MILAN LAD

Others Romance

3  

MILAN LAD

Others Romance

મિસ્ડકોલ ભાગ ૨

મિસ્ડકોલ ભાગ ૨

8 mins
526


તો પહેલાં ભાગમાં આપે અવનીના ભૂતકાળ તેમજ વર્તમાનની થોડી ઘણી પરિસ્થિતિ વિશે જાણ્યું, જ્યાં એની લાઇફ રેલવેના પાટા સમી એકસરીખી ચાલતી જતી હતી ત્યાં મિસ્ડકોલ નામનો ડાઇવર્સન અચાનક એની જિંદગીમાં આવી જાય છે.

પોતાની જ દુનિયામાં અલમસ્ત રહેનારી અવની આજકાલ વિચારોની દુનિયામાં ખોવાયેલી રહેવા લાગી. જાણે કે એ પોતાની દુનિયાથી વિપરીત પરિસ્થિતિમાં સરવા લાગી હતી. કોફી પીતા પીતા અચાનક સભાન થાય છે કે એના મોબાઈલ પર કોઇનો મિસ્ડકોલ આવે છે અને એ પછી તરત એક મેસેજ પણ આવે છે....

હવે આગળ....

કોઈ પણ કામમાં હવે અવનીનું મન લાગતું ન હતું, ના ઊંઘ આવતી હતી ના સમય વીતતો હતો. બસ મનમાં એ અજનબી નંબર ને જાણવાની મથામણ નિરંતર ચાલતી જતી હતી.

સવારે રેડી થઈ અવની પોતાની કંપની બસમાં બેસી ઓફિસ માટે નીકળી, બસની બારીમાથી આવતો સરર... સરર... પવન એના વાળો ઉડાડી જતો હતો જાણે એ પણ એની ટીખળ ના કરતો હોય. હમેશાં બિન્દાસ રહેતી અવની એના આંખો પરથી થોડી ઉદાસ જણાતી હતી.

હવે, આપ એમ ના પૂછશો કે ચશ્મા વાળી છોકરીની આંખો કેવી રીતે જોઈ કે ઉદાસ છે એ ? તો મિત્રો વાર્તા હું લખું છું તો સ્વાભાવિક છે કે એ બસ મારી છે, આ કલ્પના પણ મારી છે અને બસમાં પણ હું જ છું સો અવનીની ઉદાસી મને સમજાઈ એ મે આપને જણાવી ! હવે સવાલ ના કરશો !

અવની આ ફાઇલ જરા ચેક કરી અર્જન્ટ મારા ટેબલ પર મુકાવજે. અમેરિકાના ક્લાઈન્ટ જોડે જે મીટિંગ ૫ એપ્રિલે હતી એ હવે ૨૯ માર્ચના ફિક્સ થઈ છે. સો મારે બધા રીપોર્ટસ બને એટલા જલ્દી રેડી જોઈએ છે.

જી સ ! હું જોઈ લેવ છું અવની એ કહ્યું ! અને પછી લાગી પડી એને પૂરું કરવામાં.

વાર્તાની શરૂઆતમાં કહ્યું હતું ને આજ અવની ઓફીસથી આવતા ખૂબ જ થાકી થાકી જણાતી હતી. હવે સમજાયું ને કારણ શું હતું ! જ્યારે કોઈ અણધાર્યું કામ અચાનક આવી પડે અને એમાં પણ પછી ડેડલાઈન આપવામાં આવી હોય તો આ હાલ થવો તો સ્વાભાવિક જ છે.

અત્યાર સુધી જે ના આવ્યા હતા, વાત કરતા એમનું પણ આગમન થયું, આખરે ફરી એ અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો પણ હવે અવની ને એટલો શૉક ના લાગ્યો કેમ કે એક જ વાત પાછળ કોઈ વ્યક્તિ રીએક્ટ કરે તો પણ કેટલું ?

પણ હા જાણવાની જીજ્ઞાશા તો એના મનમાં હજી પણ અવિરત ચાલતી જ હતી. જેમ તમારા સૌના મનમાં પણ ચાલે જ છે ! બરાબર ને ?

હા મેસેજ માટે તો આપને કહેવાનું રહી જ ગયું !

"જાણું છું અવની, મારા મિસ્ડકોલ અને મેસેજ થી તું પરેશાન હશે ! પણ હવે વધારે નહિ કરું ! મળી શકું તને ?"

જેમ ચાતક જે મેઘલાની કાગડોળે રાહ જોઈ બેઠો હોય અને અચાનક એ મેઘલો આવી પડે અને ચાતક ના મનમાં જે લ્હાણી થાય એ હાલ અવનીને થતી હતી. વધુ સમય બગાડયે, કઈ પણ વિચાર્યા વગર તરત રીપ્લાય માં ' યસ ' કહી મોકલી આપ્યું.

અને સામે છેડેથી મેસેજ આવ્યો 'ટેબલ નંબર ૩, હોટેલ ડેટિંગ સ્પેસ, નિયર ફર્સ્ટ ક્રોસ વે, ઓપોસીટ માણેક ગાર્ડન. આજેસાંજે ૬ વાગે. "

અવની એ ઓકે લખી મોકલી દીધું.

અવની ઓફિસનું કામ ફટાફટ પતાવી ટાઇમ થી પહેલા હોટેલ પર જઈ પહોંચે છે અને એ ટેબલ પર કોણ આવશે એની રાહ જોતી ખૂણાનું ટેબલ પકડી સંતાઈ ને જાસૂસી કરતી હોય એમ બેસી જાય છે.

૬ વાગવામાં હજી ૧૦ મિનિટ બાકી હતી. અને આ ૧૦ મિનિટ હવે ૧૦ કલાકનું કામ કરતી હતી અવની માટે. એક નજરે ટેબલ તો બીજી નજર ઘડિયાળ પર વારે વારે એની જતી હતી. પણ જેને એ શોધી રહી હતી એ હજુ ક્યાં છે એ કઈ સમજાતું ન હતું. આખરે ૬ વાગી ગયા પણ એ ટેબલ હજી ખાલી જ હતું. એટલામાં વેઇટર હાથમાં એક ચિઠ્ઠી લઈને આવે છે જે અવનીને આપે છે. જેમાં લખ્યું હતું.

'આપણી ટેબલ એ નથી જ્યાં તમે બેઠા બેઠાં મારા આવવાની રાહ જુઓ છો. હું તમને અડધો કલાકથી જોઉં છું. આવો ટેબલ નંબર ૩ પર. '

અવનીની ચોરી પકડાઈ ગઈ હોય એમ મનમાં સંકોચ રાખતા એ ટેબલ નંબર ૩ પર જઈ બેસી ગઈ. એના મનમાં અઢળક સવાલો ચાલતા હતાં. કોણ હશે ? ક્યાં હશે ? કેવો હશે ? અને શું કામ મને જ આમ મિસ્ડકોલ અને મેસેજ ?

મે આઈ ! સામે એક હેન્ડસમ છોકરો ઊભો હતો જેણે અવનીની રિસ્પેકટ બતાવતા બેસવા માટે અવનીની પરમિશન માંગી.

અવની એ થોડા ડરતા ડરતા ફક્ત ડોકું હલાવી હામી ભરી બેસવા કહ્યું. અવની હજી મૌન જ હતી. પણ મનમાં ચાલતું હતું એટલું ડરવા જેવું પણ ના લાગ્યું કેમ કે આવો હેન્ડસમ ગોરો છોકરો હોય તો વાત વટ પાડવાની હોય ડરવાની ક્યાં હોય. પણ અવની કેમની વટ પાડી શકે. હાં ! રૂપથી સુંદર ખરી પણ એને નીખરવાની જરૂર હતી ને !

હાય અવની ! હું આલોક, ઓળખે છે ? અવની એ હાય તો કહ્યું પણ ડોકું હલાવતા ઓળખ માટે ના કહ્યું.

'અવની આજે પણ તું એવી ને એવી જ છે બિલકુલ નથી બદલાઈ. હા ખાલી સાઈઝમાં ફેરફાર થયો છે પણ તારું ડ્રેસિંગ કે તારું વ્યક્તિત્વ હજી પણ એવુજ છે.'

'હેલો હેલો એક મિનિટ તમે આમ કહી રીતે કહી શકો ? શું તમે મને પહેલા મળ્યા છો ? તમે મને જાણો છો ? કે કોઈએ મારા માટે તમને કંઇ કહ્યું છે ?' અવનીએ વચ્ચેથી આલોકની વાત કાપતા કહ્યું !

'હાં ! ઓળખું છું, જાણું છું એટલે જ તો કહું છું ! યાદ છે તને સ્કૂલ માં ૮ સ્ટાન્ડર્ડમાં એકવાર એક નાટક ભજવાયું હતું. અને એમાં જે છોકરી મહારાણી બની હતી એ ટાઇમ પર ના આવતા તારે એ રોલ પરાણે કરવો પડ્યો હતો. બસ એ નાટકનો રાજકુમાર હું છું.'

'અવની આશ્ચર્ય સાથે બોલી ઓહ... આઈ સી ! હા યાદ આવ્યું તું એ જ આલોક છે રિયલી ! પણ હું ક્યાં તારી ફ્રેન્ડ હતી ત્યારે તો આજે એમ આ રીતે મને ફોલો કરવાનું કારણ અને એ પણ આટલા સમય પછી. અને એ પણ હું જ શું કામ ?'

અવની યાદ છે તારા બોસની ૫ એપ્રિલની મીટીંગ અમેરિકન ક્લાયન્ટ જોડે હતી અને એ ૨૯ માર્ચના થઈ ગઈ છે.'

અવની એકદમ શોક માં આવી જઈ 'હા પણ તને આ વાત કેવી રીતે ખબર ?'

મેડમ હવે તમને યાદ હોય તો તમે જે મેઈલ પર વ્યક્તિ જોડે વાત કરતા હતા એ અમારી જ કંપની છે તમને રિપ્લાય કરનાર હું જ છું મી. આલોક ઉપાધ્યાય. તમારા ક્લાયન્ટના સેક્રેટરી. જે તમારા બોસ જોડે મિટિંગ માટે ઈંડિયા આવ્યા છે એ હું જ છું. નહિતર સ્કૂલથી છૂટા પડ્યા પછી તારો કોન્ટેક્ટ મને ક્યાં ખબર હતી. પણ જે દિવસે તારા બોસે તને અર્જન્ટ ફાઈલ ચેક કરવા આપી હતી એ દિવસે હું તારી ઓફિસમાં જ હતો અને ત્યાંથી જ મને તારા વિશે ખબર પડી. અને તારો નંબર તો હતો જ મેઈલ પર. તો બસ તને સરપ્રાઇઝ કરવાનું મન થયું.'

આટલું બધું થઈ ચૂક્યું અને આ વાતની મને ખબર પણ ના પડી... ! હા હવે સમજાઈ આખી મેટર. પોતાનો જ દાવ થઈ ગયો હોય એમ અવની હસવું કે રડવું કે શું એક્સપ્રેસ કરવું એ પણ ભૂલી ગઈ. અને બુદ્ધુ બની બેસી રહી.

'અવની આઈ એમ સોરી ! અગર તને ખોટું લાગ્યું હોય મારા આ રીતે બિહેવ કરવાથી. જસ્ટ પ્લીઝ મી અવની !' આલોક એ માફી માંગતા અવની ને કહ્યું.

'ના ના ઇટ્સ ઓકે ! એવું કંઈ નથી ! ડોન્ટ વરી !' અવની આટલું બોલી ચૂપ જ રહી...

'અરે જુઓ ને વાત કરતા કરતા તમને ચાહ કોફી કે નાસ્તા માટે પૂછ્યું જ નઇ. બોલો શું લેશો ? તમારી મનગમતી બ્લેક કોફી ઓર્ડર કરું ?' આલોક કહ્યું...

