Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!
Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!

MILAN LAD

Romance Others

3  

MILAN LAD

Romance Others

મિસ્ડકોલ ભાગ ૫

મિસ્ડકોલ ભાગ ૫

6 mins
599


ચોથા ભાગમાં આપે જોયું કે અવની અને એના બોસ એમની કંપનીની સક્સેસ પાર્ટી ઇવેન્ટમાં જાય છે. જ્યાં અવનીને આલોકને મળવાની ઈચ્છા તીવ્ર થતી જાય છે. અચાનક ત્યાં આલોક અને રાધિકાના ઇંગેજમેન્ટની અનાઉન્સ અવનીના પગ નીચેથી જમીન સેરવી જાય છે. કોઈને સમજવા કે સમજાવવાનો અવસર મળે એ પહેલા સમય પોતાની રમત રમી જાય છે.

હવે જોઈએ આગળ...

***


ઇવેન્ટમાંથી પરત ફર્યા બાદ અવનીના મનમાં વિચારોની સુનામી વધતી જતી હતી. હજુ એ ખુદ સમજવા કે પોતાના મનને સમજાવવામાં અસમર્થ હતી. કોઈ જ કામમાં એનું ધ્યાન પણ લાગતું ના હતું. બસ એક આંસુ જ હતા જે વારે વારે આંખોમાંથી સર્યા જતા હતા. એ પણ જાણે અવનીની હાર થઈ હોય એમ અવનીને અવગત કરાવવા તત્પર હતા.


આ વાર્તાના આ વળાંક પરથી હું એક વાત કે અનુભવ કહેવા માંગીશ, ખરેખર જ્યારે આપણે મનમાં ને મનમાં ક્યારેક કોઈ વ્યક્તિ કે વસ્તુને લઈને વિચારોનો મહેલ ઊભો કરી દઈએ છીએ, જેમ આપણને ગમતું હોય એજ રીતે એને લઈને આપને સપના જોવા લાગીએ છીએ અને એ પણ ઠેઠ સુધી વગર જાણીએ કે એ વ્યક્તિના મનમાં શું છે કે એ વસ્તુ પણ આપના અનુરૂપ છે કે નહિ ! અને જ્યારે પરિણામનો સમય આવે અને એ આપણી ઈચ્છા મુજબ ના નીકળે ત્યારે બેચેન થઈ જઈએ છીએ. ના આવેલા વિચારો કરવા લાગીએ છીએ, સમજદાર ખુદને દોષ આપવા બેસે છે ને નાસમજ સામે વાળાને દોષી પુરવાર કરવા મથે છે. અને આ બધું થવામાં ભાગ ભજવનાર એક માત્ર ગેરસમજ હોય છે. જે સરવાળે પણ બધું શૂન્ય કરી જાય છે. તો જે પણ હોય એ પહેલા જ કલિયર કરી દેવું વધુ યોગ્ય છે. ભલે એક વાર કડવું લાગે પણ સંબંધ તો સચવાઈ રહે. શું ખબર ! કહી દેવાથી પહેલેથી સુંદર પણ સંબંધ બની જાય.


એક વરસ પછી.......!

'અવની કાલની મારી મીટીંગ માટેની બધી ફાઈલ રેડી છે ? આઈ હોપ રેડી જ હશે તારું કામ બાકી તો ના જ હોય.' અવનીના બોસે અવનીને કહ્યું !

'હાં સર ! રેડી છે અને એ હું મોકલાવું છું. તમને તમે એક વાર ચેક કરી લ્યો એટલે જો કોઈ ચેન્જ કરવા જેવા લાગે એ પોઇન્ટ હું જોઈ લઈશ.' અવની આમ જવાબ આપી બોસની કેબીનની બહાર નીકળી...


અવનીને જોતા લાગતું ના હતું કે એના મનમાં આલોકને લઈને હજી કોઈ વિચારો ચાલતા હશે ! શું એણે બધું ભુલાવી દીધું હશે ? બસ પહેલાની જેમ જ ફરી એ ઓફિસના કામમાં બીઝી રહેવા લાગી હતી. અને કદાચ આલોકની યાદના આવે હવે પછી એટલે જ ફરી હવે પહેલાની અવનીની માફક રહેવા લાગી હતી.


અવની ઉઠ ઓફિસ નથી જવું આજે, ચાલને મોડું થાય છે. તને ક્યાં કોઈ કઈ કહેવાનું છે બોસની ગાળ તો અમારે જ સાંભળવાની ને ! ( અવની તો એકલી રહેતી હતી ને તો અવનીના ઘરમાં આ અવાજ ક્યાંથી સંભળાયો ? સવાલ થયો ને મનમાં ? થાય જ ને મે એક ખુશખબરી તો આપને જણાવી જ નહિ, પછી ! આ અવાજ રીટાનો હતો જે હજી નવી નવી અવનીની કંપનીમાં અવનીની જગ્યા પર આવી હતી. અવનીની જગ્યા પર મતલબ અવની એ કંપની છોડી નથી દીધી પણ એ ઇવેન્ટ પછી એનું પ્રમોશન થઈ ચૂક્યું હતું માટે અવનીની બધી આગળની જવાબદારી હવે રીટા સંભાળતી હતી. અને એ પણ અવનીની માફક ઘરથી દૂર હોવાથી અવનીના કહેવાથી એના જોડે રહેવા આવી ગઈ હતી. હવે કલિયર હોય તો આગળ વધીએ ? )


'રીટા બસ ૫ મિનિટ, માથું બહુ દુ:ખે છે એક કોફી બનાવી આપ ને ! પ્લીઝ....' અવનીએ સૂતા સૂતા માથા પર ફરી તકિયો ડાબી દીધો.

'હાં હવે મેડમ એ કહ્યું જ છે તો મારે કરવું તો પડશે જ ને ! ઓફિસ હોય કે ઘર મેડમ તો એજ છે ને ! રીટા એ મશ્કરી ભર્યા અવાજમાં કહ્યું ! પણ અવનીનું માથું દુખવા સામે આ મશ્કરી અવની પર કઈ જ અસર ના થઈ.


'રીટા આજે ૩ વાગ્યે ફ્રી થઈ જજે. મે બોસને વાત કરી લીધી છે રજા માટે. આપણે બહાર જવાનું છે ઓકે ?' અવની એ રીટાને કહ્યું....

'ઓકે અવની..! આઈ વિલ...!' રીટા એ જવાબ આપ્યો.

૩ વાગ્યા પછી અવની અને રીટા બહાર જાય છે. અવની તે હજુ કહ્યું નઈ આપણે ક્યાં જઈએ છીએ. અને હું ઘેંટાની જેમ માથું હલાવતી હલાવતી તારા પાછળ પાછળ હાલતી આવું છું. મેડમ જણાવવાની કૃપા કરશો. રીટા એ શબ્દો પર ભાર મુકતા અવનીને પૂછ્યું.


અવની હજુ પણ કઈ જ બોલતી ના હતી. બસ રીક્ષાથી રિક્ષા બદલીને રિટાને લઈને એક નદીની માફક આગળ વહેતી જતી હતી.

'અવની પોણા છ વાગવા આવ્યા છે આપને ૩ વાગ્યાથી ગાંડાની જેમ રખડીએ છીએ કહીશ તું મને હવે કૈક ! હોટેલ ડેટિંગ સ્પેસ ? અવની આપણે અહીં કેમ આવ્યા છીએ ? કોઈને મળવાનું છે ? કોઈ આવે છે અહી ? શું છે અવની હવે બોલીશ તું ?' રીટા સવાલ પર સવાલ કરતા અવની પર અકડાઈ ઉઠે છે.

અવની રીટા નો હાથ પકડી એને ટેબલ નંબર ૩ પર બેસાડે છે. 'અવની આ રિઝર્વ ટેબલ છે ! જો આ !' રીટા એ રિઝર્વ લખેલું સાઈન બોર્ડ અવનીને બતાવ્યું.

'હા જાણું છું ! મે જ કરાવ્યું છે. વેઇટર બે કોફી પ્લીઝ ! અવની એ કહ્યું......'


'અવની શું આપણે ખાલી કોફી પીવા અહી આવ્યા છીએ ! રીટાનું મગજ હવે ગોટાળે ચડતું હતું શું કરવા માંગે છે અવની એને કઈ જ સમજાતું ન હતું. (પણ મિત્રો તમને તો કદાચ સમજાઈ જ ગયું હશે ! ના સમજાયું ? ચાલો હું જ કહી દઉં ! આ એજ હોટેલ હતી, એજ દિવસ હતો અને એજ ટેબલ નંબર ૩ હતું જ્યાં આલોક અને અવની પહેલી વાર મળ્યા હતા. આ જોતા મને પણ લાગ્યું કે અવનીના દિલમાં આલોક માટે હજુ પણ પ્રેમ એટલોજ હશે ! )

પછી અવની બધી વાત રીટા ને કરે છે. થોડી આંખો ભીની કરી પછી હસતાં મોઢે છોડ એ વાત કહી રીટા તરફ એક જ નજરે જોતી રહે છે.


'અવની વેઇટ વેઇટ તું મને આ વાત આજે કરે છે ! પાગલ ! આલોક ઇન્ડિયામાં જ છે અને એ પણ પાંચ મહિનાથી રીટા એ અવનીની વાતમાં ઉમેર્યું...'

'રીટા તને કેવી રીતે ખબર કે આલોક અહીં જ છે.' અવનીએ આશ્ચર્ય સાથે રીટા ને પૂછ્યું....

'અરે કેમ ના ખબર હોય તારી જગ્યા પર હું બેસુ છું હવે તો તારા બધા પ્રોજેક્ટ હું હેન્ડલ કરતી હોવ તો ક્લાયન્ટની ઇન્ફોર્મેશન મને ના ખબર હોય તો કોને હોય ! અને એ પણ ખબર છે એ એકલો જ રહે છે. સાથે બીજુ કોઈ છે કે નહિ એતો નઈ ખબર પણ આટલી વાત તો કન્ફરમ જ છે. અને હા મારી એમના જોડે એપોઇમેંટ પણ છે બે દિવસ પછી.'


અવનીના દિલમાં અચાનક ફરીવાર ધ્રાસકો પડે છે અને ફરીવાર વિચારોનું વંટોળ ઉડવા માંડે છે. પણ આ વખતે આ વંટોળ ખુશી ફેલાવી જશે એમ લાગતું હતું.


બેડ પર સુતા સુતા અવની કરવટ બદલતી રહે છે. મનમાં હજી હજારો વિચારો લઇ એને ઊંઘ આવે એમ હતું પણ ક્યાં ! અને આખરે મનોમન એ આલોકને મળવાનું પ્રયોજન ગોઠવી નાખે છે. જાણવું છે શું હતું આલોકનું આમ કરવાનું કારણ ?


'રીટા મેડમ બોસ તમને કેબિનમાં બોલાવે છે.' પટાવાળા એ કહ્યું !

'મે આઈ કમ ઈન ! સર !'

'હા રીટા આવ, તને કહેવું હતું કે કાલની જે અપોઇમેંટ છે એ આપણા જૂના ક્લાયન્ટ છે સો અવની વેરી વેલ અવેર છે એમનાથી તો તું અવનીને જવા માટે કહી દેજે ત્યાં.'

'ઓકે સર !' કહી રીટા ત્યાંથી જતી રહી.

સરની કેબીનથી નીકળતા અવની તરફ નજર કરતા રીટા મનમાં કંઇક બબડતી જણાતી હતી આ જોઈ અવનીના મોહ પર કોઈ ચાલમાં કામિયાબ થયાનું મીઠું હાસ્ય હતું. રીટાને સમજાય ગયું કે આ કામ અવનીનું જ હતું.


અવની આજે સવારમાં જલ્દી ઊઠી બધું કામ પતાવી ઓફિસ જવા રેડી થવા લાગી હતી. આજનો દિવસ અવની માટે એટલોજ મહત્વનો હતો જેટલો એ આલોકને મળવા પહેલી વાર જવાની હતી. અને એટલામાં પાછળથી અવાજ આવે છે. "


'સજના હે મુઝે ... સજના કે લિયે !

રીટા અવનીની મશ્કરી કરતા આ ગીત ગાતી હતી. મહોતરમાં આજે તો બહુ જલ્દીમાં છો ને... કામ પ્રત્યે નિષ્ઠા અને એ પણ આટલી બધું કે પછી કૈક બીજું કામ પ્રત્યેની નિષ્ઠા છે આ....' રીટા બોલી.

'રીટા બસ કર હા ! જાણે છે તું પછી કેમ સવાલ કરે છે.' અવની એ કહ્યું અને ઓફિસ માટે બને નીકળી ગયા.


'મે આઈ કમ ઈન !' અવની એ અંદર આવવા પરમિશન માંગી.

'અરે અવની તું... પ્લીઝ કમ, આવ બેસ !'

'મીટીંગ માટે રીટા આવવાની હતી ને ?' આલોક એ પૂછ્યું

'કેમ આલોક હું આવી એ ના ગમ્યું ? કે પછી ફરી ભાગી જવાના ઇરાદામાં હતા.કે પકડાઈ જવાના અફસોસ માં છો ? અવની એ કટાક્ષ માં કહ્યું !

"સફર મે આખિર કોણ કહાં તક ભાગેગા ।

અકેલા આખિર દોડ ભી કિતના પાયેગા ।"

આલોકે એના જૂના એજ શાયરીના અંદાજમાં કહ્યું !


ક્રમશ :


Rate this content
Log in

More gujarati story from MILAN LAD

Similar gujarati story from Romance