Bhavna Bhatt

Romance Inspirational

5.0  

Bhavna Bhatt

Romance Inspirational

મોર્ડન લવ

મોર્ડન લવ

3 mins
572


આજનો પ્રેમ, લાગણી ખુબજ સમજદાર થઈ ગઈ છે. રંગ, રૂપ અને રોકડા, જોઈનેજ આગળ વધે છે.. અને અરસપરસ લેવડદેવડ કરીને છૂટા પડી જવું એ પ્રેમ છે. આજની જનરેશન એટલેજ પ્રેમના નામે મોજમજા કરવા માટે એક નવું નામ આપ્યું છે " લિવ ઈન રિલેશનશિપ " પાશ્વાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરીને ભારતીય સંસ્કૃતિ ભૂલી ગયા. એકબીજાને સમજી શકાય એમ કહી ને "લિવ ઈન રિલેશનશિપ" કરે છે પછી જેમ કપડાં બદલાય એમ પાર્ટનર પણ બદલાઈ જાય છે. એનો અંજામ છેલ્લે છોકરીઓએજ ભોગવવાં પડે છે એવું બહું જ મોડું સમજે છે.

આ વાત છે વડોદરામાં રહેતી બંસરી પંડ્યાની. વડોદરામાં મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલી બંસરી બંસરી પછી એક દિકરી નામ પાયલ. બે બહેનોને માતા-પિતાએ ખુબ મહેનત અને લાડકોડથી ભણાવી ગણાવી. બંસરી કોલેજમાં હતી ત્યારથીજ પર નાતના છોકરા સાહિલને પ્રેમ કરતી હતી. બંસરી ભણી રહી એટલે વડોદરાની નજીકની એક ખાનગી શાળામાં શિક્ષીકા તરીકે નોકરીએ લાગી.

માતા પિતા એ નાતમાંથી સારા ઘરના અને સારું ભણેલાગણેલા છોકરાઓ બતાવવાના ચાલુ કર્યા.

પણ બંસરી દરેકમાં કંઈને કંઈ ખામી કાઢતી. બંસરીની માસી સૂરત રહે એમણે એમના દિયરનો છોકરો બતાવ્યો. હવે બંસરી પાસે ના કહેવાનું બહાનું ન હતું. એણેએ છોકરાં સાથે મુલાકાત કરી અને સગાઈ સુધીની વાત નક્કી થઈ. પણ બંસરીને તો સાહિલ સાથે રહેવું હતું. બન્ને એ ભેગા થઈ એક પ્લાન બનાવ્યો.

સાહિલ અમદાવાદમાં એક કંપનીમાં નોકરીએ લાગ્યો અને પરા વિસ્તારમાં એક ફ્લેટ ભાડે રાખી રહેવા લાગ્યો. બંસરીએ ત્યાં સુધી પેલાં છોકરાં સાથે સગાઈની ખરીદી પણ કરી લીધી. સગાઈની તારીખ નજીક આવતાંજ બંસરી એ પેલાં નાતના છોકરાને કહ્યું કે 'એ પરણીને તરતજ જુદા રહેવા માંગે છે જો આ વાત મંજૂર હોય તો જ સગાઈ કરીએ.' છોકરાએ ના પાડી અને ઘરમાં વાત કરી. બંસરીના માસીએ બંસરીની મમ્મી સાથે ઝગડો કર્યો અને બે બહેનોનો સંબંધ કાયમ માટે પૂરો થયો.

હવે બંસરી અચાનકજ સ્કૂલની નોકરી છોડી દીધી. ઘરમાં બધાં બોલવા લાગ્યા તો કહે 'હું અમદાવાદ નોકરી કરીશ અને પીજી તરીકે રહીશ.' માતા-પિતા એ કેટલું સમજાવ્યું કેટલાં માથાં કૂટયા પણ બંસરી એકની બે ના થઈ. અને બીજા દિવસે પોતાના કપડાં અને જરૂરિયાત વાળી વસ્તુઓ લઈને અમદાવાદ આવી ગઈ. માતા પિતા કંટાળી ગયા એમણે બંસરીને કોઈ રોકટોકના કરી અને કોઈ તપાસ પણ ના કરી. બંસરી આવીને સીધી જ સાહિલને મળી અને બન્ને જણાં " લિવ ઈન રિલેશન શીપમાં " સાથે જ રહેવા લાગ્યા.

બંસરીને પણ નજીકમાં એક કંપનીમાં નોકરી મળી ગઈ. રોજ નોકરીએ જવાનું અને ઘરમાં કામ પણ કરવાનાં. રોજ નોકરી અને રોજ રાત્રે સાહિલની માંગણીઓ સંતોષવાની. થોડા દિવસ તો બંસરીને આઝાદીની મજા આવી પછી કંટાળી અને થાકી ગઈ. સાહિલને તો સવારે ચા પણ બનાવીને આપવી પડતી અને કપડાં, વાસણો, કચરા પોતા, ઘરની સાફ સફાઈ અને રસોઈ બધુંજ કરવાનું.બંસરીને માતા યાદ આવી ગઈ.

ઘરમાં તો રોજ મમ્મીજ સવારે ચા નાસ્તો તૈયાર આપતી અને ઘરનાં કામકાજ પણ મમ્મી જ કરતી. ક્યારેક જ બંસરી મમ્મીને કામકાજમાં હાથ બટાવતી. આજે સાહિલ સાથે એણે સવારમાં માથાકૂટ કરી કે આપણે લગ્ન નથી કર્યા કે તું મારી પર જોહુકમી કરે છે તારી પણ ફરજ છે કે ઘરના અડધાં કામ તું કર અને અડધાં હું કરું. આપણે લિવ ઈન રિલેશનશી માં રહીએ છીએ તો આજે તું ચા બનાવ. સાહિલ ગુસ્સે થઈ ગયો અને પછી બન્ને વચ્ચે ઝઘડો થયો અને પછી મારામારી થઈ...

બંસરી હવે દિલથી પસ્તાવો કરી રહી કે આના કરતાં માતા-પિતાએ બતાવ્યું ત્યાં પરણી હોત તો આજે સુખી હોત મારું ઘર હોત. આ તો કંઈ જિંદગી છે રોજ મજુરી કરવાની અને ચામડા ચૂંથવાના. સાહિલ ફ્લેટમાં બધું પછાડીને નોકરીએ જતો રહ્યો.

બંસરી એ એની મમ્મી ને ફોન કરી કહ્યું કે 'મમ્મી હું વડોદરા પાછી આવવા માગું છું તો આવી શકું ?

તમે કહેશો ત્યાં હું લગ્ન કરીશ.'

બંસરીના મમ્મીએ કહ્યું, 'બેટા આવી જા ઘરે.'

બંસરી એક વર્ષ અજ્ઞાતવાસમાં રહી પછી ભરૂચની પાસેના નાનાં ગામડાંમાં ટી.વીનાં કેબલ નેટવર્કનું કામ કરતાં રવિશ જોડે લગ્ન થયા. રવિશ બંસરીને ખુબ જ પ્રેમ કરતો અને સાચવતો. બંસરીને પણ રવિશથી પ્રેમ થઈ ગયો અને ઘર સંભાળીને રહેવા લાગી.


Rate this content
Log in

Similar gujarati story from Romance