MILAN LAD

Inspirational Romance

3  

MILAN LAD

Inspirational Romance

એક સમજણ ' એકલતા'

એક સમજણ ' એકલતા'

3 mins
9.4K


આટલું એકલું... આટલું નીરસ તો પહેલા પણ કોઈ દી ના લાગ્યું જ્યારે હુ ખરેખર એકલો હતો. કદાચ ત્યારે મને એકલતાની પરિભાષા ખબર ના હોય એટલે હસે !

હું મિલન, મારી જ વાત કરું છું. મેરેજ થયા ને અમે એકમાંથી બે થયા. ચિત્રાંગિ મારી પત્ની. જેવું નામ એવું રૂપ. મન રંગાઈ જાય એના રંગોથી. પણ નાકે થોડો ગુસ્સો બિરાજમાન રેહતો. કામમાં તો એના તોલે કોઈ ના આવે.

મેરેજ પહેલાની વાત કરું તો, ઘરનું એવું કદાચ કોઈ કામ ના હસે કે મે કર્યું ના હોય. કે નઈ આવડે કરતાં. અમે બે ભાઈ અને મમ્મી ત્રણ જણ અને પપ્પા તો ફોરેન હતા. એટલે બહેનના ભાગનું કામ કરતાં અમને મમ્મી એ પહેલીથીજ શીખવી દીધેલું. હું થોડો વધુ પડતો સંબંધોમાં ઈમોશનલ થઈ જતો. દિલનો કાચો કહી શકાય. પણ કોઈની સામે એના ભાવ પ્રસ્તુત થવા કદી નઈ દેતો. ત્રણ જણ વચ્ચે પણ અમને કદી એકલું નઈ લાગતું. હસતું રમતું નાનકડું મારું ફેમિલી. ઘરના તમામ કામકાજ બે ભાઈ વચ્ચે વેહચી લીધા હતા. એટલે કોઈને કોઈ કામ માટે તકલીફ પણ નઈ રેહતી અને મમ્મીને પણ મદદ થઈ જતી.

ચીત્રાંગીના આવ્યા પછી, મારે કામનો ભાર થોડો કહું કે ચાલો કહું સાવ જ ઓછો થઈ ગયો. સવારે ઉઠતાં જ બધું હાથમાં મળવા લાગ્યું. ચા, નાસ્તો, કપડાં, ઑફિસ બેગ, બધું રેડી થઈ જતું અને સાંજે આવે એટલે ગરમ ગરમ જમવાનું. એટલે જેમ આગળ કહ્યું એમ મારા માટેજ એમ નઈ પણ ઘરના પણ દરેક કામમાં એ આગળ. રસોઈમાં પણ એક નંબર. એવી આદત પાડી દીધી હતી મને કે હવે જાતે કઈ કરવામાં કંટાળો આવતો અને આળસ પણ કરતો હતો.

જોતજોતામાં એના સીમંતની ઘડી નજીક આવી ગઈ. દિલમાં તો ખુશીઓ દરિયાના મોજાની જેમ ઉછાળા મારતી હતી. પણ આંખો માં ક્યાંક એના દૂર જવાની હેલી ઉભરાતી હતી. ભલે થોડા મહિના માટે પણ એ થોડા મહિના પણ સદીઓ કરતાં કઈ કમ ન હતા. અને પળવારમાં તો એ દિવસ પણ નીકળી ગયો. એ એના ઘરે અને હું મારા ઘરે. દિવસ તો કામકાજ માં નીકળી જતો પણ રાત હવે ઘણી વસમી લાગતી હતી. રૂમમાં જતાં જ એ મેહસૂસ થતી. પથારી પણ અસ્તવ્યસ્ત હોય તો હું સરખી કરતાં કરતાં એની યાદ આવી જતી કે એ હોત તો પહેલેથી જ સરખી કરી રાખી હોત. બાજુમાં પાણી ની બોટલ પણ ભરી રાખી હોત. રાતે એને કૉલ કરું ત્યાં એ પૂછતી સવાર માટે કપડાં અસ્ત્રી કરી રાખ્યા છેને, બેગમાં બધું યાદ કરી ને મૂકતા છો ને, સવારે જલ્દી ઉઠી જજો, લેટ ના થઈ જાવ. અને હું મુગ્ધ બની બસ સાંભળ્યા કરતો કદાચ હા એટલું પણ બોલવા જાવ તો આંખોમાં આંસુ એને યાદ કરતા કરતા પહેલા આવી જાત. સો હમમ હમમ કહી હું હામી ભર્યે રાખતો.

એમ.., કહું તો.. જે જે સમયે જે જે કામમાં એ મદદ કરતી એ કામ આવતા જ મને એની યાદ દિલમાં ચુભી જતી. એના વગર તો રૂમ પણ જાણે ખાવાને દોડતો હોય એમ ભેંકાર લાગતો. પેહલાનું એકલું જીવન અને મેરેજ પછીનું એકલું લાગતું જીવન વચ્ચે શું ભેદ હોય એ મને સમજાઈ ગયું હતું.

આ મારી જ વાત નથી. મારા જેવા બીજા કેટલાય કપલ હસે. કદાચ તમારી જોડે પણ આવું બન્યું હસે. કે પત્ની સાથે હોય ત્યારે કદાચ આપને એની એટલી કદર કે સાથે હોવાનો ભાવ ના સમજી શકીએ પણ એનો એહસાસ એના દૂર ગયા પછી જ સમજાય છે.

એ સમયે એના માટે એની યાદમાં બે લાઈન લખી હતી એ રજૂ કરું છું....

" આદત ના હતી જોડે રેહવાની,

તારા આવ્યા પછી આદત પડી ગઈ.

હવે તમે થોડા દૂર થયા છો મારાથી,

તો વસમી લાગે છે પળ એકલા રેહવાની. "

મિસ યુ માય લવ.... લવ યુ ફોરેવર.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational