MILAN LAD

Inspirational


3  

MILAN LAD

Inspirational


વાત સંબંધોની

વાત સંબંધોની

2 mins 440 2 mins 440

સંબંધમાં આવેલી ગુંચવણને સમજણથી ઉકેલીએ.

ચાહું છું તને, હંમેશા ચાહતો રહીશ.... ! આવું જ વાક્ય ઘણીવાર પ્રેમીઓ એકબીજાને કહેતા હોય છે. પણ સત્ય શું ? ક્યાં સુધી આ વાતો પર બંને તટસ્થ રહી શકે છે ? કે પછી કોઈ ગેરસમજણ કે બીજાની વાતમાં આવી જાય ત્યાંજ આ સંબંધ પર એક પળનો પણ વિચાર કર્યા વગર પૂર્ણવિરામ મૂકવા તત્પર થઈ જાય છે.

      જેમ પતંગ અને દોર જ્યાં સુધી એકબીજા સાથે જોડાયેલા રહે છે ત્યાં સુધી બંને હવામાં મસ્તમોજી બની લહેરાતા રહે છે. સંબંધનું આ પરિરૂપ સૌને લાગુ પડી જાય છે. બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ પણ આવોજ હોય છે. જેમ પતંગ ક્યારેક તાણ કરે તો દોરની ઢીલ મૂકવી પણ જરૂરી છે તો ક્યારેક જમીન તરફ પડતો રોકવા આંચકાના જોરે ઉપર લાવવો પણ પડે છે. એમજ સંબંધમાં પણ થોડી સમજણની ઢીલ અને જવાબદારી ભર્યા આંચકા સમયે સમયે જરૂરી છે. એકમેક પરનો વિશ્વાસ જ એને લાંબા સમય સુધી લહેરાતો રાખી શકે છે. આપણી રીતે આપણાં જ આકાશમાં મુક્તપણે ઉડતા રહીએ ત્યાં સુધી કોઈ મુશ્કેલી નથી પડતી. પણ જ્યારે કોઈ બીજી પતંગના સંપર્કમાં ( બીજાની વાતોમાં ) આવી જશો તો ક્યાંક તમારો કાચો પડેલો વિશ્વાસ તમને બધાથી દૂર કરી દેશે ! 

  હું તને ચાહું છું અને ચાહતો રહીશ...! આમ કહેતા તો કહી દેવાય છે પણ બીજા કોકની વાતોમાં આવી કે કોઈ ગેરસમજણની પડેલ ગૂંચના લીધે પોતાનો વિશ્વાસ ડગમગી જાય ત્યારે ? ત્યારે શું ? બસ એ જ ક્ષણવાર પહેલા લહેરાતા પતંગના જેમ પળમાં દોરથી અલગ થઈ જવું પડે છે. અને નકારાત્મક ભર્યા વલણ અને બીજાએ ઠોપેલા વિચારોમાં ધડામ દઈને ફંગોળાઈ ને નીચે આવી પડી જવાય છે. અને સાચું કહું તો ! બીજા તો આ વાતનો ઉત્સવ જ મનાવશે ભલે તમારો પતંગ કપાયો કે પછી પતંગ જેવો લહેરાતો તમારો એ સંબંધ. 

   તો પોતાના પર અને પોતાના સંબંધ પર દૃઢ વિશ્વાસ રાખી " હું તને ચાહું છું ને ચાહતો રહીશ કહેવાને બદલે હું તને ચાહું છું અને જ્યાં સુધી જીવંત છું તારો બનીને રહીશ.." કહેવું ઘણું યોગ્ય કહેવાશે! સાચું ને ?


Rate this content
Log in

More gujarati story from MILAN LAD

Similar gujarati story from Inspirational