મયુરીનું આશાકિરણ - ૮
મયુરીનું આશાકિરણ - ૮
(કૃણાલ ત્યાંથી આશાકિરણ જાય છે)
વસુધા: આવો સર, હું સમજી શકું છું કે તમે બહુ દુઃખી હશો.
કૃણાલ: ના, હું દુઃખી નથી, મારી મયુરી જીવે છે, અને તેને ગોતવામાં તમારો બધાનો સાથ જોઈશે.
વસુધા: સર, હું અહીં પ્યુનનું કામ કરું છું, અને આ કમલા અહીંની વોચમેન છે. અમને રસ્તે રઝળતા જોઈને મયુરી મેડમ જ અહીં લાવ્યા છે અને અમને જવાબદારી સાથે કામ કરતા શિખવ્યું અને અમને અહીંજ કામ આપ્યું. અમે પણ મયુરી મેડમ માટે કંઈક કરવા ઈચ્છીએ છીએ, માટે તમે કહેશો તે કરીશું.
કૃણાલ: તમારો આભાર, હું જરૂર કહીશ.
(આટલું કહીને કૃણાલ અંદર જાય છે, ત્યાં વિભા હોય છે.)
વિભા: અરે કૃણાલ ! તું અહીં ?
કૃણાલ: હા, હું અહીં તમારી મદદ લેવા આવ્યો છું. મયુરીને ગોતવા માટે.
વિભા: મને કંઈ સમજાતું નથી.
(એટલા માં ત્યાં અંજુ, આરોહી, આશા આવે છે.)
કૃણાલ: તમે બધા મને ગઈ કાલે મયુરી અહીં આવી અને અહીંથી નીકળી ત્યાં સુધીની વાત જણાવો.
આરોહી: ગઈ કાલે મયુરી બહુ ખુશ હતી, અને તારા માટે ગિફ્ટ પણ લેવા જવાની હતી માટે અહીંથી વહેલી નીકળી ગઈ હતી.
કૃણાલ: મયુરી એકલી નીકળી કે કોઈ સાથે હતું ?
આરોહી: હા, અંકિતાનો ફોન હતો પછી બને સાથે નીકળી ગઈ.
કૃણાલ: આ અંકિતા આપડા રાજકોટના ઉધોગપતિ વિનોદભાઈના ભાઈની દીકરી છે ને ?
વિભા: હા, એ પણ અમારી સારી મિત્ર છે. હું એને ફોન કરું છું.
(ફોન લાગતો નથી.)
આશા: રાણીબહેન અહીં આવો તો, તમારી મિત્ર પેલા વિનોદભાઈ ના ઘરે કામ કરે છે ને ? તેને ફોન કરીને અંકિતા વિશે જાણો તો.
રાણી: હા, મેડમ કરું ફોન.
(રાણી તેની મિત્ર ભીનીને ફોન કરે છે, અને અંકિતા વિશે પૂછે છે.)
ભીની: અંકિતા ગઈ કાલથી ઘરે નથી આવી, મે સાહેબને કહ્યું તો સાહેબે કહ્યું કે તે વિદેશ ફરવા ગઈ છે. પરંતુ મને આ વાત માનવામાં ન આવી.
કૃણાલ: ગઈ કાલે મયુરી, અંકિતા, ડૉક્ટર શેઠ, વિનોદભાઈ બધા ક્રિસ્ટલ મોલમાં હતા, ત્યાં જરૂર આ લોકો વચ્ચે કંઈક થયું છે.
( એટલામાં ત્યાં સૂલુ આવે છે, અને કૃણાલ ને પકડીને જોરજોરથી રડે છે.)
સૂલુ: મારા દીદીને લઈ આવો, હું તેના વગર નહીં રહી શકું.
કૃણાલ: હું પણ તેના વગર નહીં રહી શકું, માટે જલ્દી ગોતીશું.
સૂલુ: પરંતુ, દીદી તમારા કરતા મને વધુ પ્રેમ કરે છે, માટે તેના મોબાઈલનો પાસવર્ડમાં પણ મારું જ નામ છે.
કૃણાલ: શું કીધું ? સાચે ?
સૂલુ: હા.
(કૃણાલ તરત મોબાઈલ કાઢીને તેમાં પાસવર્ડ નાંખે છે તો સાચે ફોન ચાલુ થઈ જાય છે. કૃણાલ ફોન ચેક પણ કરે છે તો તેમાં એક રેકોર્ડિંગ હોય છે. કૃણાલ તે ચાલુ કરે છે, તો કોઈ બોલતું હોય છે કે, ઓહો નો ! શી ઈસ નો મોર ! વિનોદ સાહેબ હવે ? આટલું કહ્યા બાદ રેકોર્ડિંગ પૂરું થઈ જાય છે. બધા આ સાંભળીને હેરાન થઈ જાય છે. કૃણાલ ને આ અવાજ જાણીતો લાગે છે, તે વિચારતો વિચારતો ઘરે જતો રહે છે.)
ક્રમશ:
