નથી કે આટલો જોરથી પકડ્યો છે."

સચિન : "તું ગજબ છે, આટલા લોહી નીકળે છે છતાં પણ લડવાનો એક મોકો નથી મૂકતી."

એટલામાં ત્યાં ડૉક્ટર બંનેને અંદર બોલાવે છે અને આરતીનો હાથ જોઈને નર્સ ને ડ્રેસિંગનો સામાન લાવવા કહે છે. આરતીને આ બધાથી ડર લાગતો હતો, પણ જો પોતાના મોઢા પર દેખાવા દે તો સચિનને ખબર પડી જાય અને પછી સચિન કોલેજમાં બધાની વચ્ચે મસ્તી કરશે, એ વિચારથી આરતી પોતાના પર કંટ્રોલ કરીને બેઠી હતી.

ડૉક્ટર : "આરતીના હાથ પર થોડો સોજો પણ છે માટે એક ઇન્જેક્શન આપી દવ જેથી કરીને દુઃખાવામાં પણ રાહત થશે અને સોજો પણ થોડીવારમાં ઉતરી જશે."

આરતી : "શું ? ઇન્જેક્શન ! ના ના હું બરાબર છું, પ્લીઝ ઇન્જેક્શન નહીં."

આ બધું બોલતાં બોલતાં આરતી ત્યાં ડૉક્ટરની બાજુમાં ડ્રેસિંગ માટેના બેડ પર ચડી જાય છે. આ જોઈને સચિનને પણ નવાઈ લાગે છે કે, આટલી મોટી થઈ ગઈ લડવામાંતો જાંસી લક્ષ્મીબાઈ ને પણ પાછળ રાખી દે એવી છે પણ આટલું નાનું ઇન્જેક્શન જોઈને આટલી ડરે છે.

ડૉક્ટર : "આ તારી ગર્લફ્રેન્ડ તો બહુ ડરે છે, આટલું તો નાના છોકરાવ પણ ના ડરે."

ડૉક્ટરની વાત સાંભળીને બંને એક સાથે બોલ્યા, "ગર્લફ્રેન્ડ !" અને બંને એકબીજા સામે જુએ છે. નર્સથી એકલાથી આરતી પકડાતી નહોતી માટે સચિને પોતાના હાથથી આરતીને કમરથી પકડી રાખી. આરતી પોતાને છોડાવવાની પૂરેપૂરી કોશિશ કરતી હતી પરંતુ સચિનના ભારી ભરખમ હાથમાંથી છૂટવું અશક્ય હતું. ડોક્ટરે તરત આરતીના હાથ પર ઇન્જેક્શન આપી દીધું ત્યારે બીકના લીધે આરતીએ સચિનના હાથ જે પોતાની કમર પર હતા તેને જોરથી દબાવી રાખ્યા હતા જેના લીધે સચિનના હાથ પર આરતીના નખના નિશાન થઈ ગયા હતા.

આરતી આંખો ખોલતી જ નહોતી માટે સચિન આરતીને તેડીને બહાર લઈ ગયો અને ત્યાં બહાર બેન્ચ પર આરતીને બેસાડીને પોતાના બંને હાથથી આરતીના ગાલ પકડીને સચિન આરતીને જોયા જ કરતો હતો ત્યારે સચિનનું ધ્યાન આરતી હોઠ નીચે એ તલ હતું જે આરતીની સુંદરતા વધારતું હતું. સચિન એકીટસે આરતીને જોયા કરતો હતો એટલામાં આરતીએ આંખો ખોલી ત્યારે સચિન બોલ્યો,"મારી ખુંખાર સિંહણ, મિયાઉનું મિંદડું ક્યારથી થઈ ગયું ?" આ સાંભળીને આરતીએ એક નાની સ્માઈલ આપી જે જોઈને સચિનના જીવમાં જીવ આવ્યો.

ક્રમશ:                   


Rate this content
Log in

Similar gujarati story from Drama