Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

MILAN LAD

Romance


5.0  

MILAN LAD

Romance


નજરથી નજરનો પ્રેમ

નજરથી નજરનો પ્રેમ

5 mins 14.1K 5 mins 14.1K

હું મૌલિક, એમ.એસ.સીના ત્રીજા વર્ષમાં હતો. આ એ સમય ની વાત છે જ્યારે પ્રેમ શું હોય છે એની સમજ મને તો ન પડતી હતી પણ જેને પડતી એ પણ કેહવાથી ડરતા હતા. કોઈ ખુલ્લા દિલે કે મને પ્રેમ વિશે વાત પણ ન કરતા.

આમ તો હું હોસ્ટેલમાંજ રહેતો. પણ રીનોવેશનના લીધે હોસ્ટેલ બંધ કરવામાં આવી હતી. જેથી લાસ્ટ યર ફોઈના ઘરે રહીને પૂરું કરતો હતો. આમ પણ ફોઈ અને ફુઆ એકલાજ રેહતા હતા. એમને કોઈ સંતાન ન હતું. તો એમને પણ મારી કંપની સારી લાગતી. એમ પણ કોલેજ ઘરથી ૫ કી.મી જ દૂર હતી. તો મને પણ જવા આવવામાં સારું પડતું હતું.

તેજસ્વિની...! ઉર્ફે તેજુ, ફોઈ ના સામેના ઘરે જ રેહતી હતી. એ કોઈ કોઈવાર કઈ કામ માટે તો ક્યારેક કઈ નવી આઇટમ બનાવી હોય તો ફોઈફુઆ માટે લઈ આવતી. જેવું નામ એવું જ રૂપ, ચહેરો એટલો તેજોમય લાગતો કે જાણે સૂરજ પર્વત ચીરતો બહાર નીકળ્યો હોય. એકદમ ગોરી, દેખાવડી, અને ઘરકામમાં પૂર્ણ ઘડાયેલી છોકરી હતી. એક વાર કહીએ તો લગ્ન માટે સર્વગુણ સંપન્ન કહી શકાય.

તેજસ્વિની થોડી શરમાળ હતી. એના જોડે વધુ વાતચીત તો ના થતી પણ કોઈવાર કઈ લઈને આવી હોય તો નજરથી નજર મળી જતી. પણ એથી આગળ વિશેષ કઈ નહિ. હું બપોર સુધીમાં કોલેજ થી ઘરે આવી જતો હતો. તેજુ જ્યારે અગાસી પર કપડાં વાળવા જતી તો હું એને ચોરી છુપીથી જોયા કરતો. એ ક્યારે ઘરની બહાર આવે અને જોવા મળે એવા મોકાની હું હંમેશા તાકમાં રહેતો. એમ કહું તો મને એ ગમવા લાગી હતી. પણ એના મનમાં મારા વિશે શું હશે એ બિલકુલ પણ ખબર ન હતી. કદાચ એ મારા વિષે વિચારતી પણ હશે કે નહિ. શું ખબર ? બસ રોજનું આમ ચાલ્યા કરતું.

એક દિવસની વાત છે ફોઈ ફુઆ બહાર ગયા હતા. સાંજના ૪ વાગ્યા હશે. હું અસાઇન્મેંટ કરવા બેઠો હતો અને એટલામાં ડોરબેલ વાગી. દરવાજો ખોલતા જ સામે તેજુ હાથમાં ડબ્બો લઈ ઊભી હતી. એના સુકોમળ અવાજે 'આંટી છે ઘરે?' એ બોલી. મે જવાબ ટાળતા અંદર આવવા કહ્યું. સોફા પર બેસાડી એમને પાણી માટે પૂછ્યું પણ શરમાતી નજરે એને મોઢું હલાવી ના કહ્યું. વધુ વાત થઈ શકે એ માટે મે પ્રશ્ન કરવાનું ચાલુ જ રાખ્યું. 'શું શું બનાવતા આવડે છે? તમે પોતે બનાવ્યું કે પછી મમ્મી એ બનાવ્યું છે.' 'ના ના મેજ બનાવ્યું છે અને મને રસોઈ આવડે છે અને ઘણી એવી ડિશ પણ બનાવું છું.' એણે કહ્યું.

આ હલવો બનાવ્યો છે તમારા અને તમાંરા ફોઈફુઆ માટે છે. ડબ્બો આપીને એ ચાલી ગઈ. તેજુ જોડે આટલી વાતચીત પછી જાણે હું એને પહેલેથી જ ઓળખતો હોવ એટલો આત્મવિશ્વાસ દિલનો થઈ ગયો. હવે પહેલા કરતા વધારે હું એની સામે આવવા લાગ્યો. જ્યાં નજરથી નજર મળે તો બસ જોયે જ રાખતો. એને પણ આ વાત હવે સમજાવા લાગી હતી. એ પણ હવે ક્યારેક અગાસી પર કે બજાર જવાના બહાને અવાર નવાર નીકળતી.

