Ishita Raithatha

Drama Thriller

4  

Ishita Raithatha

Drama Thriller

મયુરીનું આશાકિરણ - ૯

મયુરીનું આશાકિરણ - ૯

2 mins
168


 (હરીશભાઈ, કૃણાલના પિતા, કૃણાલ પર હાથ રાખે છે.)

હરીશભાઈ:બેટા કંઈ ખબર પડી ?

કૃણાલ: ઘણી ખબર પડી છે.

 (હર્ષા બહેન, કૃણાલના મમ્મી, કૃણાલનો હાથ પકડીને રડે છે)

હર્ષાબહેન: બેટા જમી લે.

કૃણાલ: તમે બધા જમ્યા ? આટલા બધા ઉદાસ કેમ છો ? મયુરી જલ્દી મળી જાશે.

  (બધા જમે છે અને પછી કૃણાલ રૂમમાં બધી વાતો પાછો યાદ કરતો હોય છે, ત્યાં જયદીપસરનો ફોન આવે છે.)

જયદીપસર: કૃણાલ, આજે સાંજે અલગઅલગ જગા પર ૧૮૭ લોકોના ફોનમાં બ્લાસ્ટ થયા છે, ઘાયલ થયેલા લોકોમાંથી ૨૭ જણા જ બીજી હોસ્પટલમાં છે, બાકી બધા ડૉક્ટરશેઠને ત્યાં જ છે.

કૃણાલ: ઓકે સર, હું હોસ્પિટલ પર જાવ છું.

 (કૃણાલ, રસ્તામાંથી જ વિભા અને આરોહીને ફોન કરી દે છે. કારણકે વિભા ડૉક્ટર હોય છે અને આરોહી ફિઝિયોથેરેપિસ્ટ હોય છે, માટે તેને બોલાવે છે. બધા હોસ્પિટલ પર પહોંચે છે. ત્યાં જયને જોવે છે તો, મિડ્યાવાળા, પોલિસ, માણસોની ભીડ, ખૂબ અવાજ ત્યાં કોઈ રડતું હતું, કોઈ દુઃખી હતું, તો કોઈ ભાન ભૂલી ને બેઠું હતું. ત્યાં કૃણાલને રાણીબહેન મળે છે.)

રાણીબહેન: સાહેબ, મારા દીકરાના ફોનમાં બ્લાસ્ટ થયો છે. હમણાં થોડા દિવસથી જ એને નવી નોકરી મળી છે. ખૂબ ખુશ હતો મારો દીકરો, પણ ભગવાને એની ખુશી વધુ સમયના રહેવા દીધી.

કૃણાલ: તમે ચિંતા ના કરો. બધું સરખું થઈ જશે.

રાણીબહેન: સાહેબ, ભીનીબહેનનો ફોન હતો, કે અંકિતા સાથે કંઈક તો થયું જ છે, અને વિનોદભાના ઘરમાં પણ કંઈક ગડબડ હોય તેવું લાગે છે, અને અત્યારના આ સમાચારથી આખું રાજકોટ રડે છે, દુઃખ વ્યકત કરે પરંતુ વિનોદભાઈ તો આ સમાચારથી ખુશ છે. સાહેબ, તમે કંઈક કરોને.

કૃણાલ: તને ચિંતા ના કરો, તમે તમારા દીકરાનું ધ્યાન રાખો.

 (સવારના પાંચ વાગે છે, કૃણાલ, વિભા, આરોહી બાધા થાકના કારણે સૂઈ ગયા હોય છે, ત્યાં રાણીબહેન આવે છેને, ખૂબ રડે છેને વિભાને ઉઠાડે છે, અવાજના કારણે બધા ઊઠી જાય છે. )

વિભા: શું થયું ? આટલા બધા રડો છો શું કામ ?

રાણીબહેન:અહીં ડૉક્ટર સાહેબ કહે છે કે, મારો દીકરો આ દુનિયા છોડીને જતો રહ્યો. તમે હલો અને જોવોને તમે પણ ડોક્ટર છો. હાલો જલ્દી.

વિભા: હા, હું આવું છું, પરંતુ આ શક્ય નથી. તમારા દીકરાને એટલું બધું લાગ્યું જ નહોતું કે એમાં માણસનો જીવ જાય.

રાણીબહેન: અને ડૉક્ટર નું કહેવું છે કે હમણાં અહીં, ઉધોગપતિ વિનોદભાઈ આવે છે, અને જે પણ લોકો મૃત્યુ પામ્યા છે એ લોકોને રૂપિયા આપીને મદદ કરશે. એ લોકોએ મૃત્યુ પામેલા વ્યક્તિનો અગ્નિસંસ્કાર પણ કરવાની ના પડી, કારણકે ફોનમાં જે બ્લાસ્ટ થયો હતો તેમાં જેરી વાયરસ હતો અને તે વાયરસ તે લોકોના લોહીમાં ભળી ગયો હતો, માટે જો આ લોકોનું અગ્નિસંસ્કાર કરશો તો વાતાવરણ પ્રદૂષિત થશે.

કૃણાલ: તમે ચિંતા ના કરો, હું જોઈને કહું છું કે હકીકત શું છે.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama