Jignasa Mistry

Children Stories Inspirational

3  

Jignasa Mistry

Children Stories Inspirational

પ્લાસ્ટિક મુક્ત ભારત

પ્લાસ્ટિક મુક્ત ભારત

3 mins
255


(દ્રશ્ય - ૧ સોસાયટીનું મેદાન) 

આકાશ : અરે ! સાગર ચાલને રમવા જઈએ.

સાગર : ના યાર, મારુ મૂડ નથી !

આકાશ : કેમ શું થયું ? મને કહે દોસ્ત.

સાગર : આજે અમારી શાળામાં શિક્ષિકાબેને પ્લાસ્ટિકથી પર્યાવરણને તથા કેટલાય જીવને થતાં નુકસાન વિશેની સમજ આપતાં અલગઅલગ વિડીયો પ્રોજેક્ટ પર બતાવ્યાં. આપણાં રોજિંદા જીવનનાં એક અંગ સમાન બની ગયેલું પ્લાસ્ટિક આપણાં સૌ માટે આટલું બધું હાનિકારક છે એવી તો મને આજે જ ખબર પડી !

 ( પવન અને ધરતી ત્યાં આવે છે )

પવન અને ધરતી : અરે મિત્રો ! શું વાત કરો છો ? અમારે પણ સાંભળવી છે.

સાગર : મિત્રો મેં આજે એક વીડિયો જોયો જેમાં એક કાકા નિયમિતપણે ચા ખરીદીને પીતાં હતા. તેમને બીજું કોઈ જ વ્યસન ન હતું. તે અચાનક ખૂબ જ બીમાર પડ્યા. તપાસ કરતાં ખબર પડી કે તેમને કેન્સર છે અને આ કેન્સર થવાનું કારણ પ્લાસ્ટિકની કોથળીમાં ચા ખરીદીને પીતા હતા તે હતું. થોડા જ સમયમાં એ કાકાનું અવસાન થયું !

પવન, ધરતી, આકાશ : હે.....કેન્સર !

ધરતી : મારી મમ્મી પણ કહેતી હતી કે ગાય, ભેંસ, બકરી, પક્ષીઓ, માછલીઓ જેવાં કેટલાય જીવો પ્લાસ્ટિકને પોતાનો ખોરાક સમજીને ચાવી જાય છે અને પ્લાસ્ટિક તેમનાં આતરડામાં ફસી જાય છે વળી, ઘણી વખત તે તેમનાં માટે જીવલેણ સાબિત થાય છે.

પવન : હા, મને પણ ખબર છે કે પ્લાસ્ટિકનો સરળતાથી નિકાલ કરી શકાતો નથી. વળી, તેનો નિકાલ થતા 50 થી 500 વર્ષ જેટલો સમય લાગી શકે છે. અમારાં શિક્ષિકાબેન પણ આવું જ કહેતાં હતાં.

ધરતી : હા, મારો ભાઈ પણ કાલે કહેતો હતો કે, પ્લાસ્ટિક જમીનમાં દટાઈ જાય છે અને તે જમીનને તથા પાકને ઘણું બધું નુકસાન પહોંચાડે છે. વળી, તેનાથી પાણીની સંગ્રહ શકિત તથા ગુણવત્તા પણ આેછી થાય છે. વળી, આ બધો જ કચરો કુવા, નદી, તળાવ કે સમુદ્ર આગળ ભેગો થાય છે. કેટલીક જગ્યા ઉપર તો પ્લાસ્ટિકનાં મોટાને મોટાં ડુંગરોનાં થર પણ આપણને જોવા મળે છે. કેટલાક દરિયાઈ જીવો તેની સાથે ચોટેલાં ખોરાકને ખાવા જાય છે અને મોતને ભેટે છે. પ્લાસ્ટિકના કારણે હવા, પાણી,જમીન વગેરેનું પ્રદૂષણ ફેલાય છે. આપણે પ્લાસ્ટિક મુક્ત ભારત માટે કંઈક કરવું જ પડશે.

( બધા મિત્રો પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાનું નક્કી કરે છે.)

  (દ્રશ્ય -૨)

( આકાશ, ધરતી, પવન તથા સાગર પ્લાસ્ટિકના ઉપયોગ કરવાથી સમાજને કયાં કયાં નુકસાન થાય છે તથા પ્લાસ્ટિકની જગ્યા પર બીજી કઈ વસ્તુ વાપરી શકાય તેની સમજ આપતું એક નાટક તૈયાર કરે છે અને પોતાની સોસાયટીમાં તથા આજુબાજુના નજીકના ગામડાઓમાં નાટક ભજવવા નીકળી પડે છે. )

( દ્રશ્ય - ૩)

શાળાના મેદાનમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. બધા જ બાળકો સ્વતંત્રતા દિવસ ઉપર પોતાનું વક્તવ્ય આપે છે. આકાશ, ધરતી, સાગર, પવન પોતાનું પ્લાસ્ટિક મુક્ત ભારત અંગેનું નાટક શાળામાં ભજવે છે.

ઘરતી : અરે ! માનવો પ્રગતિની તથા સુવિધાઓની આડમાં તમારી માતાને હજી કેટલી પ્રદૂષિત કરશો ? 

આકાશ : અરે ! મિત્રો પ્લાસ્ટિક બાળીને તમે જ હવાને તથા વાતાવરણ દૂષિત કરો છો. વળી, અવકાશ સુધી પ્લાસ્ટિક પહોંચી ગયું છે. 

પવન : મિત્રો, પ્લાસ્ટિક નામનાં રાક્ષસનો ઉપયોગ બંધ કરો. વૃક્ષો વાવો. પર્યાવરણને બચાવો. 

સાગર : મિત્રો જળચર પ્રાણીઓને મરતાં બચાવો. 

બધાં બાળકો : ચાલો, આઝાદીના અમૃત મહોત્સવે સંકલ્પ લઈએ કે ત્રિરંગાની શાન જાળવીએ.પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવીએ. પેપરબેગ, કપડાં કે શણની બેગોનો ઉપયોગ કરીએ. પ્રદૂષણ મુક્ત આદર્શ ભારતનું નિર્માણ કરીએ.

 ( નાટક પૂર્ણ થાય છે. ગ્રામજનો પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાનો સંકલ્પ લે છે.) 


Rate this content
Log in