લાલચ
લાલચ
રાજુ નામનો એક નાનકડો પણ ખૂબ સમજદાર છોકરો હતો. તે એક દિવસ જંગલમાં ગયો. ચાલતાચાલતા થાકી ગયો અને એક કૂવા પાસે બેઠો. તેને ભૂખ લાગી એટલે તેણે ડબ્બો ખોલી તેની મમ્મીએ આપેલી રોટલીઆે ગણવા માંડી.
"એક ખઉં, બે ખઉં, ત્રણ ખઉં, ચાર ખઉં,...કે સાત ખઉં."
એ કૂવામાં સાત પરીઓ રહેતી હતી. પરીઓને થયું કોઈ અમને ખાવાં આવ્યું છે. બધી પરીઓ બહાર આવી કહેવાં લાગી.
"તું અમને ના ખઈશ અમે તને સોનાનાં ઈંડાં આપતી મરઘી અને ચમત્કારિક લાકડી આપીશું."
છોકરો તો મરઘી અને લાકડી લઈ ઘરે આવતો હતો. રસ્તામાં એક ઘરડાં દાદીમાને ઘરે ગયો અને પરીઆે તથા મરઘીની વાત કરી. સોનાના ઈંડાની વાત સાંભળી દાદીમાને લાલચ થઈ. તે રાત્રે મરઘી બદલવાં ગયાં ત્યાં જ પરીઓની ચમત્કારિક લાકડી આવીને દાદીમાને મારવાં લાગી. દાદીમા તો, "ઓય મા, બચાવો રે" બૂમો પાડવાં લાગ્યાં.
રાજુએ દાદીમાની ચોરી પકડી લીધી. ગ્રામજનો પણ કહેવા લાગ્યાં, "દાદીમાં ભૂલી ગયાં ? લાલચ બૂરી બલા હે."
બોધ : જીવનમાં કયારેય જૂઠું ન બોલવું કે લાલચ નહીં કરવી.
