મશીન
મશીન


શાશ્વતભાઈનું વજન 60 કિલો પણ થાક ખૂબ લાગતો. આખો દિવસ ઓફિસે બેસવાનું ને ઘરે પણ કઈ કામ નહીં.
આજે પણ ખુશ થતાં થતાં ઓફિસેથી આવ્યા અને બોલ્યા, અરે ઓ મારી 90 કિલો, ક્યાં ગઈ? અંદરથી ખુશીબેન આવ્યા. 10 વર્ષના લગ્ન જીવનમાં અર્ધાંગિનીમાંથી દોઢાંગીની થઈ ગયેલા. "રિયાબેન આવ્યા હતા" ફુલતા શ્વાસે ખુશીબેન બોલ્યા. "એ બધું છોડ, આમ જો તારા માટે વધુ એક મશીન લઈ આવ્યો. આ મશીન તને શ્વાસ લેવામાં જે મહેનત કરવી પડે છે તેમાંથી છુટકારો આપશે, બાય ધી વે તું રિયાબેનનું શુ કહેતી હતી." હરખાતા હરખાતા શાશ્વતભાઈ બોલ્યા.
"એ તો શરીર ઠીક રહે એ માટે કાલથી યોગા અને ફિટનેસ સેન્ટરે જાશું એમ પૂછવા આવ્યા હતા." મશીન જોતા જોતા ખુશીબેન બોલ્યા.