STORYMIRROR

Amrut Patel 'svyambhu'

Tragedy Thriller

4  

Amrut Patel 'svyambhu'

Tragedy Thriller

મમ્મીની પુણ્યતિથિ

મમ્મીની પુણ્યતિથિ

2 mins
628


     દીકરો અહીં ગામમાં રહેશે તો તે પણ બીજાની જેમ રખડેલ થઈ જશે એ વિચારે માધવે જેમ પક્ષીનું બચ્ચું પાંખો ફફડાવતું થાય કે તરત માળામાંથી તેને ધક્કો મારી હડસેલી મૂકે તેમ માધવે આર્યનની ભલાઈ માટે તેને શહેરમાં મોકલી દીધો!


     પણ…

      માધવને ક્યાં ખબર હતી કે એકવાર માળામાંથી બહાર ગયેલું બચ્ચું ફરી માળે ફરતું નથી!


      બસ આમજ આર્યનને ગામ નહોતું છોડવું ને પરાણે ગામ છોડવા પડતા આર્યનના મનમાં કડવાશ રહી ગઈ!

      એક બે ને તે પછી વરસોના વરસો પસાર થઈ ગયા!


       આર્યન શહેરમાં એટલો બધો વ્યસ્ત થઈ ગયો કે સવાર પડી નથી ને કંઈક ને કંઈક સમાજસેવામાં વ્યસ્ત બની જતો. અનેરી પણ તેના આ કામમાં ઉત્સાહ પૂર્વક જોડાઈ જતી.   

     આમને આમ ગામડે કોઈ તેની રાહ જોઈ રહ્યું છે તે વાત સાવ વિસરાઈ ગઈ, એમજ કહો ને કે…'


     'આજે શનિવાર છે તો શું પ્રોગ્રામ છે?' અનેરીએ આર્યનને પૂછ્યું.

     'હા, હું તને કહેવાનું ભૂલી ગયો આજે 'મમ્મીની પુણ્યતિથિ' છે એટલે મેં હોટેલ રિલીઝમાં લંચ પેકીંગ કરાવ્યા છે. તે શનિદેવના મંદિરે વહેંચવા જવાનું છે!

    'આ તમે બહુ સારું કરાવ્યું, મંદિરે બિચારા કેટલા ઘરડા ભિખારીઓ આવે છે મારો તો જીવ બળે છે!

     તે પછી બંને શનિદેવના મંદિરે જવા રવાના થયા.


    મંદિરની બહાર હારબંધ ગોઠવાયેલા ભિખારીઓ પેકેટ મેળવી આજે કંઈક સારું ખાવા મળતા અનેરી-આર્યનને ખુશ થઈ આશીર્વાદ આપી રહયા છે. તે સાથે અનેરી-આર્યનના ચહેરે પણ મમ્મીની પુણ્યતિથિએ દાન કર્યાનો આંનદ વર્તાય રહ્યો છે!


    હરોળમાં બેઠેલો માધવ પણ તેનો ચહેરો છુપાવી હાથ લંબાવી પેકેટ હાથમાં લઈ, શહેરી દીકરાની ઉદારતા જોઈ વિરબાળાને વિષાદભર્યા ચહેરે શ્રદ્ધાંજલી આપતો હોય તેમ ઊંચે આકાશે જોઈ રહ્યો!    


Rate this content
Log in

Similar gujarati story from Tragedy