Kalpesh Patel

Romance

5.0  

Kalpesh Patel

Romance

મનમેળ

મનમેળ

14 mins
3.5K


ડાંસ ફ્લોર પર અગણિત પગ થરક્તા હતા, વાતાવરણમાં કાર્યો કેનનથી ફેલાતા ધુમાડાના વાદળ, અને સિક્સ ચેનલ જે બી એલ ની 5000 વોટ્સની મ્યુજિક સિસ્ટમ યુવાન હૈયાને બહેકવા માટે પૂરતા હતા. કોલેજની અન્ય જોડીઓથી અલગજ રીતે અનય અને અખિલની જોડી ફ્લોર ડાન્સમાં રંગ જમાવતી હતી.  

આજે એન્ડરસન યુનિવર્સિટીના ડીન સેમ્યુયલ સાહેબ દ્વારા આયોજિત વાર્ષિક વિદાય દિવસ હતો, એન્ડરસન યુનિવસિટી રાજ્યની નામાંકિત યુનિવર્સિટી હતી. અને હજારો યુવાનોનું સ્વપ્ન રહેતું કે તેઓને તેમાં એડમિશન મળે. આજની ઉજવણીના અંતે ફાઈનલ યરના વિદ્યાર્થીઑની પ્લેસમેંટ માટેની મીટ હતી. સૌને નોકરીનું પ્લેસમેંટ મળવાનું હોઈ, બધા મન મૂકીને ડાન્સ કરતાં હતા, આ તેઓનો વિદ્યાર્થી જીવનનો આખરી મોકો હતો અને સૌ કોઈ ઉત્સાહમાં હતા.

અખિલ લો સ્ટ્રીમમાં હતો, અને આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં તે વ્રકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેતો અને ઈનામો અંકે કરી યુનિવર્સિટીનું નામ રોશન કરતો, તો અનય ફાઈન આર્ટ્સની કાઠું કાઢેલી વિદ્યાર્થીની  હતી, અને દરેક કલ્ચરલ ઈવેન્ટમાં તે અચૂક ભાગ લેતી. બંનેના ફિલ્ડ અલગ હતા પણ તેઓ કલાની અભિવ્યક્તિ મુદ્દે એક હતા. પ્રાસંગિક ઈવેન્ટ દરમ્યાનની અને લાઈબ્રેરીની ટૂંકી મુલાકાતો એક બીજાના દિલની ગહેરાઈ સુધી પહોચી ગઈ તેનો બંનેમાંથી કોઈને ખ્યાલ ના રહ્યો.

આમ ને આમ સમય ક્યારે વીતી ગયો તે ખબર આજના એન્યુઅલ ડે કમ વિદાય સમારંભની પાર્ટી અને પ્લેસમેંટ મીટ ચાલુ થઈ તે દિવસે, અખિલે દિલના દર્દને છૂપાવતા હિંમત કરી, તે અનય પાસે ગયો, બોલ્યો હે અનય, તારા ઘરનું એડ્રેસ આપ મને.

કેમ ? અખિલ શું ઈરાદો છે, જનાબનો ? અનય તેની આંખોને નચાવતા પૂછી બેઠી. અખિલે આવા સામા સવાલની આશા રાખી નહતી, તે નીવડેલો ઓરેટર હતો એટ્લે તરતજ બોલ્યો, ઈરાદો બીજો શું હોય, તારો હાથ માંગવા આવવાનો છું. અનય જવાબ સાંભળીને શરમાઈ ગઈ, અને તેના વાળની લટને આંગળીએ વીંટતી રહી. અને બોલી, ઈટ્સ ઓકે, બટ હાવ યૂ નો ધેટ ? આઈ હેવ એન ઈન્ટરેસ્ટ ઈન યૂ! ઓહ ડોન્ટ બી સિલિ, અનુ, ઈફ યૂ વિલ્ ગિવ મી યોર એડ્રેસ ઓર રિજેક્ટ, આઈ એમ ગોઈંગ ટુ ગેટ યોર માઈન્ડ ટુડે જસ્ટ નાવ.

હું કાયર નથી, બકાયદા, તારે ઘેર વાજતે ગાજતે આવીને લઈ જવા માગું છું, પણ હા, હમણાં નહીં, મને પગભર થવા દે, સપનાને માણવા માટે પણ કંઈક જોઈતું હોય છે, યુનિવર્સિટીના ફરફરિયાને વાસ્તવિક દુનિયાનો ટેકો મેળવવો પડે, અર્થાત હું સેટલ થઈ, ટૂંકમાં આવીશ તારે ત્યાં, અને અનય, અખિલને તેનું સરનામું આપે છે. બંને સજળ નેત્રે કોલેજની મુલાકાતો ગુમાવવાના વસવસા સાથે છૂટા પડે છે.

જેમાં કુંજન અનયના પિતા યશવંતરાય ને ત્યાં જઈ તેના ભાઈ અખિલ માટે “અનય”નું માગું કરે છે.

 પરમદિવસે વસંત પંચમી હતી, યશવંતરાય ખુશ હતા, રાત્રે જમ્યા પછી તેઓએ અનયના મમ્મી યશોદાબેનને વાત કરી, કે આજે તેમની દુકાને શહેરના નામાંકિત વકીલ કુંજલ બેન આવેલા અને તેઓએ તેઓના ભાઈ અખિલ માટે આપણી અનયનું માગું કરેલ છે, તેઓ પરમદિવસે વસંત પંચમીએ તેઓના ગોર મહારાજ, અને અખિલકુમારને લઈ આપણે ત્યાં આવશે.

હા રાયજી, અખીલ વિષે અનયએ મને વાત કરેલી હતી, છોકરો સારો અને સીધો છે, પણ તેઓ રહેલા મોટા કુટુંબના આપણે રહ્યા સામાન્ય, એટ્લે લેવડ દેવડમાં કદાચ. . , યશવંતરાય ઉત્સાહથી વચ્ચે બોલ્યા, યશોદા, કુંજલબહેનની પહેલી શરત એ હતી કે અમે તો “કંકુની કન્યા” લેવા આવવાના છીએ, ભગવાનનું આપેલું બધુજ છે અમારી પાસે, બસ અમારા ગોર મહારાજ છોકરા છોકરીના ગુણ મેળવે એટ્લે ગોળ ધાણા અને તરત કોર્ટ મેરેજ, અને પછી અમે આપણે સંયુક્ત સત્કાર સમારંભ રાખશુ.  અને આપણાં મહેમાનોનું લિસ્ટ આપણે તેઓને આપવાનું રહેશે, તેઓ આપના તરફથી બધાને નિમંત્રણ આપશે. આપણી અનય તો ભારે નસીબ વાળી છે હો! 

વસંત પંચમીનો દિવસ આવી પહોંચ્યો, અનય ક્યારની અગાશીમાં ઊભી સોસાયટીના દરવાજા ઉપર જોતી હતી, આજે લગભગ સાત મહિના પછી તે અખીલને જોવાની હતી, મનમાં તેને પોતાની પસંદ માટે ગર્વ પણ હતો, અખિલ સંસ્કારી હતો છેલ્લા સાત માહિનામાં તેને એક પણ વાર તેનો સંપર્ક કરવાનો પ્રયાસ નહતો કર્યો, તેના મનનો માણીગર આજે તેને મળવાનો હતો અને જિંદગીનું એક નવું ચેપ્ટર શરૂ થવા જઈ રહ્યું હતું તેનો આજે ઉમંગ હતો.

બરાબર નવ ના ટકોરે સફેદ હોંડા સિટી સોસાયટીમાં દાખલ થઈ, અને તેના ઘર પાસે ઊભી, આગળની સીટમાથી ગોર મહારાજ, ફૂલ અને મીઠાઈના બોક્સ લઈને ઉતર્યા અને પાછળની સિટ માંથી ગુલાબી સાડીમાં એક મહિલા ઉતર્યા જે કુંજલ બેન હશે તેમ અનયે માની લીધું. તેનું દિલ અખિલને જોવા આતુર હતું, અને અખિલ પણ ઉતર્યો, પિસ્તા કલરની શેરવાનીમાં શોભતો હતો, થોડું બદન ભરાયેલ, પણ એજ છટા અને એજ મોહક વ્યક્તિત્વં, અનય તો આંખે હાથ દઈને રૂમમાં દોડી આવી.

ત્યાં તો યશોદાબેનનો અવાજ આવ્યો, અનય બેટા આવ જો કોણ આવ્યું છે ? અનયે વાળ ઉપર છેલ્લો કાંસકો ફેરવીને એક નજર અરિસા ઉપર નાંખી બોલી આવી મમ્મી. ડ્રોઈંગ રૂમમાં યશવતરાય કુંજલબેનની વકીલાતના વખાણ કરતાં કરતાં વચ્ચે અનયની આવડતને વાતોના વડાં થી વણી લેતા ઉમેર્યું જુઓ બેન અનય અમારું સર્વસ્વ છે તે અમારી એકની એક દીકરી છે તેને અમે નારાજ કરવા નથી માંગતા, આતો ઉપરવારાના ખેલ છે કે છોકરાઓએ મન મેળ કરી લીધેલો છે આપણેતો માત્ર નિમ્મિત બનવા જઈ રહ્યા છીએ, ફોર્માલિટી કરવાની છે. પણ હા. . . આપણે નસીબ વારા ખરા, કે. . છોકરાઓ વડીલોની આમન્યામાં હજુ છે, બાકી આજના જમાનામાં હવે તો લગ્ન પતાવીને પગે લાગવા આવે તોય નવાઈ નહીં. યશોદાબેને પગ થી ઈશારો કરતાં યશવંતરાય બોલવામાં ધીરા પડ્યા.

કુંજલ બેન બોલ્યા જુઓ ભાઈ અખિલ મારો એકનો એક ભાઈ, પિતાના મરણ પછી હું તેમની ઓફિસમાં એટલી ખૂંપી ગઈ કે મને મારા લગ્નની ઉમર વીતી ગઈ તેની ખબર ના રહી. અખિલના લગ્નનો પ્રસંગ મારા માટે મોટો પ્રસંગ છે અને તે રંગે ચંગે પતાવવાનો મારો ઈરાદો છે.

અરે અખિલ તું અને અનય વાતો કરો ઘણા દિવસે મળેલા છો, અને ઘણી વાતો ભેગી થઈ હશે, કુંજલબેન બોલ્યા અને યશવંતરાયે તેમાં સૂર પુરાવ્યો, હા. . હા, તમે છોકરાઓ જાવ વાતો કરો અમે અહીં વાતો કરીયે છીએ.

બંને યુવાન હૈયાને જોઈતી છૂટ મળી પછી કોઈને હાથ રહે ખરા, અખિલ બોલ્યો બેન, અમે જરા મંદિર જઈને આવીએ કહેતા મલકાતા નિકર્યા.

જેમાં બનેલી બાજી બગડતી જોઈ યશવંતરાય અને કુંજલબેન નસીબને કોસતા દુ:ખી થાય છે.

છોકરાઓના ગયા પછી યશોદા બેને બનાવેલ ગરમા ગરમ ગોટા અને આદું - એલચી સભર ચાયની લિજ્જત માણતા હતા, આ દરમ્યાન ગિરજા શંકર નાસ્તાની ડિશને અવગણીને ચારથી પાંચ વાર કુંડળી બનાવી અને તેને ફાડતા જોઈ કુંજલબેન આશંકાથી બોલ્યા, દાદા. . શું વાત છે. . બધુ બરાબર ને ?. . પણ ગિરજાશંકર હજુય તેઓના કામમાં મગ્ન હતા, ક્યારેક તેઓ પંચાંગનું ટીપણું તો ક્યારેક અનયનું બર્થ સેર્ટિફિકેટ તો ક્યારેક અખિલની કુંડળી લઈ અટવાતા હતા અને કાગળ ઉપર કંઈક ગણતરી મુક્તા જતાં હતા.

આખરે ગિરજાશંકરે મૌન તોડ્યું અને બોલ્યા, દીકરી. . . ઉપરવારની મરજી લાગતી નથી, છોકરા છોકરીના ભવિષ્ય માટે આ સબંધ યોગ્ય નથી લાગતો. . . ગિરજા શંકરનું કથન સાંભળી યશવંતરાય હાથમાં રહેલા ચાયના કપ સાથે સુન્ન થઈ ગયા, ક્ષણ પહેલાના આનંદમય વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ. અને સોપો પડી ગયો, ત્યાં યશોદા બેન બોલ્યા, મહારાજ. . કોઈ. . વિધિ તો હશે ને આ સમસ્યાની. . અમે તો જ્ન્માંક્ષરમાં માનતા નથી, "મન મેળ" હોય એમાં બધુય મળ્યું એમ સમજીએ, આજ લાગી અમે કોઈને જન્માક્ષર બતાવ્યા નથી.  ના બેન કેટલાક યોગોનું ઓસડ નથી હોતું, કુદરત થોડું તેની પાસે રાખતી હોય છે. ગિરજાશંકરે ધીમો પણ મક્કમ પ્રતીભાવ આપી વાતાવરણ ને વધારે ગમગીન બનાવ્યું,

કુંજલ બેન બોલ્યા દાદા. . શું,. . . હા બેટા મે ચાર વાર ગણતરી કરી ક્યાંક મારી ભૂલ નથી. કુદરતના ખેલ સામે લાચાર છું, ખોટા વિધાન કરીને હું તારો ગુનેગાર બનવાનું હરગિજ પસંદ નહીં કરું. યશવંતરાય ત્યાસુધી સ્વસ્થ્તા મેળવી ચૂક્યા હતા, અને ગિરજાશંકરના જોશને સ્વીકારતા સમાધાન કારી વલણ અપનાવી બોલ્યા, બેન દુ:ખીના થાવ છોકરાઓની ખુશી માટે આપણે જીવીએ છીએ, જેવી પ્રભુની મરજી, આપણો સબંધ તો રહેશે તેને કોઈ ગ્રહ નડવાના નથી, કેમ ખરું ને ગિરજાશંકર દાદા, ગોર મહારાજે રાહતનો દમ લેતા બોલ્યા હા હા કેમ નહીં તેમાં કોઈ દોષ થોડો હોય.

કુંજલબેન બોલ્યા યશવંતરાય મારો અખિલ બહુ લાગણીશીલ છે એટલે છોકરાઓ આવે ત્યારે આપણે આ અંગે ચર્ચા વગર છૂટા પડીશું, અને પોતપોતાની રીતે છોકરાઓને સાચવીને ઉપરવારાની મરજીથી વાકેફ કરશું.

ના જાણ્યું જાનકી નાથે. . તો ગિરજા- ગોર શું જણાવવાના હતા વિધિના લેખ ?

  જ્ટાશંકર મહારાજના પલિતાએ યશવંત રાય અને કુંજલબેન બંને ને વ્યગ્ર કરીદીધા હતા. એક એવી પહેલીમાં બંને આવ્યા હતા કે ઉકેલ મળતો નહતો. કુંજલબેનને પડખે તો ગિરજાસંકર હતાજ, તેઓએ બાજી ગાડી યશવંતરાયને ત્યાંથી પરત વળી ત્યારેજ સાંભળી લીધી હતી, તેઓએ તેમની આગવી શૈલીમાં અખિલને શનિ મંગળમાં એવો રખડાવી દીધો અને તેને અનયને ભૂલવા તૈયાર કરી દીધો.

જમનાના ખાધેલ અને કંઈક ના ચોક્ઠા જોડેલ એવા ગિરજાશંકર મહારાજે અખિલના મગજ ઉપરનો કબ્જો જરા પણ ઢીલો ના મૂક્યો અને અખિલનું ચોકઠું આરતી સાથે બેસાડી દીધું, ગિરજાશંકર મહારાજે આ જોડી ને કુલ ૩૬માંથી ૩૫ ગુણ આપેલા અને શ્યામ વર્ણ ધરાવતી આરતી ડોક્ટર હતી અને તે શહેરના મેયરની છોકરી હતી એટ્લે કુંજલ બેનને કોઈ વધારે જોવાનું હતું નહીં. અને “ચટ “મંગની પટ વ્યાહ” એમ અખિલનો સંસાર આરતી સાથે મંડાઈ ચૂક્યો.

કુંજલબેને લગ્નના દિવસે અખિલને પાસે બેસાડી, તેના માથે હાથ મૂકી બોલ્યા, ભાઈલા, હવે મારી કોઈ ઈચ્છા બાકી નથી, તેમના ચહેરા ઉપર પરમ તૃપ્તિનું સ્મિત હતું,. ગર-ગરા સ્વરે તે બોલ્યા, અખિલ, લગ્ન કરીને માંડેલા સંસાર જોઈ હું તૃપ્ત થઈ. . મે હંમેશા તારામાં બાપુની છાયા માણી છે, હું તો તારા લગ્ન બાબતના સહકાર બદલ તારી ઋણી થઈ ગઈ, તમને દુનિયાની હર કોઈ ખુશી મળે તેવા મારા આશીર્વાદ છે.

આરતીના પગલાથી અખિલના જીવનમાં બહાર આવી હોય એમ ઘટિત થતું ગયું. તે બાર અસોશિએશનમાં પ્રેસિડેંટ બન્યો અને સાસરાના કોન્ટેક્ટને લઈને ઘણી બધી કંપનીમાં લીગલ એડ્વાઈઝરની નીમણૂક મેળવી શક્યો, ડોક્ટર આરતી ની જોબ ગવેરમેંટ હોસ્પીટલમાં હતી એટ્લે ખાસ કોઈ કામનું ભારણ નહીં, સમયે જવાનું અને સમયે પાછા આવવાનું. અને મબલખ રજાઓ, આ બધામાં જોડું આસમાનને આંબતા સપના જોતાં અને સાકાર કરતાં.

પણ આ દરમ્યાન કુંજલબેનને હાર્ટ એટેક આવવાથી તેઓ પરલોક સીધાવી ગયા. સૌ કોઈ સ્તબ્ધ હતા. અખિલ મનથી ભાંગી તૂટ્યો હતો. આરતીએ તેને આવા કપરા સમયે સંભાળી લીધો. અને બહેનના મરણના ગમ માથી બહાર આવી શક્યો.  પહેલું વર્ષ પતે ત્યાં અખિલ એક છોકરીનો બાપ બન્યો. પણ અહીં પણ કુદરતે એક હાથે આપી બીજા હાથે આરતીને પોતાની પાસે બોલાવી લીધી, ડિલિવરી દરમ્યાન ઉદભવેલા કોમલિકેશનથી આરતીનું અવસાન થયેલું હતું.

 ગિરજાશંકર મહારાજ સ્તબ્ધ હતા ગુણથી વિપરીત થતું હતું, અખિલે તેના સસરાએ આરતીની બહેન સાથે લગ્ન કરવા વિનવ્યો પણ અખિલ માન્યો નહીં, અને કેર ટેકર ને રાખી ને તેની છોકરી ને ઉછેરવામાં લાગી ગયો. તે તેની છોકરીમાં તેની બહેનની છબી નિરખતો હતો એટ્લે અખિલે તેની છોકરીનુ નામ પણ કુંજલ રાખેલ હતું.

 જેમાં અનયને અહેસાસ થાય છે કે” ધનુષ્યને બદલે, તૂટ્યા બે દિલ “, એવો હતો તેનો સ્વયંવર.

વસંતપંચમી પછી યસવંતરાયની હાલત અલગ હતી,,યશોદાબેન અનયના, માં ખરા પણ, અનયને તેના પપ્પા, યશવંતરાય સાથે વધુ ફાવતું. દસેક દિવસ પછી તેઓ અનયને બહાર મંદિરે લઈ ગયા, દર્શન પછી ઓટલે બેઠા. વાસ્તવિકતાથી બેખબર અનય આજે પુનમ હોવાથી મંદિરના વડલાને સુતરના તાર લપેટીને પુજા કરતી જોઈ યશવંતરાયનું હૈયું દ્રવી ગયું, અને વિચારે ચડી ગયા, તેમણે જ્યારે અનયનો અવાજ સાંભળ્યો “ પપ્પા ક્યાં ખોવાઈ ગયા ? હું તો લગ્ન પછી પણ તમને મળતી રહીશ, ચિંતા ના કરો. . ના બેટા ના, હું સૂતેલો હતો પણ હવે જાગ્યો છું, અને ગિરજાશંકરે વાટેલાં ભાંગરાથી અનયને વાકેફ કરી.

અનયને સ્તબ્ધ બનેલી જોઈ, યશવંતરાય અનયના વાંસે હાથ ફેરવી બોલ્યા, જોડી ઉપર બનતી હોય છે બેટા, માટે જે ના થયું તેનો ગમ નહીં કરવાનો, સંજોગો આવે તે સ્વીકારવાળી ને જિંદગી જીવવામાં દુખનો ભાર નહીં લાગે. કુદરતનો કોઈ સંકેત હશે. . ત્યાં સુધીમાં અનય સ્વસ્થ થઈ ચૂકી હતી, બોલી કઈ વાંધો નહીં પપ્પા, મને ખબર છે, અને માનું પણ છું, કે લગ્નમાં સ્ત્રીનું સમર્પણ, પુરુષનું કર્તવ્ય અને કુદરતના આશિષનો ત્રિવેણી સંગમ હોય છે, અને તેના આશિષ વગર લગ્નવેદીથી ઉદભવતી જોડીમાં આત્મીયતા, સદગુણ અને સદાચારનું આચરણ શક્ય હોતું નથી. પણ પપ્પા હું તો પહેલેથીજ અખિલને મનથી વરેલી છું, તેને સમર્પિત હતી,આજે પણ છું અને હર હંમેશ રહીશ,. પ્રભુની મરજી. તમે દુ:ખી ના થાવ, ના ગમતું કરવું પડે તેનું નામ જીવન યાત્રા કહેવાય, એમ હારીને હામ થોડી છોડી દેવાય?. પરંતુ હું હવે એક ભવ માં બીજો ભવ નહીં કરું, હો અર્થાત હવે મને લગ્ન માટે દબાણ ના કરશો. ચાલો હવે બહુ મોડું થયું છે, માં ઘેર ચિંતા કરતી હશે ? તમેય ખરા, આટલા દિવસ કાઢી નાખ્યા, આવી અમથી વાત કરવામાં. હું તમારી જ દીકરી છું.  

એક સરખા દિવસ કોઈના જતાં નથી.

સન્મુખાનંદ હૉલમાં આજે બાર એસોસીએશનનો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો, જેમાં દેશના ચીફ જસ્ટિસ અને કાયદા પ્રધાન આવવાના હતા,સિક્યુરીટીની દોડધામ અને સર્વેલન્સની ગોઠવણીને આખરી ઓપ આપવાના હેતુએ છેલ્લી મુલાકાત લઈ અખિલ તાગ લેતો હતો. અને તેવામાં એસોસિએશનના સચિવ આવ્યા અને અખિલને કહ્યું સાહેબ વિપદા આવી પડી છે, આપણાં પ્રોગમનો એન્કર આવીશકે તેમ નથી,શું કરશું ? અખિલે પૂછ્યું કોઈ બીજું નથી સેકંડ લાઈનમા તેના માટે. ? સચિવે કહ્યું છે,ઘણા, પણ CJ સાહેબ અને લો મિનિસ્ટરની હાજરી વારા પ્રોગ્રામમાં રિસ્ક ના લેવાય.

અખિલ જરા વિચારીને થોભયો અને કહ્યું, ચિંતા ના કરો, હું સંભાળી લઈશ, પણ હા મને પ્રોગ્રામની સ્યનોપસી આપો તો સુગમતા રહે.

શરૂઆતના સ્વાગત પ્રવચન અને મહેમાનોના અભિવાદન પછી પ્રોગ્રામની રજૂઆત થવાની હતી, ઍંકરના રોલમાં અખિલ જ્યારે ડાયસ પાસે જતો હતો ત્યારે તેને એન્ડરસન કોલેજના દિવસો યાદ આવી ગયા, ત્યાં સ્પોટ લાઈટનો શેરડો તેની ઉપર પડ્યો અને તેને ડાયસ પાસે દોરી ગયો. ડાયસના દુધિયા રીડર ગ્લાસ ઉપર સ્યનોપસીના કાગળ મૂકીને હોલમાં એક નજર દોડાવી. “સાંસ્કૃતિક કાર્યક્રમની વિગત તેની લાક્ષણિક ઢબે જ્યારે વર્ણવી ચાલુ કરી ત્યારે હૉલમાં એન્કર તેના સ્વર અને અવાજથી કેવી રીતે શ્રોતા ગણને મુગ્ધ કરીને આવનાર પ્રસંગને માણવાની ઉત્સુકતા પ્રેરી શકે તેનું ઉદાહરણ પૂરું પડાઈ ગયું.

રીડર ગ્લાસના કાગળ પરના પોઈન્ટ ઉપરથી અખિલ બોલે છે હવે પ્રોગમના સંચાલન માટે આવી રહ્યા છે કલાઅંકુર અકાદમીના મિસ ભગિની.

જ્યાં અખિલ ને તેની ખોવાયેલી અમાનતનો ભેટો થાય છે

અખિલ હવે મહેમાન સાથે હોલમાં આવી ચૂક્યો હતો, સ્ટેજ ઉપર પ્રથમ “મહિલા શક્તિ દેશની તર્ર્કી” ની થીમ ઉપર લેસર લાઈટ અને સંગીત અને વૃંદ ગણ સાથે પેશકશ થઈ, પછી દેશની મહિલાઓની ગુણગાથા દર્શાવતુ નાટક અને અંતે “મહિષાસુર મર્દીની” ના પ્રસંગને વર્ણવા જ્યારે સ્ટેજ ઉપટ વૃંદ આવ્યું ત્યારે હોલમાં સૌ કોઈ ભાવ વિભોર થઈ ગયા અને વાતાવરણ શક્તિમય બની ગયું. પણ આ શુ? સ્ટેજની લાઈટ અવાજની માત્રા સાથે વધી ત્યારે અત્યાર સુધી બેધ્યાન અખિલના હ્રદયના તાર ઝણઝણી ઉઠ્યા, જોયું તો માં દુર્ગાના પાત્રમાં અનય હતી. બેશક અજોડ પ્રસ્તુતિની લહેજત હોલમાં બેઠેલા માણતા હતા ત્યારે, અખિલ તે પ્રસ્તુતિ પતે તેની રાહ જોતો ગ્રીન રૂમમાં પહોચી ગયો.

 પ્રોગ્રામ પતી ગયો હતો અને કલાકારો સ્ટેજની પાછળ આવેલા ગ્રીનરૂમમાં આવતા હતા. અને સાથે અભિવાદન સ્વીકારતી અનય ગ્રીન રૂમનો દરવાજો વટાવી ગયી, પણ કંઈક ખ્યાલ આવતા પાછળ વળી ને જોયું તો અખિલ ઊભો હતો, એજ અદા અને એજ સ્મિતસભર ચહેરો, માથે આવેલી થોડી સફેદી તેના વ્યક્તિત્વને ઠરેલ ઉપસાવતું હતું. બંને વચ્ચે તારામૈત્રક રચાયું, એસોસીએશનના સચિવ આવ્યા અને બોલ્યા, સર મીટ મિસ ભગિની, શી ઈજ ચેર પર્સન ઓફ અકાદમી, ઓહ યસ. . થેંક્સ મિસ ભગિની ઈટ વોઝ યોર ઈંક્રેડીબલ પેરફોર્મન્સ, ઈટ હેડ હિપ્નોટાઈજ ઓલ ઓફ અસ. અને સચિવ ઓનેરેરિયમનું કવર આપી નીકળી ગયો.

આટલા સમયમાં અખિલ અને અનયે આંખ દ્વારા કેટલાય સવાલો એકબીજાને પૂછી લીધા. આખરે અખિલે પહેલ કરતાં બોલ્યો ઓહ મિસ કેન યૂ પ્લીઝ જોઈન વિથ અસ ફોર ડિનર, ઈટસ ઓ કે, વેર આઈ હેવ ટુ જોઈન,આઈ વિલ્ કમ આફ્ટર ચેંજ, અખિલ બોલ્યો ટેક યોર ટાઈમ,આઈ વિલ એસ્કોર્ટ યુ .

તાજના બેંકવેટ હૉલની ડિનરની ફોરમાલિટી પત્યા પછીની મોકળાશમાં પાર્કિંગ પ્લોટમાં જતાં અત્યારસુધી પોટ્રોકોલમાં રહેલા અખિલે મુક્ત બની અનયની સામે જોતાં બોલ્યો, હે “અનુ” શું આપણે થોડો સમય ગેટવે ઓફ ઈન્ડિયા પાસે થોડીક વાર બેસી વાત કરી શકીએ ? યસ સ્યોર વાય નોટ? કહેતા અનય અને અખિલ ટહેલતા ગેટ વે ઓફ ઈન્ડિયા પહોંચ્યા.

સામાન્ય રીતે ત્રણ મિનિટનો આ પથ આજે પંદર મિનિટનો થયો,. કેમ ના થાય આજે એક સમયના સંગાથી આજે પંદર વર્ષે મળતા હતા. ભરપૂર વાતો અને એકબીજાની ઊર્મિઓના વહેણ અરબી સમંદરના કિનારે વહેતા હતા. સમય તેની રફતારે ચાલતો હતો. જ્યારે સિટી પોલીસે બેટરીથી લાઈટ ફેકી ત્યારે બંને પ્રવાસી ઓને ખ્યાલ આવ્યો કે રાત્રીના બે વાગ્યા છે.

ઠંડી હોવાથી અખિલે તેનો કોટ અનયને આપ્યો, અરે પહેરીલે, ગાડીમાં બેસે ત્યારે પાછો આપજે. બંને પાર્કિંગ પ્લોટમાં પહોંચ્યા અને વોલેટ બોય ગાડી લઈ આવે તેની રાહ જોતાં હતા, પહેલી ગાડી અનયની આવી. અખિલે સજ્ળ નેત્રે ગાડીના દરવાજાને બંધ કરતાં પોતાનું કાર્ડ કાઢી અનયને આપ્યું, અને બોલ્યો એક વાર જરૂર આવજે, કુંજલને તારા સહારાની જરૂર છે ? આવીશને ? અનય થોડું વિચારી બોલી આવીશ, જરૂર આવીશ, હજુ પણ આપણે શ્રેષ્ઠ મિત્રો છીએ એમ હું માનું છું ? બોલ ક્યારે આવું તેમને કયો સમય ફાવે મળવા માટે ? આફ્ટર સેવન એની ડે, અખિલે ઉત્તર પાઠવ્યો ? અને અનય ની ગાડીએ વિદાય લીધી.

જ્યાં "ગુણ મેળ" અને 'મન-મેળ'નો ભેદ ખૂલવા જઈ રહ્યો છે.

પાંચમા દિવસે અનયનો ટેક્સ્ટ મેસેલ અખિલના સેલ ફોનમાં આવ્યો, આઈ એમ રિચિંગ ટૂડે ઈવનિંગ, આઈ વિલ બ્રિંગ સમ સ્વીટ સ્ટફ અખિલ . .

આંઠના ટકોરે અનયની ગાડી અખિલને ત્યાં પહોચી ત્યારે પૉર્ચમાં અખિલ તેની રાહ જોતો ઉભેલો હતો, ઔપચારિકા પતાવી અખિલ અનયને બંગલામાં દોરી ગયો બેઠક ખંડમાં લાઈફ સાઈજ કુંજલબેનના ફોટા તેમાંજ બીજી એક મહિલાના ફોટા ઉપર સુખડનો હાર જોઈ મનો મન મૂંઝાતી,અનયે લાવેલા ગુલાબ જાંબુનો ડબ્બો અનયને આપ્યો. ચાલ અનુ તને બંગલો બતાવું. અનય અખિલની સાથે નીચેના રૂમ્સ જોઈ હવે તે ઉપરના માળે પહોચી, અનુ મીટ કુંજલ,ધીસ ઈસ કૂંજલ્સ રૂમ, કહેતા રૂમનો દરવાજો ખોલ્યો, રૂમમાં કોઈ ચૌદ વર્ષની છોકરી પેંટિંગ બનવામાં વ્યસ્ત હતી દરવાજાનો અવાજ થતાં તેને પાછા વળી જોયું. . . . , અખીલ બોલ્યો, અનુ મીટ કુંજલ, માય સ્વીટ ડોટર, અને અનુ મીટ શી ઈજ અનય,. અનયને શું બન્યું એનો અંદાજ ના હતો, તે તો અખિલના મોટા બેન કુંજલબેન તેને મળવા માંગે છે તેમ સમજતી હતી.

ઓહ હાઉ નાઈસ, આઈ એમ લકી ઈનફ, ડેડ ઈજ એબલ તું અરૈંજ ધ મીટ, આઈ નો યૂ બોથ આર બેસ્ટ ફ્રેન્ડ ઓફ યોર ટાઈમ. કહેતા, પેઈન્ટિંગની પીંછીને પાણીમાં મૂકી અનયને રીતસરની વળગી પડી જાણે તે તેની જનેતાને ના ભેટી હોય.

ચાલો આંટી, બોલો શું ખાશો ? આપણે ઓર્ડર કરી દઈશું ? મને ખબર છે તમારા ઘરના ગોટા સરસ હોય છે. હવે અનયની આગતા સ્વાગતાનો હાવાલો કુંજલે લીધો હોઈ, અખિલ તે બંનેથી દૂર થઈને સ્ટડી રૂમમાં ગયો. અહીં સ્ટડી રૂમમાં કોર્નરમાં પૂજાનું મંદિર હતું, ત્યાં અખિલ હંમેશા સુખ દુ:ખના સમયે તે અચૂક સમય વિતાવતો. આજે અહીં આવીને તેણે સેફ માથી પંદર વર્ષ પહેલાનું બોક્સ લીધું તેના ઉપર લખેલું હતું “ ટુ અનય ફ્રોમ અખિલ”. બોક્સ હાથ અવતાવેત મોટીબેન કુંજલ અને ગિરજાશંકર અને આરતી બધાની યાદ તાજી થઈ આવી.  

થોડા થોડા સમયના અંતરે કિચન માથી કોલ આવતા, પરંતુ અખિલ તો તેના અતીતમાં ખોવયેલો હોઈ તેના કાને તે પહોંચ્યા નહીં, એટલે આખરે કુંજલ અને અનય સ્ટડી રૂમમાં આવ્યા જોયું તો અખિલ શંકર ભગવાનની મૂર્તિ પાસે નત-મસ્તક ઊભેલો હતો.

મન મેળ.

 અખિલને તેની દીકરી કુંજલથી વધારે કોણ જાણે ? હાથમાં રહેલ વીંટીનું બોક્સ જોતાં ખ્યાલ આવી ગયો, તે અનયને ખેચીને મંદિર પાસે લઈ આવી અને બોલી, અનય આંટી તમારે હવે કાયમ અહીં રહેવાનુ છે, ભલે ગિરજાશંકર-દાદાની હાજરીમાં ગુણ મેળાપ ના થયો, પણ આ શંકરદાદાની હાજરીમાં આજે થશે, જ્યાં મન મેળ હોય,ત્યાં ગુણ મેળ શું જોવાના ?, મારી મમ્મી આરતી ના અવસાન પછી જ્યારથી સમજઝણી થઈ ત્યારથી મારા પપ્પાને તમારી ખોટ સાલે છે. તેમને કેટલી વાર ગિરજાશંકર દાદા ને વિનવ્યા હશે. પણ વાત બની નહીં. હવે તો તે દાદા પણ હયાત નથી ત્યારે મારે એટલું કહેવું છે. . .

ગુણ મેળાપ માનવીના મગજની ઉત્પત્તિ છે. માનવીનું મગજ એક ટાઈપની મશીનરી છે જ્યારે મન અંતઃકરણના ભાગમાં આવે. આ મગજ છે ને, તે મગજ તો ચાલુ જ રહે છે, નિરંતર. અને નફા ખોટના હિસાબ કરતું રહે, કરાવતું રહે . પણ મન આ બધાથી પર રહેતુ હોય છે. મગજના નિર્ણયો આધાર અને તર્ક ઉપર લેવાતા હોય છે જ્યારે મનના નિર્ણયો દિલના હોય છે.

અનય, આ નાની છોકરીની ઠાવકાઈ ભરેલી વાતો સાંભળી છ્ક્ક થઈ ગઈ, જે વાત તેના મનમાં હતી અને એ અનય કે તેના પપ્પાને કહી ના શકી તે વાત આજે આ છોકરી કહી રહી હતી જાણે ભગવાન તેના મુખેથી ના બોલાવતા હોય ?. વધુ વિચારે ત્યાં અનયની રિંગ ફિંગરમાં કુંજલ અખિલ ના હાથના બોક્સની રિંગ સરકાવી ચૂકી હતી ત્યારે રાત્રી ના દસ વાગી ચૂક્યા હતા અને. મસ્તી ચેનલ ઉપર, રાત કે હમ સફર પ્રોગ્રામમાં “ તેરે મેરે સપને, અબ એક રંગ હૈ, ઑ. . . . ઑ જહાં ભી લે જાયે ર. . હે. . . . હમ સંગ હૈ” પ્રસારિત સોંગ સાર્થક થતું લાગતું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Romance