Ishita Raithatha

Drama Romance

3  

Ishita Raithatha

Drama Romance

પ્રેમની યાદોનાં ખાબોચિયાં - ૧૯

પ્રેમની યાદોનાં ખાબોચિયાં - ૧૯

4 mins
6


નિશા: "હું અહીં ફક્ત ક્રિનાને લેવા આવી છું, મારો ઈરાદો તમને ડિસ્ટર્બ કરવાનો નહોતો."

પૂજા: "ઈટ્સ ઓકે, કંઈ વાંધો નહીં."

નિશા: "અને ક્રિનાથી ?"

પૂજા: "એટલે ?"

નિશા: "શું તમે કરણ સરના ભૂતકાળ વિશે જાણો છો ? તમને ક્રિનાથી કોઈ પ્રોબ્લેમ નથી ?"

પૂજા: "આટલી નાની અને પ્રેમાળ છોકરીથી મને શું પ્રોબ્લેમ હોય ? અને રહી વાત મારા પતિના ભૂતકાળની તો જો એ વાત મારા વર્તમાન અને ભવિષ્ય માટે જરૂરી હશે તો મારા પતિ મને જરૂરથી જણાવશે."

નિશા: "ક્યારેય કોઈના પર આટલો આંધળો વિશ્વાસ ન કરાય."

કરણ આ બધી વાત સાંભળતો હતો અને કરણ ને થયું કે નિશા, પૂજા ને કંઈ અગલ વાત કરે તેની પહેલાં અહીંથી જતી રહે તો સારું. પરંતુ બંનેની વાત તો લાંબી ચાલી અને કરણની ચિંતા વધતી પણ હતી અને પૂજાના જવાબ સાંભળીને પૂજા પ્રત્યે માન પણ વધતું હતું. કરણ તરત બંનેને વાતો કરતા અટકાવવા ક્રીનાને તેડીને પૂજા પાસે ગયો અને ક્રિના ને પૂજાના હાથમાં આપીને કીધું કે,

કરણ: "ભલે ક્રિના ને તેની જગા પર સુવડાવી દે, લઈ જવા દે."

પૂજા: "પણ ક્રિના જાગી જશે તો ?"

કરણ: "એની ચિંતા તું ના કર, નિશા ને ખબર છે કે, ક્રિના ને હેન્ડલ કેવીરીતે કરવી."

નિશા: "હા, પૂજા લાવ મારી દીકરીને મને આપી દે હું સમભાળી લઈશ."

કરણ: (થોડા ગુસ્સા સાથે પોતાની એક આઈબ્રો ઊંચી કરીને નિશા ને કહે છે.) શું કીધું ? પૂજા !"

નિશા: "સોરી સર આગળથી ધ્યાન રાખીશ, સોરી મેમ."

 આટલું કહીને નિશા ત્યાંથી ક્રિના ને લઈને જતી રહે છે અને કરણ પણ રૂમનો દરવાજો બંધ કરીને પૂજાને અંદર આવવા કહે કહે છે પરંતુ પૂજા ત્યાં વિચારમાં ને વિચારમાં ઊભી રહી જાય છે એટલે કરણ આવીને પૂજાને તેડીને બેડ પર લઈ જાય છે. પૂજા અને કરણ બંને એકબીજાની આંખોમાં જોતા હોય છે અને બેડ પર કરણ પૂજાને પોતાના શોલ્ડર પર સુવડાવે છે.

પૂજા: આ ક્રિના, નિશાની દીકરી છે ?"

કરણ: "હા."

પૂજા: "તો તમે ક્રિના નાં પપ્પા ! એટલે ક્રિનાની મમ્મી,"

કરણ: (પૂજાની વાત અધૂરી રાખતા)"ક્રિનાની મમ્મી તું છે."

પૂજા: "શું બોલો છો તમને ખબર છે ?"

કરણ: "મને તો બધી ખબર છે પણ આ તારા નાનકડા માથામાં જે મગજ છે એમાં આટલા બધા પ્રશ્નો શા માટે આવે છે ?"

પૂજા: "તો તમે મને કહી દયો ને જે સાચી વાત છે."

કરણ: "જે પણ સાચું હતું તે તારી સામે છે અને હું નથી ઈચ્છતો કે આપડું હનીમૂન બગડે. માટે તું સૂઈ જા અને મને પણ સુવા દે, કાલે મારે ઘણું કામ પૂરું કરવાનું છે. તારે કંઈ શોપિંગ કરવું છે ?"

પૂજા: "હા, તમારી પર્સનાલિટી સાથે મેચ કરવા માટે મારે પણ કપડાં લેવા પડશે, તમે આવશો સાથે ?"

