Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!
Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!

Bhavna Bhatt

Crime


3.7  

Bhavna Bhatt

Crime


મિર્ચ મસાલા

મિર્ચ મસાલા

4 mins 11.7K 4 mins 11.7K

અમદાવાદની એક જાણીતી સોસાયટીમાં અને આજુબાજુની સોસાયટીમાં આ સમાચારથી હલચલ મચી ગઈ અને અખબારોમાં પણ પ્રસિદ્ધ એ સમાચારથી બધાંએ ફિટકાર વરસાવ્યો. આ હળાહળ કળિયુગ છે જુઓ. કે આ ઉંમરે અશોકભાઈને આ શું સુઝ્યું કે એમનાથી નાની ઉંમરની એમની દિકરી સમાન પલકને ઘરમાં બેસાડી. થૂ છે એમની આ કરતૂત ને. ધોળામાં ધૂળ નાંખી. આમ આ સમાચારમાં બધાં પોતપોતાની રીતે મિર્ચ મસાલો ઉમેરીને એકબીજાને કહેતાં હતાં અને પોતાની વાત જ સત્ય છે એવો હક્ક કરતાં.

પણ કોઈએ એ સમાચાર કેટલાં સાચાં છે એ જાણવા કોશિશ ના કરી અને સોસયલ મિડિયામાં મિઠુ મરચું અને મરી ભભરાવીને એ વાતને ચારેબાજુ ફેલાવી રહ્યા.

અશોકભાઈના દૂરના સગાંવહાલાં એ જાણ્યું એ પણ ફોનમાં ગમે એમ બોલવા લાગ્યા. અશોકભાઈ બધાની વાત સાંભળી લેતાં પણ કોઈ જવાબ ના આપતા. સોસાયટીમાં આક્રોશ ફેલાયો અને બધાએ ભેગા થઈને અશોકભાઈના ઘર ઉપર પથ્થર મારો કર્યો. પલકે ફોન કરીને પોલીસની મદદ માંગી. પોલીસ આવી અને બધાંને સમજાવીને વેરવિખેર કર્યા.

પણ પોલીસ ટીમ આવી હતી એમાં એક લેડીઝ પોલીસ હતી. એણે, બીજા રૂમમાં લઈ જઈને પલકની ઊલટતપાસ કરી એમાં પલક ધ્રુસકે ધ્રુસકે રડી પડી અને પછી એણે વાત કરી કે...

મારી મમ્મી સંગીતા, અશોકભાઈ અને મુકેશભાઈ એમ ત્રણેય સારાં મિત્રો હતા અને એક મોટી કંપનીમાં સાથેજ નોકરી કરતા હતા. મારી મમ્મીને હું એટલે દિકરી જન્મી એટલે સાસરીયા એ છૂટાછેડા આપી દીધા ત્યારે હું ત્રણેક વર્ષ ની હતી. મારી મમ્મી મને મોટી કરવા નોકરી કરતી હતી. આ ત્રણેયની મિત્રતાના લીધે મમ્મીની બધીજ વાતો આ લોકોને ખબર હતી. મુકેશભાઈ એ મારી મમ્મીને જાળમાં ફસાવવાનું ચાલુ કર્યું. અશોકભાઈ એ મમ્મીને ચેતવી કે મુકેશથી બચીને ચાલજે. પણ મુકેશભાઈ એ તો બહું મોટી જાળ બિછાવી હતી.

મમ્મીને કહે 'હું તને દિકરી સાથે અપનાવીશ અને દિકરી પલકને પણ બાપનો પ્રેમ આપીશ તું મારી જોડે લગ્ન કરી લે હું તને દુઃખી નહીં કરું.' આમ મમ્મીને લાગણીઓમાં લઈને નિર્બળ બનાવી દીધી. મમ્મી પણ મને મોટી કરવા માટે એક પુરુષની ઓથ જરૂરી હોય માટે લગ્ન કર્યા. લગ્નના બે વર્ષ પછી એક દિવસ મમ્મીને ઓફિસમાં કામ હતું અને પપ્પા બિમારીનું બહાનું કરી ને ઘરે રહ્યા હતા. પણ મમ્મીનો જીવ ઓફિસમાં ના લાગ્યો એટલે એ રજા લઈને બપોરે ઘરે આવી એ ટાઈમે હું પણ સ્કૂલમાંથી આવી ગઈ હતી અને પપ્પા કપડાં બદલાવાના બહાને મારાં અંગો પર હાથ ફેરવતાં હતાં અને મમ્મીનું ઘરમાં દાખલ થવું એણે આ જોયું અને પછી મને કપડાં પેહરાવીને બાજુનાં રૂમમાં મોકલી પપ્પા સાથે ઝઘડી પડી. અને પછી અશોકકાકાની મદદ લઈને મને હોસ્ટેલમાં ભણવા મૂકી દીધી.

પણ આ કોરોના વાઈરસની મહામારીને લીધે લોકડાઉન થતાં એ અને અશોકકાકા મને ઘરે લઈ આવ્યા. અને એ મારા બની બેઠેલા પિતા જેમને પિતા કહેતાં પણ શરમ આવે છે એ નરાધમે મેડિકલ સ્ટોરમાંથી ઉંઘની ગોળીઓ લાવીને મમ્મીને રાત્રે દૂધમાં નાખીને પીવડાવી દીધી. અને પછી મારી જોડે એ નરાધમે અઘોર કુકર્મ આચર્યું. મારાં મોં પર રૂમાલ બાંધી દીધો હતો મેં પ્રતિકાર કર્યો પણ હું એમની તાકાત સામે ફાવી નહીં અને મારી આબરૂ લૂંટી લીધી. સવારે મમ્મીને મેં વાત કરી અને એણેજ મને અમારી સોસાયટીની બાજુની સોસાયટીમાં રહેતા આ અશોકકાકાનાં ઘરે મોકલી. કે જેથી આ લોકડાઉન ખૂલે પછી હું મારી સાથે ભણતાં આરવ સાથે લગ્ન કરી શકું અને સલમાત રહી શકું.

મેં અશોક કાકા ને કહ્યું કે લોકો તમારી બદનામી કરે છે તો કહે ભલે ને જેને જે મિર્ચ મસાલા ઉમેરીને જે ખોટાં સમાચાર ફેલાવા હોય એ ફેલાવે. સત્ય તો આપણે જાણીએ જ છીએ અને તું મારી દિકરી છે એ સંબંધ પણ એટલો પવિત્ર છે. બેટા તારી બદનામી થશે તો તું જીવી નહીં શકે માટે આપણે કોઈને જવાબ આપવા નથી. પણ તમે પુછ્યું એટલે મેં કહ્યું અશોકકાકા તો બીજા રૂમમાં સૂઈ જાય છે અને હું અલગ રૂમમાં મને એ દિકરી જ માને છે. એમને પણ દૂર દેશાવરમાં મારાં જ જેટલા દિકરો દિકરી છે અને એમનાં પત્ની જોડે વિડિયો કોલ પર વાત થઈ ગઈ એમણે પણ કહ્યું કે એમને વિશ્વાસ છે કાકા ઉપર દુનિયા જે બોલે બોલવા દો.પણ, પલકના લગ્ન આરવ સાથે થઈ જાય પછી વાંધો નહીં.

પેલા પોલીસ બહેને કહ્યું કે તે આરવને વાત કરી ? પલક કહે હા. એણે પણ આ જ રસ્તો સૂચવ્યો છે. કે એ નરાધમથી દૂર રહેવું. એને સજા અપાવવા માટે મારે કોર્ટમાં હાજર થવું પડે તો પછી આરવના ઘરનાં વિરોધ કરી શકે એટલે હું અહીં રહું છું. અને આ કાકા મારાં લીધે બદનામ થાય છે.

આ લોકડાઉન ખૂલે એટલે કોર્ટમાં મેરેજ કરીને સાસરે જતી રહીશ. પોલીસ બહેન પણ આ સાંભળીને રડી પડ્યા. આમ ઘણી વખત ખોટાં સમાચારમાં લોકો મસાલો ઉમેરીને ફેલાવતાં હોય છે પણ સમાચાર સાચા છે કે ખોટાં એ કોઈ તપાસ કરતું નથી.


Rate this content
Log in

More gujarati story from Bhavna Bhatt

Similar gujarati story from Crime