હોઠથી ના સહી પણ નજરથી નજરમાં પ્રેમની વાત થવા લાગી હતી. એકવાર હું કોલેજથી ઘરે આવતો હતો અને રસ્તામાં ફોઈ જોડે તેજુ મળી ગઈ. નાકા પરથી અમે ત્રણ ચાલતા ચાલતા ઘરે આવતા હતાં. ફોઈની નજર ચૂકવી અવર નવર એકબીજા જોડે નજર મેળવતા હતા. પણ કંઈ વાતચીત ન કરી શક્યા. ફોઈને જરા પડોશમાં કામ હતું. તો એમણે અમને આગળ જવા કહ્યું હું આવું છું થોડી વારમાં. હું અને તેજુ આગળ વધવા માંડ્યા. દિલ માં મોજા ઉછળતા હોય એમ ધબકારા વધવા લાગ્યા. કોણ બોલવાની શરૂઆત કરે અને બોલે પણ તો શું? મે જ હિંમત કરી પૂછી લીધું. 'આમ નજર નજરમાં ક્યાં સુધી વાતો ચાલશે આગળ પણ વધશું કે નહી?' શરમાતા શરમાતા બોલી આગળ જ તો વધવું છે, હવે એકલા વધવું છે કે સાથે એ તમારા પર છે.' હવે વાત એકદમ ક્લિયર હતી. મારા માટે એના મનમાં શું હતું એ કન્ફરમ થઈ ગયું.

આ બાજુ મારે છેલ્લા સેમની એક્ઝામ આવી ગઈ. અને જોત જોતામાં એ મહિનો થોડો સ્ટડીમાં નીકળી ગયો. અને હવે રજા પડવાની હતી તો મનમાં વિચારોનું વાવાઝોડું ચાલતું હતું. કે હવે શું થશે? તેજુને કેમ મળાશે? એક વાર વાત પણ થશે કે કેમ? અને આખરે રજા ચાલુ થતાં હું ગામ આવી ગયો. હવે તેજુ જોડે કોઈ કોન્ટેક્ટ ન હતો. શું કરતી હશે? મને યાદ કરતી પણ હશે કે? ભૂલી તો નઈ જાય ને? બસ આમજ વિચારો કરી કરીને મન બેચેન થઈ જતું.

૪ મહિના પછી કૉલેજમાં રિઝલ્ટ મુકાયાની વાત આવી. મને પણ જાણે તક મળી હોય એમ રિઝલ્ટ કરતાં પહેલાં મને તેજુને મળવાની આશા વધારે હતી. અને હું બીજા જ દિવસની બસ બુક કરવી ફોઈના ઘરે પહોંચી ગયો. પહોંચતા પહોંચતા મને રાત થઈ ગઈ હતી. એક નજર તેજુના ઘર તરફ નાખી પણ કંઈ દેખાયું નઈ. રાતે આ વિશે ફોઈને પૂછવાનું ટાળ્યું. રાત ભર ઊંઘ નઈ આવી. સવાર થતાં જ. ફટાફટ રેડી થઈ ફોઈને સવાલ કરવાની મનમાં હોડ જામી હતી. મે નાસ્તો કરતાં કરતાં પૂછ્યું 'ફોઈ કેમ તેજુના ઘરે તાળુ છે કસે ફરવા ગયા છે કે શું?'

'ના ના ગયા મહિને જ તેજુની સગાઈ થઈ ગઈ અને સામેવાળાને મેરેજની ઉતાવળ હતી સો એ લોકો એમના ગામ ગયા છે. ત્યાંથીજ મેરેજ કરવાના છે. આ જો તેજુ કંકોત્રી પણ આપી ગઈ છે મને, અને હા તારા માટે એ પૂછતી હતી. કેમ છે મૌલિક? શું થયું રિઝલ્ટનું એનું? અને તારા માટે પણ આ કંકોત્રી આપી ગઈ છે.'

હું કંકોતરી ખોલું કે ના ખોલું વિચારતા આખરે કંકોત્રી ખોલી તો એમાંથી એક કાગળ નીકળ્યું. એમાં લખ્યું હતું. 'બોવ યાદ આવી તમારી, કદાચ તમે પણ કરી હશે! પણ તમે ફરી આવશો પણ કે નહી એ ખબર ના હતી. અને ઘરવાળા ને કહી શકું એટલી હિંમત પણ ના હતી. તો હવે વધારે રાહ નથી જોતી. બને તો તમે પણ હવે ના જોતા.

શું કહું? શું કરું? કોને કહું? બસ લાચાર બની બેસી રહ્યો. ભૂલ એની પણ તો ના હતી એ પણ ક્યાં સુધી બેસી રહે.. બસ એક સુંદર સ્વપ્ન હતું પણ સવાર થતાં જ તૂટી ગયું એમ દિલને સમજાવી હું પણ એ વાતને ભુલાવા લાગ્યો. પણ દિલમાંથી જશે કે કેમ એતો દિલ જ જાણતું હતું.

અને એ પછી હું પણ ગામ આવી ગયો. હવે તેજુ ક્યાં છે? કેમ છે? ખુશ છે કે નહિ? શું મને ભુલાવી દીધો હશે એણે? કોઇ પણ વાતની ખબર નથી. અને મે પણ એના વિશે જાણવાની વધુ કોશિશ ના કરી. બસ જ્યાં પણ હોય ખુશ હોય. એથી વિશેષ શું જોઈએ!


Rate this content
Log in

More gujarati story from MILAN LAD

Similar gujarati story from Romance