Ishita Raithatha

Drama Romance

3  

Ishita Raithatha

Drama Romance

પ્રેમની યાદોનાં ખાબોચિયાં - ૨૨

પ્રેમની યાદોનાં ખાબોચિયાં - ૨૨

4 mins
16


આરતીને આ બધું જોઈને ખૂબ મજા આવે છે. આરતી પૂજાના કહ્યા મુજબ પૂજાને વેસ્ટર્ન ક્લોથના સ્ટોરમાં લઈ જાય છે. ત્યાં જઈને પૂજાને થોડો સંકોચ થાય છે કે શું સાચે આવા કપડાં પહેરીશ તો જ કરણ ને હું ગમીશ ? પણ શું હું આવા કપડાંમાં કમફ્ટેબલ રહી શકીશ ? આવા અનેક વિચારોનું યુદ્ધ પૂજાના મનમાં ચાલી રહ્યું હતું. પૂજનું ઉતારેલું મોઢું જોઈને આરતી સમજી ગઈ કે આ બધું પૂજાને ગમતું નથી છતાં જેલેસીના લીધે કરે છે.

આરતી:"જો બેસ્ટી, મારો ભાઈ છે એટલે નહીં પણ તું વિચાર આટલા દિવસથી તું એમની સાથે રહે છે તને ક્યારેય એવું લાગ્યું કે ભાઈ તને દગો આપશે ?"

પૂજા મનમાં વિચારે છે કે પહેલાં તો કરણ ઓલી નિશાને ગુડબાય કિસ આપવા ગયા, પછી આ મિસ એકતા સાથે બાલી જતા રહ્યા એનાથી વધુ કોઈ શું પોતાની ઘરવાળીને હેરાન કરે.

આરતી:"ઠીક છે તારે કંઈ ના બોલવું હોય તો કંઈ નહીં પણ અહીં જે કપડાં મળે છે તેમાં તારો મેળ નહીં પડે ચાલ બીજે જઈએ."

પૂજા:"શું કીધું તે મારો મેળ નહીં પડે ! કેમ તને હું બુધ્ધુ લાગુ છું."

આરતી:"એ ભૂલ થઈ ગઈ મારી માં, મને બક્ષી દે."

ગુસ્સા અને જેલેસીમાં બધા પોતાની ચોઈસથી અલગ કપડાં લે છે. આરતીને સમજાઈ ગયું હતું કે પૂજા જ્યારે પણ બાલી પહોંચશે ત્યારે ભાઈનું આવી બનવાનું છે. આરતી ફરીથી કરણને મેસેજ કરે છે," ભાઈ જ્યારે બેસ્ટી ત્યાં પહોંચશે ત્યારે તમારા પર ખૂંખાર સિંહણની જેમ ત્રાટકવાની છે." હજુ કરણનો ફોન ચાલુ નહોતો થયો.

આરતી અને પૂજા શોપિંગ કરીને ઘરે આવવા ને બદલે સીધા પાર્લર પર જાય છે અને પૂજા ત્યાં પોતાનું મેકોવર કરવા કહે છે. ત્યારે પણ આરતી ના પાડે છે કે તું રહેવા દે, ભાઈને સિમપલ જ ગમશે. પરંતુ પૂજા તો કોઈનું કંઈ સાંભળતી જ નહોતી. માટે આરતી એ પાર્લરવાળી છોકરીને ધિરેકથી બધું સમજાવી દીધું અને થોડીવાર પછી જ્યારે પૂજાની ટ્રીટમેન્ટ પૂરી થાય છે ત્યારે સાચે પૂજા સુંદર લાગે છે.

પૂજા અને આરતી બંને હવે ઘરે જાય છે, આરતી ખૂબ થાકી ગઈ હોય છે માટે સીધી પોતાના રૂમમાં જતી રહે છે અને સૂઈ જાય છે ત્યારે તેના ફોન પર મેસેજ આવે છે તો આરતી જોવે છે તો કોઈ અજાણ્યા નંબર પરથી મેસેજ હતો જ્યારે આરતી મેસેજ ખોલે છે તો તે મેસેજ સચિનનો હતો કે, તમે બંને ઘરે પહોંચી ગયા ?" આ મેસેજ વાંચીને આરતીના મોઢા પર એક નાની સ્માઈલ આવે છે અને આરતી જવાબ આપે છે હા પહોંચી ગયા અને પછી તરત સૂઈ જાય છે.

આ બાજુ પૂજા પોતાનું પેકિંગ કરવામાં બિઝી હોય છે ત્યારે અજિતભાઈ, સરિતાબહેન અને અમિતનો ફોન આવે છે એ લોકો સાથે વાત કરીને પૂજા ખુશ થઈ જાય છે. થોડી વાતો કરીને પૂજા તરત ફોન રાખી દે છે. પૂજા જલ્દી જલ્દી પોતાનું પેકિંગ કરીને ઘરમાં બધા ને મળે છે.

અમીબહેન:"પૂજા મને તારા પર ખૂબ દયા આવે છે કે તારે હનીમૂન પર એકલું જવાનું છે."

અનિલભાઈ:"એકલી ક્યાં છે, કરણ હમણાં પહોંચતો જ હશે."

અમીબહેન:"હા પણ સાથે જવાથી પ્રેમ વધે, પણ અહીં તો સાથે તો કોઈ બીજું,,"

માયાબહેન:"બેટા પૂજા તારી ફ્લાઈટ છૂટી જશે જો તું આમજ વાત કરીશ તો, માટે હવે તમે લોકો નીકળો."

વિપુલભાઈ:"માયા તું પણ ચાલ અમારી સાથે, આપડે પૂજાને મૂકવા સાથે જઈએ."

માયાબહેન:"ઠીક છે, ચાલો જઈએ."

 આરતી પણ ફ્રેશ થઈને આવી ગઈ હતી માટે સાથે જાય છે. બધા એરપોર્ટ પર પૂજાને મૂકવા જાય છે. માયાબહેન ત્યારે પણ પૂજાને કહે છે,

માયા બહેન:"સફળ લગ્ન જીવનની ચાવી છે કોમ્યુનિકેશન, પ્રેમ, વિશ્વાસ, સાથ, એકબીજાની ખુશીમાં ખુશ થવું, વગેરે."

પૂજા:"પરંતુ માં શું હમેશાં ફક્ત છોકરીઓએ જ લગ્ન જીવન બચાવવાની કોશિશ કરવાની ?"

માયા બહેન:"પ્રયત્ન છોકરી કરે કે છોકરો કરે લગ્ન જીવન તો બંનેનું છે ને."

આરતી:"મમ્મી તું અત્યારે જે પણ કહે છે તે બધું બેસ્ટીના માથા ઉપરથી જતું રહે છે, કારણકે અત્યારે તો મેડમ મિસ એકતાથી જેલેસ છે."

માયા બહેન:"મિસ એકતા ! મને થયું કે સવારે ક્રિના એ ગુડબાય કિસની વાત કરી ત્યારથી પૂજાના મનમાં નિશા હશે ?"

આરતી:"ઓહો તો તો બેસ્ટી તારે કોમ્પીટેશન ટફ છે."

પૂજા:"તું અને તારો ભાઈ બને સરખા જ છો, મારા વગર ચાલતું પણ નથી અને મને હેરાન પણ કરવી છે."

 આટલી વાતો કરતા હતા ત્યાં આરતીનાં ફોન પર મેસેજ આવે છે, આરતી ધ્યાન નથી આપતી પરંતુ ફરીથી મેસેજ આવે છે તો આરતી જોવે છે તો તે મેસેજ કરણનો હોય છે. આરતીને વિશ્વાસ નથી આવતો કે સાચે ભાઈ એ મને જવાબ આપ્યો. મેસેજમાં કરણે એક સ્માઈલીવાળું ઈમોજી મૂક્યું હતું અને લખ્યું હતું "મને અંદાજો તો હતો પરંતુ પૂજા તો એનાથી પણ વધારે ગુસ્સે છે. પણ તું ચિંતા ના કરતી તારી બેસ્ટીનું હું ધ્યાન રાખીશ."

 આરતી પણ તરત જવાબ આપે છે,"મને તમારા પર પૂરો ભરોસો છે. આરતી ખુશ હતી કે આજે પહેલી વાર બેસ્ટી ના લીધે મે હિંમત કરીને ભાઈને મેસેજ કર્યો તો ભાઈએ પણ મને જવાબ આપ્યો. ભાઈ એટલા પણ ખડુશ નથી. આટલું વિચારીને હસવા લાગે છે.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama