Ishita Raithatha

Drama Romance

3  

Ishita Raithatha

Drama Romance

પ્રેમની યાદોનાં ખાબોચિયાં - ૨૦

પ્રેમની યાદોનાં ખાબોચિયાં - ૨૦

4 mins
13


પૂજા આ બઘું જોતી હતી અને ક્રિનાને વાતો કરાવતા કરાવતા નાસ્તો પણ કરાવતી હતી. માયા બહેન અને ઘરના બધા લોકોને ક્રિના ગમે છે પરંતુ નિશા કોઈને ગમતી નથી. એટલામાં ત્યાં વિપુલ ભાઈ અને અનિલ ભાઈ આવે છે. એ બંને પણ નિશા અને ક્રિના ને ત્યાં જુએ છે.

વિપુલ ભાઈ : "અરે બેટા ક્રિના તું ક્યારે આવી ?"

ક્રિના : "અંકલ હું તો કાલે રાત્રે આવી." 

અનિલ ભાઈ : "અરે વાહ બેટા હવે થોડા દિવસ અહીં રોકા જે આપણે બધા મજા કરશું."

ક્રિના : "સોરી અંકલ મારી સ્કૂલ ચાલુ થઈ ગઈ છે સો મારે જાવું પડશે. સવારે પપ્પા મળવા આવ્યા હતા ત્યારે પપ્પાએ પણ મને રોકાવાનું કહ્યું પણ હું વેકેશનમાં આવીશ એવું મેં પપ્પાને પણ કહ્યું."

પૂજા : "શું સવારે તને પપ્પા મળીને ગયા ?"

ક્રિના : "હા, અમને મળવા આવ્યા હતા અને નિશા આન્ટી જે ગિફ્ટ લાવ્યા હતા તે પણ નિશા આન્ટી એ પપ્પાને આપી અને પછી પપ્પા એક ટાઈટ હગ અને ગુડ બાય કિસી આપીને ગયા."

અમી બહેન : "ગિફ્ટ, હગ, કિસ ! આ બધું.."

જયા બહેન : (અમી બહેનેની વાત વચ્ચેથી અટકાવતા.)"અમી, અનિલને ઓફિસે જવાનું મોડું થતું હશે તું અનિલને નાસ્તો આપવામાં ધ્યાન આપ."

આ બધું સાંભળીને પૂજાના હાથ એક મિનિટ માટે અટકી જાય છે અને પૂજા વિચારે છે કે," સવારે હું જાગી તે પહેલા એટલે જ ગયા હશે કે જેથી મને ખબર ન પડે તે રીતે ક્રિના અને નિશા બંનેને મળી શકે અને ટાઈટ હગ અને કિસ કરી શકે. તો શું કરણ મને પ્રેમ નથી કરતા ? સવારે મને તો કિસ કરીને ના ગયા." પૂજા વિચાર કરતી હોય ત્યાં તરત ક્રિના બોલી "મમ્મી હવે બસ હું વધારે નહીં ખાય શકું." આ સાંભળીને પૂજા પોતાના મનના વિચારોમાંથી બહાર આવે છે.

પછી ક્રિના અને નિશા બધાને મળીને નીકળે છે અને પૂજા અને આરતી પણ કોલેજ માટે નીકળે છે ત્યારે માયા બહેન સમજી જાય છે કે, પૂજાને બધી વાત હજુ કરણે નહીં કરી હોય માટે માયા બહેન તરત આરતી અને પૂજાની પાછળ પાછળ બહાર સુધી જાય છે.

માયા બહેન : "બેટા પૂજા, એક મિનિટ મારી વાત સાંભળ તો."

પૂજા : "હા, મા બોલોને."

માયા બહેન : "બેટા કરણ પર ટ્રસ્ટ રાખજે એ ક્યારેય તને ચિટ નહીં કરે, અને ક્યારેય ખોટું પણ નહીં બોલે, કદાચ ક્યારેક વાત કરવામાં મોડું કરે તો એની પાછળ પણ એનું કોઈ કારણ હશે માટે બીજા કોઈની વાતો પર ધ્યાન ના આપતી. અને એક બીજી વાત કે પતિ પત્ની વચ્ચે સંબંધમાં તિરાડ તો જ આવે જો બંને વચ્ચે કોમ્યુનિકેશન ગેપ હોય અને ટ્રસ્ટ ના હોય તો. માટે હંમેશા એકબીજાને પોતાની વાત કરવી અને કરણ ના કરે તો રાહ જોવી કે ક્યારે તે વાત કરશે."

પૂજા : "તમારી વાતથી મને થોડી રાહત મળી, થેંક્યું માં, પણ એ,"

માયા બહેન : "કરણ, તારા અને ક્રિના સિવાય કોઈને ક્યારેય ટચ નહીં કરે તો પછી નિશાને તો.."

આરતી : "હવે વાતો પછી કરજો મારે મોડું થાય છે, જલ્દી ચાલ બેસ્ટી."

આટલું કહીને આરતી પૂજાનો હાથ પકડીને કારમાં બેસાડી દે છે અને બંને કોલેજ જાય છે. પૂજા ને મનમાં ફક્ત ક્રિના એ કીધું તે વાત જ ફરતી હતી કે, "પપ્પા અમને ગુડ બાય કહેવા અને ગુડ બાય કિસ આપવા આવ્યા હતા." આરતી વાત કરે છે પરંતુ પૂજાનું ધ્યાન ફક્ત ક્રિનાની વાત પર જ હતું. એ ગિફ્ટ શું હશે જે નિશા એ કરણને આપી હતી. બસ આવા વિચારો સાથે બંને કોલેજ પહોંચી જાય છે.

આરતી પોતાના ક્લાસ તરફ જાય છે અને પૂજા પોતાના ક્લાસ તરફ જાય છે. શીલા ક્લાસમાં પૂજાની રાહ જોતી હોય છે અને સચિન પણ ક્લાસ માં પૂજાની જ રાહ જોતો હોય છે. પૂજા ક્લાસમાં આવે છે ત્યારે તરત સચિન દોડીને પૂજા પાસે જઈને આખા ક્લાસ વચ્ચે સોરી કહે છે જેનાથી આખા ક્લાસના બધા સ્ટુડન્ટ્સ ને શોક લાગે છે પરંતુ પૂજા ખૂબ નોર્મલી કહે છે, "ઠીક છે." 

સચિન : "પૂજા, સાચે તે મને માફ કરી દીધો ?"

પૂજા : "પ્લીઝ અત્યારે રહેવા દે."

શીલા : "પૂજા શું થયું કેમ આટલી અપસેટ છો ?"

પૂજા : "પ્લીઝ તમે લોકો ભણવા પર ધ્યાન આપો."

હિરેન સર આ બધું જોતાં હતાં અને સચિને એમની પણ પહેલાં જ માફી માગી હતી, હિરેન સર પણ ખુશ હતા કે સચિન સુધારવાની કોશિશ કરે છે અને પૂજા પર બહુ પ્રાઉડ હતું હિરેન સરને. શીલા અને સચિન બ્રેકની રાહ જોતા હતાં કે ત્યારે કેન્ટિંન માં જઈને પૂજાને આરામથી વાત કરશે. થોડીવાર પછી જયારે બ્રેક આવે છે ત્યારે બધા કેન્ટિંન માં જાય છે ત્યાં સચિન પૂજાનો હાથ પકડી પૂછતો હતો ત્યારે ત્યાં આરતી આવે છે અને આ જોઈને આરતીને ગુસ્સો આવે છે.

આરતી : "હાથ છોડ મારી બેસ્ટીની."

સચિન : "એક મિનિટ."

આરતી : (સચિન નો કોલર પકડીને) "મૂકી દે નહીંતર."

આ સાંભળીને તરત સચિન ઊભો થાય છે ને આરતીને ચૂપ કરાવવા જાય છે ત્યારે બનેનું બેલેન્સ નથી રહેતું અને આરતી પડે છે તો સચિન તેને બચાવવા આરતીને કમરથી પકડીને પડવા નથી દેતો અને સચિન ત્યારે ફક્ત આરતીને જોવે છે અને આરતીએ તો પોતાની આંખો બીક ના લીધે બંધ કરી દીધી હોય છે. ત્યારે સચિનને થાય છે કે તે ફક્ત આરતીને જોયા કરે. સચિન ધીરેથી બોલે છે,"લવલી" સચિનનો અવાજ આરતીના કાનમાં પડે છે અને તરત આરતી આંખો ખોલે છે.

આરતી : "શું કીધું ? તું સુધરિશ નહીં."

સચિન : "એક તો મેં તને બચાવી છતાં તું મને બ્લેમ કરે છે !"

બંને લપ કરતા હોય છે ત્યારે પૂજાના ફોન પર કરણનો મેસેજ આવે છે. પૂજાના મોઢા પર થોડી સ્માઈલ આવે છે પરંતુ એ સ્માઈલ ફક્ત થોડી વાર માટે જ હતી. પૂજા તરત મેસેજ વાંચે છે અને તે જોઈને પૂજા ખૂબ ગુસ્સા સાથે બોલે છે,"એક નંબરનો ખડુશ." આ સાંભળીને સચિનના હાથમાંથી આરતીની પકડ ઢીલી થઈ જાય છે તો આરતી તરત સચિનના કોલર પકડીને સચિનને ટાઈટ હગ કરે છે અને કહે છે,

આરતી : "એ તને નહીં મારા ભાઈને કહે છે, મને પડવા ના દેતો પ્લીઝ.

ક્રમશ:             


Rate this content
Log in

Similar gujarati story from Drama