Jignasa Mistry

Tragedy

3.8  

Jignasa Mistry

Tragedy

મીરા

મીરા

2 mins
260


"અરે ! મીરામાસીને સમજણ નહીં પડે."

"પણ મને શતરંજ રમતાં..."

મીરાનું વાક્ય પૂર્ણ થાય એ પહેલાં તો નાનકડી નિયતિ મીરાનાં હાથમાંથી શતરંજ ખેંચીને જતી રહી. 

પોતાની બહેન તેનાં બાળકો સાથે વેકેશનમાં રહેવાં આવશે અને તેના બાળકો મીરાની આસપાસ વીંટળાઈ પડશે ! મીરા તેમની સાથે રમતો રમશે, એવાં અનેક વિચારો સાથે તેણે ઘરમાં કેટલાય રમકડાં ભેગા કર્યા હતાં પરંતુ મીરાનાં જીવનમાં તો ભીડમાં પણ એકલતા લખાઈ હતી. આંસુનો ઘૂંટડો પીતા મીરાની નજર રમકડાંની સુંદર ઢીંગલી પર સ્થિર થઈ અને એ ઢીંગલી મીરાને બાળપણમાં ખેંચી ગઈ.

એકવાર મીરા તેનાં માતા, પિતા સાથે મેળામાં ગઈ હતી. પોતાને ઢીંગલી ખરીદી આપવાં તેણે માતા સમક્ષ બાળહઠ પકડી અને સાવકી માતાએ મેળામાં તેને ઢોરમાર માર્યો ! મારનાં ઉઝરડા તેનાં મન ઉપર વધુ પડયાં હતા ! સમયની સાથે મીરા સમજી ગઈ કે અનાથને સાચવનાર મળે પણ માવતર નહીં મળે ! 

મીરા ઘરમાં, શાળામાં, સમાજમાં હજારો લોકોની વચ્ચે પણ એકલતાનો અનુભવ કરવા લાગી. તેનું હ્રદય પ્રેમ માટે તરસતું. પ્રેમાળ શબ્દો સાંભળવા મીરા બધાનું કામ કરી આપતી પણ અફસોસ સ્વાર્થી લોકો તેનો ઉપયોગ કરી કહેતાં, 

"મીરા તને કશી સમજણ નહીં પડે." મીરાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવાં લાગ્યા! 

મીરાની આંખો સામે તેનું જીવન ફિલ્મનાં ટ્રેલરની જેમ ચાલવાં લાગ્યું. સગાં મા બાપે જન્મતાની સાથે તરછોડી. નિઃસંતાન દંપતીએ સ્વીકારી પરંતુ પોતાના સંતાનોનાં આગમનથી એ અનાથને ઘરની નોકર બનાવી. બાળપણમાંથી યુવાનીમાં પગરવ મંડાયાં અને તે પોતાના મિત્ર માધવમાં પ્રેમ શોધવાં લાગી પણ માધવની વાંસળી ક્યાં મીરા માટે વાગતી હતી ? 

'શ્યામ તેરી બંસી પૂકારે રાધા નામ, 

લોગ કરે મીરા કો યૂહી બદનામ.' 

મીરા સાથે પણ એવું જ થયું. પોતાનાં હ્રદયનાં તૂટેલાં તારને મીરા જોડી રહી હતી ત્યાં અચાનક તેનાં માતા પિતાનું અકસ્માતમાં મૃત્યુ થયું. પોતાનાં અરમાનોને તિલાંજલિ આપી મીરાએ નાના ભાઈ બહેનનાં સપના પૂર્ણ કરવાની જવાબદારી સ્વીકારી. બંનેને ભણાવી, પગભર કર્યા, તેમના લગ્ન પણ કરાવી આપ્યા.  લગ્ન બાદ મીરાને એકલતાની બક્ષિસ આપી ભાઈ, ભાભી, બહેન પોતાના પરિવારમાં પરોવાઈ ગયા. કયારેક મીરાને મળવા આવતા અને તેનાં પ્રેમ, ત્યાગ તથા સમર્પણની,

"મીરા તને કશી સમજણ નહીં પડે !" કહી મજાક ઉડાવતાં.

મીરા મનોમન બબળતી, "એવું નથી કે મારામાં હોશિયારી નથી પરંતુ હા... મારામાં તમારા જેવી લુચ્ચાઈ નથી."

દુઃખી મીરાની નજર મંદિરમાં બિરાજમાન શ્રીકૃષ્ણની મૂર્તિ પર પડી. તે શ્રીકૃષ્ણ સાથે સંવાદ કરવા લાગી. પ્રભુના ચરણોમાં જાણે તેના પ્રેમની શોધનો અંત આવ્યો.  મનોહર રાતે એકલતાની ચૂંદડી ઓઢી, તે પોતાના મન અને શ્યામ સાથે ઓતપ્રોત થઈ ગઈ. તેને સમજાયું કે પોતે અત્યાર સુધી સ્વાર્થી લોકોમાં પ્રેમને શોધતી હતી. કા...શ તેણે શ્રીકૃષ્ણને જ પ્રેમ કર્યો હોત. 

મીરાની એકલતા કૃષ્ણ પ્રેમમાં એવી દૂર થઈ કે મીરા મીરામાંથી રાધા બની ગઈ !

ઐસી લાગી લગન, મીરા હો ગઈ મગન..


Rate this content
Log in

Similar gujarati story from Tragedy