MILAN LAD

Romance Others

3  

MILAN LAD

Romance Others

મિસ્ડકોલ - ૩

મિસ્ડકોલ - ૩

8 mins
559


તો બીજા ભાગમાં આપે જોયુ કે અવની અને આલોકની મુલાકાત થાય છે. અને મિસ્ડકોલના સસ્પેન્સનો ધ એન્ડ થાય છે. આપે એ પણ જોયું કે આલોક કોણ છે ક્યાંથી આવ્યો છે. અવનીને કેવી રીતે ઓળખે છે. અને વાતો વાતોમાં આવે વાત કેટલી આગળ વધશે એ આપણે આ ભાગમાં જોઈશું.

ઘરે ડ્રોપ કર્યા બાદ આલોક અવનીને એક મેસેજ કરે છે જે મે આપને બીજા ભાગમાં જ વાંચી સંભળાવ્યો હતો.

હવે આગળ...


ઘરમાં આવી અવની પર્સ સોફા પર ફેંકી મોબાઈલ લઇ સીધી બેડ પર જઈ પડી. અવની હજી સ્ક્રીન પર એજ મેસેજને ફરી ફરી વાંચી રહી હતી. કદાચ મનમાં સવાલો ચાલતા હતા કે શું રિપ્લાય આપવો. થોડું ટાઈપ કરે છે ત્યાં ફરી ડિલીટ કરી દે છે, આમ ને આમ અવનીએ ચાર પાંચ વાર કર્યું. જાણે એના મનમાં શું ચાલી રહ્યું હતું.

આખરે આલોકની જ ભાષામાં એને રિપ્લાય કર્યો.


હા મુલાકાત ભી અચ્છી થી, ઓર બાતે ભી અચ્છી થી,

હોગી ફિર એક શામ, જેસી શામ આજ આછી થી.


અવનીના આમ મેસેજ પરથી આલોકને અવનીનો જવાબ સમજાઈ ગયો. હવે જેમ આજના સમયમાં ચાલે છે એમજ જેમ એક વાર ઈન્ટ્રો થઈ જાય કે મુલાકાત થઈ જાય પછી જે વાતોનો મારો કે મેસેજનો મારો ચાલુ થાય છે એ હવે અહી પણ થવાનું હતું. બંને જણા એકબીજાને લેટ નાઇટ સુધી મેસેજ કરતા રહ્યાં. હવે સમયનું શું કામ આમાં.... એની પડી પણ કોને હોય... ૨ વાગ્યા .... ૩ વાગ્યા.... અરે..... ૪.૩૦ થવા આવ્યા હતાં. ખેદ એ વાતનો હતો કે બંને જણા સૂતા સૂતા વાત કરતા હતા એટલે મેસેજમાં શું લખતા હતા એ વાત એ બંને જ જાણતા હતા હું મેસેજ જોઈ ના શક્યો અને જોઉં પણ શું હવે એ વાત પબ્લિક વાત તો ના જ હતી ને. કદાચ આવો અનુભવ તમારો પણ રહ્યો જ હશે. યાદ આવી જાય તો એવા પ્રેમને યાદ કરી હસી લેજો.


અવની પહેલા કરતા હવે ફ્રેશ લાગતી હતી. મુલાકાતો પર મુલાકાત થતી રહી અને નદીના પ્રવાહ ની જેમ વાતો આગળ વધતી રહી. આલોક સાથેની દરેક મુલાકાત પહેલા અવની હવે પોતાને બરાબર રેડી કરી લેતી. મતલબ કે બીજી છોકરીઓની જેમ એ પણ હવે સાજ શણગાર તરફ ખેંચાવા માંડી હતી.


સાંજના ૬ વાગ્યા હતા ને અચાનક અવનીનો મોબાઈલ રણક્યો...

'હા આલોક બોલો.... !'

'અવની એક વાત પૂછવી છે. કરી શકું વાત હમણાં !' આલોક દબાયેલા સ્વરમાં બોલ્યો...

અચાનક આવેલા આમ સવાલથી અવની પણ જરા ખચકાઈ પણ પછી કહ્યું, 'હા બોલોને... શું કહેવું છે !'

'અવની મારું હોટેલનું બુકિંગ આજ સુધીનું જ હતું અને તું જાણે છે પ્રોજેક્ટના કામ ના લીધે મારે હજુ ૧૦ દિવસ અહીં જ રહેવું પડશે. પણ હોટેલમાં હવે કોઈ ડેટ ખાલી નથી, મેરેજ સીઝનના લીધે બધું ફૂલ થઇ ગયું છે. મારે આજે રૂમ ખાલી કરવું પડશે. ઇફ યુ ડોન્ટ માઈન્ડ શું હું તારા જોડે રહી શકું ?' આલોકે એક શ્વાસમાં આખી વાત કહી દીધી.


એક પળ માટે અવની વિચારમાં પડી ગઈ. અને જવાબ આપે પણ શું ? 'હેલો અવની સાંભળે છે તું મને... હેલો અવની... હેલ્લો' આલોક પૂછતો રહ્યો. અચાનક વિચારોમાંથી બહાર આવી અવની એ 'હા' કહી દીધું. બીજું કહેવા માટે કઈ હતું પણ નઈ ને. 'ક્યારે આવે છે ? અવની એ પૂછ્યું...!

'૮ વાગ્યાની આસપાસ હું આવું છું. ત્યાં સુધી માં મારું ચેકઆઉટનું કામ પતાવી લઉં. 'આલોકે કહ્યું અને વાત પૂરી કરી.


આ બાજુ અવનીએ હા તો પાડી પણ એના મનમાં અનેક સવાલો ચાલતા હતા. શું આ એ ઠીક કરી રહી છે ? કઈ ખોટું તો નથી કરતી ને હું ? અને તરત જ પોતાને સભાન કરતી હોય એમ વિચારે છે કે અરે ૧૦ જ દિવસ તો છે તો હું શું બધું આમ વિચારવા બેઠી. અને હું આલોકને ઓળખું છું હવે તો પછી બીજી ચિંતાની ક્યાં વાત છે હવે.


આ બાજુ અચાનક ડીંગ ડોંગ ના અવાજ સાથે ડોરબેલ વાગી. અવનીએ એ દરવાજો ખોલ્યો. 'અરે આલોક આવી ગયા. પ્લીઝ કમ !' કહેતા અવનીએ આલોકને અંદર આવવા કહ્યું.

ફરીવાર આલોકે અવનીની માફી માંગતા કહ્યું કે, 'સોરી અવની તને તકલીફ આપવી પડી પણ મારા પાસે બીજું કોઈ ઓપ્શન પણ ના હતું.' આલોક કહ્યું...!

'ઇટ્સ ઓકે આલોક....! એમાં શું હવે ! તારા માટે મે આ રૂમ રેડી કરી દીધો છે. તારો સામાન અહી રાખી દે.' અવની એ પોતાનો રૂમ આલોકને આપી દિધો.

'અવની પણ તું ?' આલોક બોલતો હતો કે અવની એ એની વાત કાપતા કહ્યું...

'તું મારી ચિંતા ના કર... મને આદત છે આ ઘરમાં ગમે ત્યાં સૂવાની ને રહેવાની આ સોફો છે ને , કાફી છે મારા માટે, તમે મહેમાન છો તમને થોડી સોફા પર સૂવડાવું હું ! એ બધું છોડો ફ્રેશ થઈ જાઓ હું જમવાનું લગાવું છું.'

આલોકના આવવા પહેલાં અવનીએ રસોઈ રેડી કરી દીધી હતી...!

'ઓકે અવની થેન્ક યુ' કહેતા આલોક ફ્રેશ થવા ગયો.


બંને જણા ડિનર પતાવી બેઠા હતાં. નોર્મલ વાતો ચાલતી હતી. મેસેજ પર વાતો કરવી અને આમ સામ સામે વાતો કરવી એ બંને માટે થોડું અઘરું જણાતું હતું. રોજ સમય ક્યાં નીકળી જતો એ ખબર પણ ના પડતી હતી અને આજ એક એક ક્ષણ ધીમી પડતી જણાતી હતી. આખરે ૧૧ વાગ્યા ને અવની એ આલોકને કહ્યું કે 'હવે તમે પણ આજ થાકેલા હશો. તો હવે વધુ ઉજાગરો ના કરતા સૂઈ જઈએ.'

આલોક પણ એની વાત સાથ એગ્રી થઈ હા કહેતા એના રૂમ તરફ જવા ઉભો થઈ ગયો. બંને એકબીજાને ગુડ નાઈટ વિશ કરતા સૂઈ ગયા.


આમ ને આમ એક વીક પતી ગયું. હવે અવની પણ ઓડ ફીલ કરતી ન હતી.

'અવની તું ડ્રિંક લે છે.' આજ ઓફિસની પાર્ટીમાંથી પાછા ફરતા હતા ત્યાં ગાડીમાં આલોકે અવનીને સવાલ કર્યો.

'હાં કોઈ વાર આમ ઓફિસ પાર્ટી હોય તો કરું છું. કેમ આમ પૂછ્યું પણ... તમે પણ તો કર્યું છે ને !' અવની થોડા ભારી અવાજમાં બોલી ...

'હા કરું છું કોઈકવાર ! બસ તારા જેમ જ.' અને આમ વાત કરતા કરતા બંને ઘરે પહોંચી ગયા. આજ અવની એના અસલ અંદાજમાં જણાતી હતી. જેમ કે પાર્ટી હતી તો ડિનર પણ આજ તેઓ કરીને જ આવ્યા હતાં. ટીવી ઓન કરી અવની સોફા પર બેઠી. ફ્રેશ થઈ આલોક રૂમમાંથી બહાર આવ્યો. આવો આલોક બેસો એમ ઈશારો કરતા અવની એ આલોકને સોફા પર બેસવા કહ્યું. આલોક પણ બાજુમાં જઈ બેસી ગયો.


અવની વાતો વાતો માં વારે વારે આલોકનો હાથ પકડતી તો ક્યારેક ટીવીમાં આવતી ફિલ્મના ડાયલોગ પર આલોકને એક્શન કરી બતાવતી. આજ અવની એની અલગ જ દુનિયામાં હતી ને આમ ને આમ ટીવી જોતા જોતા અવની આલોકના ખભા પર માથું રાખી ક્યારે સૂઈ ગઈ એ આલોકને પણ ખબર ન પડી. ટીવી હજી ચાલુ હતું રાતના ૨ વાગ્યા હતા અને આલોકને પણ ઝપકી લાગી ગઈ હતી.

આલોકે અવનીને સોફા પર વ્યવસ્થિત સુવડાવી, પોતે પણ રૂમમાં સુવા માટે જતો રહ્યો પણ આવનીનો આમ સ્પર્શ એને આજ સુવા દેતો ન હતો. એના મનમાં ઘણા અવનવા વિચારો ચાલતા હતા. ત્યાં તો ધડામ દઈ કૈક અવાજ આવ્યો. આલોક બહાર આવી ને જુએ છે તો અવની સોફાથી નીચે હતી. 'ઓહ માય ગોડ ! અવની વાગ્યું તો નથી ને !'આલોકે પૂછ્યું.


પણ અવની હજી ઊંઘમાં જ હતી. આલોકે એને રૂમ માં સુઈ જવા કહ્યુંને અવની સાંભળ્યું ના સાંભળ્યું કરતા રૂમ તરફ વધવા માંડી. આલોકે એને પકડીને બેડ પર સુવડાવી ત્યાતો ટીવી સિરિયલની માફક અવની એ આલોકનો હાથ પકડી લીધો અને એને પણ ત્યાજ રહેવા કહેતી હોય એમ પોતાના તરફ ખેંચવા લાગી. પણ અવની આ બધું હોશમાં કરતી ન હતી. એને હજી ડ્રિંકની અસર ઘણી હતી. આલોકને હવે શું કરવું કઈ સમજાતું ન હતું. એ ત્યાજ બેડ પર બેસી રહ્યો. અવની હોશમાં ન હતી પણ આલોક તો હોશમાં હતો એટલે એને આ થોડું અજીબ તો ના કહેવાય પણ કૈક તો લાગતું હતું. અવનીના ચહેરાની માસૂમિયત આજ આલોક સ્પષ્ટ પણે જોઈ શકતો હતો. એક પળ માટે પણ અવનીને લઈને એના મનમાં કોઈ ખરાબ વિચાર ન આવ્યો. અને જેમ અવની ગહેરી ઊંઘમાં પડી કે એ પોતાનો હાથ છોડાવી સોફા પર જઈ સૂઈ ગયો.


સવાર ના ૯.૩૦ થયા હતા ને સૂરજનો પ્રકાશ ઘરની બારીમાંથી સીધો અવનીના ચહેરા પર આવતો હતો ને આમ, પ્રકાશથી બેચેન થઈ અવની જાગી ગઈ.

'ગુડ મોર્નિંગ ! અવની , લો તમારી બ્લેક કોફી. આલોક કપ આગળ કરતા અવની ને કહેવા લાગ્યો.

અવની પોતાને બેડ પર જોઈ થોડી ચકીત થઈ પણ આમ તો એ થોડી ઘણી હોશ માં હતી એટલે એને યાદ હતું કે રાતે પોતે શું કર્યું હતું !

'કેમ છો મેડમ... રાતે કૈક અલગ જ અંદાજમાં હતા ને તમે તો ! અને હા સોફા પરથી જે છલાંગ મારી હતી તો વાગ્યું તો ના હતું ને બોડીમાં કશે પૈન તો નથી ને ?' આલોકે અવનીની ટીખળ કરતા કહ્યું.

'હા સારી છું ! અને થેંક યુ આલોક કે તે મને સાચવી. અને આ કોફી માટે અલગથી થેન્ક્સ કહીશ.'

'અવનીને આલોક માં હવે એક જાતનું ખેંચાણ લાગવા માંડ્યું હતું. અને કેમ ના લાગી શકે આલોક હતો પણ એવો કે કોઈ પણ છોકરીને ગમી જાય. પણ અહીં તો ગમવા કરતાં પણ આલોકની નજીક રહીને અવની એ એને જાણે આખે આખો ઓળખી લીધો હતો.


અવનીના મનમાં આલોકને લઈને હવે કોઈ પ્રશ્ન ના હતો એ એને ચાહવા લાગી હતી. અને આલોક પણ અવની તરફ ખેંચવા લાગ્યો હતો. પણ આ વાત હજી બંનેના મનમાં જ હતી બહાર આવી ના હતી. અને આવે પણ તો કઈ રીતે ? અને એટલામાં જાણે અચાનક જ બોમ ના ફૂટ્યો હોય એમ ધડાકો કરતા આલોકે અવનીને એના જવાની વાત જણાવી.

'અવની કાલે સાંજે પાંચ વાગ્યાની મારી ફ્લાઇટ છે. મને આજ હેડ ઓફિસથી મેઈલ આવ્યો છે.' આલોક ડિનર કરતા કરતા અવનીને કહ્યું...!

 અવનીના ચહેરા પર ના ભાવ જોઈ સ્પષ્ટ જણાતું હતું કે આ વાત અવનીને કેટલી અસર કરી ગઈ હશે ! કઈ પણ બોલ્યા કે હાવભાવ વગર અવની બસ મૌન રહી અને પોતાના જ વિચારોમાં અટવાઈ પડી.

'અવની.... અવની... હું તને કૈક કહું છું.. તું સાંભળે છે !' આલોકે અવનીને સભાન કરતા કહ્યું !

'હાં ! સાંભળ્યું મે કાલે ૫ વાગે જવાનું છે તમારે. ઓકે !' અવનીએ જરા રૂડ ટોન માં કહ્યું.....

'અરે શું થયું અવની...! કેમ આમ, આ રીતે બોલે છે. શું થયું કહીશ મને !' આલોકે પૂછ્યું..

'ના કશું પણ નઈ. હું આવીશ તમને એરપોર્ટ સુધી મુકવા કાલે, તમે તમારો સામાન રેડી કરી દો હું બેગ પેક કરી દઉં પછી.' અવની એ માયુસ અવાજે આલોકને કહ્યું...! આલોક કશું બોલ્યા વિના રૂમ માં જતો રહ્યો. અને અવની હજી પણ ડાયનિંગ ટેબલ પર જ બેઠા બેઠા કોઈક વિચારોમાં સરી પડી.

 

બંને એકબીજાના મનની સ્થિતિ જાણતા હતા પણ કહે કોણ એકબીજાને ! આલોકના આવ્યા પછી અવનીની જિંદગીમાં એક નવો વળાંક આવ્યો હતો અને અવની આ વાતથી ખુબજ ખુશ હતી. પણ હવે આમ આલોકના જવાને લઈને આ વાત અવની માટે એક આઘાતથી ઓછી ના હતી. પેલું કહેવાય ને કે જ્યારે બધું સારું થવાનું લાગવા માંડે ને ત્યારેજ સમય ઘટી જવા લાગે છે. અને શરૂઆત થાય ત્યાં તો અંત નજર આવવા લાગે છે.


એક ઓફિસ પ્રોજેક્ટ અવનીના જીવનમાં આવો વળાંક લઈ આવશે ના તો અવનીએ વિચાર્યું હતું કે ના આલોકે. શું તમે વિચાર્યું હતું કે આવું કૈક થશે ? મે જ નઈ વિચાર્યું હતું ! બસ લખતા લખતા લખી નાખ્યું.


***

શું કાલની ૫ વાગ્યાની ફ્લાઇટ ઉપાડવા પહેલા બંને જણ એકબીજાને પોતાના મનની વાત કરી શકશે ?

આલોક વગર અવની શું પોતાને સાચવી શકશે કે અવનીમાં આવેલું આ પરિવર્તન ફરી પહેલાની અવનિમાં તો નહિ પરિણમે ? અને અબ્રોડ ગયા પછી આલોક અવનીને ભૂલી તો નહિ જાય ને ?

ક્રમશ: 


Rate this content
Log in

Similar gujarati story from Romance