હવે પૂછતા નઇ કોફીની વાત પણ મને ઓફિસ માથી જ ખબર પડી છે. આલોક એ વાતમાં ઉમેરતા ફરી કહ્યું...!

હળવા સ્મિત સાથે અવની એ કોફી માટે હા કહી. !

અને ફરી વાત ત્યાંથી આગળ ચાલી. વાત કરતા કરતા સમય ક્યાં જતો રહ્યો બંનેને ખબર ના પડી. અચાનક અવનીની નજર ઘડિયાળ તરફ ગઈ, હવે ૭.૩૦ થવા આવ્યા હતા અવની એ જવા માટે ઈચ્છા વ્યક્ત કરી.

'અવની ઇફ યુ ડોન્ટ માઈન્ડ ! મે આઈ ડ્રોપ યું ? પ્લીઝ ડોન્ટ સે નો ટુ મી !' આલોક એ કહ્યું ...

અને અવની એ પણ કઈ પણ વિચાર્યા વગર હા કહી દીધું. અને બંને જણા ગાડીમાં બેસી અવનીના ઘર તરફ રવાના થયા. અને થોડી વારમાં તો ગાડી અવનીના ફ્લેટ નીચે આવી ને ઉભી રહી. અવની કોક વિચારોમાં ખોવાયેલી હતી... હજી એ ગાડીમાં જ બેસી રહી હતી. આલોકે સભાન કરતા એને કહ્યું 'અવની ઉતરવું છે કે પછી બેસી જ રહેવું છે !'

'ઓહ સોરી આલોક. કહેતા અવની કાર માંથી ઉતરી ગઈ ! અને આલોક ને બાય કહી તે પોતાના ફ્લેટ તરફ આગળ વધી.

જતા જતા અવનીની નજર પાછળ ફરવાને કોશિશ કરતી હતી. પણ હજી આલોકની ગાડી ત્યાજ હતી. એટલે અવનીએ હળવું સ્મિત કરી ફરી નજર ફેરવી લીધી.

જેવી અવની ઘરમાં પ્રવેશે છે કે ફરી તેના મોબાઇલ પર એક મિસ્ડકોલ આવે છે અને સાથે જ એક મેસેજ પણ.

પણ હા મિત્રો આ વખતે એ મિસ્ડકોલ આલોકનો હતો હવે એ આજણ્યો નંબર જાણીતો થઈ ચૂક્યો હતો. પણ મેસેજ ? હા વાંચી સંભળાવું છું મેસેજ પણ તમને. તો મેસેજ એ હતો કે...

पहली थी मगर मुलाकात अच्छी थी,

जितनी भी हुई सारी बाते अच्छी थी.

होगी मुलाकात फिर कभी आपसे ?

के मानलू ये मुलाकात आखरी थी !

***

તો મિત્રો મેસેજ તો આપે જોઈ લીધો કે શું હતો. હવે તમને શું લાગે છે કઈ વાત આગળ વધશે કે કેમ? શું હશે અવની નો જવાબ ? શું આ વાત આગળ જતાં પ્રેમમાં તો નહિ પરિણમે ને ? શું અવનીના જીવનમાં કોઈ નવા રંગો સજશે ખરાં ? છોકરા જેવી રહેતી અવની છોકરી જેવી ક્યારેય લાગશે ખરી ?

થાય છે ને સવાલો ? તો જોઈશું આ બધા સવાલો ના જવાબો ત્રીજા ભાગમાં.

તો અવની પણ થાકી હશે એને એના હાલ પર છોડીએ અને હું પણ હાલ વિરામ લઉં છું... તો મિત્રો બધા ફરી મળીશું ત્રીજા ભાગમાં.... આપ આપના કૉમેન્ટ થકી મને લખવા માટે પ્રોત્સાહિત કરતા રહેશો એવી આશા.(ક્રમશ:)


Rate this content
Log in