Ishita Raithatha

Drama Romance

3  

Ishita Raithatha

Drama Romance

પ્રેમની યાદોનાં ખાબોચિયાં - ૨૪

પ્રેમની યાદોનાં ખાબોચિયાં - ૨૪

4 mins
9


આરતી અને સચિન કોલેજ જાય છે, સચિને આરતીને પૂછ્યું પણ હતું કે શું તે ઘરે જવા માગે છે પરંતુ આરતી કોલેજ જવા માંગતી હતી માટે તે બંને કૉલેજ જાય છે. આ બાજુ પૂજા પણ બાલી પહોંચવા આવી હોય છે. કરણ ખૂબ એક્સાયટેડ હતો, જ્યારે પૂજા તો ફ્લાઇટ લેન્ડ થશે ત્યારે શું થશે એ વાતથી ડરતી હતી, પૂજાને પ્લેનમાં મજા તો આવતી હતી પરંતુ કરણની યાદ પણ આવતી હતી.

થોડીવારમાં પૂજા બાલી પહોંચી જાય છે, પૂજા પોતાનો સામાન લઈને બહાર આવે છે ત્યારે પૂજાની આંખો ફક્ત કરણ ને જ શોધતી હતી. પૂજા જ્યારે કરણ ને શોધતી હતી ત્યારે પૂજાને એક મિનિટ માટે થયું કે કોઈ તેને ફોલો કરી રહ્યું છે, પૂજા જ્યારે પાછળ જુએ છે તો ત્યારે કોઈ તેને દેખાતું નથી. પૂજા કંઈ વિચારે તે પહેલાં કરણ તેને પાછળથી આવીને કમરથી પકડીને પૂજાના શોલ્ડર પર કિસ કરે છે અને ધીરેથી પૂજા ના કાનમાં બોલે છે,

કરણ:"વેલકમ માય પ્રિન્સેસ."

પૂજા:"હું પૂજા છું."(આટલું બોલીને પૂજા પાછળ ફરે છે અને પોતાની કમર પરથી કરણ નો હાથ છોડાવે છે.)

કરણ:(સમજી જાય છે કે હજી પૂજા જેલેસ છે. માટે મસ્તી માં કહે છે) હા હું તને ઓળખું છું, પણ શું તમે મારું નામ યાદ છે ?"

પૂજા:"હા, મિસ્ટર કરણ જોષી. અને હું પૂજા છું, એકવાર હજી જોઈ લેજો વળી ક્યાંક વહેમ માં નો રહેતા કે હું નિશા, કે મિસ એકતા કે પછી,,"

આટલું બોલે છે ત્યાં કરણ તરત પૂજાના હોઠ પર પોતાનો હાથ રાખે છે જેથી પૂજા આગળ કંઈ બોલી ના શકે. અને કરણ પોતાના બીજા હાથેથી પોતાના પોકેટ માંથી એક રોઝ કાઢીને પૂજા ને આપે છે. પૂજા પોતાના મોઢા પરથી કરણ નો હાથ હટાવવા માટે પૂજા કરણ ના હાથ માં બટકું ભરી લે છે. આ જોઈને કરણને પૂજા ઉપર વધુ પ્રેમ આવે છે અને તરત પૂજાને તેડીને કાર સુધી લઈ જાય છે.

પૂજા:"શું કરો છો ? પ્લીઝ મને છોડી દો, હું બાઈટ નહીં કરું પાકું."

કરણ:"આની સજા તને મળશે, હવે હું તને લવ બાઈટ આપીશ અને એ પણ તારા નેક પર." 

પૂજા:"ના ના પ્લીઝ એવું ન કરતા અને મારો સામાન તો લેવા દો."

કરણ:"સામાન આપણા બંગ્લો પર આવી જશે તું ચિંતા ના કર."

પૂજા:"જ્યાં સુધી તમે મને મારા પ્રશ્નોના જવાબ નહીં આપો ત્યાં સુધી હું તમારી સાથે ક્યાંય નહીં આવું."

કરણ:" પાકું જ છે? એકવાર હજુ વિચારી લે, મને આવી ક્યૂટ ધમકીથી બીક નથી લાગતી. બાકી એક કામ કર અત્યારે કારમાં બેસી જા પછી આરામથી વિચારજે, ત્યાં સુધીમાં હું મિસ એકતા સાથે મિટિંગ કરી લવ."

પૂજા:શું કીધું ? મિસ એકતા સાથે લઉં ? ક્યારથી ? કેવીરીતે ? મને ખબર હતી એ એટલી હોટ છે તો તમને ગમવા જ લાગશે પરંતુ તમે તો લવ કરવા લાગ્યા."(આટલું કહીને પૂજા જોર જોર થી રડવા લાગે છે.)

કરણ:"અરે હું કેમ કવ છું કે મિટિંગ કરી લવ, હું લવ કરું છું એવું નથી કહેતો, પહેલાં પૂરું સાંભળ."

