Kalpesh Patel

Drama Horror Thriller

5.0  

Kalpesh Patel

Drama Horror Thriller

મુક્તિ ~ જીવનપથની અતૃપ્ત ઝંખના

મુક્તિ ~ જીવનપથની અતૃપ્ત ઝંખના

12 mins
956


ભૂત-પ્રેતની કથાઓનું લેખન આપણાં દેશમાં છેલ્લા પાંચ દસકથી ચાલી રહ્યું છે અને એ પુસ્તકો આખા દેશમાં વંચાય છે. એક પરિચિત પાસે આવાં પુસ્તકોની કિંડલ એડિશનનો વિરલ ખજાનો છે. મેં તેમની પાસેથી લઈને કેટલાંક પુસ્તકો વાંચ્યાં છે. આ પ્રકારની કથાઓના શોખીનો વિભિન્ન ક્ષેત્રોમાં રહેલા છે. દાખલા તરીકે એક્ટર, ડોક્ટર, કલાકાર, કે સામાન્ય આમ આદમી. આજના ઈન્ટરનેટના જમાનમાં આ અજબ લાગે તે સામાન્ય છે. પશ્ચિમી દેશોમાં બ્લડ સિરઝ અને વેમ્પાયરની સિરઝ અત્યંત લોકપ્રિય છે હાલમાં હવે ટ્રેન્ડ બદલવાના ભાગ રૂપે હવે બદલાની ભાવના છોડી મદદ કરીને આધિપત્ય હાંસિલ કરવાના પ્લોટ ઉપર કરેલી પરિ કલ્પનાઓની સાથે ભટકતા અતૃપ્ત આત્માઓનું કાલ્પનિક વિવરણ બહુ રસપૂર્વક બનતું હોવાથી આવી એક રચનાને રજૂ કરી રહ્યો છું, આશા છે કે તે વાંચવી કે કોઈની પાસે સંભાળવી ગમશે.

અસ્વીકરણ (Disclaimer ) :- રજૂ કરેલી વાર્તા/ રચનામાં આલેખાયેલ, નામો, પાત્રો, વ્યવસાયો, સ્થળો, ઘટનાઓ, અને ઘટના સ્થળ કે સમય ક્યાં તો લેખકની કલ્પનાશીલતા છે અથવા કેવળ કાલ્પનિક છે, લેખન કાર્ય કેવળ વાંચનાર – વિવેચકના મનોરંજન હેતુ માટે છે અને તે રીતે રચનાની માવજત માટે શબ્દો વપરાયેલ છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ કે સ્થળ સાથેની કોઈપણ સામ્યતા સંપૂર્ણ રીતે યોગાનુયોગ છે/ગણવાનો રહેશે. તેમજ પ્રસ્તુત રજૂઆત કોઈ રાજકીય, સામાજિક, ધર્મ કે રિવાજ કે માન્યતાની રજૂઆત / સમર્થન અથવા વિરોધથી પર છે. 

~~~

કોવિદ ડેલ્ટા વેરિએંટ ૨૦૨૧ને લઈને કેટલાય દિવસથી સાવ સુના રહેલ કોલેજ કેમ્પસમાં સરકારી આદેશને આધીન થોડો સળવળાટ હતો. સવારના અગિયાર વાગ્યા આસપાસનો સમય થયો હશે. કોલેજ રોડની આજુ બાજુની દુકાનોમાં પણ હવે થોડી ભીડ જમવા લાગી હતી. ચાલુ વરસનું કોલેજનું પહેલું સત્ર સાત મહિના પછી હળવેકથી શરુ થઈ ચુક્યું હતું. પ્રથમવાર જ કોલેજ આવેલા વિધાર્થીઓ એકબીજાને ટગર-ટગર નિહાળી રહ્યા હતા. કોલેજના પ્રથમ દિવસેજ બધા એકદમ નવા કપડા પહેરીને આવેલા છોકરા-છોકરીઓ એકબીજાને ઈમ્પ્રેસ કરવામાં મશગુલ હતા. કેટલાક સિગરેટ પીવામાં તો કેટલાક મસાલા ખાવામાં વ્યસ્ત હતા. કેટલાકતો ઘરથી જાણ્યે ભુખ્યાજ આવ્યા હોય તેમ કેન્ટીનમાં લટાર મારતા હતા. લગભગ બધાજ કોલેજનો પ્રથમ દિવસ સ્પેશિયલ બનાવવાની તૈયારીમાં હતા. કેટલાક વળી સરકારી આદેશને અનુસરીને સાવચેતીના સૂર વચ્ચે થોડાક મૂંઝાયેલા હતા, જાણે થોડા દિવસ વહેલા કોલેજમાં આવી ચડ્યા હોય એવો ચહેરો બનાવીને હવે કોવિદના વાયરસથી બચવા કેટલું સોસિયલ ડિસ્ટન્સ પાળવું એવો વિચાર કરતા હતા. આ બધાની વચ્ચે સીનીયર વિધાર્થીઓ, પોતપોતાના ગ્રુપમાં ઠઠ્ઠા-મશ્કરી કરતા જોવા મળતા હતા.

અચાનક લીમડાના ઝાડ નીચે એક ઔડી પાર્ક થઈ. સફેદ ટોપ અને રેડ લેંગિસમાં આવેલી વિવિધાએ ચહેરા ઉપર રેબનના ગોગલ્સ ચડાવી દૂર બેઠેલા ટોળાં ઉપર મોહક સ્મિત રેલાવ્યું અને થોડો વિચાર કર્યા બાદ કોલેજના મેન ગેટ તરફ ચાલવા લાગી. બોરિંગ બારમાં ધોરણનો કોઠો વિંધ્યા પછી કોલેજ આવેલી વિવિધા એકદમ તાજા ગુલાબ જેવી ફ્રેશ હતી. કોલેજ જવાના સપના તે કેટલાય દિવસથી જોતી હતી. આજનો અનુભવ તેને રોમાંચક લાગતો હતો. વિવિધા રંગે ગોરી, સ્વભાવે તેજ અને ધાર્યું કરનારી હતી.

લીમડા નીચે એક બાઈક પાર્ક થયું અને વસંત આવ્યો. વસંત અનમ પણ ફર્સ્ટ યરમાં પ્રવેશ લઈને ખુશ હતો. વસંતના ફાધરનો શહેરમાં ધિકતો પેટ્રોલનો પમ્પ હતો, જાડી કમાણી છતાય તે સ્વભાવે ઠરેલ, વિવેકી અને સમજદાર હતો.જુવાનીનો જોશ તેનામાં હતો પણ સમજણ તેના પર ભારે પડતી હતી. ઓરીનેશન સેસન પછી, વિદ્યાર્થીઓએ સૂચિ પ્રમાણે પોતપોતાના પોતાના ક્લાસમાં ગોઠવાયા. બધાની હાજરી લેવાઈ. એકબીજાની ઓળખાણની આપલે માટેના સેસન પ્રથમ દિવસ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો અને બેલ વાગી. વસંત અને વિવિધા પોતપોતાના વાહન લેવા લીમડા નીચે ગયા અને આંખો ટકરાઈ ગયી. જરાક સરખા એકબીજાથી પ્રભાવિત થયા અને પોતાનો રસ્તો પકડી લીધો.

તે દિવસે સાંજે વસંત તેના પેટ્રોલ પમ્પની ઓફિસે ચાની ચૂસકી લેતો હતો, ત્યાંજ સી એ ટીવીના સ્ક્રીન ઉપર સામેથી ઔડી ગાડી પેટ્રોલ માટે આવતી દેખાઈ. કાળા રંગની ઔડી જોતાં, વસંતના મગજમાં વીજળીનો ઝબકારો થયો અને સવારે કોલેજના પાર્કિંગમાં જોયેલી કાર યાદ આવી, ત્યાંં ગાડીના દરવાજનો કાચ ખૂલ્યો, તેમાં બેઠેલી વિવિધા ઉપર વસંતની નજર પડી, આસમાની ડ્રેસમાં તે એકદમ સુંદર દેખાઈ રહી હતી. વસંત વિચારતો હતો કે જે છોકરી સવારે ભલે અભિમાની લગતી હતી તે અત્યાંરે કેજ્યુયલ આસમાની પિંક ડ્રેસમાં શાલિન અને સુંદર દેખાઈ રહી હતી.

વસંતને કારણ સમજાતું નહોતું..પરંતુ કોઈ અગમ્ય... બળ તેની તરફ ખેંચી રહ્યું હતું. ચાને પડતી મૂકી, વસંત કોઈ સંમોહન અવસ્થામાં આંખો બંધ હોય તેમ પેટ્રોલ ડિલિવરી પોઈન્ટ તરફ ચાલી નીકળ્યો.

પમ્પના બધા કર્મચારીગણ નાના શેઠને જોઈ રહ્યા હતા, વિવિધાની ગાડીમાં પેટ્રોલ ભરાઈચુક્યું હતું અને, વિવિધાએ પર્સમાથી કાર્ડ કાઢી પેમેન્ટ કરવા આપ્યું, ત્યાંરે તેની નજર તેની નજીક ઉપર ઉભેલા વસંત ઉપર પડી. થોડી થોડી વારે વિવિધા, ત્રાંસી નજરે વસંત તરફ જોઈ લેતી હતી.

તે દિવસની મુલાકાત પછી જેમ જેમ દિવસો પસાર થયા તેમ તેમ કોલેજમાં બંનેનું ફ્રેન્ડ સર્કલ બનવા લાગયું. હજુ સુધી એક બીજાનો પરિચય હજુ વાતચીતમા નહોતો પરિણમ્યો પણ પ્રોફેસર દ્વારા કોઈ કોવિદ વેક્સિન અવેરનેસ માટેનું કામ છોકરીઓમાં વિવિધાને સોંપતા, છોકરાઓમાં વસંતને જવાબદારી આપી હતી. ડેટા કલેક્શન ભેગા કરી કરી, બંને સ્ટાફ રૂમમાં પ્રોફેસરને સોંપવા ગયા. આ દરમિયાન બંનેની પહેલીવાર થોડી વાતચીત થઈ પ્રાથમિક પરિચયની આપલે થયી અને છુટા પાડી ગયા.

હવે સ્માઈલની આપલે અને હળવુંક હાય હલ્લો થવા લાગ્યું. ફ્રી સમયમાં ક્લાસમાં વસંતને માઉથ ઓર્ગન ઉપર ગીત વગાડતા સંભાળીને મજા આવી. કારણ, વિવિધાને સંગીતનો શોખ હતો અને તે પણ ખુબ સારું ગઈ શકતી. વિવિધાને હવે વસંત સાથે વાત કરવાનું બહાનું મળી ગયું. કેન્ટીનમાં બે મિત્રો વચ્ચે ઘેરાયેલા વસંતને તે ક્યારેક હાય કરે અને વસંત પણ વિવિધાને બાજુમાં બેસી નાસ્તો કરવા માટે આમંત્રણ આપે છે. પછી તો બંને જણા અનેક વાર ગ્રુપમાં તો કોઈક વાર એકલા કેન્ટીન કે ક્લાસ બહાર મળતા રહે છે. હવે બંને આને દોસ્તીનું નામ આપી શકે એવી પરિસ્થિતિ પેદા થઈ ચુકી હતી. એક બીજાના મોબાઈલ નંબરની આપલે અને બસ પછી તો પુછવું જ શું? ફેસબુક, વોટ્સએપ, અને ઈન્સટાગ્રામ પર એક બીજાને ફોલો કરવા લાગ્યા. વિવિધા ઉપર પ્રેમના છાંટણા ઉડી ચુક્યા હતા પણ વસંતના માટે તો હજી એ અહેશાશ થવાનો બાકી હતો. બધીજ સામ્યતા ધરાવતી આં દોસ્તીમા કંઈક વિરોધાભાષી હતું પણ એના અનુભવ માટે હજી થોડી વાર હતી.

કોલેજની સ્પર્ધાઓમાં આ જોડી સાથે ગાવા લાગી, નાચવા લાગી અને કેમ્પસમાં ફેમસ અને યુનિવર્સીટીની સ્પર્ધામાં પણ એટલીજ. આ જોડીએ કોલેજને ઢગલો ઈનામ અપાવ્યા. કોલેજમાં અને કોલેજ બહાર પણ ખુબ સન્માન થયું અને પબ્લીસીટી પણ મળી. કેટલીય પરિક્ષાઓ આવી ને, કેટલીય નોટ્સની અદલાબદલી આ જોડી એ કરીને. સારું પરિણામ પણ મેળવ્યું. હવે સમય હતો કોલેજકાળથી વિદાયનો.

કેન્ટીનમાં બેઠા બેઠા વસંતી અને વસંત વચ્ચે હવે ભાવિ યોજના અભ્યાસ મુદ્દે ચર્ચા ચાલતી હતી તેવે ટાણે …વિવિધા ઈચ્છતી હતી કે વસંત તેના માતા પિતાની સાથે પોતાનો મેળાપ કરાવે. જયારે વસંતની ઈચ્છા એવી હતી કે કોઈ પોતાનો આગવો કારોબાર સેટ કરે પછી વાત. આ વિચાર ઉપર વિવિધાનો વિરોધ હતો ને તેની માંગણી પરજ અટલ હતી. નાની અમથી વાતમાં બંને વચ્ચે જોત જોતામાં વિચારોની મોટી ખાઈ બની ગઈ હતી......અને બંને પંખીડા છૂટા પડ્યા.

વસંત વિવિધાની યાદમાં, તેના પમ્પે ઓફિસમાં બેસીને એક દિવસ કઈ વિચારતો હતો કે, શું તેણે પોતાની જિદમાં ભવિષ્યની જીવનસંગિની ગુમાવી દીધી હતી ? ત્યાંંજ પાછળથી કોઈએ તેના ખભા પર હાથ મુક્યો જોયું તો ભાવેશ હતો. ભાવેશે હસતા હસતા કહ્યું કે “વસંત, યાર તું અહી લમણે હાથ રાખી બેઠો છે ! આજે રાત્રે મે પાર્ટી રાખેલી છે, ત્યાંં તને તારી સંગિની મળવાના પૂરેપૂરા ચાંસ છે, તું જરૂર અવાજે સાંભળી લે..જીવન, કેમ બરબાદ કરે છે ?...” વસંત વાત સમજી ગયો કે વાત વિવિધાની થાય છે તેનું મગજ ચકરાવે ચડ્યું અને વસંતે બળ પૂર્વક યાદોને ખંખેરી. પણ તે માનતો હતો કે “બુંદથી બિગડી..તે બિગડી”

આજે હોટેલ રેડરોઝમાં ભાવેશના બર્થ ડેની ઉજવણી હતી અને શહેરના નામાંકિત મહાનુભાવો અને સરકારી અમલદારો હાજર હતા. આમ લોકોમાં આવા ફાંકશનમા નિમંત્રણ મેળવવાનું લોકોમાં સ્વપ્ન રહેતું, કે તેઓને નિમંત્રણ મળેતો ઓળખાણ પિછાણ વધે. બધા મન મૂકીને ડાન્સ કરતાં હતા અને સૌ કોઈ ઉત્સાહમાં હતા. એવામાં સૌ કોઈની નજર હોલના દરવાજે પડી. સૌદર્યના કામણ ફેલાવતી રૂપરૂપના અંબારસમી એક યુવતી આછા બ્લૂ ગાઉનના લીબાસમાં ઊભી હતી, તેની ડોકમાં રહેલ ચમકતો ડાયમંડનો નેકલેસ તેની અમીરતા પુરવાર કરવા માટે જરૂરિયાતથી વધારે હતો. રસીકલાલ આનમના એક માત્ર દીકરા વસંતે ટેબલ ઉપર કેક પડતી મૂકી, તેની નજર દરવાજે ઊભેલી યુવતી પર પડી અને તેના ધબકારા વધી ગયા, હા તે વિવિધા હતી, ભાવેશ ઊભો થયો અને દરવાજે ઊભેલી વિવિધાની સાથે હાથ મિલાવી હળવું આલિંગન આપી અન્ય લોકોની લોલુપ નજરો વચ્ચે, તેને હોલમાં દોરીને લઈ વસંતના ટેબલે લઈ આવ્યો આવ્યો.અને વસંતને તેનો હાથ થમાવી. પણ વિવિધા સાથે હાથ મિલાવ્યા પછી, તે શક્તિહિન થયો હોય તેમ લાગતું હતું, તેને હળવા ચક્કર સાથે ખુબજ અશક્તિ લગતી હતી. જાણે તેના શરીરમાંથી એકાએક લોહી ચૂસઈ ના ગયું હોય, પણ પાર્ટીનો રંગ બેરંગ ના થાય તે માટે જોર કરી બીજા દોસ્તોની સરભરામાં જોડાયો.  