કરણ: "તું તારી બેસ્ટી ને લઈ જજે, મારે ઘણું કામ છે, પરંતુ તે જો મારું નામ લીધું હોત અને પછી મને પૂછ્યું હોત તો હું પાકું આવવાની ટ્રાય કરત, પણ હવે તો,"

પૂજા: "શું હવે તો, નો આવવું હોય તો કંઈ નહીં, અમે શોપિંગ કરી લેશું, તમારા માટે કંઈ લાવું ?"

કરણ: "ના મારી પાસે છે."

પૂજા: "તો શું તમે આપડા હનીમૂનમાં પણ થ્રી પીસ સુટ પહેરશો ?"

કરણ: "તું એક કામ કર, વકીલ બની જા."

પૂજા: "કેમ વકીલ ? અને આમાં વકીલ વચ્ચે ક્યાં આવ્યો ?"

કરણ: "જો એમાં પણ પ્રશ્ન, માટે કહું છું કે તું વકીલ બનીજા, જજ સાહેબ તારી વકીલાત થી પાકું ખુશ થશે."(આટલું બોલીને કરણ હસવા લાગે છે.)

પૂજા: "કરો હજી મસ્તી કરો પણ,"

આટલું બોલીને પૂજા થોડી ઉદાસ થઈ જાય છે, ત્યારે કરણ પૂજાના ગાલ પર હાથ રાખીને પૂજાનું મોઢું પોતાની તરફ કરે છે અને ફક્ત પૂજાને એટલું જ કહે છે," ટ્રસ્ટ મી, મેં તારી સાથે ખોટું નથી કર્યું અને ક્યારેય કરીશ પણ નહીં અને તારી સાથે ખોટું થવા પણ નહીં દવ, માટે હવે સૂઈ જા." પૂજાને કરણની આંખોમાં પ્રમાણિકતા લાગે છે માટે પૂજા, કરણ પર વિશ્વાસ કરે છે અને પછી કરણ ને ટાઈટ હગ કરીને સુઈ જાય છે.

સવારે જ્યારે પૂજા જાગે છે ત્યારે કરણ ત્યાં પૂજાની બાજુમાં નથી હોતો કારણકે કરણ ને આજે ઘણા કામ પુરા કરવાના હતા જેથી પછી બીજા પાંચ દિવસ એ લોકોના હનીમૂન માં કંઈ ડિસ્ટર્બ ન થાય માટે. પૂજા પણ રેડી થઈને બધા સાથે નાસ્તો કરે છે અને હનીમૂન પર જવાની વાત કરે છે ત્યારે માયાબહેન આરતીને અને પૂજાને કોલેજ થી આવવા ટાઈમે શોપિંગ કરતું આવવા કહે છે.

 એટલામાં ત્યાં નિશા, ક્રિના ને લઈને આવે છે. બધા ક્રિનાને મળીને ખુશ થાય છે ત્યારે જયાબહેન ને થોડી ચિંતા થૈ છે કે ક્યાંક પૂજા ખોટા વિચાર ના કરે અને કરણ પર ભરોસો રાખે. આટલું વિચારતાં હોય છે ત્યાં ક્રિના દોડીને પૂજા પાસે આવે છે અને પૂજા પણ ખુશી ખુશી ક્રિના ને તેડી લે છે.

ક્રિના: "મમ્મી, આજે તમે મને બ્રેકફાસ્ટ કરાવશો ?"

અમીબહેન: "શું મમ્મી ! પૂજા તું ઓળખે છે ક્રિના ને ?"

પૂજા: "હા, આ મારી દીકરી છે."

અમી બહેન: "શું તે આટલી જલ્દી કરણ ના ભૂતકાળને અપનાવી પણ લીધું ?"

પૂજા: "ભૂતકાળ !"

માયાબહેન: "અરે વાતો ના કરો અને ક્રિના બેટા તું નિશા આન્ટી પાસે નાસ્તો કરી લે જે, પૂજાને કોલેજ જવું છે."

પૂજા: "કંઈ વાંધો નહીં હું નાસ્તો કરાવીને જઈશ."

અમી બહેન: "એક મિનિટ તો શું તું આ ક્રીના ને પોતાની સાથે હનીમૂન પર પણ લઈ જઈશ ?"

નિશા: "હનીમૂન ! કોણ જાય છે ?"

અમી બહેન: "ઓફ્કોર્સ કરણ સાથે પૂજા જ જશે તું તો નહીં જાય, બરાબર ને નિશા ?"(નિશાને થોડો ગુસ્સો આવે છે.)

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama