મિસ્ડકોલ - ૪ (ઇવેન્ટ ઓફ અમેરિકા)
મિસ્ડકોલ - ૪ (ઇવેન્ટ ઓફ અમેરિકા)
ત્રીજા ભાગમાં આપે જોયું કે આલોકને પ્રોજેક્ટમાં કામમાં વધુ ૧૦ દિવસ રોકવું પડે છે અને એ માટે એ અવનીની મદદ લે છે. આમ આ ૧૦ દિવસમાં બંને થોડા એકબીજાને ઓળખવા તેમજ એકબીજાને પસંદ કરવા પણ લાગે છે ત્યાં તો અચાનક આલોકને ફરી પરત ફરવાનો સમય આવી જાય છે.
હવે જોઈએ આગળ...
આલોક અને અવની રેડી થઈ પોતાની કારમાં એરપોર્ટ જવા નીકળે છે, હજી પણ અવનીના મનમાં વિચારોનું વાવાઝોડું ચાલતું હતું છતાં એ મૌન હતી. એની અલગ જ દુનિયામાં. ઘરથી એરપોર્ટ સુધીના રસ્તામાં બંને વચ્ચે કોઈ જ જાતનો સંવાદ ના થયો.
અવની ! હેલો ક્યાં ખોવાયા છો હવે તો કઈ બોલશો ! ૧૫ મિનિટમાં એન્ટ્રી લેવાની છે મારે. અને હા આ કંપનીનો ડ્રાઇવર તમને ઘરે ડ્રોપ કરી જશે. આલોકે અવની ને કહ્યું...
હા સારું આલોક તમે શાંતિથી જાઓ અને ધ્યાન રાખજો તમારું અને... બીજું કંઈ બોલે એ પહેલા અવનીનો અવાજ દબાઈ ગયો ... અને આંસુના સહારે આંખો બોલી પડી... અરે ગાંડી આમ તો થતું હશે કઈ ! આલોકે હગ કરતા અવનીને સાંત્વના આપતા છેલ્લી વાર આંખોથી આંખો મિલાવી એક ઈશારામાં કહેતા હોય એમ અલવિદા કહી અંદર જતો રહ્યો....
અવની થોડા સમય સુધી ત્યાંજ ઉભી ઉભી આલોકને જતા જોઈ રહી. જાણે આજ આલોકના જવાથી પોતાને એકદમ એકલી મહેસૂસ કરતી હતી.
અવની એના બોસ જોડે મીટીંગ માં હોય છે ત્યારે એના મોબાઈલ પર રીંગ આવે છે પણ મીટીંગમાં હોવાને કારણે એ રીસિવ ના કરી શકી !
મીટીંગ પતાવ્યા બાદ કામના લોડ ના કારણે મોબાઈલ પર આવેલી એ રીંગ એના ધ્યાન બહાર જ રહી ગઈ. ઓફિસથી નીકળતા મોબાઈલની સ્ક્રીન સ્ક્રોલ કરતાં અચાનક જ એની નજર એ નંબર પર પડે છે અને તરત જ એને વિચાર આવે છે કે કદાચ આલોક તો નાં હોય ને ! ને તરત જ એ નંબર ડાયલ કરે છે પણ કંપનીનો નંબર ઇન કમિંગ ફેસિલિટીમાં ના હોવાથી કોન્ટેક્ટ ના થઈ શક્યો.
આમ ને આમ એક અઠવાડિયું નીકળી ગયું પણ આલોકનો કોઈ જવાબ ન હતો. મોબાઈલ પર આવતી હરેક રીંગ અને હરેક મેસેજમાં એને આલોકની ભ્રાંતિ થતી હતી. ઓફિસના કામોમાં પણ એનું મન બિલકુલ લાગતું ન હતું. ક્યાં હશે આલોક ? શું કરતો હશે ? ફોન કેમ ના કર્યો એણે ? આવા અનેક સવાલો એના મનમાં દરિયાની લહેરો ના જેમ ઉઠતા રહેતા હતા.
આમ ને આમ એક એક દિવસ પસાર થતો ગયો ને પછી મહિનામાં બદલવા લાગ્યા. પણ હવે આલોકનો વિચાર અવનીના મનમાંથી પણ નીકળવા લાગ્યો હતો. જાણે કોઈ સપનું હતું એમ સમજી એ એને ભૂલાવવા લાગી હતી.
અવની મેમ તમને સર એમની કેબિનમાં બોલાવે છે અને એ પણ અર્જન્ટ ! પટાવાળા એ અવનીને કહ્યું !
મે આઈ કમ ઈન ! અવની દરવાજો કનોક કરતા બોલી.
યસ અવની... કમ કમ, તારી મહેનત રંગ લાવી છે, અમેરિકાના ક્લાયન્ટ આપણી સક્સેસ્ફૂલ પાર્ટનરશીપ માટે એક ઇવેન્ટ રાખે છે અને ત્યાં મારા જોડે તારે પણ આવવાનું છે. નેકસ્ટ વિક આપણે જવાનું છે. સો બી રેડી.... અવનીના બોસે એકદમ ખુશનુમા અંદાજમાં અવનીને કહ્યું...
અવની પણ આ વાત માટે ખુબજ ખુશ જણાતી હતી. કેમ કે એને ક્યાંક આલોકને મળવાની એક ઈચ્છા ફરી જીવંત બનવા જઈ રહી હતી.
અને આમ દિવસ પસાર થતા ક્યાં વાર લાગે છે. અવની અને એના બોસ અમેરિકા પહોંચે છે ત્યાં એમને રીસિવ કરવા કંપનીની કાર આવી ઉભી હોય છે. ઇવેન્ટની ખુશી કરતા અવનીના મનમાં આલોક ને લઈને એને મળવાની ઉત્સુકતા વધુ હતી. અને ફાયનલી તેઓ નિયત જગ્યા પર આવી પહોંચે છે.
લોકો ના ટોળા વચ્ચે અવનીની આંખો આલોકને શોધતી હતી. ક્યાં હશે ? એમની કંપનીની ઇવેન્ટ માં એ જ ના હોય એવું તો ના જ બને ! તો હશે ક્યાં ? અવનીએ એક બે જણ ને આલોક માટે પૂછી પણ જોયું પણ એમને પણ આલોક વિશે માહિતી ના હતી.
ઇવેન્ટની શરૂઆત કરતા કંપનીના માલિકે કંપનીની સફળતા અને અહીં સુધી પહોંચાડવામાં ભાગીદાર એવા તમામનો આભાર માન્યો. અને અવની અને એમના બોસને પણ સ્ટેજ પર બોલાવી એમનો વિશેષ આભાર વ્યક્ત કર્યો.
આટલું બધું થઈ જવા છતાં હજી આલોક કેમ દેખાતા નથી. સ્ટેજ પરથી અવનીની નજર આલોકને જ ભીડમાં શોધી રહી હતી. પણ હજીયે એને નિરાશા સિવાય કંઈ ના સાંપડ્યું.
લેડીસ એન્ડ જેન્ટલમેન ઓન ધિસ સ્પેશિયલ ઓકેઝન, આઇ વુડ લાઈક ટુ અનાઉન્સ મિસ્ટર આલોક એન્ડ માય પ્રિન્સેસ મિસ. રાધિકા આર ગોઈંગ ટુ ઇંગેજ ટુડે ! ધિસ ઇઝ ધ સરપ્રાઈઝ ઓફ ધિસ સ્પેશિયલ ઇવેન્ટ.
અને આ અનાઉન્સ સાંભળ્યા બાદ અવનીના પગ નીચેથી જાણે ધરતી ના ખસી ગઈ હોય એમ એ એકદમ શોક થઈ આલોકને જોતી રહી. અને મનોમન જ આલોકને સવાલો કરતી રહી.
અવનીને સામે જોઈ આલોક પણ કઈ બોલી ના શક્યો. અવની અને બોસ આલોક અને રાધિકાને વિશ કરી સ્ટેજ પરથી આવી ગયા. કેટલીય ઈચ્છાઓ કેટલીય વાતો જે અવનીના મનમાં ચાલતી હતી એ હવે બધી બેમતલબ બની ગઈ હતી.
કેમ આલોકે મને એક વાર પણ ના જણાવ્યું ! ના મેસેજ ના કોલ શું એના પાછળ નું કારણ આજ હતું ? મારા અને એના વચ્ચે મિત્રતાથી વધુ શું કઈ જ ના હતું ? ના ના આમ કઈ રીતે હોઈ શકે ! એણે મને કહેવું જોઈએ આ વિશે ! પણ કેમ કહે એ ? શું કામ ? આમ મનમાં ને મનમાં અવની પોતાને જ સવાલો કરતી જતી હતી. શું કરવું ને શું ન કશું એને સમજાતું ન હતું.
અચાનક આલોક અવની પાસે આવે છે, હાઈ અવની ! મારે તને.....
અને એટલામાં રાધિકા આવી પહોંચે છે અને આલોકની વાત ત્યાજ રહી જાય છે. હેલો અવની તમારા કામ માટે ઘણું સાંભળ્યું છે. આલોક કહેતા હતા તમારા માટે રાધિકા અવનીને કહે છે.....
જી થેન્ક યું ! કહી અવની ફલાઈટના ટાઈમનું બહાનું કાઢી ત્યાંથી નીકળી જાય છે.
ક્રમશઃ
અવનીની તમામ ઈચ્છાઓ જાણે એક પળ માં ધરાશાયી થઈ ગઈ ના હોય. હજી તો જિંદગી મરજી મુજબ જીવવાની શરૂઆત જ તો કરી હતી ત્યાં તો ફરી એને પાછી એના અતીતમાં ધકેલી દેવામાં આવી હોય એ અનુભવતી હતી.
શું હોઈ શકે આલોકના આમ કરવાનું કારણ ? અને અગર એ રાધિકાને જો પ્રેમ કરતો હતો તો પછી અવની જોડે આમ નજીક આવવાનું શું કારણ હોઈ શકે ? કે પછી શું અવની જોડે એ માત્ર એક ટાઈમ પાસ હતો ? કે આલોકની કોઈ મજબૂરી હશે ? અને એવું કઈ પણ હોય તો એણે અવનીને આ વાત થી અવગત કેમ ના કરાવી ?
જોઈએ આ બધા સવાલોના જવાબો આવતા ભાગમાં.