રેડરોઝ હોટલમાં ભાવેશ દ્વારા પાર્ટીની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી હતી. અને પછી તો ભીડ જામી બરબાર. ડી.જે અને ઘોંઘાટ વચ્ચે ડાન્સ ચાલી રહ્યો હતો. લોકોનો ઉમંગ ચરમ સીમાએ હતો. ડાન્સ ફ્લોરથી થોડે દૂર ટેબલ પર વસંત, બીજી મોહક યુવતીઓના લોભામણા નાખરાઓને અવગણી અચાનક આવી ભેટેલી વિવિધાનું સાનિધ્ય માણતો હતો અને આવી જીવન સંગિની પામવાની તક ગુમાવવાનો ગમ ભૂલાવી રહ્યો હતો. દોસ્તોના કહેવા છતાં વસંત કોઈ આઈટમ આપવા તૈયાર નહોતો. રાતના સાડા અગિયાર વાગ્યા હતા. પાર્ટીમાં લોકો હજુ પણ થાકતા નહોતા. આખરે ઘડિયાળમાં જોઈ વિવિધા એ વસંતને કહ્યું “ ચલ વસંત કોઈ શાંત જગ્યાએ, મારે તારી સાથે શાંતિથી વાતો કરવી છે આમેય આ લોકો મોડી રાત સુધી પાર્ટી કરશે !” અને મને તારા વગર બીજામાં કોઈ દિલચસ્પી નથી તેની તને ખબર હોવી ઘટે !

વિવિધાના સૂચન સાથે સહમત થતા વસંતે વિવિધાની કારની ચાવી તેના ડ્રાઈવરને આપી પોતાની કારની પાછળ આવવા કહ્યું. વિવિધાએ એક દિલફેંક સ્માઈલ સાથે વસંતના હાથમાંથી તેની ગાડીની ચાવી લઈ હવે તે વસંતની ગાડીના સ્ટિયરિંગ વિલ ઉપર હતી અને વસંત તેની બાજુમાં બેઠો હતો. હોટલ બહાર ઊભેલા ભાવેશ અને બીજા મિત્રોને વિવિધાનું વિવેકની ગાડીને હંકારવું અજુગતું લાગ્યું, પણ હાલત જોતાં, ભાવેશના મિત્રોએ ભાવેશને કહ્યું, માની ગયા ભાઈ, આખરે તેં વસંતની ભાભી સાથે સુલેહ કરવી લીધી ખરી ! ભાવેશની ધ્યાન તેના મિત્રોની વાતમાં નહતું, તેને આજેની પાર્ટીમાં વિવિધાનું વર્તન અજીબ લાગતું હતું.

ભાવેશના મિત્રો પાર્ટીમાં હવે ચાલુ થયેલા દારૂના દોરમાં દારૂ પીને નશામાં હતા. પણ ભાવેશ નશાથી દૂર રહી, વસંતના ડ્રાઈવરને પોતાની કારની ચાવી આપી બંને જણા ફૂલ સ્પીડથી પીછો કરી પગેરું દબાવતા વસંતની ગાડી પાછળ જાય છે..... પીછો કરી રહેલ ડ્રાઈવર અને ભાવેશ અંધારામાં વસંતની ગાડીની ચમકતી ગાડીની લાઈટો જોઈ પીછો કરતાં હોય છે ત્યાંં રેલ્વે ફાટક નડતાં વસંતની ગાડી હાથતાળી આપી જાય છે, ડ્રાઈવર કઈ વિચારે ત્યાંં વિવિધાની કારના પૈડાં લોક થયા હોય તેમ ગાડી ખોટકાઈ ઊભી રહી.

આ બાજુ, વિવિધાની સંગતમાં વસંત હજી કોઈ સંમોહનમાં હોય તેવું લાગ્યું, ગમે તે હોય પણ કારની મ્યુજિક સિસ્ટમમાં વાગી રહેલ હેલનનું ‘કેબ્રેટ’ આલ્બમ ગાડીનું વાતાવરણ એકદમ માદક બનાવતુ હતું, પણ થોડીજ વારમાં આ મદકતાનો નશો વસંતને તેના મગજમાંથી ઉતારી ગયો. તેણે જોયું કે, વિવિધા હવે કોઈ એક સુમસામ રસ્તા ઉપર કાર હાંકી રહી હતી. અત્યાર સુધી સાવ અજાણ અને બેફીકર વસંત પરિસ્થિતિ સમજી ગયો હતો, વિવિધાની પર્સનલ કોઈ વિગતની કોઈ પણ જાણકારી તેની પાસે હતી નહીં, અને વિવિધાને “આપણે ક્યાં જઈ રહ્યા છે તે પૂછતાં ડરતો હતો.

વિચારોની ગડમથલમાં એકાએક વિવિધાએ ગાડી રોકી, વસંત ને તેની બાહોમાં જકડ્યો, અને એક તસતસતું ચુંબન ચોડી દીધું. અચાનક વિવિધાની આવી ચેસ્ટાથી વસંતનું લોહી થિજી ગયું હતું. કઈ સમજાય તે પહેલા, વિવિધા બેકાબૂ ઝડપે કાર હંકારી, ગાઢા જંગલમાં આગળ વધી રહી હતી. ગભરાઈ ગયેલો વસંત ન તો ચિલ્લાઈ શકતો હતો કે તેને કોઈની મદદ મળે તેમ નહતું. એનામાં અત્યારે કોઈ તાકાત જ રહી નહોતી. એનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું. એનું શરીર ભયથી ધ્રૂજી રહ્યું હતું. એની આંખો પણ ફાટવા લાગી હતી. એનું હૃદય તો ઉછળીને હમણાં બહાર નીકળી જશે અથવા ફાટી જશે એ રીતે જોરશોરથી ધ્રૂજી રહ્યું હતું. ગાડીની કેબિનમાં પણ સન્નાટો હતો અને પળે-પળે અજાયબ ભયંકર બનતા ચહેરાવાળી વિવિધા જંગલમાં વધુ આગળ વધતી જતી હતી. વસંત વિવિધાને આગળ વધતી રોકવા માટે પોતાનો હાથ લાંબો કરીને રોકવા જતો હતો, ત્યાંં જોરદાર આંચકા સાથે વિવિધાએ ગાડી રોકી.

“ઑ મેરે હમસફર આવ જલ્દી” કહેતા દરવાજો ખોલી વસંતને બાહર આવવા ઈંજન આપ્યું. વસંત પણ આનાકાની વગર ગાડીની બાહર આવ્યો અને તેણે મુક્ત હવામાં ઊંડા શ્વાસ લીધા. “વેલકમ ટુ માય પેલેસ, વસંત”, કહી સામે રહેલી પેંડ્યુલમ આસોપાલના ઝાડની હારમાળા પાછળ આવેલ એક આલીશાન મકાન તરફ ઈશારો કર્યો. કોઈ ગાઢા સંમોહનની અવસ્થામાં હવે વસંત સરી ચૂક્યો હતો, તેના ઘબકારા વધી ચૂક્યા હતા. ત્યાંં તેની નજર વિવિધા તરફ પડી, તો ચોંકી ગયો. વિવિધાનો સુંદર ચહેરા ઉપર દાઢી-મૂછ ફૂટી નીકળી હતી. એના ઉપરના ઉપલા દાંત કમળની પાંખડી જેવા હોઠને પાર કરી લાંબા થઈ બહાર નીકળી રહ્યા હતા. એ લાંબા દાંત હવે તિકમ જેવા ધારદાર બનતા હતા. આટલું ઓછું હતું તો જ્યારે વિવિધાએ વસંતને બોલવા પોતાનો હાથ અદ્ધર કર્યો ત્યારે તેના હાથની આંગળી પરના નખ લાંબા અને ધારદાર થઈ ગયા હળવે પગલે હવે તે વસંત તરફ આવવા લાગી. તેણે લાગ્યું કે, વિવિધાને કારનું સુકાન આપીને તેણે મોટી ભૂલ કરી દીધી હતી. ડરથી વસંતે આંખો મીંચી દીધી. પણ તેને લાગ્યું કે વિવિધાએ તેના લાંબા અણીયારા દાંત સાથે વિવિધાએ હળવેકથી પોતાનો ચહેરો નમાવીને પોતાના પ્યાસા હોઠ વસંતના હોઠ ઉપર મૂકી દીધા, વસંત ને હવે તેનો જીવ કોઈ ચૂસી રહ્યું હોય તેવો આભાસ થવા સાથે ધેરી તંદ્રામાં સરી પડ્યો.

સામે રહેલી પેંડ્યુલમ આસોપાલના ઝાડની હારમાળા પાછળ આવેલ એક આલીશાન મકાનમાં  કોઈ તેની બેતાબીથી રાહ જોઈ રહ્યું જતું,અને આલીશાન મકાનમાં આજીજી ભરેલ પોકાર ઉમટતા હતા ચૂડેલ બનેલી “વિવિધા”, ત્યાંં જવા પ્રેરતી રહી હતી..”વસંત” સંમોહન  કે ગૂમસૂમ હાલતમાં વિવિધાની pachal મકાનમાં દાખલ થયો ત્યારે તેણે કોઈ 'આવ વસંત આવ. કહી આવકાર આપતું હોય તેમ અનુભવ્યું અને તે યંત્રવત મેઝેનાઈન ફ્લોરના પગથિયાં ચડી વસંત પિયાના પાસે જઈને ઊભો રહી ગયો, જે જગ્યાએ અત્યારે પણ ત્રણ મીણબત્તી સ્ટેન્ડ ઉપર સળગી રહી હતી. વસંત ! એક મીણબત્તી ઉપાડી લે...વસંત અઘોચર આદેશનું પાલન કરી રહ્યો હતો. એણે મીણબત્તી લઈ લીધી. સરસ...

ચાલ 'હવે “વસંત ” તું આગળ વધ અને નીચે જઈ કેક સજાવ.”વસંત ” કોઈની આભામાં હોય તેમ..અવાજના આદેશ પ્રમાણેજ કર્યું. “વસંત ”એ ટેબલ ઉપર કેકનું બોક્સ ખોલી તેની સામે મીણબત્તી મૂકી ત્યાંંજ ખંડેરમાં એક સ્ત્રીનું ભયાનક અટ્ટહાસ્ય ગુંજી ઊઠયું. જોતજોતામાં આખો ઓરડો એક અજબ પ્રકારના અલૌકિક પ્રકાશ ચમકી ઊઠયો. જ્યાં મીણબત્તી મૂકી હતી તેના પ્રકાશમાં સામેની દીવાલ પર એક સ્ત્રીનો પડછાયો ઉપસ્યો અને ધીરે ધીરે સ્ત્રીના રૂપમાં ફેરવાઈ ગયો. એ દરમિયાન “વસંત ” ભાનમાં પણ આવી ગયો હતો. એની નજર કેક ઉપર પડી તે ચોંકી ગયો,,, આ... શું ? તેની ઉપર આઈશિંગ સુગરથી “ ટુ વિવિધા, માય હાર્ટ, ફ્રોમ યોર એવર લવિંગ વસંત ” લખેલ હતું.

 હોશમાં આવી રહેલો “વસંત ”તો ચકરી ખાઈ ગયો... “વગર ઓર્ડર કરેલી કરેલી કેક, અને નામ... પાછું તેમાં વિવિધા, દિલમાં વસેલી વિવિધાના ચક્કરમાં તે, ફરીથી એકા-એક ઘેનમાં પડતો હોય તેવું લાગ્યું. “વસંતના માનસ પટલ ઉપર કોઈ જીવંત નાટક ભજવતું હોય તેમ..એની સામે ધીમું મંદહાસ્ય રેલાવતી, સ્વર્ગની અપ્સરાને પણ શરમાવે એવી એક જુવાન સ્ત્રી ઊભી હતી..'કોણ છે તું ?'વસંતે, તંદ્રામાં પોતાના પર કાબૂ મેળવવા પ્રયત્ન કરતાં પૂછયું.ઓ ડિયર ”વસંત ! હું “વિવિધા” આજે તે મને આજે કેક સજાવી મને વાસ્તવમાં મુક્તિ અપાવી દીધી છે.

હું તારા દરેક સવાલનો જવાબ આપીશ. યાદ આવ્યું ? આજથી પચીસ વરસ પહેલાં આપણે બંને એક કોલેજમાં ભણતાં હતા. એકબીજાને પ્રેમ કરતાં હતા. આપણે એકબીજાને લગ્ન કરવાનો કોલ આપ્યો હતો અને તું નાતાલની રાતે મારા માટે કેક લઈ આવવાનો હતો. તે સાંજે મારા પિતાના મિત્ર પીટર અંકલે નશામાં મારી સાથે દુ:વ્યવહાર કરેલો, અને હું તારા લાયક ના રહેવાથી, મે ગાર્ડનમાં આવેલા ઝાડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. હું તને પામવા તરસતી હતી તે હવે અવગતે ચડેલી ચૂડેલના રૂપમાં પીટર અંકલને હેરાન કરવા ભટકટી હતી, મને સફળતા નથી મળી. તું મારો સાચો પ્રેમી હતો, મારા મોતના સમાચારથી,તને પણ આ લવર્સ પોઈન્ટની ખાડીએથી કૂદી આપઘાત કરેલો હતો. તેમ છતાં આપણો મેળ ભગવાનને ત્યાંં પણ નસીબના થયો કારણકે મારા કમોત પછી પીટર અંકલે એક તાંત્રિક પાસે મને અમુક સીમાઓથી બંધાવી, કેદ કરાવીને આ સૂમસામ અવરુ મકાનમાં લાવીને મીણબત્તીના સ્ટેન્ડના મીણમાં તડપતી દબાવી રાખેલી હતી. મને મારા મૃત્યુ દિવસે અર્થાત ફક્ત નાતાલની રાતે જ મુક્તિ મળી શકે તેમ હતું.

મે તારા બીજા જન્મ અને તું વયસ્ક થાય ત્યાંં સુધી રાહ જોઈ.. અને સમય આવ્યે, મારી પાશવી શક્તિથી તને આજે બોલાવ્યો. હવે આજની નાતાલની રાતે તારા જ હાથે કેક ખાઈ અધૂરી પ્યાસ પૂરી કરીશ. “વસંત ”, આજે હું ખૂબ ખુશ છું,મારૂ સ્વપ્ન આખરે આ નતાલે તારા હાથે પૂરું થયું. તંદ્રામાંથી બહાર આવતા “વસંત ” આવેશમાં આવી જઈને બોલ્યોઃ,'હવે “વિવિધા” વધારે તું શું ચાહે છે ?

“વસંતે” પૂછયું.'બસ.. વધારે કશુજ નહીં માત્ર “આખરી આગોશ” “વસંત ”. મને અબઘડી તારું મોત જોઈએ. તારાથી દૂર રહીને હું હમેશા ભટકતી રહીશ. મને ફક્ત તારું મોત જ આ પ્રેત-યોનિમાંથી મુક્તિ અપાવી શકે છે. હા... હા... હા... “વસંત ”... હવે તને મારાથી કોઈ અલગ નહીં કરી શકે..!

નાતાલની રાતે ભાવેશ આતુરતાથી વસંત અને વિવિધાની રાહ જોતા બેસી રહ્યો પણ તેઓ તેની પાસે પહોચ્યાં જ નહીં. 'બીજા દિવસે “મિડ ડે યોર સિટી” સમાચાર પત્રના પહેલા પાને સૂમ-સામ ખંડેરમાંથી સાંપડેલી “ફાટી પડેલી વિકળાળ ચહેરાવાળી “વસંત ”ની લાશના ફોટા ભાવેશ અને કોરોના ડેલ્ટા વેરિએંટ પછી માડ હાજર થયેલા વસંતના કોલેજના બીજા મિત્રોએ જોઈ પારાવાર દુ:ખી થયા. “વસંત”ના બેહુદા શકમંદ મોતને એક જંગલી જાનવર શેતાનીનો હુમલો ગણાવ્યો અને વિવિધાનું ગુમ થયાનો મુદ્દો તેમની ચર્ચાનો વિષય બનતો જતો હતો.

એ દિવસ પછી તો જીર્ણોધ્ધર થયેલ પેંડ્યુલમ આસોપાલના ઝાડની હારમાળા પાછળ આવેલ એક આલીશાન મકાન શહેરમાં આવનાર પ્રવાસી માટે મુલાકાતનું સ્થળ બન્યું છે. જીર્ણોધ્ધર પછી અહી, હવે રોજ બરોજ સેંકડોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા થયા. કોઈ અહી કોટેજમાં રોકાતા પણ ખરા, પરંતુ “વસંતે” આપેલ બલિદાન પછી કથિત ચૂડેલ બનેલી વિવિધાને મુક્તિ મળેલી હોય એ કોઈની કનડગત કરી નથી.


Rate this content
Log in

Similar gujarati story from Drama