 આટલું કહીને કરણ પૂજાને કારમાં બેસાડે છે અને પોતે ડ્રાઇવ કરે છે. આખે રસ્તે પૂજા મોઢું ફુલાવીને અને રિસાઈને બેઠી હોય છે. કરણ ને આ જોઈને ખૂબ મજા આવે છે.

કરણ:"તે આ મેકોવર મારા માટે કરાવ્યું ? ગુડ, હોટ લાગે છે તું."

પૂજા:"હા, હવે તો તમને બધા હોટ લાગશે અને બધાને ગુડબાય કિસ આપવા જશો, બરાબર ને ?"

કરણ:"ગુડબાય કિસ ? શું બોલે છે તું ?"

પૂજા:"મને બધી ખબર છે તમે ગઈકાલે સવારે મને તો મળ્યા પણ નહોતા અને પેલી નિશા ને ગુડબાય કિસ કરવા ગયા અને સાથે સાથે નિશા તમારા માટે જે ગિફ્ટ લાવી હતી તે પણ તમે લઈ લીધી."

કરણ:"શું બોલે છે તું ? આ બધી વાત તને કોને કીધી ?"

પૂજા:"મને ક્રિના એ કીધું કે તમે સવારે એને અને નિશા ને મળવા અને ગુડબાય કિસ કરવા ગયા હતા અને તમે ગિફ્ટ પણ લઈ લીધી."

કરણ:"હા હું ગયો હતો, પણ મે ફક્ત ક્રિનાને જ ગુડબાય કિસ કરી અને હું નીકળતો હતો ત્યારે નિશાએ ક્રિનાને જ ગિફ્ટ આપી અને મને આપવા કહ્યું તો પછી હું ક્રિના ને કેવીરીતે ના પાડું ? માટે લઈ લીધું. અને વાત રહી નિશાની તો હું એને કિસ શા માટે કરું ? કિસ કરવા મારી પાસે મારી સુંદર ઘરવાળી તો છે."

પૂજા:"અને પેલી મિસ એકતા! મે ફોટોમાં જોયું કે તમે એની બાજુમાં બેઠા હતા અને ખુશી ખુશી સેલ્ફી લેતા હતા."

કરણ:"એ મારી બિઝનેસ પાટનેર છે બીજું કંઈ નહીં. હવે તારા પ્રશ્નો પૂરા થઈ ગયા ? આપણે આપણા વિલા પર પહોંચી ગયા છે."

આટલું કહીને કરણ કાર પાર્ક કરે છે અને તેમાંથી ઉતારીને પૂજાની સાઈડનો દરવાજો ખોલીને પૂજાને તેડીને અંદર લઈ જાય છે. પૂજાનું મોઢું તો શરમથી લાલ થવા લાગે છે અને એ જોઈને કરણની આંખોમાં પૂજા પ્રત્યે પ્રેમનો નશો વધવા લાગે છે. બંને અંદર જાય છે ત્યારે કરણ પૂજાને ત્યાં હોલ પર સોફામાં બેસાડે છે અને પોતાના બંને હાથથી પૂજાને ઘેરી લે છે અને કહે છે,"ગુડ બાય તો નહીં પણ તને વેલકમ કિસ દેખાડું કેવી હોય."

હજુ તો પૂજા કંઈ જવાબ આપે તે પહેલાં જ કરણના હોઠ પૂજાના ગુલાબની પાંખડી જેવા હોઠની ઉપર આવી જાય છે અને કરણનો એક હાથ પૂજા નેકમાં પાછળ અને બીજો હાથ પૂજાની કમરમાં જતો રહે છે. પૂજા પોતાના બંને હાથથી કરણને દૂર કરવાની કોશિશ કરે છે પરંતુ કરણ ને રોકવો અશક્ય હતો. કરણની કિસ એટલી ડીપ હતી કે પૂજા પણ હારીને પોતાને કરણના શરણે કરી દે છે.

કરણ એકદમ વાઈલ્ડ થતો જાય છે અને ધીરે ધીરે પૂજાના નેક સુધી પહોંચીને ત્યાં પૂજાને કિસ કરવા લાગે છે. ત્યારે પૂજાના રૂવાંટા ઊભા થઈ જાય છે જે કરણ પણ અનુભવે છે ત્યારે કરણ એકવાર પૂજાને જુએ છે અને એક નાની સ્માઈલ આપીને પૂજાને નેકમાં લવ બાઈટ આપે છે. જેનાથી પૂજા કરણ પર ભડકે છે.

પૂજા:"હવેથી તમને કિસ તો શું મને અડવા પણ નહીં દઉં."

કરણ:"ઓહો હું તો ડરી ગયો."(આટલું બોલીને હસવા લાગે છે.)

ક્રમશ:                


Rate this content
Log in

Similar gujarati story from Drama