STORYMIRROR

Jignasa Mistry

Horror Tragedy Inspirational

4  

Jignasa Mistry

Horror Tragedy Inspirational

મુક્તિ

મુક્તિ

3 mins
264

ગયા વર્ષે અમે ચાર પાંચ મિત્રો ભેગા થઈ ખંડાલા ગયા હતા. કોઇ પણ હોટલમાં બુકિંગ ના મળતા આખરે અમારે રોડ પર જ રાત્રી પસાર કરવાનો વારો આવ્યો.

શહેરની આસપાસનો વિસ્તાર સવારે જેટલો સુંદર લાગતો હતો એનાથી અધિક રાત્રે બિહામણો લાગતો હતો.

 ધોર અંધારી રાત અને રાત્રે બોલતા તમારાં, ફરતાં ચામાચિડીયાં, ઊંધા લટકતાં ઘુવડો, શિયાળની લાળી, કૂતરાંનો રડવાનો, ભસવાનો અવાજ તથા અનેક નિશાચરોના બિહામણાં અવાજો અમારા ધબકારા વધારતા હતા.  

 અંધકારમાં પ્રકાશની જેમ અને નિરાશામાં આશાની જેમ અચાનક એક સફેદ ગાડી અમારી નજીક આવી ઊભી રહી.  

" મે આઈ હેલ્પ યુ ?" 

ગાડીનો ગ્લાસ નીચો થતાં એક સુંદર યુવતીનો ચહેરો દેખાયો.  

"એકચ્યુલી અમને રહેવા માટે કોઈ હોટલ નથી મળી. "મારા મિત્ર રાજેશે યુવતી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો.

"આેહ ! તમે ઇચ્છો તો મારા બંગલામાં રોકાઈ શકો છો. "

અમને તો જાણે ઘર બેઠા ગંગા મળી હોય એવું લાગ્યું. મારા મિત્રએ ગાડી શરૂ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ખબર નહીં કેમ અમારી ગાડી શરૂ ના થતાં એ યુવતીની ગાડીમાં બેઠા.

 "હેલો, માય નેમ ઇઝ ફેરી. "

 "હું, અવિનાશ. "

મારાં મિત્રોએ પણ પોતાનો પરિચય આપ્યો.

ફેરી ખરેખર પરી જેવી હોય, મારી નજર એક ક્ષણ માટે પણ એના ચહેરાં પરથી ખસતી નહોતી. કદાચ પહેલી નજરનો પ્રેમ આને જ કહેતા હશે.

થોડીવારે અમે એક મોટા બંગલામાં પહોંચી ગયાં. જ્યાં નીરવ શાંતિ હતી. મારો મિત્ર સામેના એક રૂમમાં જતો હતો ત્યાં જ ફેરીએ તેને અટકાવ્યો, અને કહ્યું કે એ રૂમને છોડીને તમે બીજા બધા રૂમ વાપરી શકો છો.

 મધ્ય રાત્રિનો સમય હતો. મારા મિત્રો તો થાકના કારણે ઊંઘી ગયા પણ મને વારંવાર ફેરી યાદ આવતી હતી. અચાનક મને કોઈકના હસવાનો તથા કોઈના રડવાનો અવાજ આવવા લાગ્યો ! કોઈ સફેદ વસ્ત્રોમાં સજ્જ એકદમ સુંદર યુવતિ જાણે કે મને એની તરફ ખેંચી જતી હોય એવો આભાસ મને થવા લાગ્યો.

પ્રકાશના એ પૂંજ તરફ હું ખેંચાયો. જોયું તો ફેરી બેઠી હતી. ફેરી સાથે વાત કરતા મને ખબર પડી કે તે અહીં તેના બોયફ્રેન્ડને મળવા આવી હતી. આખી રાત મેં ફેરી સાથે વાતો કરી. તેની સાથે મને આત્મીયતા બંધાઈ ગઈ.

 બીજા દિવસે મેં બંગલામા બધે નજર કરી પણ ફેરી ના દેખાતાં અમે એકલા જ શહેરમાં ફરવા નીકળી પડ્યાં હતાં. અમે અમારી સાથે એક ગાઈડ કર્યો હતો. આખા દિવસની મુસાફરી બાદ રાત્રે ગાઈડે અમને પૂછ્યું કે તમારે ક્યાં જવાનું છે ? અમે એ બંગલાની વાત કરી. ગાઈડ જાણે કે ચોંકી ગયો ! તેણે અમને કહ્યું કે,

"આપ શું બોલો છો ? એ બંગલો તો છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે. લોકો કહે છે કે એ બંગલો તો ભૂતિયો બંગલો છે, ત્યાં એક યુવતીની આત્મા ભટકતી રહે છે. એ ખૂબ જ સુંદર દેખાતી યુવતી રોડ પર તથા બંગલાની આસપાસ ભટક્યા કરે છે. તે યુવતી પોતાના બોયફ્રેન્ડને મળવા આવી હતી. પરંતુ એ પહેલા જ કોઈ રહસ્યમય કારણસર તેની મૃત્યુ થઈ ગઈ અને તેની આત્મા ભટકે છે."

અમે દોડીને એ બંગલા તરફ પહોંચ્યા. મેં ફેરીના નામની બૂમ પાડી, પરંતુ ફેરી ક્યાંય દેખાય નહીં. અચાનક મારી નજર બંધ રૂમ પર પડી. રૂમનો દરવાજો ખોલતાં અંદર ફેરીનો ખૂબ જ મોટો ફોટો અને તેની પર હાર ચઢાવેલાં હતાં. હૂં ફોટોની નજીક ગયો અને મને દર્દનાક સ્વરે સંભળાયું મુક્તિ ! 

અમે બધા મિત્રો જાણે કે સુન્ન થઈ ગયાં ! અમે બધા મિત્રોએ નક્કી કર્યું કે અમારે ફેરીની મુક્તિ માટે તેની મદદ કરવી જોઈએ.

અમે કબ્રસ્તાન ગયાં અને તેની આત્માની શાંતિ તથા મુક્તિ માટે પ્રાર્થના કરી. આજે પણ જ્યારે અમે બધા ભેગા થઈએ છીએ ત્યારે ફેરીને ચોક્કસ યાદ કરીએ છીએ.

 મારા હૃદયનો એક ખૂણો તો આજે પણ ફેરી માટે પ્રેમ અનુભવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Horror